​આત્મહત્યા, આત્મઘાત અને ભોજન સંબંધિત વિકાર માટેની પૉલિસી

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.
નોંધ: 18 એપ્રિલ, 2023 ના રોજ અમે કેટલાક ઑડિયન્સ માટે જોખમ ઊભું કરી શકે તેવા સંવેદનશીલ કન્ટેન્ટથી સમુદાયને વધુ સારી રીતે સુરક્ષિત રાખવા માટે અમારી ભોજન સંબંધિત વિકારની પૉલિસી અપડેટ કરી છે. હવે અમે અનુકરણ કરી શકાય તેવું કન્ટેન્ટ, વય-મર્યાદાવાળું કન્ટેન્ટ કાઢી શકીએ છીએ અથવા ભોજન સંબંધિત વિકાર કે આત્મઘાતના વિષયો વિશે વીડિયો પર સંકટકાલીન સંસાધન પૅનલ બતાવી શકીએ છીએ. નીચેની પૉલિસીને અપડેટ કરીને આ ફેરફાર કરવામાં આવ્યા છે. તમે અમારા અભિગમ વિશે આ બ્લૉગ પરની પોસ્ટમાં વધુ જાણી શકો છો.

YouTube ખાતે અમે અમારા બધા નિર્માતાઓ અને દર્શકોના આરોગ્ય અને સુખાકારીને ગંભીરતાથી લઈએ છીએ. માનસિક આરોગ્ય વિશે જાગરુકતા અને સમજ મહત્ત્વપૂર્ણ છે અને નિર્માતાઓ આ વિશે તેમની સ્ટોરી શેર કરે તે માટે સપોર્ટ કરીએ છીએ, જેમ કે તણાવ, આત્મઘાત, ભોજન સંબંધિત વિકારો કે માનસિક આરોગ્યને લગતી સમસ્યાઓને લગતા તેમના અનુભવોને લગતી ચર્ચા પોસ્ટ કરવી.

જો કે, અમે આત્મહત્યા, આત્મઘાત, કે ભોજન સંબંધિત વિકારોનો પ્રચાર કરે તેવું કન્ટેન્ટ કે જેનો ઈરાદો આધાત કે ધૃણા પહોંચાડવાનો હોય અથવા જે દર્શકો માટે નોંધપાત્ર જોખમ ધરાવતું હોય તેની પરવાનગી આપતા નથી.

જો આવું કન્ટેન્ટ તમારા ધ્યાને આવે, તો તમારે શું કરવું જોઈએ

જો તમને લાગતું હોય કે કોઈ જોખમમાં છે, તો:

  • સહાય માટે સ્થાનિક ઇમર્જન્સી સર્વિસનો સંપર્ક કરો
  • વીડિયો અમારા ધ્યાને લાવવા માટે તેને ચિહ્નિત કરો

જો તમને લાગતું હોય કે તમે માનસિક આરોગ્ય, આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારોને લગતું જે કન્ટેન્ટ જોયું છે તેની તમારા પર નકારાત્મક અસર થઈ રહી છે, તો એ જાણો કે સપોર્ટ ઉપલબ્ધ છે અને તમે એકલા નથી. આગળના વિભાગમાં, તમે સંસાધનોની સૂચિ અને સલાહ પૂરી પાડી શકે તેવી સંસ્થાઓના સંપર્કની માહિતી શોધી શકો છો.

આ બાબતે ચિંતિત હોઈ શકે તેવી કોઈ વ્યક્તિ સાથે કેવી રીતે વાત કરવી, તેના માટેના સામાન્ય માર્ગદર્શન માટે સ્થાનિક હેલ્પલાઇનનો સંપર્ક કરો.

જો તમને સપોર્ટની જરૂર હોય, તો શું કરવું

જો તમે હતાશ હો, આત્મહત્યા કે તમને આત્મઘાત કરવાના વિચારો આવતા હોય અથવા ભોજન સંબંધિત વિકાર અનુભવી રહ્યા હો, તો એ જાણો કે સહાય ઉપલબ્ધ છે અને તમે એકલા નથી. આવા પીડાદાયક મનોભાવનો સામનો કરતી વખતે ઘણાં લોકોને આવી સમસ્યાઓ થઈ શકે છે. માનસિક આરોગ્ય સંભાળ પ્રદાતા સાથે વાત કરવાથી તમને સંભાળની જરૂર પડે તેવી માનસિક બિમારી છે કે નહીં, તે નક્કી કરવામાં સહાય મળી શકે છે. તે તમને તેનો આરોગ્યપ્રદ અને અસરકારક રીતે સામનો કરવાની વ્યૂહરચનાઓ ઓળખવામાં અને મૂશ્કેલ લાગણીઓને મેનેજ કરવાના કૌશલ્યો વિકસાવવામાં પણ સહાય કરી શકે છે.

