બાળ સુરક્ષા સંબંધિત પૉલિસી

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.
અપડેટ: કન્ટેન્ટ કે જે નાની ઉંમરના સગીરો અને કુટુંબોને લક્ષ્ય બનાવે છે પણ તેમાં જાતીય થીમ, હિંસા, અશ્લીલતા અથવા વયસ્કો માટેની અન્ય થીમનો સમાવેશ હોય કે જે નાની ઉંમરના ઑડિયન્સ માટે યોગ્ય ન હોય, તેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. તમારા શીર્ષકો, વર્ણનો અને ટૅગ ઉપરાંત, ખાતરી કરો તમારું કન્ટેન્ટ જે ઑડિયન્સ માટે અનુકૂળ હોય તે અનુસાર તમારી ઑડિયન્સની પસંદગી થઈ હોય.

YouTube પર એવા કન્ટેન્ટને મંજૂરી આપવામાં આવતી નથી કે જે સગીરોની ભાવનાત્મક અને શારીરિક સુખાકારીને જોખમમાં મૂકી શકે. સગીર એટલે 18 વર્ષથી ઓછી ઉંમરની કોઈ વ્યક્તિ.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. જો તમને એમ લાગે કે કોઈ બાળક જોખમમાં છે, તો તમારે તાત્કાલિક પરિસ્થિતિની જાણ કરવા માટે તમારા સ્થાનિક કાયદાકીય અધિકારીનો સંપર્ક કરવો જોઈએ.

અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એકથી વધારે વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે આપેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • સગીરોને જાતીય સંદર્ભમાં બતાવવા: સગીરોને દર્શાવતું જાતીય રીતે અયોગ્ય કન્ટેન્ટ અને સગીરોનો જાતીય રીતે દુરૂપયોગ કરતું હોય તેવું કન્ટેન્ટ જેમાં કૉમેડીના ઉદ્દેશથી પોસ્ટ કરાયેલા સગીરોના નગ્ન દૃશ્યોનો સમાવેશ થાય છે. બાળ શારીરિક શોષણને લગતા કન્ટેન્ટના સમાવેશની જાણ અમે વૈશ્વિક કાનૂની અમલીકરણ એજન્સી સાથે કામ કરનારા નેશનલ સેન્ટર ફૉર મિસિંગ ઍન્ડ એક્સ્પ્લોઇટેડ ચિલ્ડ્રનને કરીએ છીએ.
  • સગીરો શામેલ હોય એવી હાનિકારક અથવા જોખમી પ્રવૃત્તિઓ: સગીરોને જોખમી પ્રવૃત્તિઓમાં ભાગ લેતા બતાવતું અથવા સગીરોને જોખમી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રેરિત કરતું કન્ટેન્ટ, ખાસ કરીને એવી જોખમી પ્રવૃત્તિ કે જેને જોઈને કોઈ વ્યક્તિ તેનું અનુકરણ કરી શકે અથવા કન્ટેન્ટ કે જે જોખમી પ્રવૃત્તિ કરવા માટે પ્રેરિત કરતું હોય અથવા તેની પ્રશંસા કરતું હોય. સગીરોને જોખમી સ્ટન્ટ, ચૅલેન્જ, સાહસ અથવા મજાકો સહિતની, ઈજા પહોંચાડી શકે તેવી હાનિકારક પરિસ્થિતિઓમાં ક્યારેય મૂકશો નહીં. અત્યંત જોખમી ચૅલેન્જ હેઠળ કૅટેગરીમાં સૂચિબદ્ધ શ્વાસ રુંધાવાથી મૃત્યુ અથવા વીજળીથી મૃત્યુ જેવી જોખમી પ્રવૃત્તિઓ શામેલ છે, પણ આટલા પૂરતું મર્યાદિત નથી.
    • ઉદાહરણોમાં સગીરોને બતાવવામાં આવતા કન્ટેન્ટનો સમાવેશ છે:
      • દારૂનું સેવન
      • વેપરાઇઝર, ઇ-સિગરેટ, તમાકુ અથવા ગાંજાનો ઉપયોગ કરવો
      • આતશબાજીનો દુરુપયોગ કરવો
      • કોઈ વયસ્કની દેખરેખ વિના શસ્ત્રોનો ઉપયોગ કરવો
  • બાળક સાથે શારીરિક, જાતીય અથવા ભાવનાત્મક દુર્વ્યવહાર કે તેને અવગણવાનું કૃત્ય કરવું અથવા આમ કરવાની તરફેણ કરવી, સગીરોને ભાવનાત્મક પીડા પહોંચાડવા સહિત.
    • શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મકતાના સંદર્ભ હેઠળ બાળકના શારીરિક, જાતીય અથવા ભાવનાત્મક દુરુપયોગને દર્શાવતું હોય અને બ્લર કરેલું હોય તેવા કન્ટેન્ટને અપવાદરૂપ ગણી શકાય.
    • સગીર સહભાગીઓને ભાવનાત્મક પીડા આપી શકે તેવું કન્ટેન્ટ, જેમાં સમાવિષ્ટ છે:
      • સગીરોનું ધ્યાન વયસ્ક લોકો માટેની થીમ પર દોરવું
      • માતાપિતાના દુર્વ્યવહારનું અનુકરણ કરવું
      • સગીરોની સાથે બળજબરી કરવી
      • હિંસા
  • ભ્રામક ફૅમિલી કન્ટેન્ટ: કન્ટેન્ટ કે જે સગીરો અને કુટુંબોને લક્ષ્ય બનાવતું હોય, પણ જેમાં આનો સમાવેશ થતો હોય:
    • જાતીય થીમ
    • હિંસા
    • અશ્લીલતા અથવા વયસ્કો માટેની અન્ય થીમનો સમાવેશ હોય કે જે નાની વયના ઑડિયન્સ માટે યોગ્ય ન હોય
    • તબીબી પ્રક્રિયાઓ
    • આત્મઘાત
    • પુખ્ત વયના ડરામણા પાત્રોનો ઉપયોગ
    • અન્ય અનુચિત થીમ જેનો ઉદ્દેશ નાની વયના ઑડિયન્સને આઘાત પહોંચાડવાનો હોય
    • શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મકતાના સંદર્ભમાં વયને અનુચિત થીમ ધરાવતા, નાની ઉંમરના સગીરો અને કુટુંબોને લક્ષિત કરતા કન્ટેન્ટને અપવાદ માનવામાં આવી શકે છે. આના થકી નાની ઉંમરના ઑડિયન્સને આઘાત પહોંચાડવાના હેતુથી, વયસ્ક લોકો માટેની થીમ વડે નાની ઉંમરના સગીરો અને કુટુંબોને લક્ષિત કરવાની પરવાનગી મળતી નથી.
    • કુટુંબ માટે અનુકૂળ કાર્ટૂન કે જે નાની ઉંમરના સગીરોને લક્ષ્ય બનાવતું હોય અને જેમાં પુખ્ત વયના લોકો માટેની અથવા વયને અનુચિત થીમ, જેમ કે હિંસા, સેક્સ, મૃત્યુ, ડ્રગ વગેરેનો સમાવેશ થતો હોય. વીડિયોના શીર્ષક, વર્ણન, ટૅગ અથવા ઑડિયન્સની પસંદગીમાં બાળકો માટે યોગ્ય તરીકે લેબલ કરેલા કન્ટેન્ટમાં જો વયને અનુચિત થીમનો સમાવેશ હોય, તો અમે તેને મંજૂરી આપતા નથી.
    • ખાતરી કરો કે તમારા શીર્ષકો, વર્ણનો અને ટૅગ તમે જેને લક્ષ્યમાં લઈ રહ્યાં છો તે ઑડિયન્સ સાથે મેળ ખાય છે. આ ઉપરાંત, ખાતરી કરો તમારી ઑડિયન્સની પસંદગી તમારું કન્ટેન્ટ અનુકૂળ હોય તે ઑડિયન્સનું ચોક્કસ રીતે પ્રતિનિધિત્વ કરતી હોય. તમે પણ અપલોડના આધારે તમારા કન્ટેન્ટને ઉંમર પ્રતિબંધવાળું બનાવી શકો છો, જો તે વયસ્ક ઑડિયન્સના હેતુપૂર્વકનું હોય.
  • સગીરોને સંડોવતી સાઇબર ધમકીઓ અને ઉત્પીડન: કન્ટેન્ટ કે જેમાં:
    • કોઈ સગીરને શરમમાં નાખવાનો, છેતરવાનો અથવા તેનું અપમાન કરવાનો ઉદ્દેશ હોય
    • ઇમેઇલ ઍડ્રેસ અથવા બેંક એકાઉન્ટ નંબર જેવી વ્યક્તિગત માહિતી જાહેર કરવામાં આવતી હોય
    • જાતીયતાનો સમાવેશ થતો હોય
    • ધમકાવવા અથવા ત્રાસ આપવા માટે લોકોને ઉશ્કેરવામાં આવતા હોય

