YouTube Shortsની કમાણી કરવાની પ્રક્રિયાની પૉલિસીઓ

YouTube Shorts પર આવકની વહેંચણી 1 ફેબ્રુઆરી, 2023ના રોજ શરૂ થઈ. YouTube પાર્ટનર પ્રોગ્રામની શરતોમાં થયેલા નવા ફેરફારો વિશે વધુ જાણો.

કમાણી કરતા પાર્ટનર Shorts ફીડમાંના વીડિયો વચ્ચે જોવાતી જાહેરાતોમાંથી નાણાં કમાઈ શકે છે. આવકની વહેંચણીનું આ નવું મૉડલ YouTube Shorts Fundના બદલે આવ્યું છે.

YouTube Shortsની કમાણી કરવાની પ્રક્રિયાને લાગુ થતી પૉલિસીઓ

તમે YouTube પર કમાણી કરી રહ્યાં હો તો તમારી ચૅનલ પુનરાવર્તિત અને પુનઃઉપયોગમાં લેવાયેલા કન્ટેન્ટ પરની અમારી પૉલિસીઓ સહિત YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓ અનુસરે તે મહત્ત્વનું છે. આમાં YouTubeના સમુદાયના દિશાનિર્દેશો, સેવાની શરતો, કૉપિરાઇટ અને Google AdSense પ્રોગ્રામ પૉલિસીઓનો પણ સમાવેશ થાય છે.

Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી ચાલુ કરવી

Shorts જાહેરાતની આવકમાં શેર કરવાનું શરૂ કરવા માટે, કમાણી કરતા પાર્ટનર Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાના મૉડ્યૂલને સ્વીકારે તે જરૂરી છે – આ એ શરતો છે જેના થકી તમે Shorts ફીડમાં જાહેરાતો અને YouTube Premiumમાંથી કમાણી કરી શકો છો. તમારી ચૅનલના યોગ્યતાપ્રાપ્ત Shorts વ્યૂ પર Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી તમે સ્વીકારો છો તે તારીખથી લાગુ થશે. Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકારતા પહેલાં Shorts પર એકઠા થયેલા વ્યૂ Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા નથી.

જાહેરાતો માટે ઉચિત કન્ટેન્ટ

જાહેરાતો વડે કમાણી કરતું તમામ કન્ટેન્ટ અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકાને અનુસરે તે જરૂરી છે. Shorts પર અમારા જાહેરાતકર્તા માટે ઉપયોગી દિશાનિર્દેશોને અનુસરતા કન્ટેન્ટના વ્યૂ જ આવકની વહેંચણી માટે યોગ્ય ઠરશે.

Shortsના અયોગ્ય વ્યૂ

ચુકવણીઓની ગણતરી કરવાના ઉદ્દેશો માટે, Shortsના જે વ્યૂ અયોગ્ય હશે તેને YouTube ગણતરીમાં લેશે નહીં. Shortsના વ્યૂ અયોગ્ય ઠરે તેવા ઉદાહરણો: 

Shortsની આવકની વહેંચણી માટે યોગ્ય ઠરતા જાહેરાતના ફૉર્મેટ

નવું: Shortsની જાહેરાતથી થતી આવક, YPP અને Shorts Super Thanks માટે નવા પથ!

Shorts ફીડમાં બે વીડિયો વચ્ચે જોવાતી જાહેરાતો પર આવકની વહેંચણી થાય છે. Shortsના વ્યૂ એકમાત્ર Shorts ફીડમાંથી જાહેરાતથી થતી આવકની વહેંચણી મેળવે છે, જે જોવાયાના પેજ પર લાંબા વીડિયોને થતી કમાણી કરતાં અલગ છે.

Shorts માટે જાહેરાતથી થતી આવકની વહેંચણી કેવી રીતે કાર્ય કરે છે

નવું: Shortsની જાહેરાતથી થતી આવકની વહેંચણી

Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકારનારા કમાણી કરનારા પાર્ટનર જ Shortsમાંથી જાહેરાતની આવક મેળવી શકે છે.

Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી કેવી રીતે થાય છે તેના ચાર પગલાં છે:

  1. Shorts ફીડની જાહેરાતની આવક પૂલ કરો. દર મહિને Shorts ફીડમાં બે વીડિયો વચ્ચે ચાલતી જાહેરાતોમાંથી થતી આવક એકસાથે ઉમેરાય છે અને નિર્માતાઓને રિવૉર્ડ આપવા તેમજ મ્યુઝિકનું લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવામાં સહાય, એમ બંને માટે ઉપયોગમાં લેવાય છે. 
     
  2. નિર્માતા પૂલની ગણતરી કરવી. Shorts ફીડની જાહેરાતની આવક કમાણી કરનારા નિર્માતાઓ દ્વારા અપલોડ કરાયેલા બધા જ Shortsમાં વ્યૂ અને મ્યુઝિકના વપરાશના આધારે નિર્માતા પૂલમાં ફાળવવામાં આવે છે. 
    • જો કોઈ કમાણી કરનારા નિર્માતા મ્યુઝિક વિના Short અપલોડ કરે, તો તેના વ્યૂ સાથે સંકળાયેલી બધી જ આવક નિર્માતા પૂલમાં જાય છે.
    • જો કોઈ કમાણી કરનારા નિર્માતા મ્યુઝિક સાથે Short અપલોડ કરે, તો YouTube તેના વ્યૂ સાથે સંકળાયેલી આવકનું ઉપયોગમાં લેવાયેલા ટ્રૅકની સંખ્યાના આધારે નિર્માતા પૂલ અને મ્યુઝિક પાર્ટનર વચ્ચે વિભાજન કરે છે.
ઉદાહરણ તરીકે, જો કોઈ કમાણી કરનારા નિર્માતા 1 ટ્રૅક ધરાવતો Short અપલોડ કરે, તો તેના વ્યૂ સાથે સંકળાયેલી અડધી આવક નિર્માતા પૂલમાં ફાળવવામાં આવશે અને બાકીની અડધી આવક મ્યુઝિકનું લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવા માટે ઉપયોગમાં લેવાશે. Shortમાં 2 ટ્રૅક રજૂ થતા હોય, તો તેના વ્યૂ સાથે સંકળાયેલી એક તૃતીયાંશ આવક નિર્માતા પૂલમાં ફાળવવામાં આવશે અને બાકીની બે તૃતીયાંશ આવક મ્યુઝિકનું લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવા માટે ઉપયોગમાં લેવાશે. 
  1. નિર્માતા પૂલની ફાળવણી કરવી. નિર્માતા પૂલની એકંદર રકમમાંથી કમાણી કરનારા નિર્માતાઓ વચ્ચે આવકની વહેંચણી, દરેક દેશમાં કમાણી કરનારા નિર્માતાઓના Shortsના કુલ વ્યૂમાં જે-તે નિર્માતાના શેરના આધારે થાય છે. ઉદાહરણ તરીકે, જો કોઈ નિર્માતાને કમાણી કરનારા નિર્માતાઓ દ્વારા અપલોડ કરાયેલા બધા યોગ્યતાપ્રાપ્ત Shortsના વ્યૂમાંથી 5% વ્યૂ મળ્યા હોય, તો તેમને નિર્માતા પૂલની આવકમાંથી 5% ફાળવવામાં આવશે.
     
  2. આવકની વહેંચણી લાગુ કરવી. મ્યુઝિકનો ઉપયોગ થયો હતો કે નહીં તેને ધ્યાનમાં લીધા વિના, કમાણી કરનારા નિર્માતાઓ તેમને ફાળવવામાં આવેલી આવકના 45% રાખશે.

નિર્માતા પૂલમાં કઈ બાબતનો સમાવેશ નથી થતો:

  • એવા નિર્માતાઓ દ્વારા અપલોડ કરાયેલા Shorts સાથે સંકળાયેલી આવક કે જેમણે હજુ Shortsનું કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકાર્યું નથી અથવા જેઓ તેમના Shortsમાંથી કમાણી કરવા માટે હજુ યોગ્ય ઠરતા નથી. આ આવક મ્યુઝિક લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવા ઉપયોગમાં લેવાશે અને/અથવા YouTube તેને જાળવી રાખશે. 
  • મ્યુઝિક પાર્ટનર દ્વારા અપલોડ કરાયેલા Shortsના વ્યૂ સાથે સંકળાયેલી આવક.
  • અયોગ્ય ઠર્યા હોય તેવા Shortsના વ્યૂ સાથે સંકળાયેલી આવક.
  • Shorts જોવાય તે પહેલાં, Shorts ફીડ ખોલતી વખતે બતાવાતી જાહેરાતો સાથે સંકળાયેલી આવક (દા.ત. YouTube Shorts માસ્ટહેડ).
  • Shorts પ્લેયર અંતર્ગત નૅવિગેશન પેજ પર બતાવાતી જાહેરાતો સાથે સંકળાયેલી આવક.

