હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટ સંબંધિત પૉલિસીઓ

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

હિંસા કે રક્તપાતનું વર્ણન કરતું કન્ટેન્ટ જેનો હેતુ દર્શકોને આઘાત પહોંચાડવા કે ઘૃણા પેદા કરવાનો હોય અથવા એવું કન્ટેન્ટ કે જે અન્ય લોકોને હિંસક કૃત્યો કરવા પ્રોત્સાહન આપતું હોય, તેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

જો તમને કોઈ વ્યક્તિ તાત્કાલિક જોખમમાં મૂકાતી જણાય, તો પરિસ્થિતિની જાણ કરવા માટે તમારે તાત્કાલિક રીતે તમારી સ્થાનિક કાનૂની અમલીકરણ એજન્સીનો સંપર્ક કરવો જોઈએ.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટ:

  • અન્ય લોકોને વ્યક્તિઓ અથવા લોકોના ચોક્કસ ગ્રૂપ વિરુદ્ધ હિંસક કૃત્યો કરવા માટે પ્રેરિત કરતું હોય.
  • સગીરોને સંડોવતી લડાઈઓ.
  • રસ્તાના અકસ્માત, કુદરતી આપદા, યુદ્ધના દુષ્પરિણામો, આતંકવાદી હુમલાના દુષ્પરિણામો, શેરીમાં થતી લડાઈઓ, શારીરિક હુમલા, બલિદાન, જુલમ, લાશો, વિરોધ અથવા રમખાણો, ચિકિત્સક પ્રક્રિયાઓ અથવા આવા અન્ય દૃશ્યોના ફૂટેજ, ઑડિયો અથવા છબી કે જે દર્શકોને આઘાત પહોંચાડવા અથવા તેમનામાં ઘૃણા પેદા કરવાનો હેતુ ધરાવતા હોય.
  • શરીરમાંથી નીકળતા પ્રવાહી, જેમ કે લોહી કે ઊલ્ટીના ફૂટેજ અથવા છબી કે જે દર્શકોને આઘાત પહોંચાડવા અથવા તેમનામાં ઘૃણા પેદા કરવાનો હેતુ ધરાવતા હોય.
  • શરીરથી અંગો કાપી અલગ કરી નાખવા જેવી ગંભીર ઈજાઓ સાથેના લાશના ફૂટેજ.

પ્રાણીનો દુરુપયોગ થતો દર્શાવતું કન્ટેન્ટ:

  • કન્ટેન્ટ કે જેમાં મનુષ્ય લડાઈ કરવા માટે પ્રાણીઓ પર જુલમ કરતા દર્શાવવામાં આવ્યા હોય.
  • કન્ટેન્ટ કે જેમાં પરંપરાગત અથવા માનક પદ્ધતિઓની ઉપેક્ષા કરીને મનુષ્ય દ્વારા પ્રાણીઓ સાથે દુર્ભાવનાપૂર્ણ રીતે ગેરવર્તન કરવાનું અને તેમને દુર્દશાની સ્થિતિમાં મૂકવાનું બતાવવામાં આવ્યું હોય. પરંપરાગત અથવા માનક પદ્ધતિઓના ઉદાહરણોમાં શિકાર કરતા અથવા માંસાહારી ભોજન બનાવતા બતાવવાનો સમાવેશ છે.
  • કન્ટેન્ટ કે જેમાં પરંપરાગત અથવા માનક પદ્ધતિઓની ઉપેક્ષા કરીને મનુષ્ય દ્વારા કોઈ પ્રાણીને દયનીય સ્થિતિમાં મૂકતા બતાવવામાં આવ્યું હોય. પરંપરાગત અથવા માનક પદ્ધતિઓના ઉદાહરણોમાં શિકાર કરતા અથવા માંસાહારી ભોજન બનાવતા બતાવવાનો સમાવેશ છે.
  • કન્ટેન્ટ કે જે પ્રાણીઓની ગંભીર અવગણના, ગેરવર્તન અથવા નુકસાનના વખાણ કરતું કે તેનો પ્રચાર કરતું હોય.
  • કન્ટેન્ટ કે જેમાં પ્રાણીઓને પહેલા જોખમકારક સ્થિતિમાં મૂકીને પછી તેનો બચાવ કરતા બતાવવામાં આવતું હોય.
  • આઘાત પહોંચાડવા કે ઘૃણા પેદા કરવાના હેતુથી પ્રાણીઓ બતાવતું ગ્રાફિક કન્ટેન્ટ.

