નગ્નતા અને જાતીય કન્ટેન્ટ સંબંધિત પૉલિસી

નોંધ: અમારા સમુદાયના દિશાનિર્દેશો વધુ સુસંગત રીતે લાગુ કરવા માટે, 7 સપ્ટેમ્બર, 2022ના રોજ અમે નગ્નતા અને જાતીય કન્ટેન્ટ સંબંધિત પૉલિસીને અપડેટ કરી હતી. તમે અમારા ચર્ચામંચ પર આ ફેરફારો વિશે વધુ જાણી શકો છો. આ પૉલિસીને આ ફેરફારો સાથે અપડેટ કરવામાં આવી છે.
અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

જાતીય ઉત્તેજના આપવાનો હેતુ ધરાવતા હોય એવા અયોગ્ય કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. પોર્નોગ્રાફી પોસ્ટ કરવાના પરિણામે કન્ટેન્ટ કાઢી નાખવામાં અથવા ચૅનલને સમાપ્ત કરવામાં આવી શકે છે. કામોત્તેજક કન્ટેન્ટનો સમાવેશ હોય એવા વીડિયોને કાઢી નાખવામાં અથવા ઉંમર પ્રતિબંધવાળો કરવામાં આવશે. મોટાભાગના કિસ્સાઓમાં, હિંસક, ગ્રાફિક અથવા અપમાનજનક કામોત્તેજક પ્રવૃત્તિ બતાવતા કન્ટેન્ટને પણ YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

સગીરોને દર્શાવતા જાતીય રીતે અયોગ્ય કન્ટેન્ટને અને સગીરોનું જાતીય રીતે શોષણ કરતા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. બાળકોના જાતીય શોષણની છબી ધરાવતા કન્ટેન્ટની જાણ અમે વૈશ્વિક કાનૂની અમલીકરણ એજન્સી સાથે કામ કરનાર નેશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સ્પ્લોઇટેડ ચિલ્ડ્રનને કરીએ છીએ.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું અયોગ્ય કન્ટેન્ટ ચૅનલની સમાપ્તિનું કારણ બની શકે છે. આ પૉલિસી જાતીય દૃશ્યો, વીડિયો ગેમ અને મ્યુઝિક સહિત, વાસ્તવિક-વિશ્વ, નાટકમાં રૂપાંતરિત, સચિત્ર અને ઍનિમેટેડ કન્ટેન્ટ પર લાગુ થાય છે.

જો કન્ટેન્ટ નીચે જણાવેલી બાબતો બતાવતું હોય તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં:

  • જાતીય આનંદ માટે વસ્ત્રો સાથે અથવા વગર જનનાંગો, સ્તન અથવા નિતંબનું ચિત્રણ કરતું હોય.
  • પોર્નોગ્રાફી, જાતીય પ્રવૃત્તિઓનું ચિત્રણ અથવા કામોત્તેજક વિચિત્ર વસ્તુઓ કે જેનો હેતુ જાતીય આનંદ આપવાનો હોય.

આ પૉલિસીનું ઉલ્લંઘન કરતા હોય એવા અન્ય પ્રકારના કન્ટેન્ટ

  • હસ્તમૈથુન
  • જનનાંગો, સ્તન અથવા નિતંબ દબાવવા અથવા તેને સ્પર્શ કરવો
  • દર્શકોને જાતીય આનંદ આપવા માટે સેક્સ ટૉયનો ઉપયોગ કરવો
  • જાતીય આનંદના હેતુસર નગ્નતા અથવા આંશિક નગ્નતા
  • જાતીય હુમલો, નજીકના સગા સાથે સંભોગ, માનવની પ્રાણી સાથેની જાતીયતા અથવા માણસના પ્રાણી પ્રત્યેના આકર્ષણ જેવા સંમતિરહિત જાતીય કૃત્યો અથવા સંમતિરહિત જાતીય કૃત્યોનું પ્રમોશન કે પ્રશંસા
  • સંમતિ વિના શેર કરેલી છબીઓ અથવા અન્ય લોકોને નગ્ન કે જાતીય પ્રવૃત્તિ કરતા જોવા જેવી જાતીય સતામણી
  • કપડાં ઉતરવાની આકસ્મિક ઘટનાઓ અથવા નગ્ન ફોટો લીક કરવા
  • જાતીય આનંદ માટે સંમતિ વિના સ્તન, નિતંબ અથવા જનનાંગોને મોટા બતાવવા અથવા લાંબા સમય સુધી તેના પર ફોકસ કરવું કે તેના પર ભાર મૂકવો
  • હિંસક, ગ્રાફિક અથવા અપમાનજનક કામોત્તેજક પ્રવૃત્તિ બતાવતું કન્ટેન્ટ જેનો હેતુ જાતીય આનંદ આપવાનો હોય
  • એવું કન્ટેન્ટ ભેગું કરવું કે જેનો હેતુ જાતીય આનંદ આપવાનો હોય
  • સગીરોને સંડોવતું કોઈપણ જાતીય કન્ટેન્ટ — વધુ માહિતી માટે અમારું YouTube પર બાળ સુરક્ષા પેજ જુઓ

નોંધ: ઉપર આપેલી સૂચિ એ સંપૂર્ણ સૂચિ નથી.

