Creator Music સંબંધિત સામાન્ય પ્રશ્નો

Creator Music હવે યુએસના નિર્માતાઓ માટે YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં ઉપલબ્ધ છે. યુએસની બહારના YPP નિર્માતાઓ માટે વિસ્તરણ બાકી છે.
Creator Musicનો ઉપયોગ કરવા વિશે નિર્માતાઓ તરફથી પૂછવામાં આવતા કેટલાક સામાન્ય પ્રશ્નો (FAQs) નીચે આપ્યા છે. સામાન્ય પ્રશ્નોને 3 કૅટેગરીમાં ગ્રૂપ કરવામાં આવ્યા છે:
 
 

સામાન્ય પ્રશ્નો

Creator Music એટલે શું?
Creator Music એ મુખ્ય ધારાના મ્યુઝિકનો વૃદ્ધિ કરતો કૅટલૉગ છે જેનો ઉપયોગ કૉપિરાઇટ દાવાની ચિંતા કર્યા વિના, કમાણી કરતા વીડિયોમાં કરી શકાય છે. મ્યુઝિકના અધિકાર ધારકો દ્વારા સેટ કરવામાં આવેલી ઉપયોગની શરતોના આધારે, Creator Music નિર્માતાઓને મ્યુઝિકનો ઉપયોગ કરવાની અનેક રીતો ઑફર કરે છે. ઉદાહરણ તરીકે:
  • કેટલાક ગીતો માટે લાઇસન્સ મેળવી શકાય છે, જેનો અર્થ છે કે નિર્માતાઓ તેમના વીડિયોમાં મ્યુઝિકનો ઉપયોગ કરવા અને વીડિયોની આવક પોતાની પાસે રાખવા માટે આગોતરી ફી ચુકવે છે (અથવા કેટલાક ટ્રૅક માટે, કોઈ જ ફી ચુકવતા નથી). વધુ જાણો.
  • કેટલાક ગીતો આવક વહેંચી શકે છે, જેનો અર્થ છે કે નિર્માતાઓ અગાઉથી કંઈપણ ચુકવતા નથી અને તેઓ તેમના વીડિયોની આવકને મ્યુઝિકના અધિકાર ધારકો સાથે વિભાજિત કરે છે. વધુ જાણો.
હું Creator Musicનો ઉપયોગ કેવી રીતે કરું?

'Creator Music' YouTube સ્ટુડિયોમાં હોય છે અને તમને તમારા YouTube વીડિયોમાં ઉપયોગ કરવા માટે ગીતોને બ્રાઉઝ, પ્રીવ્યૂ અને ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે. ​​દરેક ટ્રૅક માટે, તમને ઉપયોગ માટે નીચેના વિકલ્પો જોવા મળી શકે છે:

  1. લાઇસન્સ ખરીદો: મ્યુઝિકનો ઉપયોગ કરવા માટે આગોતરી ફી ચૂકવો અને આવકનો એટલી જ વહેંચણી મેળવો જે મ્યુઝિક વિનાના તમારા કન્ટેન્ટ પર લાગુ થાય છે.
  2. આવકની વહેંચણી: ટ્રૅકના અધિકાર ધારકો સાથે વીડિયોની આવકની વહેંચણી કરો.
દરેક ટ્રૅક મુજબ ઉપયોગના વિકલ્પો અલગ-અલગ હોઈ શકે છે. નોંધ કરશો કે તમને હજી પણ કેટલાક ટ્રૅક જોવા મળી શકે છે, જે લાઇસન્સ આપવા અથવા આવકની વહેંચણી માટે ઉપલબ્ધ નથી. જો તમે તેમાંથી કોઈ એક ટ્રૅકનો ઉપયોગ કરવાનું પસંદ કરો, તો તમારા વીડિયો માટે Content IDનો દાવો અથવા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી મળી શકે છે.
કેટલાક ટ્રૅક માટે ડાઉનલોડ પ્રીવ્યૂ કરવાનો વિકલ્પ શા માટે નથી?

