Studioના કન્ટેન્ટ મેનેજરનો તમારી જરૂરિયાત મુજબ ઉપયોગ કરતા શીખવું

આ સુવિધાઓ ફક્ત YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઉપયોગ કરતા પાર્ટનર માટે ઉપલબ્ધ છે. ઍક્સેસ મેળવવા માટે YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો.

YouTube Studioના કન્ટેન્ટ મેનેજર વેબ-આધારિત ટૂલ છે જેનો YouTubeના ભાગીદારો YouTube પર તેમનું કન્ટેન્ટ અને અધિકારો મેનેજ કરવા માટે ઉપયોગ કરે છે. તમે કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટમાં સાઇન ઇન કરો ત્યારે તમારી ભૂમિકાના આધારે આ વિકલ્પોમાંથી અમુક અથવા બધા ડાબી બાજુના મેનૂમાં આવે છે:

 ડૅશબોર્ડ

પગલાં લેવા જરૂરી હોય તેવી વિવિધ પ્રકારની સમસ્યાઓનું નિરીક્ષણ કરો, જેમ કે માલિકીના વિવાદ અને દાવા. તમે કૉપિરાઇટ સ્ટ્રાઇક ધરાવતી ચૅનલ, ચૅનલના બાકી આમંત્રણો અને કમાણી કરવાની પ્રક્રિયા સસ્પેન્ડ થઈ હોય તેવી ચૅનલનું પણ નિરીક્ષણ કરી શકો છો.

 વીડિયો

તમારા કન્ટેન્ટ મેનેજર સાથે સંકળાયેલી ચૅનલ દ્વારા અપલોડ અથવા લાઇવસ્ટ્રીમ થતા વીડિયોની સૂચિ જુઓ. અહીંથી તમે તમારા વીડિયો ડાઉનલોડ કરી શકો, તેમને બલ્કમાં ડિલીટ કરી શકો અથવા તેમાં બલ્કમાં અપડેટ કરી શકો. કૉપિરાઇટના દાવા, સ્ટ્રાઇક અને અન્ય વિશેષતાઓ ધરાવતા વીડિયો જોવા માટે તમે ફિલ્ટર  પણ કરી શકો છો.

 અસેટ

તમારા કન્ટેન્ટ મેનેજર સાથે સંકળાયેલી અસેટનો ઓવરવ્યૂ મેળવો. તમે અસેટ ડેટાની નિકાસ કરી શકો, અસેટ મેટાડેટા જોઈ અને તેમાં ફેરફાર કરી શકો તેમજ તમારી અસેટમાં બલ્કમાં ફેરફાર કરી શકો. તમને જોઈતી હોય તે અસેટ શોધવા માટે, અસેટના પ્રકાર, દાવા અને અન્ય વિશેષતાઓ અનુસાર ફિલ્ટર કરો . અસેટ વિશે વધુ જાણો.

 અસેટ લેબલ

તમારા કન્ટેન્ટ મેનેજર સાથે સંકળાયેલા અસેટ લેબલની સૂચિ જુઓ. તમે કોઈ ચોક્કસ લેબલ ધરાવતી અસેટ દ્વારા કરાયેલા દાવા પણ જોઈ શકો છો. અસેટ લેબલ વિશે વધુ જાણો.

 સમસ્યાઓ

તમારે ધ્યાન આપવું જરૂરી હોય અને જેની અસર તમારી અસેટ, રેફરન્સ અથવા દાવા પર થઈ શકે તેમ હોય તેવી સમસ્યાઓ પર પગલાં લો. તમે સંભવિત, મતભેદ હોય તેવા અને અપીલ થઈ હોય તેવા દાવા, માલિકીના વિવાદ તથા ટ્રાન્સફર, અમાન્ય સંદર્ભ તેમજ સંદર્ભ ઓવરલેપ વિશે વધુ માહિતી મેળવી શકો છો.

 ચૅનલ

તમારા કન્ટેન્ટ મેનેજર સાથે સંકળાયેલી ચૅનલ માટેના મેટ્રિક અને પરવાનગીઓની સૂચિ જુઓ. તમારું કન્ટેન્ટ મેનેજર ચૅનલ બનાવીને અથવા તમારા કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટમાં જોડાવા માટે અન્ય ચૅનલને આમંત્રણ આપીને એકથી વધુ ચૅનલ સાથે લિંક થઈ શકે છે.