આત્મહત્યા અને આત્મઘાત બાબતે સપોર્ટ મેળવવા માટેના સંસાધનો

નીચે એવી સમર્પિત સંસ્થાઓની સૂચિ આપી છે કે જેઓ વિવિધ દેશ અને પ્રદેશોમાં જરૂરિયાતોને સહાય કરે છે. આ ઓળખ કરેલા કટોકટી વખતના સેવા પાર્ટનર છે. દેશ/પ્રદેશ મુજબ ભાગીદારી બદલાઈ શકે છે.

findahelpline.com અને www.wikipedia.org/wiki/List_of_suicide_crisis_linesવેબસાઇટ તમને અહીં સૂચિત ન હોય તેવા પ્રદેશો માટેની સંસ્થાઓ શોધવામાં સહાય કરી શકે છે.

ઑસ્ટ્રેલિયા

Lifeline Australia

Kids Helpline

13 11 14

1800 55 1800

આર્જેન્ટીના Centro de Asistencia al Suicida - Buenos Aires

135 (desde Capital y Gran Buenos Aires) 

(011) 5275-1135 (desde todo el país)

બ્રાઝિલ Centro de Valorização da Vida 188
બેલ્જિયમ

Centre de Prévention du Suicide /

Zelfmoordlijn 1813

0800 32 123

1813

બલ્ગેરિયા Български Червен Кръст 02 492 30 30
ચેક રિપબ્લિક Psychiatrická léčebna Bohnice - Centrum krizové intervence
+420 284 016 666
ડેનમાર્ક Livslinien 70201201
ફ્રાંસ S.O.S Amitié 09 72 39 40 50
ફિનલૅન્ડ Suomen Mielenterveysseura / Kansallinen kriisipuhelin 09-2525-0111
જર્મની Telefonseelsorge 0800-1110111
ગ્રીસ ΚΛΙΜΑΚΑ 1018
801 801 99 99
હોંગ કોંગ 香港撒瑪利亞防止自殺會 2389 2222
હંગેરી S.O.S. Telefonos Lelki Elsősegély Szolgálat 06 1 116-123 
ભારત आसरा
AASRA
91-9820466726
આયર્લૅન્ડ Samaritans 116 123
ઇઝરાઇલ ער"ן - עזרה ראשונה נפשית 1201
ઇટાલી Samaritans Onlus 800 86 00 22
જાપાન こころの健康相談統一ダイヤル 0570-064-556
ન્યૂઝીલૅન્ડ Lifeline New Zealand 0800 543 354
નેધરલૅન્ડ Stichting 113Online 0900-0113
સિંગાપોર Samaritans of Singapore 1800-221-4444
સ્પેન

Telèfon de l'Esperança de Barcelona

Teléfono de la Esperanza

93 414 48 48

717 003 717

દક્ષિણ કોરિયા 보건복지부 자살예방상담전화 1393
તાઇવાન 生命線協談專線 1995
થાઇલૅન્ડ กรมสุขภาพจิต กระทรวงสาธารณสุข 1323
યુનાઇટેડ કિંગડમ Samaritans 116 123
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા

Suicide & Crisis Lifeline

988 /Chat

તમને YouTube પર સલામત હોવાની લાગણી કરવામાં સહાય કરે તેવી ટિપ વાંચવા અને વીડિયો જોવા માટે નિર્માતા સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.

ભોજન સંબંધિત વિકાર બાબતે સપોર્ટ મેળવવા માટેના સંસાધનો

નીચે એવી સંસ્થાઓની સૂચિ છે કે જે ભોજન સંબંધિત વિકાર ધરાવતી વ્યક્તિઓને સહાય કરે છે. આ સંસ્થાઓ  માનસિક આરોગ્ય માટેનો સપોર્ટ પૂરો પાડવા માટેના પાર્ટનર છે. દેશ/પ્રદેશ મુજબ ભાગીદારી બદલાઈ શકે છે.

યુનાઇટેડ સ્ટેટ્સ NEDA +1 800 931-2237
યુનાઇટેડ કિંગડમ BEAT Eating Disorders +44 0808 801 0677 ઇંગ્લેન્ડ
    +44 0808 801 0432 સ્કોટલેન્ડ
    +44 0808 801 0433 વૅલ્સ
    +44 0808 801 0434 N. આયર્લૅન્ડ
ભારત Vandrevala Foundation +91 9999 666 555

આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારને લગતું કન્ટેન્ટ પોસ્ટ કરવા માટેના સમુદાયના દિશાનિર્દેશો

YouTube વપરાશકર્તાએ માનસિક આરોગ્ય, આત્મહત્યા, આત્મધાત અને ભોજન સંબંધિત વિકારના વિષયો બાબતે સહાયક અને નુકસાન ન પહોંચાડે તેવી રીતે ખુલીને વાત કરવામાં ડરવું જોઈએ નહીં.

