દ્વેષયુક્ત ભાષણ સંબંધિત પૉલિસી


 
અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.
નોંધ: 5 જૂન, 2019ના રોજે, અમે દ્વેષયુક્ત ભાષણ સંબંધિત પૉલિસીઓમાં કેટલાક ફેરફારો અંગેની ઘોષણા કરી હતી. તમે તે ફેરફારો વિશે અહીં વધુ જાણી શકો છો. નીચે જણાવેલી પૉલિસીને તે ફેરફારો સાથે અપડેટ કરી છે.

દ્વેષયુક્ત ભાષણને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. અમે YouTubeની પૉલિસી અંતર્ગત સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ દર્શાવતી, નીચેનામાંની કોઈપણ વિશેષતાઓના આધારે લોકો અથવા ગ્રૂપ સામે હિંસા કે દ્વેષને પ્રમોટ કરતા કન્ટેન્ટને મંજૂરી આપતા નથી:

  • ઉંમર
  • જ્ઞાતિ
  • વિકલાંગતા
  • વંશીયતા
  • લિંગની ઓળખ અને અભિવ્યક્તિ
  • રાષ્ટ્રીયતા
  • રેસ
  • ઇમિગ્રેશન સ્ટેટસ
  • ધર્મ
  • જાતિ/પ્રજાતિ
  • જાતીય અભિગમ
  • કોઈ મોટી હિંસક ઘટનાના પીડિતો અને તેમના સ્નેહીઓ
  • વયોવૃદ્ધતા સ્થિતિ

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

કન્ટેન્ટનો હેતુ જો નીચે જણાવેલી એક કે વધુ પ્રવૃત્તિઓ માટેનો હોય, તો તે કન્ટેન્ટ YouTube પર પોસ્ટ કરશો નહીં:

  • લોકો અથવા ગ્રૂપના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે તેમની વિરુદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવું. અમે YouTube પર ધમકીઓની મંજૂરી આપતા નથી અને હિંસા માટેના ગર્ભિત કૉલને અમે વાસ્તવિક ધમકીઓની જેમ જ ગણીએ છીએ. તમે ધમકીઓ અને ઉત્પીડન વિશેની અમારી પૉલિસીઓ વિશે વધુ જાણી શકો છો.
  • લોકો અથવા ગ્રૂપના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે તેમની વિરૂદ્ધ નફરત પેદા કરવી.

આ પૉલિસીનું ઉલ્લંઘન થતું હોય એવા અન્ય પ્રકારના કન્ટેન્ટ

  • લોકો અથવા ગ્રૂપને તેમના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે અમાનુષી કહીને, તેમની સરખામણી પ્રાણીઓ, કીડા, જંતુઓ, રોગ અથવા અન્ય કોઈપણ અમાનુષી વસ્તુ સાથે કરીને તેમની સાથે અમાનવીય વ્યવહાર કરવો.
  • લોકો અથવા ગ્રૂપના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે તેમની વિરૂદ્ધ હિંસાને પ્રોત્સાહન આપવું કે તેની પ્રશંસા કરવી.
  • વંશીય, ધાર્મિક અથવા અન્ય દોષ અને રૂઢિવાદી વિચારધારાનો ઉપયોગ કે જે સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે નફરત ફેલાવે અથવા તેને પ્રોત્સાહન આપે. આ રૂઢિવાદી વિચારધારાને પ્રોત્સાહન આપતા અથવા તેને વાસ્તવિક સાબિત કરતા ભાષણ, ટેક્સ્ટ અથવા છબીનું સ્વરૂપ લઈ શકે છે.
  • દાવો કરવો કે લોકો અથવા ગ્રૂપ તેમના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસને આધારે શારીરિક રીતે અથવા માનસિક રીતે નબળા, બુદ્ધિહીન અથવા બીમાર છે. આમાં એવા વિધાનોનો સમાવેશ થાય છે કે જેમાં એક ગ્રૂપને બીજા ગ્રૂપ કરતાં ઊતરતી કોટીનું, ઓછું સમજદાર, ઓછી ક્ષમતાવાળું અથવા ખામીયુક્ત બતાવવામાં આવતું હોય. આમાં, લોકો અથવા ગ્રૂપને તેમના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે તેમને તાબે કરવા અથવા તેમના પર વર્ચસ્વ સ્થાપિત કરવાની હાકલનો સમાવેશ થાય છે.
  • હિંસા, ભેદભાવ, અલગતાવાદ કે નિષેધને વાજબી ઠેરવવા માટે, સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવનારા કરતાં કોઈ ગ્રૂપ શ્રેષ્ઠ હોવાનું કહેતી દ્વેષપૂર્ણ સર્વોપરિતાનો પ્રચાર કરવો. આમાં, દ્વેષપૂર્ણ સર્વોપરિતાનો પ્રચાર ધરાવતા કન્ટેન્ટનો સમાવેશ થાય છે, જેમ કે તેમની વિચારધારા માટે નવા સભ્યોની ભરતી અથવા નાણાકીય સપોર્ટની વિનંતીઓ અને ગીતના બોલ, મેટાડેટા અથવા છબીમાં દ્વેષપૂર્ણ સર્વોપરિતાનું પ્રમોશન કરતા મ્યુઝિક વીડિયો.
  • લોકોને અથવા ગ્રૂપને તેમના સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે શેતાન, દુષ્ટ અથવા દુર્ભાવનાપૂર્ણ કહેતા કાવતરાપૂર્ણ દાવા.
  • નક્કર દસ્તાવેજો ધરાવતી, કોઈ મોટી હિંસક ઘટના અથવા એવી કોઈ ઘટનાના પીડિત હોવાને નકારવું કે પછી તેની તીવ્રતા ઓછી આંકવી.
  • લોકો અથવા ગ્રૂપ પર, અન્ય લોકો તરફના તેમના ભાવનાત્મક, રોમેન્ટિક અને/અથવા જાતીય આકર્ષણના આધારે હુમલા.

શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અને કલાત્મક કન્ટેન્ટ

દ્વેષયુક્ત ભાષણ શામેલ હોય એવા કોઈ કન્ટેન્ટમાં જો શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મકતાનો સંદર્ભ હોય, તો અમે તેને મંજૂરી આપી શકીએ છીએ. વધારાના સંદર્ભમાં દ્વેષયુક્ત ભાષણની નિંદા કરવાનો, નકારવાનો, વિરોધાભાસી મંતવ્યોનો સમાવેશ કરવાનો અથવા તેના પર વ્યંગ કરવાનો સમાવેશ થઈ શકે. આ દ્વેષયુક્ત ભાષણને પ્રોત્સાહન આપવા માટેનો પરવાનો નથી. ઉદાહરણોમાં આ શામેલ છે:

  • દ્વેષ ફેલાવનાર ગ્રૂપ વિશેની દસ્તાવેજી: શૈક્ષણિક કન્ટેન્ટ કે જે આ ગ્રૂપને સપોર્ટ કરતું હોય અથવા તેની વિચારધારાને પ્રોત્સાહન આપતું હોય. હિંસા અથવા નફરતને પ્રોત્સાહન આપતી દસ્તાવેજીને મંજૂરી આપવામાં આવશે નહીં.
  • માનવો પર થતાં વૈજ્ઞાનિક અભ્યાસ વિશેની દસ્તાવેજી: દસ્તાવેજી કે જે સમય જતાં સિદ્ધાંતો કેવી રીતે બદલાતા રહે છે તેના વિશે હોય, પછી ભલે તેમાં ચોક્કસ ગ્રૂપની હીનતા અથવા શ્રેષ્ઠતા વિશેના સિદ્ધાંતોનો સમાવેશ હોય, તેને મંજૂરી આપવામાં આવશે કારણ કે તે શૈક્ષણિક છે. અમે એવી દસ્તાવેજીને મંજૂરી આપતા નથી કે જે આજના સમયમાં એવા વૈજ્ઞાનિક પુરાવા હોવાનો દાવો કરતી હોય કે કોઈ વ્યક્તિ કે ગ્રૂપ નબળું અથવા અમાનુષી છે.
  • WWII જેવી ઘટનાના ઐતિહાસિક ફૂટેજ કે જે હિંસા કે નફરત ફેલાવતા ન હોય. 

આ પૉલિસી વીડિયો, વીડિયોના વર્ણનો, કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની કોઈપણ અન્ય પ્રોડક્ટ અથવા સુવિધા પર લાગુ થાય છે. કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે. 

દ્વેષયુક્ત ભાષણનો સમાવેશ કરતા શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક કન્ટેન્ટ માટે, આ સંદર્ભ વીડિયોની જ છબી કે ઑડિયોમાં દેખાવો જોઈએ. તેને શીર્ષક અથવા વર્ણનમાં આપવું અપૂરતું છે.