ઉદાહરણ સાથે સમજો

આ કેવી રીતે કામ કરે છે તે વધુ સારી રીતે સમજવા માટે એક કાલ્પનિક ઉદાહરણ લઈએ.

કાલ્પનિક ઉદાહરણ

કમાણી કરનારા નિર્માતા તરીકે, માની લો કે તમે 1 મ્યુઝિક ટ્રૅકનો ઉપયોગ કરતો વીડિયો અપલોડ કર્યો. આ મહિને A દેશમાં તમારા Shortમાંથી થતી કમાણીની ગણતરી અમે કેવી રીતે કરીએ તે અહીં આપ્યું છે.

  • A દેશમાં Shortsના કુલ 100 મિલિયન વ્યૂ થયા છે અને બધા વ્યૂ કમાણી કરનારા નિર્માતાઓ દ્વારા અપલોડ કરાયેલા Shorts પર છે.
  • Shorts ફીડમાં બે Shorts વચ્ચે ચલાવાતી જાહેરાતોમાંથી $100,000ની કમાણી થાય છે.
  • આ Shortsમાંના 20%માં 1 મ્યુઝિક ટ્રૅકનો ઉપયોગ થાય છે, આથી નિર્માતા પૂલ $90,000 છે અને $10,000 મ્યુઝિક લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવા માટે ઉપયોગમાં લેવાય છે.
  • તમારો Short 1 મિલિયન વાર જોવાયો છે, આથી તમને નિર્માતા પૂલના 1% અથવા તો $900 ફાળવાય છે. નિર્માતા પૂલમાંથી તમને થતી ફાળવણી પર મ્યુઝિક ટ્રૅકના તમારા ઉપયોગની અસર થતી નથી.
  • ત્યાર બાદ તમારી ફાળવણી પર આવકની વહેંચણીના 45% લાગુ કરાય છે અને તમને A દેશમાં તમારા Shortsના વ્યૂ માટે $405ની આવક થાય છે.

Shortsમાં ત્રીજા પક્ષના કન્ટેન્ટનો ઉપયોગ

અમુક સંજોગોમાં, જ્યારે કોઈ Short ત્રીજા પક્ષનું કન્ટેન્ટ અથવા રિમિક્સ કરેલું કન્ટેન્ટ રજૂ કરતો હોય, ત્યારે Shortને ફાળવવામાં આવેલા વ્યૂ અપલોડકર્તા અને ત્રીજા પક્ષના અધિકાર ધારકો (Shortsમાં ઉપયોગમાં લેવાયેલા અન્ય કન્ટેન્ટના માલિકો) વચ્ચે વિભાજિત કરાશે જેથી નિર્માતા પૂલ અને કમાણી કરનારા નિર્માતાઓને મળતી આવકની વહેંચણીની ગણતરી કરી શકાય. આ કેવી રીતે થશે તે નીચેની પૉલિસીઓ વર્ણવે છે. અમે આ પૉલિસીઓ અપડેટ કરી શકીએ અને કોઈ ફેરફાર હશે તો તેની તમને જાણ કરીશું.