જોકે, કેટલીક વખત બનાવેલું કન્ટેન્ટ સંવેદનશીલ હોય છે અને કેટકાક વપરાશકર્તાઓ માટે જોખમ ઊભું કરી શકે છે જ્યારે તમે આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારને લગતા વિષયો ધરાવનારું કન્ટેન્ટ બનાવો ત્યારે વપરાશકર્તાઓ પર તમારા કન્ટેન્ટની સંભવિત નકારાત્મક અસરને ધ્યાને લો, ખાસ કરીને સગીરો પર અને એવા વપરાશકર્તાઓ પર કે જેઓ આ કન્ટેન્ટ બાબતે સંવેદનશીલ હોઈ શકે છે.

તમારા દર્શકો અને બીજા વપરાશકર્તાઓને બચાવવા અને સપોર્ટ કરવા માટે કૃપા કરીને આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારોને લગતું કન્ટેન્ટ બનાવતી વખતે નીચેના સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરો. આ સમુદાયના દિશાનિર્દેશોનું પાલન ન કરવાથી વપરાશકર્તાઓને બચાવવા માટે સ્ટ્રાઇક લગાવી શકાય છે, તમારું કન્ટેન્ટ કાઢી શકાય છે અથવા બીજા પ્રતિબંધો લગાવી શકાય છે. વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશોની આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની અન્ય પ્રોડક્ટ કે સુવિધાને લાગુ પડે છે. યાદ રાખો કે આ સૂચિ સંપૂર્ણ નથી. કૃપા કરીને નોંધ લેશો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે.

નીચેનું કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં:

  • આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારોનું પ્રમોશન અને વખાણ કરનારું કન્ટેન્ટ
  • આત્મહત્યા કેવી રીતે કરવી, આત્મઘાત કેવી રીતે કરવો અથવા ભોજન સંબંધિત વિકારમાં કેવી રીતે શામેલ થવું (આ માહિતી કેવી રીતે છુપાવવી, તેના સહિત), તેને લગતી સૂચનાઓ
  • સગીરોને લક્ષ્ય બનાવતું હોય, તેવું આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારોને લગતું કન્ટેન્ટ
  • આત્મઘાતને લગતા ગ્રાફિક ચિત્રો
  • આત્મહત્યા કરનારા લોકોના વિઝ્યુઅલ, સિવાય કે તેને બ્લર કર્યા હોય કે ઢાંક્યા હોય, જેથી તેઓને સંપૂર્ણપણે અસ્પષ્ટ કરવામાં આવે
  • પૂરતા સંદર્ભ વિના આત્મહત્યા કે આત્મહત્યાના પ્રયત્નો બતાવનારા વીડિયો અને આત્મહત્યા કરનારને બચાવવાના ફૂટેજ
  • આત્મહત્યા અને આત્મઘાતને લગતી ચૅલેન્જમાં સહભાગિતા દર્શાવતું કે તેના માટેની સૂચનાઓ બતાવતું કન્ટેન્ટ (દા.ત. બ્લૂ વ્હેલ કે મોમો ચૅલેન્જ)
  • પૂરતા સંદર્ભ વિના આત્મહત્યાની નોંધ અથવા પત્રો
  • ભોજન સંબંધિત વિકારોના સંદર્ભમાં વજન આધારિત ધમકી બતાવતું કન્ટેન્ટ

કેટલાક કેસમાં જો આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારને લગતું કન્ટેન્ટ અમારા નીચેના માપદંડમાંથી જો કોઈ એક પૂરો કરતું હોય, તો અમે તેને કાઢવાને બદલે પ્રતિબંધિત કરી શકીએ છીએ (ઉદાહરણ તરીકે, ઉંમર પ્રતિબંધિત રાખીને, વીડિયો પર ચેતવણી આપીને કે સંકટકાલીન સંસાધન પૅનલ રાખીને). કૃપા કરીને નોંધ લેશો કે આ સંપૂર્ણ સૂચિ નથી:

  • શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક હેતુથી બનાવેલું કન્ટેન્ટ
  • જાહેર હિત માટેનું કન્ટેન્ટ
  • પૂરતા પ્રમાણમાં બ્લર કરેલું ગ્રાફિક કન્ટેન્ટ
  • નાટ્યાત્મક કે સ્ક્રિપ્ટવાળું કન્ટેન્ટ કે જેમાં ઍનિમેશન. વીડિયો ગેમ, મ્યુઝિક વીડિયો અને મૂવી અને શોની ક્લિપ શામેલ હોય, પરંતુ તેટલા પૂરતું મર્યાદિત નથી.
  • આત્મહત્યા કે આત્મઘાતની રીતો, તેના લોકેશન અને હૉટસ્પૉટની વિગતવાર ચર્ચા
  • આત્મઘાત કે આત્મહત્યાના ગ્રાફિકવાળા વર્ણનો
  • ભોજન સંબંધિત વિકારોમાંથી રિકવર કરવાને લગતું કન્ટેન્ટ કે જેમાં જોખમ ધરાવતા દર્શકોને ટ્રિગર કરનારી વિગતો શામેલ હોય

