સ્પામ, છેતરામણા આચરણો અને સ્કૅમ સંબંધિત પૉલિસીઓ

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.
નોંધ: YouTube પર ખોટી માહિતી સંબંધિત અમારી પૉલિસીઓ વિશે વધુ સ્પષ્ટતા પ્રદાન કરવા માટે, અમે તાજેતરમાં અમારા સમુદાયના દિશાનિર્દેશોમાં સુધારો કર્યો છે. આ પૉલિસીઓનો રિવ્યૂ કરવા માટે, ખોટી માહિતી અને ચૂંટણીઓની ખોટી માહિતી વિશેના અમારા લેખ જુઓ.

સ્પામ, સ્કૅમ અથવા YouTube સમુદાયનો ગેરલાભ લેવા ઇચ્છતા અન્ય છેતરામણા આચરણો ધરાવતા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. અમે એવા કન્ટેન્ટને પણ મંજૂરી આપતા નથી જેનો મુખ્ય હેતુ લોકોને અન્ય સાઇટ માટે YouTube છોડવા લલચાવવાનો હોય.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીઓનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • વીડિયો સ્પામ: કન્ટેન્ટ કે જે વધુ પ્રમાણમાં પોસ્ટ કરાયેલું, રિપીટ થતું અથવા લક્ષ્ય વિનાનું હોય અને નીચે જણાવેલા કોઈ કે વધુ કાર્ય કરતું હોય:
    • દર્શકોને વચન આપતું હોય કે તેમને કંઈક જોવા મળશે પણ તેમને સીધા સાઇટની બહાર લઈ જતું હોય.
    • દર્શકોને ઝડપથી નાણાં કમાશો એવું વચન આપીને YouTube પરથી ક્લિક, વ્યૂ અથવા ટ્રાફિક મેળવતું હોય.
    • ઑડિયન્સને એવી સાઇટ પર મોકલતું હોય કે જે નુકસાનકારક સૉફ્ટવેરનો પ્રચાર કરતી હોય, વ્યક્તિગત માહિતી એકત્ર કરવાનો પ્રયાસ કરતી હોય અથવા અન્ય સાઇટ કે જે નકારાત્મક અસર ધરાવતી હોય.
  • ભ્રામક મેટાડેટા અથવા થંબનેલ: વપરાશકર્તાઓને કન્ટેન્ટ જે નથી તેવું કંઈક બતાવીને છેતરવાની યુક્તિ કરવા માટે શીર્ષક, થંબનેલ અથવા વર્ણનનો ઉપયોગ કરવો.
  • સ્કૅમ: કન્ટેન્ટ કે જે રોકડ ગિફ્ટ, "ઝડપથી અમીર બનો" યોજનાઓ અથવા પિરામિડ યોજનાઓ (પિરામિડ સ્ટ્રક્ચરમાં વાસ્તવિક પ્રોડક્ટ વિના નાણાં મોકલવા)ની ઑફર કરતું હોય.
  • સ્પામને પ્રોત્સાહિત કરતું કન્ટેન્ટ: કન્ટેન્ટ કે જે વ્યૂ, પસંદ, કૉમેન્ટ જેવા એંગેજમેન્ટ મેટ્રિક અથવા YouTube પરના અન્ય મેટ્રિકનું વેચાણ કરતું હોય. આ પ્રકારના સ્પામમાં એવા કન્ટેન્ટનો સમાવેશ પણ થાય છે કે જ્યાં માત્ર સબ્સ્ક્રાઇબર, વ્યૂ અથવા અન્ય મેટ્રિક વધારવાનો હેતુ હોય. ઉદાહરણ તરીકે, કોઈ અન્ય નિર્માતાની ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવાના બદલામાં તેમને તમારી ચૅનલને સબ્સ્ક્રાઇબ કરવા કહેવું, આને "sub4sub" કન્ટેન્ટ પણ કહેવાય છે.
  • કૉમેન્ટ સ્પામ: કૉમેન્ટ કે જ્યાં એકમાત્ર હેતુ દર્શકો પાસેથી વ્યક્તિગત માહિતી કઢાવવાનો, દર્શકોને ભ્રામક રીતે YouTubeની બહાર મોકલવા અથવા ઉપર જણાવેલી કોઈપણ પ્રતિબંધિત વર્તણૂક કરવાનો હોય.
  • પુનરાવર્તિત કૉમેન્ટ: વધુ પ્રમાણમાં એક જેવી, કોઈપણ લક્ષ્ય વિનાની અથવા પુનરાવર્તિત કૉમેન્ટ કરવી.
  • ત્રીજા પક્ષનું કન્ટેન્ટ: કોઈ અન્ય વ્યક્તિના કન્ટેન્ટને સ્ટ્રીમ કરવાના હેતુપૂર્વક લાઇવ સ્ટ્રીમ કરવું અને સંભવિત દુરૂપયોગની વારંવાર ચેતવણી આપવા પછી પણ સુધારો ન કરવો. ચૅનલના માલિકોએ સક્રિય રીતે તેમના લાઇવ સ્ટ્રીમનું નિરીક્ષણ કરવું જોઈએ અને કોઈપણ સંભવિત સમસ્યાને સમયસર સુધારવી જોઈએ.

