ચૂંટણીઓ વિશેની ખોટી માહિતી સંબંધિત પૉલિસીઓ

2 જૂન, 2023ના રોજ, અમે આ પૉલિસી યુએસના અગાઉના ચૂંટણી પરિણામો પર કેવી રીતે લાગુ થાય છે તે અપડેટ કર્યું. અમારા બ્લૉગમાં વધુ જાણો.

અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ ધરાવતા ભ્રામક અથવા છેતરામણી કરતા હોય એવા અમુક પ્રકારના કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. આમાં વાસ્તવિક રીતે લોકોને નુકસાન પહોંચાડવાનું કારણ બની શકે એવી અમુક ખોટા પ્રકારની માહિતીનો સમાવેશ હોય છે, જેમ કે ટેક્નિકલ રીતે ફેરફાર કરીને તૈયાર કરેલું કન્ટેન્ટ અને લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં વિક્ષેપ પાડતું હોય એવું કન્ટેન્ટ.

ચૂંટણીની ખોટી માહિતી સંબંધિત પૉલિસી: YouTube સમુદાયના દિશાનિર્દેશો

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એક જ ચૅનલના એકથી વધારે વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીઓનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

આ પૉલિસીઓ સ્વતંત્ર અને ન્યાયી લોકશાહી ચૂંટણીઓ સંબંધિત અમુક કન્ટેન્ટ પ્રકારોને પ્રતિબંધિત કરે છે. ચૂંટણીઓ સંબંધિત કન્ટેન્ટ નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • મતદાતાઓની સંખ્યા ઘટાડવી: એવું કન્ટેન્ટ કે જેનો હેતુ મતદાતાઓને મતદાનના સમય, સ્થળ, માધ્યમ અથવા પાત્રતાની જરૂરિયાતો વિશે ગેરમાર્ગે દોરવાનો હોય અથવા એવા ખોટા દાવા કરતું હોય કે જે અર્થપૂર્ણ રીતે મતદાનનો ઉત્સાહ ભંગ કરી શકે.
  • ઉમેદવારની પાત્રતા: એવું કન્ટેન્ટ જે ફરજ બજાવવા માટે વર્તમાન રાજકીય ઉમેદવારો અને વર્તમાનમાં ચૂંટાયેલા સરકારી અધિકારીઓ માટે ટેક્નિકલ પાત્રતાની જરૂરિયાતોથી સંબંધિત અફવાઓ ફેલાવતું હોય. ધ્યાનમાં લેવામાં આવતી પાત્રતાની જરૂરિયાતો લાગુ પડતા રાષ્ટ્રીય કાયદા પર આધારિત હોય છે અને તેમાં ઉંમર, નાગરિકતા કે હયાતીના સ્ટેટસનો સમાવેશ થાય છે.
  • લોકશાહી પ્રક્રિયાઓમાં વિક્ષેપ પાડવા માટે ઉશ્કેરવું: કન્ટેન્ટ કે જે લોકશાહીની પ્રક્રિયાઓમાં વિક્ષેપ પાડવાનું પ્રોત્સાહન આપતું હોય. આમાં મતદાનની પ્રક્રિયાઓમાં વિક્ષેપ પાડવો અથવા ખલેલ પહોંચાડવી શામેલ છે.
  • ચૂંટણીની સંપૂર્ણતા: જે એવી અફવા ફેલાવતું હોય કે અગાઉની અમુક ચૂંટણીઓમાં સરકારના મુખ્યાધિકારીઓની નિમણૂક કરવામાં વ્યાપક કપટ, ભૂલો અથવા ટેક્નિકલ સમસ્યાઓ રહી છે, એવા કન્ટેન્ટને મંજૂરી આપવામાં આવતી નથી. અથવા કન્ટેન્ટ કે જે દાવો કરતું હોય કે તે ચૂંટણીઓના પ્રમાણિત પરિણામો ખોટા હતા. આ પૉલિસી હાલમાં આના પર લાગુ થાય છે:
    • 2021ની જર્મન ફેડરલની ચૂંટણી
    • 2014, 2018 અને 2022ની બ્રાઝિલની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીઓ

ધ્યાનમાં રાખો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

ઉદાહરણો

નીચે જણાવેલા પ્રકારના કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. આ સંપૂર્ણ સૂચિ નથી.