  • ત્રીજા પક્ષના કન્ટેન્ટનો ઉપયોગ નિર્માતા પૂલ પર કેવી રીતે અસર કરે છે. નિર્માતા પૂલની રકમની ગણતરી થાય ત્યારે YouTubeના મ્યુઝિક ઉદ્યોગના પાર્ટનર દ્વારા ઉપલબ્ધ કરાયેલા અથવા ડ્રીમ ટ્રૅક દ્વારા જનરેટ થયેલા મ્યુઝિક કન્ટેન્ટને જ Shortમાં યોગદાન આપનાર તરીકે ક્રેડિટ અપાશે. આનો અર્થ એ કે મ્યુઝિક કન્ટેન્ટનો જ્યારે Shortમાં ઉપયોગ થશે ત્યારે જ તે વ્યૂની સંખ્યા અને નિર્માતા પૂલને ફાળવવામાં આવતી, તેની સાથે સંકળાયેલી આવક ઘટાડશે. ત્રીજા પક્ષના કન્ટેન્ટની અન્ય કોઈપણ કૅટેગરીને આ સમયે Shortમાં યોગદાન આપનાર તરીકે ક્રેડિટ અપાશે નહીં, તે કન્ટેન્ટ પર Content IDની કમાણી કરવાની પૉલિસી સેટ કરાઈ હોય તો પણ નહીં. જોકે અમે, કન્ટેન્ટની અન્ય કૅટેગરી માટે કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડલ વિકસાવવાના પ્રારંભિક તબક્કામાં છીએ. 
    • ઉપરના ઉદાહરણો બતાવે છે કે જ્યારે Shortમાં મ્યુઝિક કન્ટેન્ટનો ઉપયોગ થાય ત્યારે નિર્માતા પૂલની ગણતરી માટે કેવી રીતે વ્યૂ અને તેમની સાથે સંકળાયેલી આવકનું વિભાજન થાય છે.
  • ત્રીજા પક્ષના કન્ટેન્ટના ઉપયોગની અસર નિર્માતા પૂલમાંથી થતી ફાળવણીઓ પર કેવી રીતે પડે છે. કમાણી કરનારા નિર્માતાઓને નિર્માતા પૂલમાંથી તેમના હિસ્સાની ચુકવણી કરતી વખતે, દરેક કમાણી કરનારા નિર્માતાને, Shortમાં (ડ્રીમ ટ્રૅક દ્વારા જનરેટ થયેલા મ્યુઝિક સહિત) કોઈ મ્યુઝિકનો ઉપયોગ થયો છે કે કેમ તેને ધ્યાનમાં લીધા વિના, તેમના Shortsને મળેલા વ્યૂની કુલ સંખ્યાના 100% ફાળવવામાં આવશે. પરિણામે, Shortમાં મ્યુઝિકનો ઉપયોગ કરવાની અસર નિર્માતા પૂલમાંથી નિર્માતાને થતી ફાળવણી પર કે આવકની વહેંચણીના તેમના રેટ પર થશે નહીં.

Shorts માટે YouTube Premiumની સબ્સ્ક્રિપ્શન આવકની વહેંચણી

YouTube Premium શુલ્કવાળા સબ્સ્ક્રિપ્શનનો વિકલ્પ છે જેના થકી વપરાશકર્તાઓ જાહેરાતમુક્ત કન્ટેન્ટ, બૅકગ્રાઉન્ડ પ્લેબૅક, ડાઉનલોડની સુવિધા અને YouTube Music ઍપના પ્રીમિયમ ઍક્સેસને માણી શકે છે. આ ઑફરિંગ Shorts પરના વ્યૂને પણ લાગુ થાય છે. 

YouTube Premiumની ચોખ્ખી આવકના 45% YouTube ચુકવશે, જે Shorts માટે કમાણી કરનારા નિર્માતાઓને ફાળવાય છે. YouTube Premiumની આવકનો એક હિસ્સો મ્યુઝિક લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવામાં સહાય માટે ફાળવાય છે. દરેક નિર્માતાને થતી ચુકવણીનો આધાર દરેક દેશ અંતર્ગત Shortsને મળેલા સબ્સ્ક્રિપ્શન સાથેના વ્યૂમાં તેમના હિસ્સા પર હોય છે.

તમારા Shorts ફીડની જાહેરાતની આવક ક્યાં જોવી

ઉપલબ્ધ હોય ત્યારે અન્ય પર્ફોર્મન્સ મેટ્રિકની સાથે અથવા તમે Shorts જાહેરાતો વડે કમાણી કરવાનું શરૂ કરો તે દિવસથી, YouTube Analytics Shorts ફીડની દરરોજની અંદાજિત જાહેરાતની આવક દર્શાવવાનું શરૂ કરશે. તમારી YouTubeની આવક ચેક કરવાની રીત વિશે વધુ જાણો.

