કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીને પાછી ખેંચી લો

જો તમે ભૂલથી કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી હોય, તો તમે તેને પાછી ખેંચી શકો છો. કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચી લેવાથી:

  • અપલોડકર્તાની ચૅનલમાંથી કૉપિરાઇટ સ્ટ્રાઇક સાફ કરો, સિવાય કે અન્ય કન્ટેન્ટ સ્ટ્રાઇકમાં યોગદાન આપી રહ્યું હોય.
  • અપલોડકર્તાના કન્ટેન્ટને, YouTube પર રિસ્ટોર કરો સિવાય કે અપલોડકર્તા દ્વારા કન્ટેન્ટ ડિલીટ કરવામાં આવ્યું હોય.

જો તમે અપલોડકર્તા છો જેનું કન્ટેન્ટ કાઢી નાખવામાં આવ્યું હતું, તો તમે દાવો પાછો ખેંચવાની વિનંતી કરી શકશો.

જો તમે કન્ટેન્ટ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી હોય

કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચવાની 2 રીતો છે:

  • YouTube Studioમાં પાછું લઈ લો
  • ઇમેઇલ દ્વારા પાછી ખેંચો
YouTube Studioમાં પાછું લઈ લો

જો તમારી કન્ટેન્ટ કાઢી નાખવાની વિનંતીનું પહેલાથી જ નિરાકરણ આવી ગયું હોય અને તેના પરિણામે કન્ટેન્ટ કાઢી નાખવામાં આવ્યું હોય, તો તમે તેને YouTube Studioમાં પાછી ખેંચી શકો છો:

  1. કમ્પ્યૂટર પર YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કૉપિરાઇટ પસંદ કરો.
  3. કાઢી નાખવાની વિનંતીઓ ટૅબમાં, તમે કાઢી નાખવાની વિનંતી સબમિટ કરી છે તે વીડિયો શોધો.
  4. વીડિયો વિશે વધુ વિગતો બતાવવા માટે "વિસ્તૃત કરો" પર ક્લિક કરો.
  5. જો વીડિયો પહેલાથી જ કાઢી નાખવામાં આવ્યો હોય, તો કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચોપર ક્લિક કરો. જો વીડિયો દૂર કરવાની શેડ્યૂલ કરેલી વિનંતીને કારણે કાઢી નાખવાનો બાકી હોય, તો દાવો પાછો ખેંચવાની વિનંતી પર ક્લિક કરો.
  6. પૉપ-અપ વિન્ડોમાં, પાછું ખેંચી લો પર ક્લિક કરો.
તમારા YouTube પાર્ટનર માટે નોંધ: જો તમારી પાસે CVP એકાઉન્ટ હોય અથવા YouTube Studioના કન્ટેન્ટ મેનેજરનો ઍક્સેસ હોય, તો તમે આ પ્લૅટફૉર્મનો ઉપયોગ કરીને કાઢી નાખવાની વિનંતીઓ પાછી ખેંચી અથવા રદ કરી શકો છો. તમે જેમાંથી ઑરિજિનલ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવામાં આવી હતી એ જ Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો એની ખાતરી કરવી. ધ્યાનમાં રાખો કે દાવો પાછો ખેંચી લેવાયા પછી મેળ ખાતા વીડિયોનો દાવો કરવામાં આવશે નહીં.
ઇમેલ દ્વારા પાછો ખેંચો

જ્યાં સુધી ઇમેઇલ આ આવશ્યકતાઓને પૂર્ણ કરે ત્યાં સુધી તમે કાઢી નાખવાની વિનંતી ઇમેઇલ દ્વારા પાછી ખેંચી શકો છો:

