YouTube કમાણી માટે યુ.એસ. ટૅક્સની આવશ્યકતાઓ

તમે યુ.એસ.માં દર્શકો પાસેથી જે કમાણી કરો છો તેના પર Google યુ.એસ. ટેક્સ વિથ્હોલ્ડ કરે છે, જો તમે પહેલેથી જ AdSenseમાં તમારી યુ.એસ. ટેક્સ માહિતી સબમિટ ન કરી હોય, તો કરો જેથી કરીને Google તમારો સાચો વિથ્હોલ્ડિંગ રેટ નક્કી કરી શકે. જો ટેક્સની માહિતી પૂરી પાડવામાં ન આવે, તો Googleને મહત્તમ દરે વિથ્હોલ્ડ કરવાની જરૂર પડી શકે છે.

Google દ્વારા YouTube પાર્ટનર પ્રોગ્રામ (YPP)માં નિર્માતાઓ પાસેથી ટેક્સ વિશેની માહિતી એકત્ર થાય તે જરૂરી છે. જો કોઈપણ ટૅક્સ કપાત લાગુ થતી હોય, તો Google યુ.એસ.માં દર્શકો પાસેથી જાહેરાત વ્યૂ, YouTube Premium, Super Chat, Super Stickers અને ચૅનલની મેમ્બરશિપમાંથી થતી YouTube કમાણી પરના ટૅક્સને વિથ્હોલ્ડ કરશે.

શા માટે Google યુ.એસ. ટૅક્સ વિથ્હોલ્ડ કરે છે

યુએસ ઇન્ટરનલ રેવન્યૂ કોડના ચૅપ્ટર 3 હેઠળ જ્યારે YouTube પર YPP નિર્માતા યુએસમાં દર્શકો પાસેથી રૉયલ્ટી આવક મેળવે છે ત્યારે ટેક્સ વિશેની માહિતી એકત્ર કરવાની, ટેક્સ વિથ્હોલ્ડ કરવાની અને Internal Revenue Serviceને (યુએસ ટેક્સ ઑથોરિટી, જેને IRS તરીકે પણ ઓળખવામાં આવે છે તેને) જાણ કરવાની જવાબદારી Googleની છે.

નોંધ: YouTube અને Google ટૅક્સની સમસ્યાઓ પર સલાહ આપી શકતા નથી. તમારી ટૅક્સ પરિસ્થિતિને વધુ સારી રીતે સમજવા માટે ટૅક્સ નિષ્ણાતની સલાહ લો.

Googleને ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવી 

YouTube પર તમામ કમાણી કરનારા નિર્માતાઓએ, વિશ્વમાં તેમના લોકેશનને ધ્યાનમાં લીધા વિના, ટેક્સ વિશેની માહિતી આપવી જરૂરી છે. કૃપા કરીને શક્ય હોય તેટલી વહેલી તકે તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરો. જો ટેક્સ વિશેની માહિતી પૂરી પાડવામાં નહીં આવે, તો Google માટે વિશ્વભરમાંની તમારી કુલ કમાણીમાંથી 24% સુધીની કપાત કરવાનું આવશ્યક થઈ શકે છે.

તમે Googleને તમારી યુએસની ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવા માટે નીચેની સૂચનાઓને અનુસરી શકો છો. નોંધ કરો કે તમને દર ત્રણ વર્ષે ટેક્સ વિશેની માહિતી ફરીથી સબમિટ કરવાનું કહેવામાં આવી શકે છે, અને ટેક્સ ફોર્મ સબમિટ કરતી વખતે (IRSની આવશ્યકતાઓને કારણે) માત્ર લેટિન અક્ષરોનો જ ઉપયોગ થઈ શકે છે; અહીં વધુ જાણો

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. Payments અને પછી Paymentsની માહિતી પર ક્લિક કરો.
  3. સેટિંગ મેનેજ કરો પર ક્લિક કરો.
  4. "ચુકવણી પ્રોફાઇલ" સુધી સ્ક્રોલ કરો અને "યુનાઇટેડ સ્ટેટ્સની ટેક્સ વિશેની માહિતી"ની બાજુમાં ફેરફાર કરો ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. ટેક્સ વિશેની માહિતી મેનેજ કરો પર ક્લિક કરો.
  6. આ પેજ પર તમને માર્ગદર્શિકા મળશે, જે તમને તમારી ટેક્સ વિશેની પરિસ્થિતિ માટેનું યોગ્ય ફોર્મ પસંદ કરવામાં સહાય કરશે.
    ટિપ: તમે તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરી દો તે પછી, તમારી ચુકવણી પર લાગુ થઈ શકતા હોય તે ટેક્સ વિથ્હોલ્ડિંગ દર શોધવા માટે તમારી ચુકવણી પ્રોફાઇલનો "યુનાઇટેડ સ્ટેટ્સની ટેક્સ વિશેની માહિતી" વિભાગ ચેક કરવા માટે ઉપરની સૂચનાઓને અનુસરો.