ચુકવણી મર્યાદાઓ અને YouTube માટે AdSenseની અન્ય વિગતો માટેની પ્રવર્તમાન ટાઇમલાઇન લાગુ થાય છે – YouTube માટે AdSense વિશે વધુ જાણો.

Studioના કન્ટેન્ટ મેનેજર

Studioના કન્ટેન્ટ મેનેજરના વપરાશકર્તાઓ માટે, માત્ર નૉન-મ્યુઝિક પાર્ટનર માટે જ માર્ચ 2023ના મધ્ય સુધીમાં ડાઉનલોડ કરવા યોગ્ય રિપોર્ટ ઉપલબ્ધ થશે. આ રિપોર્ટમાં સંબંધિત પાર્ટનર દ્વારા અપલોડ કરાયેલા કોઈપણ કમાણી કરતા Shorts માટે તારીખ અને દેશ/પ્રદેશ પ્રમાણે વિભાગમાં મૂકેલી આવકની વિગતોનો સમાવેશ થશે.

તમારા Shorts પર્ફોર્મન્સ વિશે વધુ જાણવું છે? અમારી YouTube Analytics માટે નિર્માતાને ટિપ જુઓ!

YouTube Shortsની કમાણી કરવાની પ્રક્રિયા વિશે વધુ જાણો 

Shortsની જાહેરાતનું આવકનું પૂલ કેમ બનાવાય છે?

Shortsનું જાહેરાતનું ફૉર્મેટ લાંબા વીડિયો કરતાં અલગ છે, જેથી અમારે આવકની વહેંચણી માટે અલગ અભિગમ અપનાવવો જરૂરી બને છે. આવક પૂલ કરી ત્યાર બાદ તેનું વ્યૂના શેરના આધારે વિતરણ કરવા પાછળનો અમારો ઉદ્દેશ માત્ર જેમના વીડિયો પછી જાહેરાત આવતી હોય તેમને જ નહીં પરંતુ Shortsનો અનુભવ રચતા બધા જ કમાણી કરનારા નિર્માતાઓને રિવૉર્ડ આપવાનો છે. મ્યુઝિકના ઉપયોગના કારણે કમાણી ઓછી થશે તેવી ચિંતા કર્યા વિના નિર્માતાઓ તેમનું રચનાત્મક વિઝન પ્રાપ્ત કરી શકે તે માટે આ મૉડલ મ્યુઝિક લાઇસન્સ આપવા સાથે અંકલાયેલી જટિલતાઓને પણ સરળ બનાવે છે, આ તેનો વધારાનો લાભ છે.

નિર્માતાઓને ખરેખર Shortsની આવકના 45% મળે છે?

દર મહિને Shorts ફીડમાં બે વીડિયો વચ્ચે ચાલતી જાહેરાતોમાંથી થતી આવકનું પૂલ બનાવાય છે અને તેનો ઉપયોગ Shorts નિર્માતાઓને રિવૉર્ડ આપવા તેમજ મ્યુઝિક લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવા માટે થાય છે. નિર્માતાઓને ફાળવાયેલી એકંદર રકમ (જે નિર્માતા પૂલ તરીકે પણ ઓળખાય છે)માંથી, તેઓ તેમના Shortsમાં મ્યુઝિકનો ઉપયોગ કરે છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના જ તેઓ આવકના 45% રાખે છે.

"મ્યુઝિક" શબ્દનો અર્થ ખાસ કરીને શું થાય છે?

Shortsના સંદર્ભમાં “મ્યુઝિક” એટલે YouTubeના મ્યુઝિક ઉદ્યોગના પાર્ટનર દ્વારા ઉપલબ્ધ કરાવાયેલું અથવા દાવો કરાયેલું કન્ટેન્ટ. આમાં વાસ્તવિક મ્યુઝિક ઑડિયો અથવા ટ્રૅક, મ્યુઝિક વીડિયો અથવા કલાકારના ઇન્ટરવ્યૂ જેવા મ્યુઝિકના અન્ય કન્ટેન્ટનો સમાવેશ થઈ શકે છે. તેમાં ડ્રીમ ટ્રૅક દ્વારા જનરેટ થયેલા મ્યુઝિક કન્ટેન્ટનો સમાવેશ પણ થાય છે.