  1. દાવેદાર વતી ઈમેલ મૂળ દાવેદાર અથવા અધિકૃત પ્રતિનિધિ (જેમ કે વકીલ) તરફથી મોકલવો આવશ્યક છે.
  2. ઇમેઇલ એ જ ઇમેઇલ ઍડ્રેસ અથવા કૉર્પોરેટ ડોમેન પરથી મોકલવો આવશ્યક છે જેનો ઉપયોગ મૂળ કાઢી નાખવાની વિનંતી સબમિટ કરવા માટે કરવામાં આવ્યો હતો.
  3. ઇમેઇલમાં નીચેની માહિતી શામેલ હોવી આવશ્યક છે:
    • તમારી કાઢી નાખવાની વિનંતીમાંથી કન્ટેન્ટની ફૉર્મેટ કરેલી લિંક: વીડિયો માટે, માન્ય URL ફૉર્મેટ www.youtube.com/watch?v=xxxxxxxxxxx. વીડિયો સિવાયના કન્ટેન્ટ માટે, અહીં સૂચિબદ્ધ કન્ટેન્ટના પ્રકાર માટે URL ફૉર્મેટનો ઉપયોગ કરો.
    • દાવો પાછો લેવાનું નિવેદન: જેમ કે "અહીં હું કૉપિરાઇટ ઉલ્લંઘનનો મારો દાવો પાછો ખેંચી લઉં છું." ધ્યાન રહે કે અમે ફક્ત કાઢી નાખવાની વિનંતીનો દાવો પાછી ખેંચવાનો જ સ્વીકાર કરી શકીએ છીએ. અમે માત્ર "હું મારી કૉપિરાઇટ સ્ટ્રાઇક નો દાવો પાછો ખેંચું છું" જેવી કૉપિરાઇટ સ્ટ્રાઇકને પાછી ખેંચવાની વિનંતી સ્વીકારી શકતા નથી.
    • ઇલેક્ટ્રોનિક સહી: ઈમેઇલની સાવ નીચે, દાવેદાર અથવા અધિકૃત પ્રતિનિધિએ તેમની સહી તરીકે તેમનું પૂરું કાનૂની નામ દાખલ કરવું આવશ્યક છે. પૂરા કાનૂની નામમાં કંપનીનું નામ હોવું જોઈએ નહીં.
  4. ઇમેઇલ copyright@youtube.com પર જ મોકલવો.
નોંધ: YouTube ચૅનલ પ્રોફાઇલ ફોટા Google દ્વારા હોસ્ટ કરવામાં આવે છે. પ્રોફાઇલ ફોટા માટે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીને પાછી ખેંચવા માટે, તમારી મૂળ કાઢી નાખવાની વિનંતી અંગે તમને Google તરફથી મળેલા કન્ફર્મેશન ઇમેઇલનો જવાબ આપો. ખાતરી કરો કે તમારું ઇમેઇલ ઉપર સૂચિબદ્ધ 1-3 આવશ્યકતાઓને પૂર્ણ કરે છે.
 
ધ્યાનમાં રહે: અમે ફક્ત YouTube Studio અથવા ઇમેઇલ જે ઉપરના વિભાગોમાં વર્ણવેલી તમામ આવશ્યકતાઓને પૂર્ણ કરે છે તેના દ્વારા સબમિટ કરવામાં આવેલા દાવા પાછો ખેંચવાનું સ્વીકારી શકીએ છીએ.

જો તમારું કન્ટેન્ટ કાઢી નાખવામાં આવ્યું હોય

જો તમે અપલોડકર્તા હો જેના કન્ટેન્ટને કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતીને કારણે કાઢી નાખવામાં આવ્યું હોય તો તમે દાવેદારનો સીધો સંપર્ક કરી શકો છો અને દાવો પાછો ખેંચવા માટે કહી શકો છો. અમુક નિર્માતાઓ તેમની ચૅનલમાં તેમનો સંપર્ક કરવાની રીતોની સૂચિ જણાવે છે.

ધ્યાન રહે કે, કાયદા દ્વારા, YouTube કૉપિરાઇટ માલિકીના મતભેદમાં મધ્યસ્થતા કરી શકશે નહીં

 

દાવો પાછો ખેંચવો પછી શું થાય છે

એકવાર તમે કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી પાછી ખેંચી લો તે પછી, તમને દૂર કરવાની વિનંતી પાછી ખેંચી લેવામાં આવી હતી તે જણાવવા માટે તમને એક ઇમેઇલ નોટિફિકેશન મળશે. અપલોડકર્તાને સંબંધિત કૉપિરાઇટ સ્ટ્રાઇકની સ્થિતિ અને તેમના કાઢી નાખવામાં આવેલા કન્ટેન્ટ વિશે પણ સૂચિત કરવામાં આવશે.

વધુ માહિતી

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7486681175686222620
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false