હાલમાં અમે Creator Musicમાંથી માત્ર લાઇસન્સ ખરીદવાયોગ્ય ટ્રૅક ડાઉનલોડ કરવાની જ મંજૂરી આપીએ છીએ.

આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા ટ્રૅક માટે, તમારે Creator Musicની બહાર ટ્રૅક ડાઉનલોડ કરવા માટેનો સૉર્સ શોધવો જરૂરી રહેશે.

શું હું મારા લાઇવ સ્ટ્રીમ પર Creator Musicનો ઉપયોગ કરી શકું?
હાલમાં, Creator Music લાઇવ કન્ટેન્ટ માટે લાઇસન્સ આપવાને સપોર્ટ કરતું નથી.
મારી પાસે હજી સુધી Creator Musicનો ઍક્સેસ કેમ નથી?
અમે ધીમે ધીમે યુએસમાં YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)ના નિર્માતાઓ માટે આ સુવિધા સાર્વજનિક રીતે રિલીઝ કરી રહ્યાં છીએ અને પછીથી યુએસની બહારના YPP નિર્માતાઓ માટે સુવિધાઓનું વિસ્તરણ કરવાનું આયોજન કરી રહ્યાં છીએ.
હું YPPમાં શામેલ નથી, શું હું Creator Musicનો ઍક્સેસ મેળવી શકું?
અમે સમયાંતરે વધુ વપરાશકર્તાઓ માટે Creator Musicનું ધીમે ધીમે વિસ્તરણ કરી રહ્યાં છીએ અને તમામ નિર્માતાઓને મ્યુઝિક સંબંધિત નવી સુવિધાઓ પ્રદાન કરવા માટે કામ કરી રહ્યાં છીએ. હાલ પૂરતું, માત્ર YPPમાં શામેલ નિર્માતાઓ જ લાઇસન્સ ખરીદી શકે છે.
ઑડિયો લાઇબ્રેરી ક્યાં જતી રહી?
જો તમારી પાસે Creator Musicનો ઍક્સેસ હોય, તો અમે YouTube ઑડિયો લાઇબ્રેરીના તમામ ગીતો ઉમેર્યા છે, જેથી તમે તમારી જરૂરિયાતના બધા સાઉન્ડટ્રૅક એક જ જગ્યાએ શોધી શકો. હાલ પૂરતું, શૈલીઓ વિભાગ હેઠળ અગાઉનું સાઉન્ડ ઇફેક્ટ ટૅબ જોવા મળી શકે છે. YouTube ઑડિયો લાઇબ્રેરીમાં અગાઉ સાચવેલા ગીતો Creator Musicના હોમપેજ પર સૌથી નીચેના ભાગમાં ઑડિયો લાઇબ્રેરી પર પાછા જાઓ પર ક્લિક કરીને ઍક્સેસ કરી શકાય છે.
મને Creator Musicમાં ગીત મળતું નથી. તેનો અર્થ શું થાય?
જો તમે Creator Musicમાં શોધો છે તે ટ્રૅક તમને ન મળી શકે અને તમે તેનો ઉપયોગ તમારા વીડિયોમાં કરવા માગતા હો, તો આનો સંભવિત અર્થ એ છે કે એ ટ્રૅક લાઇસન્સ આપવા અથવા આવકની વહેંચણી માટે ઉપલબ્ધ નથી. પરિણામે, જો તમે એવા ટ્રૅકનો ઉપયોગ કરવાનું પસંદ કરો જેનો ઉપયોગ કરવાના અધિકારો તમારી પાસે નથી, તો તમને તમારા વીડિયો પર Content IDનો દાવો અથવા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી મળવાનું જોખમ રહે છે.
મેં ઉપયોગમાં લીધેલા ગીત કરતાં અલગ ગીત માટે મને Content IDનો દાવો મળ્યો છે. હું શું કરી શકું?
જો તમે માનતા હો કે તમને મળેલો Content IDનો દાવો ખોટો છે, તો તમે દાવા માટે મતભેદની જાણ કરી શકો છો.