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, સ્ટોરી, સમુદાય પોસ્ટ, લાઇવ સ્ટ્રીમ, પ્લેલિસ્ટ અને અન્ય કોઈપણ YouTube પ્રોડક્ટ અથવા સુવિધાઓ પર લાગુ થાય છે. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે. 

વય-મર્યાદાવાળું કન્ટેન્ટ

જેમાં નીચે આપેલી કોઈપણ બાબતનો સમાવેશ હોય તેવા કન્ટેન્ટમાં અમે ઉંમર પ્રતિબંધ ઉમેરી શકીએ છીએ.

  • નુકસાનકારક અથવા જોખમકારક પ્રવૃત્તિઓ કે જેનું પુખ્ત વયના લોકો અથવા સગીરો અનુકરણ કરી શકે: સગીરો સરળતાથી અનુકરણ કરી શકે તેવી જોખમકારક પ્રવૃત્તિઓમાં પુખ્ત વયના લોકોને સહભાગી બનતા બતાવતું કન્ટેન્ટ.
  • ફૅમિલી કન્ટેન્ટમાં પુખ્ત વયના લોકો માટેની થીમ: કન્ટેન્ટ પુખ્ત વયના લોકોને ધ્યાનમાં રાખીને બનાવ્યું હોય પણ તેમાં અને ફૅમિલી કન્ટેન્ટમાં સરળતાથી ગૂંચવણ ઊભી થઈ શકે તેમ હોય. આમાં હિંસા, સેક્સ અથવા મૃત્યુ જેવી પુખ્ત વયના લોકો માટેની થીમ ધરાવતા કાર્ટૂનનો સમાવેશ થાય છે. યાદ રાખો કે તમે અપલોડના આધારે તમારા કન્ટેન્ટને ઉંમર પ્રતિબંધવાળું બનાવી શકો છો, જો તે વયસ્ક ઑડિયન્સના હેતુપૂર્વકનું હોય.
  • અભદ્ર ભાષા: કેટલીક ભાષા નાની ઉંમરના ઑડિયન્સ માટે યોગ્ય હોતી નથી. જાતીય રીતે અયોગ્ય ભાષાનો અથવા વધુ પ્રમાણમાં અપશબ્દોનો ઉપયોગ કરતું કન્ટેન્ટ ઉંમર પ્રતિબંધવાળું બનાવવા આવી શકે.
સગીરોને દર્શાવતું કન્ટેન્ટ
YouTube પર સગીરોનું રક્ષણ કરવા માટે, એવું કન્ટેન્ટ કે જે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન ન કરતું હોય, પણ બાળકોને દર્શાવતું હોય, તેના માટે ચૅનલ અને કન્ટેન્ટના લેવલ એમ બન્ને લેવલ પર અમુક સુવિધાઓને બંધ કરવામાં આવી શકે. આ સુવિધાઓમાં આનો સમાવેશ હોઈ શકે:
  • કૉમેન્ટ
  • લાઇવ ચૅટ
  • લાઇવ સ્ટ્રીમિંગ
  • વીડિયોના સુઝાવો (તમારા વીડિયોનો કેવી રીતે અને ક્યારે સુઝાવ આપવામાં આવે છે)
  • સમુદાય પોસ્ટ
  • Shorts વીડિયોનું રિમિક્સ