 દાવો કરાયેલા વીડિયો

દાવો કરાયેલા વીડિયો અને તેમની સાથે સંકળાયેલી અસેટની સૂચિ જુઓ. સમાન વીડિયો સામે થયેલા એકથી વધુ દાવાને એક ગ્રૂપમાં મુકાય છે જેથી તમે દાવાની સમસ્યાઓનો કાર્યક્ષમ રીતે રિવ્યૂ કરી તેમનું નિરાકરણ લાવી શકો. દાવો કરાયેલા વીડિયો વિશે વધુ જાણો.

 પૉલિસીઓ

તમારા કન્ટેન્ટ પર વધુ નિયંત્રણ માટે તમારી કસ્ટમ પૉલિસીઓ રિવ્યૂ કરી તેમાં ફેરફાર કરો અથવા નવી પૉલિસીઓ બનાવો. તમે ચોક્કસ તારીખ અને સમયે અસરકારક બને તે રીતે શેડ્યૂલ કરેલી પૉલિસીઓ પણ ઉમેરી શકો છો. પૉલિસીઓ વિશે વધુ જાણો.

 Analytics

વીડિયો, ચૅનલ અથવા અસેટ જેવા વિવિધ પરિમાણો પર તમારા કન્ટેન્ટનું પર્ફોર્મન્સ કેવું છે તે વિશે વધુ માહિતી મેળવો. તમે અપ ટૂ ડેટ મેટ્રિક અને રિપોર્ટ સાથે આવક, ઑડિયન્સની વસ્તી વિષયક માહિતી, ટ્રાફિક સૉર્સ અને અન્ય માહિતી પર નિરીક્ષણ રાખી શકો છો. Analytics વિશે વધુ જાણો.

 ઝુંબેશો

ભૂતકાળની, વર્તમાન તેમજ ભાવિ ઝુંબેશો અને કઈ અસેટ પર તે આધારિત છે તેની સૂચિ જુઓ. તમે પસંદગીની ચોક્કસ અસેટ માટે અસેટ-આધારિત ઝુંબેશો અથવા ચોક્કસ અસેટ લેબલ સાથે સંકળાયેલી પસંદગીની અસેટ માટે લેબલ-આધારિત ઝુંબેશો બનાવી શકો છો. ઝુંબેશો વિશે વધુ જાણો.

 વ્હાઇટલિસ્ટ

વ્હાઇટલિસ્ટ તમારા કન્ટેન્ટ મેનેજરની અસેટમાંથી ઑટોમૅટિક રીતે થતા દવામાંથી બાકાત રખાઈ હોય તેવી ચૅનલ બતાવે છે. તમે ચૅનલ ID અથવા URL દ્વારા તમારા વ્હાઇટલિસ્ટમાં વધુ ચૅનલ પણ ઉમેરી શકો છો. વ્હાઇટલિસ્ટ વિશે વધુ જાણો.

 રિપોર્ટ

આવક, વીડિયો, અસેટ, સંદર્ભો, દાવા અને ઝુંબેશો અંગેના રિપોર્ટ જુઓ અને ડાઉનલોડ કરો. રિપોર્ટ અઠવાડિક અથવા માસિક આધારે ઉપલબ્ધ હોય છે. રિપોર્ટ વિશે વધુ જાણો.

 કન્ટેન્ટ ડિલિવરી

તમારા કન્ટેન્ટ મેનેજર પર અપલોડ કરેલા કન્ટેન્ટના પૅકેજ જુઓ અને ડાઉનલોડ કરો. કન્ટેન્ટ ડિલિવર અને અપડેટ કરવા માટેના તેમજ તે પૅકેજને આ પેજમાંથી અપલોડ કરવા માટેના નમૂના તમને મળી શકે છે. YouTube પર ફાઇલો ડિલિવર કરવા વિશે વધુ જાણો.

સેટિંગ

ઇમેઇલ નોટિફિકેશન અને વપરાશકર્તાની પ્રાથમિકતાઓ જેવા એકાઉન્ટ સેટિંગ જુઓ અને તેમાં ફેરફાર કરો. એકાઉન્ટની પરવાનગીઓ મેનેજ કરવા માટે અહીંથી વપરાશકર્તાની વિવિધ ભૂમિકાઓ બનાવી અને તેમાં ફેરફાર કરી શકાય છે. કન્ટેન્ટ મેનેજર એકાઉન્ટ સેટિંગ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3236725143575842627
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false