આત્મહત્યા, આત્મઘાત કે ભોજન સંબંધિત વિકારો વિશેનું કન્ટેન્ટ પોસ્ટ કરનારા નિર્માતાઓ માટેની શ્રેષ્ઠ રીતો

તમારા દર્શકોને નુકસાન અને તણાવથી બચાવવા માટે અમે આત્મહત્યા કે આત્મઘાતને સંબંધિત કન્ટેન્ટમાં આ શ્રેષ્ઠ રીતો વાપરવાની ભલામણ કરીએ છીએ:

  • આત્મહત્યા કરીને મૃત્યુ પામેલી વ્યક્તિને બતાવવાનું ટાળો અને તેમની તથા તેમના કુટુંબીજનોની પ્રાઇવસીનો આદર કરો. વધુ જાણો.
  • સકારાત્મક અને સપોર્ટ કરનારા શબ્દો વાપરો અને રિકવરી, બચાવ અને આશા જન્માવનારી સ્ટોરી પર ફોકસ કરો.
  • આત્મહત્યા અને આત્મઘાત રોકવા માટેની માહિતી અને સંસાધનો અને પરિસ્થિતિનો સામનો કરવા માટેની વ્યૂહરચાનાઓ શામેલ કરો. વીડિયો અને વીડિયોના વર્ણન બન્નેમાં તેને શામેલ કરવાનો પ્રયત્ન કરો.
  • લોકોને આકર્ષનારી ભાષા કે નાટ્યાત્મક વિઝ્યુઅલ વાપરશો નહીં.
  • સંદર્ભ આપો, પરંતુ પીડિત વ્યક્તિએ કેવી રીતે આત્મહત્યા કરી, તેના પર ચર્ચા કરવાનું ટાળો. પદ્ધતિઓ અને લોકેશનનો ઉલ્લેખ કરશો નહીં.
  • આત્મહત્યાના પીડિતના ચિત્રોવાળું કન્ટેન્ટ બ્લર કરો. તમે YouTube Studioમાં એડિટર વડે તમારા વીડિયોને બ્લર કરી શકો છો. વધુ જાણો.

તમારા દર્શકોને નુકસાન અને તણાવથી બચાવવા માટે અમે ભોજન સંબંધિત વિકારોને લગતા કન્ટેન્ટમાં આ શ્રેષ્ઠ રીતો વાપરવાની ભલામણ કરીએ છીએ:

  • ભોજન સંબંધિત વિકાર માટેના વર્તનની વિગતોના બદલે વિકારની અસરો પર ફોકસ કરો.
  • ઑડિયન્સને જણાવો કે ભોજન સંબંધિત વિકારોના કારણે સામાન્ય રીતે ગંભીર કૉમ્પ્લિકેશન થાય છે.
  • ભોજન સંબંધિત વિકારોને રોકવા માટેની માહિતી અને સંસાધનો અને તેનો સામનો કરવા માટેની વ્યૂહરચનાઓ શામેલ કરો. વીડિયો અને વીડિયોના વર્ણન બન્નેમાં તેને શામેલ કરવાનો પ્રયત્ન કરો.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

છેલ્લે, જો તમે એવું સૂચન કરો કે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરનારા કન્ટેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ કરશો, તો પણ અમે તમારા ઍક્સેસ મર્યાદિત કરી શકીએ છીએ. લાઇવ સ્ટ્રીમિંગ પર પ્રતિબંધો વિશે વધુ જાણો.

ચેતવણીઓ અને સપોર્ટ કરનારા સંસાધનો

જ્યારે આત્મહત્યા કે આત્મઘાતના વિષયો પરનું કન્ટેન્ટ હોય ત્યારે YouTube વપરાશકર્તાઓને સુવિધાઓ કે સંસાધનો બતાવી શકે છે. ઉદાહરણ તરીકે:

  • તમારો વીડિયો ચાલવાનું શરૂ થાય તેની પહેલાં તેના પર આત્મહત્યા અને આત્મઘાતને સંબંધિત કન્ટેન્ટની ચેતવણી.
  • વીડિયોની હેઠળ સપોર્ટ કરનારા સંસાધનો ધરાવતી પૅનલ, જેમ કે આત્મહત્યા રોકનારી સંસ્થાઓના ફોન નંબર

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17297114014288573432
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false