શા માટે મારો વીડિયો રશિયા અથવા બેલારુસમાં બ્લૉક કરવામાં આવ્યો છે?

મ્યુઝિકના કેટલાક અધિકાર ધારકો રશિયા અને બેલારુસ સહિત અમુક પ્રદેશોમાં તેમના ટ્રૅકને બ્લૉક કરવાનું કદાચ પસંદ કરી શકે છે.

લાઇસન્સ સંબંધિત સામાન્ય પ્રશ્નો

લાઇસન્સ એટલે શું?
લાઇસન્સ કોઈ વ્યક્તિને એવા કન્ટેન્ટનો ઉપયોગ કરવાની કાનૂની પરવાનગી આપે છે કે જેના અધિકારોની માલિકી અન્ય લોકો પાસે છે. Creator Music વડે, અમે YouTube પર આ અધિકાર ધારકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની પ્રક્રિયાને સ્ટ્રીમલાઇન કરી છે. અમારા સહાયતા કેન્દ્રમાં લાઇસન્સ આપવા વિશે વધુ જાણો.
હું લાઇસન્સ માટે ક્યારે ચુકવણી કરું?
તમે સીધા Creator Music અપફ્રન્ટમાં અથવા જ્યારે તમે Creator Musicના ટ્રૅકનો ઉપયોગ કરતો વીડિયો અપલોડ કરો, ત્યારે લાઇસન્સ માટે ચુકવણી કરી શકો છો. ટ્રૅકના લાઇસન્સ આપવા વિશે વધુ જાણો.
જો હું લાઇસન્સ ખરીદું, તો શું તેનો અર્થ એ છે કે હવે મારી પાસે મ્યુઝિકની માલિકી છે?
ના, જો તમે લાઇસન્સ ખરીદો, તો તેનો અર્થ એ નથી કે તમારી પાસે મ્યુઝિકની માલિકી છે. તેનો અર્થ એ છે કે તમે મ્યુઝિકનો ઉપયોગ કરવાની પરવાનગી ખરીદી રહ્યાં છો. ખાસ કરીને, તમે એક જ વખત ઉપયોગ કરી શકાતું સિંક્રોનાઇઝેશન (અથવા "સિંક") લાઇસન્સ ખરીદી રહ્યાં છો જે તમને લાઇસન્સના નિયમો અને શરતોને આધીન રહીને, તમે જે મ્યુઝિકનું લાઇસન્સ મેળવી રહ્યાં છો તેની સાથે વીડિયોને સિંક કરવાની મંજૂરી આપે છે.
લાઇસન્સની કિંમતો કેવી રીતે નક્કી કરવામાં આવે છે? શું કિંમતોમાં ફેરફાર થઈ શકે છે?

ટ્રૅકના અધિકારોની માલિકી ધરાવતા મ્યુઝિક પાર્ટનર લાઇસન્સની શરતો અને કિંમતો સેટ કરે છે. ધ્યાનમાં રાખો કે કેટલાક ટ્રૅકની કિંમત બધા નિર્માતાઓ માટે એકસરખી સેટ કરેલી હોય છે, જ્યારે અન્ય ટ્રૅકની કિંમત તમારી ચૅનલના કદના આધારે કસ્ટમાઇઝ કરેલી હોઈ શકે છે.

એકવાર તમે લાઇસન્સ ખરીદો, તે પછી લાઇસન્સની અવધિ દરમિયાન કિંમતમાં ફેરફારોની તેને કોઈ અસર થશે નહીં.