મતદાતાઓની સંખ્યા ઘટાડવી
  • મતદાતાઓને એવું કહેવું કે તેઓ કોઈ ચોક્કસ નંબર પર તેમનો મત ટેક્સ્ટ કરવા જેવી ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરીને મત આપી શકે છે.
  • મતદાતાની પાત્રતાની જરૂરિયાતો વિશે ખોટા માપદંડો આપવા જેવા કે ચોક્કસ ચૂંટણીમાં ફક્ત 50 વર્ષથી વધુ ઉંમરના લોકો જ મતદાન કરી શકે છે.
  • દર્શકોને ખોટી મતદાન તારીખ કહેવી.
  • એવો દાવો કરવામાં આવે કે ટપાલ દ્વારા મત આપવાના પરબીડિયા પરથી ખબર પડે છે કે મતદાતા કયા રાજકીય પક્ષને સમર્થન આપે છે.
  • ખોટા દાવા કે અગાઉની ચૂંટણીઓના પરિણામો એવા લોકોના મતો દ્વારા નક્કી થયા હતા કે જેઓ દેશના નાગરિક નથી.
  • ખોટા દાવા કે વ્યક્તિનો મત બદલવા માટે અગાઉની ચૂંટણીમાં બ્રાઝિલિયન વોટિંગ મશીન હૅક કરવામાં આવ્યું હતું.
ઉમેદવારની યોગ્યતા
  • દાવો કરવો કે ઉમેદવાર અથવા વર્તમાન સરકારી અધિકારી તે દેશ/પ્રદેશમાં હોદ્દો ધરાવવા માટેની ઉંમર સંબંધિત આવશ્યકતા વિશેની ખોટી માહિતીના આધારે ત્યાં હોદ્દો ધરાવવા માટે યોગ્ય નથી.
  • દાવો કરવો કે ઉમેદવાર અથવા વર્તમાન સરકારી અધિકારી તે દેશ/પ્રદેશમાં હોદ્દો ધરાવવા માટેના નાગરિકતાના સ્ટેટસ વિશેની ખોટી માહિતીના આધારે ત્યાં હોદ્દો ધરાવવા માટે યોગ્ય નથી.
  • દાવો કરવો કે ઉમેદવાર અથવા વર્તમાન સરકારી અધિકારી એવા ખોટા દાવાના આધારે અયોગ્ય છે કે તે મૃત વ્યક્તિ છે, પર્યાપ્ત ઉંમરના નથી અથવા પાત્રતાની જરૂરિયાતો અનુસાર નથી.
લોકશાહીની પ્રક્રિયાઓમાં દખલ કરવા માટે ઉશ્કેરવું
  • અન્ય લોકો માટે મત આપવાનું વધુ મુશ્કેલ બનાવવાના હેતુસર દર્શકોને મતદાનની કતારો લંબાવવાનું કહેવામાં આવતું હોય.
  • ચૂંટણીઓના પરિણામો જાહેર કરવામાં વિલંબ કરવા માટે, દર્શકોને સરકારી વેબસાઇટ હૅક કરવાનું કહેવામાં આવતું હોય.
  • દર્શકોને મતદાનને રોકવા માટે મતદાનના લોકેશન પર ચૂંટણી અધિકારીઓ, મતદારો, ઉમેદવારો અથવા અન્ય વ્યક્તિઓ સાથે હાથાપાઈ કરવા માટે ઉત્તેજન આપવા કહેવું.
ચૂંટણીની સંપૂર્ણતા
  • કન્ટેન્ટ કે જે એવી અફવાઓ ફેલાવતું હોય કે વ્યાપક કપટ, ભૂલ અથવા ટેક્નિકલ ખામીઓને લીધે જર્મન સંસદીય (બન્ડસ્ટેગ) ચૂંટણીઓનું પરિણામ બદલાઈ ગયું હતું, નવી સરકારના ગઠન અથવા આગામી જર્મન ચાન્સલરની ચૂંટણી અને નિમણૂક ગેરકાયદેસર છે.
  • ખોટો દાવો કરવામાં આવતો હોય કે વ્યાપક કપટ, ભૂલ અથવા ટેક્નિકલ ખામીઓને લીધે 2018ની બ્રાઝિલની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના પરિણામમાં ફેરફાર થયો છે.  

શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક કન્ટેન્ટ

કેટલીક વખત, કન્ટેન્ટ કે જેના દ્વારા આ પૉલિસીનું ઉલ્લંઘન થયું હશે તો પણ તે વીડિયો, ઑડિયો, શીર્ષક અથવા વર્ણનમાં શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા અને કલાત્મક (EDSA) સંદર્ભ ધરાવતું હોવાથી YouTube પર રહી શકે છે. આ ખોટી માહિતીનો પ્રચાર કરવા માટેનો પરવાનો નથી. વધારાના સંદર્ભમાં પ્રતિકારી અભિપ્રાયોનો અથવા જો કન્ટેન્ટ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી ખોટી માહિતીની નિંદા, વિવાદ કે વ્યંગ કરવાનો હોય, તો તેનો સમાવેશ હોઈ શકે છે. YouTube EDSA કન્ટેન્ટનું મૂલ્યાંકન કેવી રીતે કરે છે તે વિશે જાણો.