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી. કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URLs, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે.

નોંધ: તમને દર્શકોને સબ્સ્ક્રાઇબ કરવા, પસંદ બટન દબાવવા, શેર કરવા અથવા કૉમેન્ટ કરવા માટે પ્રેરિત કરવાની મંજૂરી આપવામાં આવે છે.

વીડિયો સ્પામ

નીચે જણાવેલા કન્ટેન્ટના પ્રકારને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. ધ્યાનમાં રાખો કે આ સૂચિ સંપૂર્ણ સૂચિ નથી.

  • કન્ટેન્ટ કે જે દર્શકોને વચન આપે કે તમને કંઈક જોવા મળશે પણ તેને બદલે તેઓને અન્ય સાઇટ જોવા માટે લઈ જવામાં આવે છે.
  • એક કે વધુ ચૅનલ પર એકનું એક કન્ટેન્ટ વારંવાર પોસ્ટ કરવું.
  • વારંવાર એવું કન્ટેન્ટ અપલોડ કરવું કે જે તમે અન્ય નિર્માતાઓની પાસેથી મેળવ્યું હોય.
  • દર્શકો પાસે નુકસાનકારક સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરાવવાનો પ્રયાસ કરવો અને તેમની પ્રાઇવસી સાથે ચેડાં કરી શકે એવી સાઇટ પર તેમને મોકલવા.
  • ઑટોમૅટિક રીતે જનરેટ થયેલું કન્ટેન્ટ જેને કમ્પ્યૂટર ક્વૉલિટી અથવા દર્શકોના અનુભવને ધ્યાનમાં લીધા વિના પોસ્ટ કરે છે.
  • જો દર્શકો સૉફ્ટવેર ઇન્સ્ટૉલ કરે, ઍપ ડાઉનલોડ કરે અથવા અન્ય કાર્યો કરે, તો નાણાં, પ્રોડક્ટ, સૉફ્ટવેર અથવા ગેમિંગ લાભ કોઈ કિંમત વિના આપવાનું વચન આપવું.
  • સમર્પિત એકાઉન્ટમાં આનુષંગિક કંપનીઓનું વધુ પડતું કન્ટેન્ટ પોસ્ટ કરવું.
  • તમારી માલિકીનું ન હોય એવું અને જે EDSA ન હોય એવું કન્ટેન્ટ વારંવાર અપલોડ કરવું.

ભ્રામક મેટાડેટા અથવા થંબનેલ

નીચે જણાવેલા કન્ટેન્ટના પ્રકારને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. ધ્યાનમાં રાખો કે આ સૂચિ સંપૂર્ણ સૂચિ નથી.
  • લોકપ્રિય સેલિબ્રિટીના ફોટાવાળું થંબનેલ કે જેનો આ કન્ટેન્ટ સાથે કોઈ સંબંધ નથી.
  • વપરાશકર્તાઓને કન્ટેન્ટ જે નથી તેવું કંઈક બતાવીને છેતરવાની યુક્તિ કરવા માટે શીર્ષક, થંબનેલ, વર્ણનનો ઉપયોગ કરવો. ઉદાહરણ તરીકે, જ્યારે વાસ્તવિક દુનિયામાં અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ હોય.

સ્કૅમ

નીચે જણાવેલા કન્ટેન્ટના પ્રકારને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. ધ્યાનમાં રાખો કે આ સૂચિ સંપૂર્ણ સૂચિ નથી.
  • અતિશયોક્તિવાળા વચનો આપવા, જેમ કે દાવો કરવો કે દર્શકો ઝડપથી ધનવાન બની શકે છે અથવા કોઈ ચમત્કારિક સારવારથી કેન્સર જેવી ગંભીર બીમારીનો ઇલાજ કરી શકે છે.
  • ગિફ્ટમાં રોકડ રકમ આપવાની અથવા અન્ય પિરામિડ યોજનાઓનો પ્રચાર કરવો.
  • ગિફ્ટમાં રોકડ રકમ આપવાની યોજનાઓ માટે સમર્પિત એકાઉન્ટ.
  • "આ પ્લાનથી તમે આવતીકાલે $50,000 કમાશો!" એવું વચન આપતા વીડિયો

