તમારી YouTube ચૅનલને એક બ્રાંડ એકાઉન્ટમાંથી બીજામાં ખસેડો

તમે શરૂ કરો તે પહેલાં:

YouTube ચૅનલ ઑટોમૅટિક રીતે એકાઉન્ટ સાથે કનેક્ટ થયેલી હોય છે. બે અલગ પ્રકારના એકાઉન્ટ હોય છે:

Google એકાઉન્ટ YouTube પર સાઇન ઇન કરવા માટે તમને Google એકાઉન્ટની જરૂર પડે છે. તમારી ચૅનલનું નામ ઑટોમૅટિક રીતે જ તમારા Google એકાઉન્ટનું નામ બની જાય છે.
બ્રાંડ એકાઉન્ટ

બ્રાંડ એકાઉન્ટ એ એક એવું એકાઉન્ટ છે કે જે ખાસ તમારી બ્રાંડ માટે છે. આ એકાઉન્ટ તમારા વ્યક્તિગત Google એકાઉન્ટ કરતાં અલગ હોય છે. જો કોઈ ચૅનલ બ્રાંડ એકાઉન્ટ સાથે લિંક હોય, તો તેને એક કરતાં વધુ Google એકાઉન્ટ મેનેજ કરી શકે છે.

બ્રાંડ એકાઉન્ટ કેવી રીતે બનાવવું તે જાણો:

  1. સૌ પ્રથમ, તમારી પાસે પહેલેથી જ બ્રાંડ એકાઉન્ટ છે કે નહીં તે ચેક કરો.
  2. YouTube પર સાઇન ઇન કરો.
  3. તમારી ચૅનલની સૂચિ પર જાઓ.
  4. ચૅનલ બનાવો પર ક્લિક કરો.
  5. બ્રાંડ એકાઉન્ટને નામ આપવા માટેની વિગતો ભરો અને તમારું એકાઉન્ટ ચકાસો.
  6. બનાવો પર ક્લિક કરો.

ચૅનલને ટ્રાન્સફર કરવામાં રહેલા જોખમો

જો તમારી બે બ્રાંડ એક જ Google એકાઉન્ટ સાથે સંકળાયેલી હોય, તો તમે તમારી ચૅનલ અને તેના વીડિયોને એક બ્રાંડ પરથી બીજી બ્રાંડ પર ખસેડી શકો છો. આ પ્રક્રિયા ચૅનલના ટ્રાન્સફર તરીકે ઓળખાય છે.

સંવેદનશીલ એકાઉન્ટ સાઇન-ઇન માહિતીને સુરક્ષિત રાખવાની અને કોઈપણ સમસ્યા ઊભી થાય તે પહેલાં તમારા એકાઉન્ટના ઍક્સેસ જાળવવા માટે ઝડપી પ્લાન બનાવવાની જવાબદારી તમારી છે. તમારી ચૅનલ રિકવર કરવા માટે, આ એકાઉન્ટની રિકવરી માટેની ટિપ ફૉલો કરો.

તમારા બ્રાંડ એકાઉન્ટને બીજા બ્રાંડ એકાઉન્ટમાં ખસેડવાની પ્રક્રિયાને તમે જાતે પૂર્ણ કરી શકો છો, પરંતુ જો જરૂરી હોય તો જ તે પ્રક્રિયા કરવી. જો ટ્રાન્સફર ખોટી રીતે કરવામાં આવે તો તેમાં તમારા હાથે ખોટી ચૅનલને કાઢી નાખવાનું જોખમ રહે છે.    

બ્રાંડ એકાઉન્ટ ટ્રાન્સફર કરવાના પરિણામે તમે શું ગુમાવશો:

એકાઉન્ટ ગુમ થયેલું કન્ટેન્ટ
બ્રાંડ એકાઉન્ટ A: ટ્રાન્સફર થઈ રહેલી ચૅનલ સાથે સંકળાયેલું
બ્રાંડ એકાઉન્ટ B: બદલાઈ રહેલી ચૅનલ સાથે સંકળાયેલું (બ્રાંડ એકાઉન્ટ A ટ્રાન્સફર થતા ડિલીટ થાય છે)
  • વીડિયો
  • મેસેજ
  • પ્લેલિસ્ટ
  • ચૅનલનો ઇતિહાસ
  • ચકાસણી બૅજ

તમારી ચૅનલને એક બ્રાંડ એકાઉન્ટમાંથી બીજા બ્રાંડ એકાઉન્ટ પર ખસેડવા માટે:

નોંધ લેશો કે જો તમારું એકાઉન્ટ નિરીક્ષણ હેઠળનું એકાઉન્ટ હોય, તો તમે તમારી ચૅનલ ખસેડી શકતા નથી. શાળાના એકાઉન્ટમાં ચૅનલ ટ્રાન્સફરની યોગ્યતાના આધારે ચૅનલ ટ્રાન્સફર કરવાનો વિકલ્પ હોઈ શકે છે.