સંબંધિત પૉલિસીઓ

ચૂંટણી-સંબંધિત કન્ટેન્ટ સમુદાયના અન્ય દિશાનિર્દેશોને પણ આધીન છે. આમાં શામેલ હોઈ શકે છે, ઉદાહરણ તરીકે:

  • ચૂંટણી કાર્યકરો, ઉમેદવારો અથવા મતદારો જેવી વ્યક્તિઓને ધમકી આપતા કન્ટેન્ટને અમારી ઉત્પીડન અને સાઇબર ધમકીઓ સંબંધિત પૉલિસીઓ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી.
  • જેમાં સામાન્ય રીતે સંદર્ભ ન હોય તેવી ક્લિપ લેવા ઉપરાંત - વપરાશકર્તાઓ ગેરમાર્ગે દોરાય તે રીતે ટેક્નિકલ રીતે ચેડાં કે ફેરફારો કરવામાં આવ્યા હોય - અને જે અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ ઊભું કરી શકતું હોય તેવા કન્ટેન્ટને અમારી ખોટી માહિતી સંબંધિત પૉલિસીઓ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે, કોઈ સાર્વજનિક કાર્યાલયના ઉમેદવારને ખોટી રીતે એવો દાવો કરતા બતાવે કે તેઓ સ્પર્ધામાંથી બહાર નીકળી રહ્યાં છે, તેવી ટેક્નિકલ રીતે ચેડાં કરીને બનાવવામાં આવેલી ફૂટેજ.
  • અગાઉની ઘટનાનો ફૂટેજ વર્તમાન ઘટનાનો હોવાનો ખોટો દાવો કરીને, અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ ઊભું કરતા કન્ટેન્ટને અમારી ખોટી માહિતી સંબંધિત પૉલિસીઓ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. ઉદાહરણ તરીકે, એક રાજકીય વડાને કોઈ હિંસક લડાઈ માફ કરતા બતાવતો વીડિયો, જે તેમણે અથવા તેણીએ વાસ્તવમાં ક્યારેય માફ કરી ન હોય.
  • અન્ય લોકોને હિંસક કૃત્યો કરવા પ્રોત્સાહિત કરતું કન્ટેન્ટ, જેમાં ચૂંટણી કાર્યકરો, ઉમેદવારો અથવા મતદારોને લક્ષ્યમાં રાખીને કરવામાં આવતા હિંસક કૃત્યોનો સમાવેશ થાય છે, તેવા કન્ટેન્ટને અમારી હિંસક અથવા ગ્રાફિક કન્ટેન્ટ સંબંધિત પૉલિસીઓ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી.
  • ચોક્કસ વિશેષતાના આધારે વ્યક્તિ અથવા ગ્રૂપ વિરુદ્ધ હિંસા અથવા નફરતને પ્રોત્સાહન આપતા કન્ટેન્ટને અમારી દ્વેષયુક્ત ભાષણ સંબંધિત પૉલિસીઓ હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી. આમાં, ઉદાહરણ તરીકે, એવા કન્ટેન્ટનો સમાવેશ થાય છે જે રાજકીય રૅલીમાં ભાગ લેનાર વ્યક્તિને રેસ, ધર્મ અથવા જાતીય અભિગમ જેવી સંરક્ષિત વિશેષતાના આધારે અમાનવીય વ્યવહાર કરતા બતાવતું હોય.
  • કોઈ વ્યક્તિ અથવા ચૅનલ જેમ કે રાજકારણી ઉમેદવાર અથવા તેમના રાજકીય પક્ષ હોવાનો ઢોંગ કરવાના હેતુથી બનાવેલા કન્ટેન્ટને અમારી ઢોંગ સંબંધિત પૉલિસી હેઠળ મંજૂરી આપવામાં આવતી નથી.
  • અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરી શકે તેવા મટિરિયલની લિંક ધરાવતા અને અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ ધરાવતું કન્ટેન્ટ જેમ કે ચૂંટણી સંબંધિત ગેરમાર્ગે દોરતું કે છેતરામણું કન્ટેન્ટ, સંરક્ષિત ગ્રૂપને લક્ષ્યમાં રાખીને કરેલું દ્વેષયુક્ત ભાષણ, અથવા ચૂંટણી કાર્યકરો, ઉમેદવારો કે મતદારોને લક્ષ્યમાં રાખીને કરેલું ઉત્પીડન. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ લિંક શેરિંગના અન્ય સ્વરૂપોનો સમાવેશ થઈ શકે છે.

યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં. જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા પણ લાગુ થાય છે. કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ થઈ શકે છે.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9775036312958618489
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false