તમારા કન્ટેન્ટમાં સગીરોનું રક્ષણ કરવાની રીત

તમારા પોતાનું, તમારા પરિવાર કે મિત્રોનું કન્ટેન્ટ પોસ્ટ કરતા પહેલાં, કાળજીપૂર્વક વિચારો કે શું તે કોઈપણ વ્યક્તિને નકારાત્મક રીતે ધ્યાન આકર્ષિત કરવાના જોખમમાં મૂકી શકે છે કે નહીં. સગીરો જોખમમાં મૂકાય એવી સંભાવના હોય છે અને તેથી અનિચ્છનીય રીતે ધ્યાન આકર્ષિત કરતી પ્રવૃત્તિઓથી તેમને બચાવવા માટેની પૉલિસીઓ YouTube ધરાવે છે.

  • કોઈ પુખ્ત વયની વ્યક્તિ દ્વારા સગીર પર નજર રખાતી હોવાની તેમજ તે શોખ, શૈક્ષણિક કન્ટેન્ટ અથવા સાર્વજનિક પર્ફોર્મન્સનું પ્રદર્શન કરવા જેવી ઉંમરને અનુકૂળ પ્રવૃત્તિઓ કરી રહ્યા હોવાની ખાતરી કરો.
  • ઉંમરને અનુકૂળ હોય એવા કપડાં પહેરતા હોવાની ખાતરી કરો. સગીરનું વધુ પડતું અંગ બતાવતા હોય એવા અથવા એકદમ ચુસ્ત આવતા કપડાં ટાળો.
  • તમે પોસ્ટ કરો તે વીડિયો કોણ જોઈ શકે તે મર્યાદિત કરવા માટે, YouTubeના પ્રાઇવસી સેટિંગનો ઉપયોગ કરો.

YouTube પર સગીરોને દર્શાવતું અને નીચે આપેલા એક કે વધુ વર્ણન સાથે મેળ ખાતું હોય તેવું કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં:

  • ઘરે બેડરૂમ અથવા બાથરૂમ જેવી ખાનગી જગ્યાઓમાં બનાવેલી ફિલ્મ.
  • સગીરોને અજાણ્યા લોકો તરફથી સંપર્કની વિનંતી કરતા, ઑનલાઇન સાહસો અથવા પડકારોમાં ભાગ લેતા અથવા પુખ્ત વયના લોકો સંબંધિત વિષયોની ચર્ચા કરતા બતાવવામાં આવતા હોય.
  • સગીરનું અનિચ્છનીય ધ્યાન ખેંચી શકે તેવી પ્રવૃત્તિઓ બતાવતું હોય, જેમ કે શરીરની વિકૃતિઓનું અથવા ASMRનું પ્રદર્શન કરતું હોય.
  • સગીર વિશેની વ્યક્તિગત વિગતો જાહેર કરતું હોય.

આ માત્ર થોડા ઉદાહરણો છે, તમે અહીં બાળકની સલામતીને લગતી વધારાની શ્રેષ્ઠ પદ્ધતિઓ મેળવી શકો છો. જો તમારી ઉંમર 18 વર્ષ કરતાં અથવા તમારા દેશમાં લાગુ કાયદેસર ઉંમર કરતાં ઓછી હોય, તો ઇન્ટરનેટના ઉમદા વપરાશકર્તા બનો લેખ તમને ઑનલાઇન સલામત રહેવામાં સહાય કરી શકે છે.

ઉદાહરણો

YouTube પર મંજૂરી આપવામાં આવતી ન હોય એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે.