સ્પામને પ્રોત્સાહિત કરતું કન્ટેન્ટ

નીચે જણાવેલા કન્ટેન્ટના પ્રકારને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. ધ્યાનમાં રાખો કે આ સૂચિ સંપૂર્ણ સૂચિ નથી.
  • વીડિયો કે જેનો હેતુ દર્શકોને સબ્સ્ક્રાઇબ કરવા માટે પ્રેરિત કરવાનો હોય.
  • "સબ્સ્ક્રિપ્શનના બદલામાં સબ્સ્ક્રિપ્શન" વીડિયો.
  • વીડિયો કે જે વેચાણ બદલ "પસંદ" ઑફર કરતા હોય.
  • વીડિયો કે જે ચૅનલને કોઈ અન્ય કોઈપણ કન્ટેન્ટ વિના 100,000મો સબ્સ્ક્રાઇબર આપવાની ઑફર આપતા હોય.

કૉમેન્ટ સ્પામ

નીચે જણાવેલા કન્ટેન્ટના પ્રકારને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. ધ્યાનમાં રાખો કે આ સૂચિ સંપૂર્ણ સૂચિ નથી.
  • સર્વેક્ષણો અથવા ગિવઅવે વિશેની કૉમેન્ટ કે જે પિરામિડ યોજનાઓનો પ્રચાર કરતી હોય.
  • કૉમેન્ટમાં "ક્લિક દીઠ ચુકવણી" રેફરલ લિંક.
  • સંપૂર્ણ વીડિયો કન્ટેન્ટ ઑફર કરવાનો ખોટો દાવો કરતી કૉમેન્ટ. આ પ્રકારના કન્ટેન્ટમાં આ હોઈ શકે:
    • મૂવી
    • ટીવી શો
    • કૉન્સર્ટ
  • કૉમેન્ટમાં નુકસાનકારક સૉફ્ટવેર અથવા ફિશિંગ સાઇટની લિંક પોસ્ટ કરવી: "મને ઘરે બેઠા આ સાઇટથી ખૂબ કમાણી થઈ છે! - [xyz phishing site].com"
  • નકલી સ્ટોરની લિંક ધરાવતી કૉમેન્ટ.
  • "હેલો, અહીં મારી ચૅનલ/વીડિયો જુઓ!” જ્યારે તે ચૅનલ/વીડિયોનો તેમાં પોસ્ટ કરેલા વીડિયો સાથે કોઈ સંબંધ નથી હોતો.
  • તમારી ચૅનલની લિંક ધરાવતી એકની એક કૉમેન્ટ વારંવાર કરવી.

ત્રીજા પક્ષનું કન્ટેન્ટ

નીચે જણાવેલા કન્ટેન્ટના પ્રકારને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. ધ્યાનમાં રાખો કે આ સૂચિ સંપૂર્ણ સૂચિ નથી.
  • ટેલિવિઝન શો સ્ટ્રીમ કરવા માટે તમારા ફોનનો ઉપયોગ કરવો.
  • કોઈ આલ્બમમાંથી ગીતોને લાઇવસ્ટ્રીમ કરવા માટે ત્રીજા પક્ષના સૉફ્ટવેરનો ઉપયોગ કરવો.

યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હશે, તો અમે તમારી કમાણી કરવાની પ્રક્રિયાને સસ્પેન્ડ કરી શકીએ છીએ અથવા તમારી ચૅનલને કે એકાઉન્ટને સમાપ્ત કરી શકીએ છીએ. કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત પૉલિસીઓ અને ચૅનલ કે એકાઉન્ટની સમાપ્તિ વિશે વધુ જાણો. 

કેટલાક ઉલ્લંઘનો બદલ, અમે કન્ટેન્ટ કાઢી નાખી શકીએ છીએ અને તમારી ચૅનલ વિરુદ્ધ ચેતવણી અથવા સ્ટ્રાઇક જાહેર કરી શકીએ છીએ. જો આવું થાય, તો તમને જાણ કરવા માટે, અમે ઇમેઇલ મોકલીશું.

You can take a policy training to allow the warning to expire after 90 days. However, if your content violates the same policy within that 90 day window, the warning will not expire and your channel will be given a strike. If you violate a different policy after completing the training, you will get another warning. We may prevent repeat offenders from taking policy trainings in the future.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ સમાપ્ત કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8930179491072166979
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false