કમાણી કરવાની પ્રક્રિયા અને અન્ય દંડ 

કેટલાક કિસ્સાઓમાં, અમે કન્ટેન્ટ કાઢી નાખી શકીએ છીએ અથવા અન્ય દંડ લગાવીએ છીએ કે જ્યારે નિર્માતા:

  • ઑડિયન્સના અપમાનજનક વર્તનને વારંવાર પ્રોત્સાહિત કરતા હોય.
  • બહુવિધ અપલોડ થકી, સંરક્ષિત ગ્રૂપના સ્ટેટસના આધારે કોઈ ગ્રૂપ પર વારંવાર લક્ષ્ય સાધતા, તેનું અપમાન કરતા અને દુરુપયોગ કરતા હોય.
  • સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા ગ્રૂપ સમક્ષ સ્થાનિક સામાજિક કે રાજકીય સંદર્ભના આધારે શારીરિક નુકસાનનું જોખમ ઊભું કરતા હોય.
  • એવું કન્ટેન્ટ બનાવતા હોય કે જે વ્યક્તિગત આર્થિક લાભ માટે સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા ગ્રૂપ વિરુદ્ધ સતત દુશ્મનાવટ ઉશ્કેરીને YouTube ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડતું હોય.

ઉદાહરણો

YouTube પર જેની મંજૂરી આપવામાં ન આવી હોય એવા દ્વેષયુક્ત ભાષણના કેટલાક ઉદાહરણો અહીં આપ્યા છે.

  • “આ [હિંસક ઘટના] ઘટી તેનો મને આનંદ થયો. તેમણે તેમના કર્મનું ફળ ભોગવવું પડ્યું [સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા લોકોનો સંદર્ભ આપતા].”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા લોકો] કૂતરા છે” અથવા “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા લોકો] પશુઓ જેવા છે.”

વધુ ઉદાહરણો

  • “બહાર નીકળો અને [સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતી વ્યક્તિ]ને મુક્કો મારો.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા ગ્રૂપ]માં પ્રત્યેક વ્યક્તિ ગુનેગાર અને ઠગ છે.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતી વ્યક્તિ] પૃથ્વી પર ગંદકી છે.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા લોકો] બીમારી જેવા છે.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા લોકો]નું મગજ નાનું છે એટલે તેઓ અમારા કરતાં ઓછા બુદ્ધિશાળી છે.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા ગ્રૂપ]થી આપણાં અસ્તિત્વને ખતરો છે તેથી આપણને મળતી દરેક તકનો ઉપયોગ કરી તેમને દૂર કરી દેવા જોઈએ.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા ગ્રૂપ] પાસે વિશ્વને કાબૂમાં કરવાનો આપણાથી છૂટકારો મેળવવાનો અજેન્ડા છે.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ] ફક્ત માનસિક બીમારીનો એક પ્રકાર છે અને ઈલાજ કરવો જરૂરી છે.”
  • “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતી વ્યક્તિ]ને સ્કૂલમાં ભણાવવા ન જોઈએ કારણ કે તે બિલકુલ ભણેલા ન હોવા જોઈએ.”
  • “આ હિંસક ઘટનાના તમામ કથિત પીડિતો અભિનેતાઓ છે. કોઈને ઈજા નથી થઈ અને આ ફક્ત ખોટો દેખાડો છે.”
  • “આ ઘટનામાં લોકોનું મૃત્યુ થયું, પણ તે સંખ્યા ખૂબ મામૂલી હતી.”
  • કોઈ વ્યક્તિ કથિત રીતે સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવે છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના તેની સામે “[સંરક્ષિત ગ્રૂપનું સ્ટેટસ ધરાવતા લોકો] જંતુઓ છે!” એવું બોલીને બૂમો પાડવી. 
  • નીચે જણાવેલું કોઈ લક્ષણ ધરાવતા ગ્રૂપ વિરુદ્ધ હિંસા અથવા ધૃણાનો પ્રચાર કરવા માટે વિકસિત અથવા સંશોધિત (“સુધારો કરાયેલું”) કરાયું હોય એવું વીડિયો ગેમ કન્ટેન્ટ.

કૃપા કરીને યાદ રાખો કે આ તો માત્ર કેટલાક ઉદાહરણો છે અને જો તમને લાગે કે કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે, તો તેને પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

જો અમને લાગે કે તમારું કન્ટેન્ટ દ્વેષયુક્ત ભાષણથી વધુ મળતું આવે છે, તો તે કન્ટેન્ટ માટે ઉપલબ્ધ YouTube સુવિધાઓને અમે મર્યાદિત કરી શકીએ છીએ. તમે અહીં મર્યાદિત સુવિધાઓ વિશે વધુ જાણી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
5700615702607655997
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false