તમારા YouTube ચૅનલની મૂળભૂત માહિતી મેનેજ કરો

ચૅનલનું નામ, વર્ણન, અનુવાદો અને લિંક જેવી તમારી YouTube ચૅનલ વિશેની મૂળભૂત માહિતી તમે મેનેજ કરી શકો છો.

નામ

તમે તમારી YouTube ચૅનલનું નામ બદલી શકો છો, આમ કરતી વખતે માત્ર એ વાતની ખાતરી કરો કે તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે. તમારું નામ બદલ્યા પછી, તે નવું નામ સમગ્ર YouTube પર અપડેટ થવામાં અને બતાવવામાં થોડા દિવસો લાગી શકે છે. જો તમે તમારી YouTube ચૅનલનું નામ અને ફોટો બદલો, તો તે માત્ર YouTube પર જ દેખાશે. તમે અહીં (તમારી YouTube ચૅનલના નામમાં કોઈપણ બદલાવ કર્યા વિના) તમારા Google એકાઉન્ટનું નામ અને ફોટો બદલી શકો છો.

નોંધ: તમે તમારી ચૅનલનું નામ 14 દિવસના સમયગાળાની અંદર બે વાર બદલી શકો છો. તમારું નામ બદલવાથી તમારો ચકાસણી બૅજ કાઢી નાખવામાં આવશે. વધુ જાણો.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશનઅને પછી મૂળભૂત માહિતી પસંદ કરો.
  3. તમારી ચૅનલનું નવુંં નામ દાખલ કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.

Choosing Your YouTube Channel Name

 

 

હૅન્ડલ

હૅન્ડલ એ એક વિશિષ્ટ ઓળખકર્તા છે જે તમારા માટે YouTube પર તમારી વિશિષ્ટ ઉપસ્થિતિને સ્થાપિત કરવાનું અને જાળવવાનું તમારા માટે વધુ સરળ બનાવે છે.

નોંધ: 14 દિવસના સમયગાળાની અંદર તમે તમારું હૅન્ડલ બે વાર બદલી શકો છો.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી મૂળભૂત માહિતી પસંદ કરો.
  3. હૅન્ડલ હેઠળ, તમે તમારા હૅન્ડલને જોઈ શકો છો અથવા તેને બદલી શકો છો.
  4. જો તમે તમારું હૅન્ડલ બદલો, તો તેને કન્ફર્મ કરવા માટે પબ્લિશ કરો પર ક્લિક કરો.

વર્ણન

તમે YouTubeનું તમારું વર્ણન બદલી શકો છો, આમ કરતી વખતે માત્ર એ વાતની ખાતરી કરો કે તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે. તમારું વર્ણન ચૅનલ હેડરમાં ઍક્સેસિબલ છે.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી મૂળભૂત માહિતી પસંદ કરો.
  3. તમારી ચૅનલનું નવું વર્ણન દાખલ કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.
નિર્માતાઓ માટેની વીડિયો વર્ણન અંગેની ટિપ મેળવો.

તમારા સર્વનામો ઉમેરવા કે બદલવા વિશે

તમે તમારી ચૅનલમાં તમારા સર્વનામો ઉમેરી શકો છો, જેથી તેમને તમારી ચૅનલના પેજ પર બતાવવામાં આવી શકે. તમારા સર્વનામો દરેકને બતાવવા કે નહીં અથવા તો માત્ર તમારા સબ્સ્ક્રાઇબરને જ બતાવવા એ તમે પસંદ કરી શકો છો.
સર્વનામો એ વ્યક્તિગત ઓળખ અને અભિવ્યક્તિનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે. કેટલાક અધિકાર ક્ષેત્રોમાં લિંગ અભિવ્યક્તિ સંબંધિત કાયદા છે. તમે જ્યારે YouTube પર પસંદ કરવા માટેની આ સાર્વજનિક સુવિધાનો ઉપયોગ કરો, ત્યારે તમારા સ્થાનિક કાયદા ધ્યાનમાં રાખો.
જો તમારી ચૅનલના પેજ પર સર્વનામો ઉપલબ્ધ ન હોય, તો તમને જણાવી દઈએ કે અમે આ સુવિધાને વિસ્તારીને વધુ દેશો/પ્રદેશોમાં અને ભાષાઓમાં ઉપલબ્ધ કરાવવાની દિશામાં કામ કરી રહ્યાં છીએ.
નોંધ: સર્વનામોની સુવિધા કાર્યસ્થળ કે નિરીક્ષણ હેઠળના એકાઉન્ટ માટે ઉપલબ્ધ નથી.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન  અને પછી મૂળભૂત માહિતી અને પછી ઉમેરો સર્વનામો પસંદ કરો.
  3. તમારા સર્વનામો દાખલ કરવાનું શરૂ કરો અને તેમાંથી તમારી ચૅનલને સંબંધિત હોય એવા સર્વનામની પસંદગી કરો. તમે વધુમાં વધુ ચાર સર્વનામ ઉમેરી શકો છો.
    1. તમારે જે પણ સર્વનામ કાઢી નાખવા હોય તેની બાજુના પર ક્લિક કરીને તમે તમારી પસંદગીઓમાં ફેરફાર કરી શકો છો.
  4. તમારા સર્વનામો કોણ જોઈ શકે તે પસંદ કરો:
    1. પ્રત્યેક વ્યક્તિ જોઈ શકે છે અથવા
    2. માત્ર મારા સબ્સ્ક્રાઇબર જોઈ શકે છે
  5. પબ્લિશ કરો પર ક્લિક કરો.