નાટકીય અથવા કાલ્પનિક કન્ટેન્ટ:

  • આ માર્ગદર્શિકા દ્વારા પ્રતિબંધિત કન્ટેન્ટના નાટકીય અથવા કાલ્પનિક ફૂટેજ છે કે જ્યાં દર્શકને સમજવા માટે પૂરતો સંદર્ભ આપવામાં આવતો નથી કે ફૂટેજ નાટકીય અથવા કાલ્પનિક છે.

નોંધ કરો કે અમે નીચે જણાવેલા પ્રકારના કન્ટેન્ટને મંજૂરી આપતા નથી પછી ભલે તેમાં શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક સંદર્ભ પ્રદાન કરવામાં આવ્યો હોય:

  • હિંસક શારીરિક જાતીય હુમલા (વીડિયો, સ્થિર છબી અથવા ઑડિયો).
  • ગુનેગાર દ્વારા કોઈ પ્રાણઘાતક કે મોટી હિંસક ઘટના દરમિયાન ફિલ્મ કરવામાં આવેલા ફૂટેજ કે જેમાં શસ્ત્રો, હિંસા અથવા ઘાયલ વ્યક્તિ દેખાતી કે તેને સાંભળી શકાતી હોય.

કૃપા કરીને નોંધો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

ધ્યાનમાં રાખો કે આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, થંબનેલ, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને અન્ય કોઈપણ YouTube પ્રોડક્ટ અથવા સુવિધા પર પણ લાગુ થાય છે. કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URLs, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે.

શૈક્ષણિક કન્ટેન્ટ

કેટલાક કિસ્સાઓમાં શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક કન્ટેન્ટમાં, અમે ઉપર જણાવેલા હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટના પ્રકારોને મંજૂરી આપી શકીએ છીએ. આ આઘાત કે ઘૃણા પેદા કરવા માટેનો હેતુ ધરાવતું કન્ટેન્ટ અપલોડ કરવા માટેનો અથવા અન્ય લોકોને હિંસક કૃત્યો કરવા માટે પ્રોત્સાહિત કરવા માટેનો પાસ નથી અને અમે આ અપવાદો હિંસક શારીરિક જાતીય હુમલાના ફૂટેજ જેવા ચોક્કસ પ્રકારના કન્ટેન્ટ માટે નથી બનાવતા. ઉપર જણાવેલા હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટના પ્રકારો ધરાવતા શૈક્ષણિક કન્ટેન્ટ માટે ધ્યાનમાં રાખો કે આ સંદર્ભ એ વીડિયોની છબીઓ અથવા ઑડિયોમાં જ દેખાવો આવશ્યક છે. તેને શીર્ષક અથવા વર્ણનમાં પ્રદાન કરવું અપર્યાપ્ત છે.

પુખ્ત સામગ્રી અથવા ગ્રાફિક હિંસા ધરાવતા શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક કન્ટેન્ટ માટે ધ્યાનમાં રાખો કે તે YouTube પર રહેવું જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે અમે સત્તાવાર ત્રીજા-પક્ષના ઉદ્યોગના રેટિંગને ધ્યાનમાં લઈ શકીએ છીએ. કન્ટેન્ટ કે જે અમારી પૉલિસીઓનું પાલન કરતું હોય પણ જો તે તમામ દર્શકો માટે યોગ્ય ન હોય, તો તે ઉંમર પ્રતિબંધવાળું કન્ટેન્ટ બનાવવામાં આવે છે. વય-મર્યાદાવાળું કન્ટેન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરવાળી અથવા સાઇન આઉટ કર્યું હોય તે કોઈપણ વ્યક્તિ જોઈ શકશે નહીં.

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટમાં સમજવા માટે પૂરતો સંદર્ભ પ્રદાન કરવામાં આવે, તો એવા કન્ટેન્ટને અમે કાઢી નાખવાને બદલે ઉંમર પ્રતિબંધવાળું બનાવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, માર્ગ અકસ્માતમાં પીડિતોની ઈજાઓ દર્શાવતા કન્ટેન્ટને કાઢી નાખવામાં આવી શકે છે, પરતું જો તે પરિસ્થિતિ અને સંદર્ભ સમજાવતા સમાચાર કવરેજ સાથે પ્રસ્તુત કરવામાં આવે, તો અમે તે જ કન્ટેન્ટને ઉંમર પ્રતિબંધવાળું તરીકે લેબલ કરી શકીએ છીએ. હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટના શૈક્ષણિક ઉપયોગ માટે ધ્યાનમાં રાખો કે આ સંદર્ભ તે વીડિયોની છબીઓ અથવા ઑડિયોમાં જ દેખાવો જોઈએ. તમે સંદર્ભના મહત્ત્વ વિશે અહીં વધુ જાણી શકો છો.