તમે શરૂ કરો, તેની પહેલાં ચકાસણી કરો કે:

  • તમે તમારા Google એકાઉન્ટના પ્રાથમિક એકાઉન્ટના માલિક છો. 
  • તમે તમારી ચૅનલ YouTube Studioમાં ચૅનલની પરવાનગીઓમાંથી પસંદ કરી છે. આ તો જ લાગુ પડશે જો તમારી ચૅનલ બ્રાંડ એકાઉન્ટ વાપરતી હતી અને પરવાનગીઓ પર ખસેડવામાં આવી હતી. 
    • નાપસંદ કરવા માટે, YouTube Studioના સેટિગ અને પછી પરવાનગીઓ હેઠળ “YouTube Studioમાં પરવાનગીઓ નાપસંદ કરો” પસંદ કરો.
  • તમે બીજા વપરાશકર્તાઓને ચૅનલની પરવાનગીઓ સાથે તમારી ચૅનલનો ઍક્સેસ આપ્યો નથી. 

  1. YouTubeમાં સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટા પર ક્લિક કરો.
  3. જો જરૂરી હોય, તો એકાઉન્ટને તમે જે ચૅનલ ખસેડવા માગતા હો, તે Google એકાઉન્ટ સાથે સંકળાયેલા એકાઉન્ટ પર સ્વિચ કરો.

    ચેતવણી:

    તમે આકસ્મિક રીતે ખોટી ચૅનલ ડિલીટ કરી શકો છો. આ ભૂલ ટાળવા માટે, એ ચેક કરો કે તમે જે ચૅનલ ખસેડવા માગો છો, તેની સાથે સંકળાયેલા Google એકાઉન્ટમાં તમે છો. 

    ઉદાહરણ તરીકે, ચૅનલ A તમારી જૂની ચૅનલ છે. તમે ચૅનલ B પર ટ્રાન્સફર કરી રહ્યાં છો. તમારે ચૅનલ A માટેના એકાઉન્ટ પર સાઇન ઇન કરવું જરૂરી છે.

  4. સેટિંગ પર ક્લિક કરો.
  5. વિગતવાર સેટિંગ પર ક્લિક કરો.
  6. બ્રાંડ એકાઉન્ટ પર ચૅનલ ખસેડો પર ક્લિક કરો.
  7. તમારી સ્ક્રીન પરની સૂચિમાંથી તમે જે એકાઉન્ટ ખસેડવા માગતા હો તેને પસંદ કરો. જો તમારી પાસે એકાઉન્ટની સૂચિ ન હોય તો ઉપરના પગલાંનો ઉપયોગ કરીને સમસ્યાનું નિવારણ કરો.
  8. જો તમે પસંદ કરેલું એકાઉન્ટ પહેલેથી જ YouTube ચૅનલ સાથે સંકળાયેલું હોય તો બદલો પર ક્લિક કરો, પછી પૉપ-અપ થતાં બૉક્સમાં ચૅનલ ડિલીટ કરો પસંદ કરો.
    • મહત્ત્વપૂર્ણ: આમ કરવાથી તે એકાઉન્ટ સાથે પહેલેથી સંકળાયેલી ચૅનલ ડિલીટ થઈ જશે. વીડિયો, કૉમેન્ટ, મેસેજ, પ્લેલિસ્ટ અને ઇતિહાસ સહિત આ ચૅનલ સાથે સંકળાયેલું કોઈ પણ કન્ટેન્ટ પણ કાયમ માટે ડિલીટ થઈ જશે.
  9. ખસેડ્યા પછી તમારી ચૅનલનું નામ કેવું દેખાશે તે ચેક કરો, પછી ચૅનલ ખસેડો પર ક્લિક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
2954385546000050960
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false