ચૅનલના નામ અને વર્ણનના અનુવાદની સુવિધા

તમે તમારા વીડિયોને વિશ્વભરના ઑડિયન્સ સુધી પહોંચાડવામાં સહાય માટે, તમારી ચૅનલના નામ અને વર્ણનનો અનુવાદ ઉમેરી શકો છો.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કસ્ટમાઇઝેશન અને પછી મૂળભૂત માહિતી અને પછી ઉમેરો ભાષા પસંદ કરો.
  3. ઑરિજિનલ ભાષાપસંદ કરો, તે પછી અનુવાદની ભાષા પસંદ કરો.
  4. તમારી ચૅનલના નામ અને વર્ણન માટે અનુવાદો દાખલ કરો.
  5. થઈ ગયું પર ક્લિક કરો.

ચૅનલ URL

તમારી ચૅનલનું URL એ એક સ્ટૅન્ડર્ડ URL છે જેનો ઉપયોગ YouTube ચૅનલો કરે છે. તેમાં તમારા વિશિષ્ટ ચૅનલ IDનો ઉપયોગ કરવામાં આવે છે, જે URLના અંતે અંક અને અક્ષરોના રૂપમાં હોય છે.
ચૅનલની પ્રોફાઇલની લિંક વિશે
તમે તમારી ચૅનલના હોમ ટૅબ પર વધુમાં વધુ 14 લિંક શોકેસ કરી શકો છો, આમ કરતી વખતે માત્ર એ વાતની ખાતરી કરો કે તે અમારી બાહ્ય લિંક સંબંધિત પૉલિસીનું પાલન કરે. તમારી પહેલી લિંક સબ્સ્ક્રાઇબ કરો બટનની પાસે આવેલા પ્રોફાઇલના વિભાગમાં પ્રાધાન્યતા સાથે બતાવવામાં આવશે અને તમારા ઑડિયન્સ વધુ લિંક જુઓ પર ક્લિક કરશે, ત્યારે તમારી બાકીની બધી લિંક તેમને બતાવવામાં આવશે. તમારા ઑડિયન્સ સાથે લિંક શેર કરવા વિશે વધુ જાણો.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશનઅને પછી મૂળભૂત માહિતી પસંદ કરો.
  3. લિંક હેઠળ, લિંક ઉમેરો પર ક્લિક કરો અને તમારી સાઇટનું શીર્ષક તથા URL દાખલ કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.
સંપર્ક માહિતી
વ્યવસાયને લગતા પ્રશ્નો માટે તમારી સાથે કેવી રીતે સંપર્ક કરવો તે અન્ય લોકોને જણાવવા માટે તમે તમારી ચૅનલ પર સંપર્ક માહિતી ઉમેરી શકો છો.
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી કસ્ટમાઇઝેશનઅને પછી મૂળભૂત માહિતી પસંદ કરો.
  3. સૌથી નીચે, તમારું ઇમેઇલ ઍડ્રેસ દાખલ કરો.
  4. પબ્લિશ કરો પર ક્લિક કરો.

તમારી ચૅનલની મૂળભૂત માહિતી કેવી રીતે મેનેજ કરવી તે જુઓ

તમારી ચૅનલનું નામ અને વર્ણન, અનુવાદો અને લિંક કેવી રીતે બદલવી તેના પરની YouTube નિર્માતાની ચૅનલ તરફનો વીડિયો જુઓ.

 

Customize Your Channel Branding & Layout: Add a Profile Picture, Banner, Trailer, Sections, & more!

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3443006902731951061
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false