કન્ટેન્ટ કાઢી નાખવું જોઈએ કે ઉંમર પ્રતિબંધવાળું બનાવવું જોઈએ તે નક્કી કરતી વખતે, અમે જાહેર હિતને પણ ધ્યાનમાં રાખીએ છીએ. ઉદાહરણ તરીકે, અમે યુદ્ધના મેદાનોનું દસ્તાવેજીકરણ કરતા ગ્રાફિક અથવા હિંસા વર્ણવતા કન્ટેન્ટને ઉંમર-પ્રતિબંધવાળું લેબલ કરી શકીએ છીએ.

જ્યારે કાલ્પનિક હિંસાના એવા ગ્રાફિક દૃશ્યો હોય કે જેમાં લોકોના ટુકડા અથવા શિરચ્છેદ કરતા બતાવવામાં આવ્યું હોય અથવા ગંભીર ઈજાઓ સાથે મનુષ્યોની લાશો બતાવવામાં આવી હોય ત્યારે અમે તેને પણ ઉંમર પ્રતિબંધવાળું તરીકે લેબલ કરી શકીએ છીએ. સામાન્ય રીતે, જ્યારે કન્ટેન્ટ અથવા મેટાડેટા અમને જણાવે કે કન્ટેન્ટ કાલ્પનિક છે અથવા જ્યારે ઍનિમેટેડ છબી અથવા વીડિયો ગેમ જેવા કન્ટેન્ટમાંથી જ આ સ્પષ્ટ સમજાતું હોય, ત્યારે અમે નાટકીય હિંસાને મંજૂરી આપીએ છીએ.

કન્ટેન્ટને ઉંમર પ્રતિબંધ તરીકે લેબલ કરવું કે કાઢી નાખવું તે નક્કી કરતી વખતે અમે નીચેની બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ. નોંધો કે આ સંપૂર્ણ સૂચિ નથી:

  • વીડિયોનું ફોકસ હિંસા અથવા લોહિયાળ દૃશ્યો બતાવતી છબી પર તો નથી. ઉદાહરણ તરીકે, વીડિયોનું ફોકસ ફક્ત ફિલ્મ અથવા વીડિયો ગેમના સૌથી વધુ ગ્રાફિકવાળા હિંસક ભાગ પર હોય.
  • શીર્ષક, વર્ણન, ટૅગ અથવા અન્ય ડેટા દર્શકોને આઘાત પહોંચાડવા અથવા તેમનામાં ઘૃણા પેદા કરવાનો હેતુ તો નથી બતાવતું.
  • હિંસાના દૃશ્યોવાળી છબી અથવા ઑડિયોને બ્લર કરવામાં, તેના પર માસ્ક લગાવવામાં કે અસ્પષ્ટ કરવામાં તો નથી આવ્યો.
  • કન્ટેન્ટમાં હિંસાના દૃશ્યોવાળી છબીઓ અથવા ઑડિયોનો સમય કેટલો છે.
  • તેમાં દર્શકોને છબી નાટકીય કે કાલ્પનિક છે એવું જણાવતો સંદર્ભ છે કે નહીં. ઉદાહરણ તરીકે, વીડિયો, શીર્ષક અથવા વર્ણનમાંની માહિતી મારફતે.
  • હિંસા ધાર્મિક અથવા સાંસ્કૃતિક પ્રથાનો ભાગ છે કે નહીં અને અપલોડકર્તા દર્શકોને તેનો સંદર્ભ આપે છે કે નહીં.
  • કન્ટેન્ટમાં શિકાર કરવા, ધાર્મિક પ્રથા અથવા ભોજન તૈયાર કરવા માટે પરંપરાગત અથવા માનક પદ્ધતિઓ દ્વારા પ્રાણીઓની હત્યા કરતા બતાવવામાં આવ્યું હોય.

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

  • અન્ય લોકોને હિંસા કરવા માટે ચોક્કસ સ્થળે જવા, ચોક્કસ સમયે હિંસા કરવા માટે પ્રોત્સાહિત કરવા અથવા હિંસા કરવા માટે લોકો અથવા ગ્રૂપને લક્ષ્ય બનાવવા.
  • સ્કૂલના મેદાનમાં સગીરો વચ્ચે વાસ્તવિક સંઘર્ષો. અમે એવા કન્ટેન્ટને મંજૂરી આપી શકીએ છીએ જ્યાં સગીરો રમતની લડાઈઓ કરતા હોય અને આ દર્શકોને આ વાત સ્પષ્ટ જણાવી હોય.
  • વ્યાવસાયિક અથવા વ્યાવસાયિક રીતે નિરીક્ષિત રમતગમતની ઇવેન્ટના સંદર્ભમાં પ્રહારો કરવામાં અથવા કજિયો કરવામાં આવતો હોય.