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

જો કન્ટેન્ટમાં નગ્નતા અથવા અન્ય જાતીય કન્ટેન્ટનો સમાવેશ હોય, પણ ઉપર જણાવેલી કોઈપણ બાબતનું ચિત્રણ કરતું ન હોય, તો અમે તેને વય-મર્યાદાવાળું કન્ટેન્ટ બનાવી શકીએ છીએ. કન્ટેન્ટને ઉંમર પ્રતિબંધવાળું બનાવવું કે કાઢી નાખવું તે નક્કી કરતી વખતે અમે નીચેની બાબતોને ધ્યાનમાં રાખીએ છીએ.

  • વીડિયોનું મુખ્ય ફોકસ કપડાં સાથે કે કપડાં વગરના સ્તન, નિતંબો અથવા જનનાંગો બતાવવાનું છે કે નહીં
  • પાત્રના પોઝનું ચિત્રણ એ રીતે તો નથી કરતું કે જેનો હેતુ દર્શકને જાતીય રીતે ઉત્તેજિત કરવાનો હોય
  • વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા ગ્રાફિક અથવા અશ્લીલ છે કે કેમ
  • વીડિયોમાં વ્યક્તિની ક્રિયાઓ જાતીય ઉત્તેજનાને પ્રોત્સાહન આપે છે કે કેમ, જેમ કે સ્તન અથવા જનનાંગોને સ્પર્શ કરવો અથવા આંતરવસ્ત્રો પ્રદર્શિત કરવા
  • સામાન્ય રીતે પહેરવેશ સાર્વજનિક સંદર્ભોમાં સ્વીકાર્ય છે કે નહીં, જેમ કે સ્ત્રીઓના આંતરવસ્ત્રો
  • જાતીય દૃશ્યોવાળી છબી અથવા ઑડિયોને બ્લર કરવામાં, તેના પર માસ્ક લગાવવામાં કે અસ્પષ્ટ કરવામાં તો નથી આવ્યો
  • કન્ટેન્ટમાં જાતીય દૃશ્યોવાળી છબી અથવા ઑડિયો ટૂંકા કે લાંબા સમય માટે છે કે કેમ
  • કન્ટેન્ટ અન્ય લોકોને જાતીય પ્રવૃત્તિ ધરાવતી ચૅલેન્જમાં ભાગ લેવા માટે આમંત્રિત તો નથી કરતું

નોંધ: ઉપર આપેલી સૂચિ એ સંપૂર્ણ સૂચિ નથી.

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ, ઑડિયો અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં.

શૈક્ષણિક કન્ટેન્ટ

જ્યારે પ્રાથમિક હેતુ શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક હોય અને તે અનાવશ્યક રીતે ગ્રાફિક ન હોય ત્યારે અમે જાતીય કન્ટેન્ટને મંજૂરી આપી શકીએ છીએ. ઉદાહરણ તરીકે, નગ્ન સ્તન બતાવતી સ્તન કેન્સર વિશેની દસ્તાવેજી ફિલ્મ ઉચિત હોઈ શકે છે, પણ એ જ દસ્તાવેજી ફિલ્મમાંથી જાતીય પ્રસન્નતા માટે લેવામાં આવેલી ક્લિપ સંદર્ભ વિના પોસ્ટ કરવી તે ઉચિત નથી. સ્વદેશી સમુદાયોમાં, તબીબી પ્રક્રિયાઓ દરમિયાન, પ્રસૂતિ દરમિયાન, કલાના પર્ફોર્મન્સ દરમિયાન અથવા સ્તનપાન દરમિયાન સંદર્ભ વિનાની નગ્નતા અમારા દસ્તાવેજી અપવાદ માટે યોગ્ય હોઈ શકે નહીં. 

ફિલ્મ, ઑડિયો સ્ટોરી, મ્યુઝિક અથવા વીડિયો ગેમ જેવા કલાત્મક કન્ટેન્ટમાં જાતીય દૃશ્યોના ચિત્રણો પર પણ આ લાગુ થાય છે. ઉદાહરણ તરીકે, જાતીય દૃશ્યવાળી ફિલ્મને મંજૂરી મળી શકે છે, જો તેમાં વીડિયોના કન્ટેન્ટમાં અને વીડિયોના વર્ણનમાં ફિલ્મ, નિર્દેશક, અભિનયના કલાકારોના નામ જેવી વિગતોનો સમાવેશ કરેલો હોય. યાદ રાખો કે કન્ટેન્ટ, શીર્ષક અને વર્ણનમાં સંદર્ભ આપવાથી અમને અને તમારા દર્શકોને વીડિયોનો પ્રાથમિક હેતુ નિર્ધારિત કરવામાં સહાય મળશે.