જો લાઇસન્સની કિંમતમાં ફેરફાર થાય, તો શું તે મારી અગાઉની ખરીદીને અસર કરે છે?
લાઇસન્સની કિંમતમાં કોઈપણ ફેરફાર લાઇસન્સની તમારી અગાઉની ખરીદીઓ અને ઉપયોગને અસર કરશે નહીં.
જો હું લાઇસન્સ ન ખરીદું, પણ તેમ છતાં મારા વીડિયોમાં ટ્રૅકનો ઉપયોગ કરું તો શું થાય?
Creator Musicમાંના કેટલાક લાઇસન્સ ખરીદવાયોગ્ય ગીતો આવકની વહેંચણી માટે ઉપલબ્ધ છે. આનો અર્થ એ છે કે વીડિયોની આવક તમારા અને ગીતના અધિકાર ધારકો વચ્ચે વિભાજિત કરવામાં આવશે.
અન્ય ગીતો કે જે લાઇસન્સ આપવા અથવા આવકની વહેંચણી માટે ઉપલબ્ધ નથી, તેના પરિણામે તમારા વીડિયો પર Content IDનો દાવો અથવા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી મળી શકે છે જે તમને કમાણી કરવાથી સંપૂર્ણપણે અટકાવે છે.
આપેલા ટ્રૅક પર કઈ શરતો લાગુ થાય છે, તે જોવા માટે, Creator Musicમાં તમે ઉપયોગની વિગતો ચેક કરી શકો છો.
જો હું લાઇસન્સ ખરીદું, તો શું હું એકથી વધુ વીડિયોમાં લાઇસન્સવાળા ટ્રૅકનો ઉપયોગ કરી શકું?
અમે હાલમાં માત્ર એક વખત ઉપયોગ કરી શકાતા લાઇસન્સને સપોર્ટ કરીએ છીએ. આનો અર્થ એ છે કે જો તમે ટ્રૅક માટે લાઇસન્સ ખરીદ્યું હોય, તો તમે તે ટ્રૅકનો ઉપયોગ માત્ર એક જ વીડિયોમાં કરી શકો છો. જો તમે એ જ ટ્રૅકનો એકથી વધુ વીડિયોમાં ઉપયોગ કરવા માગતા હો, તો તમારે દરેક વીડિયો માટે લાઇસન્સ ખરીદવું પડશે.
શું હું એક જ વીડિયોમાં લાઇસન્સવાળા એકથી વધુ ટ્રૅકનો ઉપયોગ કરી શકું?
હા! વીડિયોમાં ઉમેરી શકાય તેવા લાઇસન્સની સંખ્યાની કોઈ મર્યાદા નથી. ધ્યાનમાં રાખો કે કમાણી કરવા યોગ્ય બનવા માટે, તમારે વીડિયોમાંના તમામ કન્ટેન્ટના આવશ્યક અધિકારો મેળવવા જરૂરી છે.
શું હું YouTube ઉપરાંત અન્ય પ્લૅટફૉર્મ પર Creator Musicના લાઇસન્સવાળા ટ્રૅકનો ઉપયોગ કરી શકું?
ના, જો તમે Creator Musicમાંથી કોઈ ટ્રૅકનું લાઇસન્સ મેળવો, તો તમે YouTube પર અપલોડ કરેલા વીડિયોમાં જ તે ટ્રૅકનો ઉપયોગ કરી શકો છો. Creator Musicના ઉપયોગની વિગતો વિશે વધુ જાણો.
જ્યારે લાઇસન્સની સમયસીમા સમાપ્ત થાય, ત્યારે વીડિયોનું શું થાય છે?
તમે કદાચ તમારું લાઇસન્સ રિન્યૂ કરી શકશો. જો તમે લાઇસન્સ રિન્યૂ ન કરો, તો મ્યુઝિકના ઉપયોગની શરતો પાછી ડિફૉલ્ટ શરતો પર જઈ શકે છે (જો ટ્રૅક આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતો હોય તો).
અન્યથા, વીડિયો માટે કમાણી કરવાની પ્રક્રિયા અથવા દૃશ્યતા સંબંધિત પ્રતિબંધો હોઈ શકે છે કારણ કે એકવાર વીડિયોમાંનો ટ્રૅક લાઇસન્સ વિનાનો થઈ જાય કે આવકની વહેંચણી કરવાનું બંધ કરે, એટલે તેના માટે Content IDનો દાવો અથવા કૉપિરાઇટ કાઢી નાખવાની વિનંતી મળવાનું જોખમ હોઈ શકે છે.
મેં ખરીદેલા લાઇસન્સ માટે હું રિફંડની વિનંતી કેવી રીતે કરી શકું?