હું હજુ પણ Shorts Fundમાંથી કમાણી કરી શકું છું?
ના, 1 ફેબ્રુઆરી, 2023થી Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી લૉન્ચ થયા પછી, નિર્માતાઓ હવે Shorts Fund વડે કમાણી કરી શકશે નહીં. અમારા Shorts Fundના મોટા ભાગના પ્રાપ્તકર્તાઓ આવકની વહેંચણીના આ નવા મૉડલમાંથી વધુ કમાણી કરે તેવી અમારી અપેક્ષા છે અને તે Shorts Fundનું સ્થાન લઈ લેશે. જાન્યુઆરીની પ્રવૃત્તિ માટે Shorts Fundના અંતિમ આમંત્રણો ફેબ્રુઆરી 2023ના મધ્ય ભાગમાં મોકલવામાં આવશે અને માર્ચમાં ચુકવણીઓ થશે (અમારી ચુકવણી મર્યાદાઓ અને જરૂરિયાતોને આધીન રહીને).

મારા Shorts, Shorts ફીડમાં છે, પરંતુ મને આવક થતી નથી. YPPમાં રહ્યા વિના હું તે જાહેરાતોમાંથી આવક મેળવી શકું?

ના, Shortsનું કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકારનારા કમાણી કરનારા પાર્ટનર જ Shortsમાંથી જાહેરાત અને YouTube Premiumની આવક મેળવી શકે છે. બાકીની આવક મ્યુઝિક લાઇસન્સ આપવાના ખર્ચને આવરી લેવા ઉપયોગમાં લેવાશે અથવા YouTube તેને જાળવી રાખશે.
મારા Shorts જાહેરાતમાંથી આવક મેળવે છે કે કેમ તે મને કેવી રીતે ખબર પડશે? Shortsમાંથી જાહેરાતની આવક મેળવવાનું મારે બંધ કરવું હોય તો શું?

તમે Shortsનું કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકારો તે તારીખથી, તમારી ચૅનલ પરના કોઈપણ Shortના વ્યૂની Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી માટે ગણતરી થશે. 1 ફેબ્રુઆરી 2023 પછી અપલોડ કરેલા Shortsના વ્યૂની પણ ઑટોમૅટિક રીતે જ Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી માટે ગણતરી થશે – અપલોડ દરમિયાન તમારે લાંબા વીડિયો માટે કરો તે રીતે તમારા Shorts માટે કમાણી કરવાની પ્રક્રિયા ચાલુ કરવાની જરૂર હવે રહેશે નહીં. Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાનું મૉડ્યૂલ સ્વીકારતા પહેલાં Shorts પર એકઠા થયેલા વ્યૂ Shorts પરની જાહેરાતથી થતી આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા નથી.

તમારો Short અપલોડ કર્યા બાદ તમે તેનું કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ YouTube Studioના કન્ટેન્ટ વિભાગમાં જોઈ શકો છો. Shortsની જાહેરાતથી થતી આવકની વહેંચણી માટે ગણતરીમાં લેવાતા વ્યૂ ધરાવતા Shortsમાં કમાણી કરવાની પ્રક્રિયાનું લીલું અથવા પીળું આઇકન દેખાશે. અમારી કમાણી કરવાની પ્રક્રિયાના આઇકનની માર્ગદર્શિકામાં વિવિધ આઇકન વિશે વધુ જાણો.

તમે Shorts જાહેરાતો વડે કમાણી કરવાનું શરૂ કરો તે તારીખથી, YouTube Analytics અન્ય પર્ફોર્મન્સ મેટ્રિકની સાથે Shorts ફીડની દરરોજની અંદાજિત જાહેરાતની આવક દર્શાવવાનું પણ શરૂ કરશે. તમારી YouTubeની આવક ચેક કરવાની રીત વિશે વધુ જાણો.

તમારી ચૅનલમાં Shortsના જાહેરાતો સાથેના વ્યૂમાંથી તમારે હવે કમાણી ન કરવી હોય, તો તમે નિર્માતા માટે સપોર્ટનો સંપર્ક કરીને Shortsથી કમાણી કરવાની પ્રક્રિયાના મૉડ્યૂલની સુવિધા નાપસંદ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3610847553087459756
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false