ખોટી માહિતી સંબંધિત પૉલિસીઓ

ગંભીર નુકસાનનું ગંભીર જોખમ ધરાવતા ભ્રામક અથવા છેતરામણી કરતા હોય એવા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. આમાં વાસ્તવિક રીતે લોકોને નુકસાન પહોંચાડવાનું કારણ બની શકે એવી અમુક ખોટા પ્રકારની માહિતી, ટેક્નિકલ રીતે ચેડાં કરીને તૈયાર કરેલું કન્ટેન્ટ અથવા લોકતાંત્રિક પ્રક્રિયાઓમાં વિક્ષેપ પાડે એવા કન્ટેન્ટનો સમાવેશ હોય છે.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એકથી વધારે વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીઓનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

નીચે આપેલા કોઈપણ વર્ણન સાથે જો તે કન્ટેન્ટ બંધબેસતું હોય, તો તેને YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • લોકોને જનગણનામાં ભાગ ન લેવા દબાણ કરતું કન્ટેન્ટ: જનગણનામાં ભાગ લેનારા લોકોને સમય, સ્થાન, માધ્યમો કે પાત્રતાની જરૂરિયાતો વિશે ભ્રમિત કરવાનો હેતુ ધરાવતું કન્ટેન્ટ અથવા ખોટા દાવા કરતું હોય એવું કન્ટેન્ટ કે જેનાથી જનગણનામાં ભાગ લેનારા લોકોનો અર્થપૂર્ણ રીતે ઉત્સાહ ભંગ થઈ શકે.
  • ગેરમાર્ગે દોરતું કન્ટેન્ટ:કન્ટેન્ટ જેમાં (સામાન્ય રેટે સંદર્ભ ન હોય તેવી ક્લિપ લેવા ઉપરાંત) વપરાશકર્તાઓ ગેરમાર્ગે દોરાય તે રીતે ટેક્નિકલ રીતે ચેડાં કે ફેરફારો કરવામાં આવ્યા હોય અને જે અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ ઊભું કરી શકતું હોય.
  • ખોટી વિશેષતા દર્શાવતું કન્ટેન્ટ: કન્ટેન્ટ કે જે અગાઉની ઘટનાનો જૂનો ફૂટેજ વર્તમાન ઘટનાનો હોવાનો ખોટો દાવો કરીને, અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ ઊભું કરી શકતું હોય.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

જનગણનામાં ભાગ લેનારા લોકોની સંખ્યા ઘટાડવી
  • જનગણનામાં ભાગ લેવા વિશે ખોટી સૂચનાઓ આપતું હોય.
  • પ્રત્યુત્તર આપનારના ઇમિગ્રેશન સ્ટેટસની જાણ કાયદા અમલીકરણને કરવામાં આવશે એવો ખોટો દાવો કરીને જનગણનામાં ભાગ લેનારા લોકોનો ઉત્સાહ ભંગ કરતું હોય.
ચેડાં કરાયેલું કન્ટેન્ટ
  • વીડિયોના ખોટી રીતે અનુવાદ કરેલા સબટાઇટલ કે જે ભૌગોલિક રાજકીય તણાવને ભડકાવનારા અને ગંભીર નુકસાનનું ગંભીર જોખમ ઊભું કરતા હોય.
  • એવા વીડિયો કે જેમાં સરકારી અધિકારીનું મૃત્યુ થયું છે એવું બતાવવા માટે (સામાન્ય રીતે સંદર્ભ વિનાની ક્લિપને ઉપયોગમાં લેવા ઉપરાંત) ટેક્નિકલ રીતે ચેડાં કરવામાં આવ્યા હોય.
  • એવું વીડિયો કન્ટેન્ટ કે જેમાં આઘાતજનક ઈજાનું ગંભીર જોખમ ધરાવતી બનાવટી ઘટનાઓની રચના કરવા માટે (સામાન્ય રીતે સંદર્ભ વિનાની ક્લિપને ઉપયોગમાં લેવા ઉપરાંત) ટેક્નિકલ રીતે ચેડાં કરવામાં આવ્યા હોય.
ખોટી વિશેષતા દર્શાવતું કન્ટેન્ટ
  • ચોક્કસ લોકેશનમાં માનવાધિકારનો દુરુપયોગ થયો હોવાના દસ્તાવેજ તરીકે ખોટી રીતે પ્રસ્તુત કરવામાં આવેલું કન્ટેન્ટ કે જે વાસ્તવિક રીતે કોઈ અન્ય લોકેશન અથવા ઘટનાનું કન્ટેન્ટ છે.  
  • આ કન્ટેન્ટ હાલની ઘટનાનું છે એવા ખોટા દાવા સાથે વિરોધ કરનારા પર મિલિટ્રીની કાર્યવાહી બતાવતું કન્ટેન્ટ, જ્યારે બતાવેલો ફૂટેજ વાસ્તવિક રીતે કેટલાક વર્ષ જૂનો હોય છે.

યાદ રાખો કે આ માત્ર થોડા ઉદાહરણો છે અને જો તમને એમ લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીઓનું ઉલ્લંઘન કરી શકે તો તે પોસ્ટ કરશો નહીં. કૃપા કરીને નોંધો કે આ પૉલિસીઓ તમારા કન્ટેન્ટમાં શામેલ બાહ્ય લિંક પર પણ લાગુ થાય છે. આમાં ક્લિક કરી શકાય એવા URL, વીડિયોમાં બોલીને વપરાશકર્તાઓને અન્ય સાઇટ પર જવા માટે કહેવું તેમજ અન્ય સ્વરૂપોનો સમાવેશ છે.

શૈક્ષણિક, દસ્તાવેજી, વૈજ્ઞાનિક અથવા કલાત્મક કન્ટેન્ટ

જો કન્ટેન્ટમાં વીડિયો, ઑડિયો, શીર્ષક અથવા વર્ણનમાં વધારાના સંદર્ભનો સમાવેશ હોય, તો અમે આ પેજ પર જણાવેલી ખોટી માહિતી સંબંધિત પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા હોય એવા કન્ટેન્ટને મંજૂરી આપી શકીએ. આ ખોટી માહિતીનો પ્રચાર કરવા માટેનો પાસ નથી. જો કન્ટેન્ટનો હેતુ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી ખોટી માહિતીની નિંદા, વિવાદ કે વ્યંગ કરવાનો હોય, તો અમે તેને અપવાદો તરીકે ગણી શકીએ.

જ્યાં સુધી ઉપરોક્ત વિષયો ઉપર જણાવેલી કોઈપણ પૉલિસીનું ઉલ્લંઘન ન કરે, ત્યાં સુધી અમે તેના પર અભિપ્રાયની વ્યક્તિગત અભિવ્યક્તિઓને પણ મંજૂરી આપીએ છીએ.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે વેરિફાય ન કરી શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. જો પહેલું ઉલ્લંઘન ન હોય, તો અમે તમારી ચૅનલ વિરુદ્ધ સ્ટ્રાઇક જારી કરી શકીએ. જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ સમાપ્ત થશે. તમે અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે અહીં વધુ જાણી શકો છો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ પૉલિસીના ઉલ્લંઘનના હેતુસર હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને સમાપ્ત પણ કરી શકીએ છીએ. તમે ચૅનલ અથવા એકાઉન્ટને સમાપ્ત કરવા વિશે અહીં વધુ જાણી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6381517015341185132
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false