તમે YouTube Studioમાં Creator Music લાઇબ્રેરી પેજ પરથી સીધા Creator Musicના લાઇસન્સ માટે રિફંડની વિનંતી કરી શકો છો. રિફંડની વિનંતી કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, Creator Music પસંદ કરો.
  3. તમારી લાઇબ્રેરી ટૅબ પસંદ કરો.
  4. તમને જે લાઇસન્સવાળા ટ્રૅક માટે રિફંડ જોઈએ છે, તેને શોધો.
    • (વૈકલ્પિક) માત્ર તમારા લાઇસન્સવાળા ટ્રૅક જોવા માટે, પેજમાં સૌથી ઉપર લાઇસન્સવાળા પર ક્લિક કરો.
  5. ટ્રૅકની પંક્તિમાં, "વધુ ક્રિયાઓ" '' અને પછી રિફંડની વિનંતી કરો પર ક્લિક કરો.
  6. રિફંડની વિનંતીનું ફોર્મ પૂરું ભરો.

તમે તમારી રિફંડની વિનંતિનું ફોર્મ સબમિટ કરો, તે પછી જો Creator Musicની રિફંડ પૉલિસી અંતર્ગત વિનંતી રિફંડની યોગ્યતા ધરાવતી હશે, તો અમારી સપોર્ટ ટીમ તમારા માટે રિફંડની પ્રક્રિયા કરશે. રિફંડ પૉલિસીનો રિવ્યૂ કરવા માટે, Creator Musicની સેવાની શરતોના "રદ્દીકરણ અને રિફંડ" વિભાગ પર જાઓ.

આવકની વહેંચણી સંબંધિત સામાન્ય પ્રશ્નો

હું આવકની વહેંચણી કરવા માટે ક્યારે યોગ્ય બનું છું?
  • જ્યારે તમને ટ્રૅકની બાજુમાં આવકની વહેંચણી કરો આઇકન જોવા મળે
    • તમે કોઈપણ અવધિના વીડિયોમાં ટ્રૅકના ગમે તેટલા ભાગનો ઉપયોગ કરી શકો છો.
  • જો ટ્રૅક લાઇસન્સ ખરીદવાયોગ્ય હોય, પણ તમે લાઇસન્સ ખરીદવા ન માગતા હો, તો
    • તમે ટ્રૅકના જેટલા ભાગનો ઉપયોગ કર્યો છે, તેની અવધિ 3 મિનિટ કરતાં લાંબા વીડિયોમાં 30 સેકન્ડ કરતાં ઓછી હોવી જરૂરી છે.
આવકની વહેંચણીનો ગુણોત્તર શું છે?

Creator Music વડે, જો લાંબો વીડિયો આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા ટ્રૅકનો ઉપયોગ કરે, તો નીચેના ઉદાહરણોમાં બતાવ્યા પ્રમાણે મ્યુઝિકના અધિકારો મેળવવાની કિંમતોને આવરી લેવા માટે, આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની ગોઠવણ કરવામાં આવે છે. આ આના પર આધાર રાખે છે:

  • ઉપયોગમાં લીધેલા ટ્રૅકની સંખ્યા: નિર્માતા તેમના વીડિયોમાં આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા કેટલા ટ્રૅકનો ઉપયોગ કરે છે (નીચે ઉદાહરણો જુઓ).
  • મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો: કાર્યપ્રદર્શનના અધિકારો જેવા મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતોને આવરી લેવા માટે કપાત. આ કપાત 5% સુધીની હોઈ શકે છે અને તે Creator Musicના, આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવતા તમામ ટ્રૅકમાં મ્યુઝિકના આ વધારાના અધિકારોની મિશ્રિત કિંમત દર્શાવશે.
આવકની વહેંચણીની ગણતરીના ઉદાહરણો

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સાની અડધી રકમ (27.5%) કમાય છે. ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2.5%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 25%ની કમાણી કરશે (27.5% - 2.5%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 2 27.5%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 25%

ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ

ઉદાહરણ: નિર્માતા તેમના લાંબા વીડિયોમાં આવકની વહેંચણી કરતા 2 ટ્રૅકનો અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ કરે છે અને આવકની વહેંચણીના સ્ટૅન્ડર્ડ 55% હિસ્સામાંથી 1/3 કમાય છે (18.33%). ઉદાહરણ તરીકે, મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો માટે 2%ની કપાત કરવામાં આવી શકે છે.