  • વીડિયો અથવા પોસ્ટ કે જે સગીરોને ઉત્તેજક, જાતીય અથવા જાતીય રીતે સૂચક ઍક્ટિવિટી, ચૅલેન્જ અને સાહસો જેમ કે ચુંબન કરવું અથવા અંગ દબાવવા જેવી વર્તણૂકમાં ભાગ લેતા દર્શાવતી હોય.
  • સગીરોને જોખમકારક ઍક્ટિવિટીમાં શામેલ થતા બતાવવા. ઉદાહરણ તરીકે, શારીરિક સ્ટન્ટ, શસ્ત્રો કે વિસ્ફોટકોનો ઉપયોગ કરવો અથવા વૅપ કે ઇ-સિગારેટના ઉપયોગ સહિતના દારૂ કે નિકોટિન જેવા નિયંત્રિત પદાર્થનો ઉપયોગ કરવો.
  • વીડિયો કે જે "બાળકો માટે" જેવા ટૅગ ધરાવતો હોય અથવા જેના ઑડિયન્સને “હા, તે બાળકો માટે યોગ્ય છે” પર સેટ કરેલા હોય, જેમાં ઇન્જેક્શન લગાવવા જેવા અયોગ્ય કૃત્યોમાં શામેલ થતા, કુટુંબ માટે અનુકૂળ કાર્ટૂન દર્શાવાતા હોય.

યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં.

વધુ ઉદાહરણો

  • કોઈ અન્ય વ્યક્તિ સાથે શારીરિક સંપર્કમાં સહભાગી થવા માટે સગીરને નાણાં આપવામાં, વખાણ કરવામાં, પસંદ કરવામાં આવતા હોય અથવા અન્ય ઇન્સેન્ટિવ આપવામાં આવતું હોય.
  • વીડિયો અથવા પોસ્ટ કે જે સગીરોને દર્શાવતા જાતીય કન્ટેન્ટની અથવા સગીરોને દર્શાવતા અપમાનજનક કન્ટેન્ટની જાહેરાત કરતા હોય.
  • સગીરો સાથેના અથવા તેના વિશેના કમ્યુનિકેશન શામેલ હોય એવું હિંસક વર્તન.
  • જાતીય આનંદના હેતુઓ માટે નિર્દોષ સગીરોના કન્ટેન્ટને એકત્રિત કરવું.
  • બાળકોને દર્શાવતા લડાઈના અથવા ધમકાવવાનું કન્ટેન્ટ જેમાં કોઈ શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મકતાનો સંદર્ભ ન હોય અને તે બ્લર કરેલું ન હોય.
  • ચૅલેન્જ, મજાકો અથવા સ્ટન્ટ કે જેમાં શારીરિક ઈજાનું અથવા ગંભીર ભાવનાત્મક તણાવનું જોખમ હોય. કઈ બાબતોની મંજૂરી આપી નથી તેના વિશે તમે ચૅલેન્જ અને મજાકો વિશેની અમારી પૉલિસીઓમાં વધુ જાણી શકો છો.
  • સગીરોને જોખમકારક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે ઉશ્કેરવા, પછી ભલે કન્ટેન્ટમાં કોઈ સગીર ન હોય.
  • કન્ટેન્ટ કે જે માતાપિતાના દુર્વ્યવહારનું અથવા તેમના દ્વારા છોડી દેવાયાનું દૃશ્ય રચતું હોય, મૃત્યુ અથવા હિંસાના જોખમમાં મૂકાતા હોવાનું દૃશ્ય રચતું હોય અથવા સગીરોને અતિશય શરમમાં મૂકતું કે તેમનું અપમાન કરતું હોય.
  • જ્યાં કન્ટેન્ટ હિંસા અને સેક્સ જેવી પુખ્ત વયના લોકો માટેની થીમ દર્શાવતું હોય ત્યાં બાળકોને આકર્ષિત કરવા માટે કાર્ટૂન, કઠપૂતળીઓ અથવા કુટુંબના મનોરંજન કરનાર પાત્રોનો ઉપયોગ કરવામાં આવતો હોય.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

YouTube પર અમે એવા કન્ટેન્ટ સામે ઝીરો ટૉલરન્સ પૉલિસી અપનાવીએ છીએ, જેમાં અન્ય લોકો પ્રત્યે અપમાનજનક વલણનો સમાવેશ થતો હોય. અમે જાણ કરવામાં આવેલા કન્ટેન્ટના આધારે જો અમને લાગે કે કોઈ બાળક જોખમમાં છે, તો અમે કાયદા બજવણીને કન્ટેન્ટની તપાસ કરવામાં સહાય કરીશું.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9360908425681882879
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false