પુખ્ત સામગ્રી અથવા ગ્રાફિક હિંસા ધરાવતા શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક કન્ટેન્ટ માટે ધ્યાનમાં રાખો કે તે YouTube પર રહેવું જોઈએ કે નહીં તે નક્કી કરવા માટે અમે સત્તાવાર ત્રીજા પક્ષના રેટિંગને ધ્યાનમાં લઈ શકીએ છીએ. કન્ટેન્ટ કે જે અમારી પૉલિસીઓનું પાલન કરતું હોય પણ જો તે તમામ ઑડિયન્સ માટે યોગ્ય ન હોય, તો તે ઉંમર પ્રતિબંધવાળું કન્ટેન્ટ બનાવવામાં આવે છે. વય-મર્યાદાવાળું કન્ટેન્ટ 18 વર્ષથી ઓછી ઉંમરવાળી અથવા સાઇન આઉટ કર્યું હોય તે કોઈપણ વ્યક્તિ જોઈ શકશે નહીં.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

  • જાતીય કન્ટેન્ટને અલગ કરવા માટે પોર્નોગ્રાફી ન હોય એવી ફિલ્મ, શો અથવા અન્ય કન્ટેન્ટમાંથી કાઢવામાં આવેલી ક્લિપ (પછી ભલે વાસ્તવિક દુનિયાની હોય કે કલાત્મક હોય)
  • અશ્લીલ હરકત કરવી, ચુંબન કરવું, જાહેરમાં હસ્તમૈથુન કરવું, "સ્કર્ટની નીચેથી ફોટો લેવો", જાતીય આનંદ માટે અન્ય લોકોને નગ્ન કે જાતીય પ્રવૃત્તિ કરતા જોવું, શિકારલક્ષી પ્રદર્શનવૃત્તિ અથવા એવું અન્ય કોઈપણ કન્ટેન્ટ કે જે કોઈ વ્યક્તિની સંમતિ વિના જાતીય રીતે ઉત્તેજિત કરે એ રીતે તેનું ચિત્રણ કરતું હોય
  • જાતીય પ્રવૃત્તિઓ અને વર્તણૂકો અથવા જાતીય આનંદ માટે બનાવવામાં આવેલા સેક્સ ટૉયનું ચિત્રણ કરતું કન્ટેન્ટ

નોંધ: ઉપર માત્ર ઉદાહરણો આપેલા છે. જો તમને એમ લાગે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે તો તેને પોસ્ટ કરશો નહીં.

વધુ ઉદાહરણો

  • પ્લેલિસ્ટ કે જેમાં જાતીય આનંદના હેતુસર નગ્નતા અથવા જાતીય થીમ ધરાવતા કન્ટેન્ટને ભેગું કરવામાં આવતું હોય
  • ઉત્તેજિક કરતું નૃત્ય કે જેમાં નૃત્ય કરનારના જનનાંગો, નિતંબ અથવા સ્તન પર ફોકસ કરવામાં આવ્યું હોય અથવા તેમાં અંગ દબાવવા અથવા સ્પર્શ કરવાનો સમાવેશ પણ છે
  • કન્ટેન્ટ કે જે કોઈપણ રીતે બળાત્કારના જાતીયકરણનું ચિત્રણ કરતું હોય અથવા કન્ટેન્ટ કે જેમાં બળાત્કારના નાટકમાં રૂપાંતરિત દૃશ્યોની ક્લિપ ભેગી કરવામાં આવી હોય
  • જાતીય આનંદના હેતુપૂર્વક જાતીય પ્રવૃત્તિઓના ઑડિયો અથવા ટેક્સ્ટવાળા ચિત્રણો
  • જાતીય આનંદના હેતુપૂર્વક શરીરમાંથી પ્રવાહી વહેતું અથવા મળમૂત્રનું ઉત્સર્જન બતાવતું કન્ટેન્ટ
  • કન્ટેન્ટ કે જે જાતીય આનંદના હેતુપૂર્વક રોજિંદી વપરાશની વસ્તુઓ અથવા પરિસ્થિતિઓનો ઉપયોગ કરતું હોય, જેમ કે ઇન્જેક્શન અથવા ખાવાની વસ્તુઓ
  • જાતીય પ્રસન્નતા માટે અથવા અનિચ્છનીય જાતીયકરણની થીમ પર ફોકસ કરવા માટે વિકસિત અથવા સંશોધિત (“સુધારો કરાયેલું”) કરાયું હોય એવું વીડિયો ગેમ કન્ટેન્ટ 

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

જો તમારા કન્ટેન્ટમાં પોર્નોગ્રાફીનો સમાવેશ હોય, તો અમે તમારી ચૅનલ સમાપ્ત કરીશું.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12683477893043715382
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false