આ વીડિયો માટે, નિર્માતા કુલ આવકના 16.33%ની કમાણી કરશે (18.33% - 2%).

 
ઉદાહરણ: આવકની વહેંચણી કરતા 2 ટ્રૅક અને લાઇસન્સવાળા 1 ટ્રૅકનો ઉપયોગ
ઉદાહરણ આવકની વહેંચણી: 55% ÷ 3 18.33%
ઉદાહરણ મ્યુઝિકના વધારાના અધિકારોની કિંમતો - 2.5%
ઉદાહરણ કુલ આવક 15.83%
શા માટે મારો વીડિયો આવકની વહેંચણી કરતો નથી?
તમારો વીડિયો કદાચ આવકની વહેંચણી ન કરતો હોય, તેના કેટલાક કારણો છે:
  • Content ID તમારી વીડિયોમાં આવકની વહેંચણીની યોગ્યતા ધરાવતો ટ્રૅક શોધી શક્યું નથી. જો ટ્રૅકને Content ID દ્વારા આવકની વહેંચણી માટે યોગ્ય તરીકે પછીથી ઓળખવામાં આવે, તો તે સમયે તમારા વીડિયોની આવકની વહેંચણીનો વિકલ્પ ચાલુ કરવામાં આવશે.
  • તમે તમારો વીડિયો અપલોડ કર્યો, તે પછી અધિકાર ધારક(કો)એ ટ્રૅક માટે આવકની વહેંચણીનો વિકલ્પ બંધ કર્યો હોય એવું બની શકે છે.
  • ખરીદી માટે લાઇસન્સ ઉપલબ્ધ છે, પણ 3 મિનિટ કરતાં લાંબા વીડિયોમાં તમે ટ્રૅકના જેટલા ભાગનો ઉપયોગ કર્યો છે, તે 30 સેકન્ડ કરતાં ઓછો નથી.
  • તમારો વીડિયો આવકની વહેંચણી માટેની યોગ્યતા ન ધરાવતા, ત્રીજા પક્ષના અન્ય કન્ટેન્ટ માટે Content IDનો દાવો ધરાવે છે. Content IDના દાવાનું નિરાકરણ કરવાના તમારા વિકલ્પો વિશે જાણો.
શું મેં પહેલેથી અપલોડ કરેલા વીડિયો આવકની વહેંચણી માટે યોગ્યતા ધરાવે છે?
ના, તમે Creator Musicનો ઍક્સેસ મેળવો, માત્ર તે પછી પબ્લિશ કરેલા વીડિયો પર જ લાઇસન્સ/આવકની વહેંચણી લાગુ થશે. તે પૂર્વવર્તી ધોરણે લાગુ થશે નહીં.
શું Creator Musicની આવકની વહેંચણી એ Shortsની આવકની વહેંચણીથી અલગ છે?
હા, તેઓ અલગ છે. Shortsની આવકની વહેંચણી નિર્માતાઓને તેમના Shorts અપલોડ માટે આવકની વહેંચણીના અમુક % મેળવવાની મંજૂરી આપે છે. જ્યારે નિર્માતાઓ તેમના લાંબા વીડિયોમાં યોગ્યતા ધરાવતા મ્યુઝિકનો ઉપયોગ કરે, ત્યારે Creator Musicની આવકની વહેંચણી નિર્માતાઓને મ્યુઝિકના અધિકાર ધારકો સાથે આવકની વહેંચણી કરવાની મંજૂરી આપે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16786445490728428434
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false