વધુ ઉદાહરણો

હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટ
નીચે જણાવેલા કન્ટેન્ટના પ્રકારને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. આ સંપૂર્ણ સૂચિ નથી.
  • તબીબી પ્રક્રિયાના ફૂટેજ, જ્યાં કન્ટેન્ટ ખુલ્લી ઈજાઓ પર ફોક્સ કરતું હોય અને દર્શકોને કોઈ જાણકારી કે સ્પષ્ટતા આપી ન હોય.
  • ગુનાઓના ફૂટેજ જેમ કે હિંસક લૂંટફાટ જેમાં દર્શકોને કોઈ જાણકારી કે સ્પષ્ટતા આપી ન હોય.
  • સેલ ફોન, ડૅશ કૅમ અને ક્લોઝ્ડ સર્કિટ ટીવી ફૂટેજ જેમાં “ગોઝારો અકસ્માત” અથવા “ચેતવણી: લોહીથી લથપથ” જેવી હેડલાઇન સાથે રોડ અકસ્માતમાં ઈજા પામેલા અથવા માર્યા ગયેલા લોકોને દર્શાવવામાં આવ્યા હોય.
  • શિરચ્છેદ કરતા દર્શાવતો વીડિયો.
  • "આ આદમીને ઢોર માર મારતાં જુઓ!" જેવા શીર્ષક સાથે એકતરફી હુમલા કરવા.
પ્રાણીનો દુરુપયોગ થતો દર્શાવતું કન્ટેન્ટ
પ્રાણીઓનો દુરુપયોગ એવા કન્ટેન્ટનો સંદર્ભ આપે છે કે જે ગંભીર શારીરિક અને ભાવનાત્મક વેદનાનો દુર્ભાવનાપૂર્ણ વ્યવહાર બતાવે છે કે જેને કારણે પ્રાણીઓ પીડા અનુભવતા હોય. અમે એવા કન્ટેન્ટ માટે અપવાદો બનાવી શકીએ છીએ જે વ્યાપકપણે સ્વીકૃત પદ્ધતિઓ જેમ કે શિકાર, જાળ, જંતુનાશકનો ઉપયોગ, ખોરાકની તૈયારી, તબીબી સારવાર બતાવતું હોય અથવા પ્રાણીનો વધ કે જે પ્રાણી કે પ્રાણીઓના ગ્રૂપને નુકસાન પહોંચાડતી પ્રવૃત્તિ બતાવતું હોય.

અહીં એવા કન્ટેન્ટના વધુ ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

  • કૂતરાને લડાવવા, મરઘાને લડાવવા અથવા પ્રાણીઓની બળજબરીપૂર્વકની અન્ય લડાઈ કે જ્યાં કોઈ વ્યક્તિ પ્રાણીઓને એકબીજા પર હુમલો કરવા માટે બળજબરી કરતી હોય. અમે જંગલમાં, જેમ કે પ્રકૃતિની દસ્તાવેજીમાં પ્રાણીઓની લડાઈ બતાવવા કન્ટેન્ટને મંજૂરી આપતા નથી.
  • દર્શકોને આઘાત પહોંચાડવા માટે અથવા શોષણના વખાણ કરવા માટે, પ્રાણીઓને પીડાતા, તેમની ઉપેક્ષા થતી અથવા તેમની સાથે દુર્વ્યવહાર થતો બતાવતું અને પર્યાપ્ત શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મકતાનો સંદર્ભ આપતું ન હોય એવું કન્ટેન્ટ.
  • આખલાને ઘાયલ કરવામાં આવતા હોય એવી આખલાની લડાઈ, જેમ કે આખલામાં તલવાર ખોપવી.
  • બોમ્બ અથવા ઝેર જેવા અમાનક પદ્ધતિઓનો ઉપયોગ કરીને શિકાર કરવો.
  • પ્રાણીઓનો આયોજિત બચાવ જ્યાં પ્રાણીઓને ઈરાદાપૂર્વક નુકસાન પહોંચાડવામાં આવ્યું હોય અથવા નાટકીય પ્રભાવ માટે ખતરનાક સ્થિતિમાં મૂકવામાં આવ્યા હોય.

ઉપર આપેલી સૂચિ સંપૂર્ણ નથી.

યાદ રાખો અહીં આપેલા ઉદાહરણો માત્ર થોડા જ ઉદાહરણો છે અને જો તમને એવું લાગે કે કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે તો તે પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8190282960950680111
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false