    તમારી અંગત કે વ્યાવસાયિક પરિસ્થિતિઓ બદલાય, તો તમે બધા પ્રકારના ફેરફારો પણ કરી શકશો. જો તમે તમારું સરનામું બદલ્યું હોય, તો તમારું અપડેટ કરેલું કાયમી સરનામું બન્ને વિભાગોમાં એકસમાન હોવાની ખાતરી કરો: "નિવાસનું કાયમી સરનામું" અને "કાનૂની સરનામું". આમ કરવાથી ખાતરી થશે કે તમારા વર્ષાંતના ટેક્સ ફોર્મ (દા.ત., 1099-MISC, 1099-K, 1042-S) સાચા સ્થાને ડિલિવર કરવામાં આવશે. જો તમે યુએસમાં હો, તો તમારે તમારા અપડેટ કરેલા કાનૂની સરનામા સાથે તમારું W-9 ફોર્મ ફરીથી સબમિટ કરવું જરૂરી છે

YouTube માટે AdSenseમાં તમારી ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવા માટે તમને તૈયાર કરવામાં સહાય કરવા માટે, તમારી યુએસ ટેક્સ વિશેની માહિતી Google પર સબમિટ કરવી પર જાઓ. MCN-વિશિષ્ટ માર્ગદર્શન માટે, MCNs અને આનુષંગિક ચૅનલ માટે ટેક્સની આવશ્યકતાઓ પર જાઓ.

યુએસ ટેક્સની આવશ્યકતાઓ ક્યાં લાગુ થાય છે

પ્રત્યેક YPP નિર્માતાએ, વિશ્વમાં તેમના લોકેશનને ધ્યાનમાં લીધા વિના, Googleને યુએસ ટેક્સ વિશેની માહિતી આપવી જરૂરી છે. યુ.એસ.ના ટૅક્સ કાયદા હેઠળ, જો લાગુ પડતું હોય, તો Google ને યુ.એસ.ના દર્શકો પાસેથી તમારી YouTube કમાણીમાંથી ટૅક્સ કાપવાની જરૂર પડે છે. તમારા નિવાસી દેશ, તમે ટૅક્સ સંબંધિત કરારના લાભોનો દાવો કરવા માટે પાત્ર છો કે નહીં અને તમે એક વ્યક્તિગત તરીકે કે વ્યવસાય તરીકે ઓળખ ધરાવો છો, તેના આધારે ટૅક્સ વિથ્હોલ્ડિંગની આવશ્યકતાઓ ભિન્ન હોઈ શકે છે

  • યુએસની બહારના નિર્માતાઓ:  જો તમે યુએસની ટેક્સ વિશેની માહિતી સબમિટ કરો છો, તો તમે યુએસમાં દર્શકો પાસેથી જે કમાણી કરો છો તેના પર વિથ્હોલ્ડિંગ રેટ 0-30%ની વચ્ચે હોય છે અને તમારા દેશનો યુનાઇટેડ સ્ટેટ્સ સાથે ટેક્સ સંબંધિત કરાર ધરાવતો સંબંધ છે કે નહીં તેના પર આધાર રાખે છે. 
  • યુએસના નિર્માતાઓ: જો તમે ટેક્સ વિશેની માન્ય માહિતી આપી હોય, તો Google કમાણી પર ટેક્સ વિથ્હોલ્ડ કરશે નહીં. મોટાભાગના યુએસ નિર્માતાઓએ પહેલેથી જ તેમની યુએસ ટેક્સ વિશેની માહિતી સબમિટ કરી દીધી હોય છે.

મહત્ત્વપૂર્ણ: જો યુએસ ટેક્સ વિશેની કોઈ માહિતી આપવામાં આવી ન હોય, તો Googleને મહત્તમ ટેક્સ રેટનો ઉપયોગ કરીને વિથ્હોલ્ડ કરવાની જરૂર પડી શકે છે. તમારા ટેક્સ રેટનો આધાર તમારા YouTube માટે AdSense એકાઉન્ટના પ્રકાર અને દેશ પર રહેશે:

  • વ્યાવસાયિક પ્રકારના એકાઉન્ટ માટે: જો નાણાં મેળવનાર યુએસની બહાર હોય, તો ડિફૉલ્ટ વિથ્હોલ્ડિંગ રેટ યુએસમાંથી થતી કમાણીનો 30% હશે. યુએસમાંના વ્યવસાય વિશ્વભરમાં કરેલી કુલ કમાણી પર 24% વિથ્હોલ્ડિંગને પાત્ર રહેશે.
  • વ્યક્તિગત એકાઉન્ટના પ્રકાર માટે: બૅકઅપ વિથ્હોલ્ડિંગ લાગુ થશે અને વિશ્વભરની કુલ કમાણીના 24% વિથ્હોલ્ડ કરી દેવામાં આવશે.

એકવાર YouTube માટે AdSenseમાં યુએસ ટેક્સ વિશેની માન્ય માહિતી આપવામાં આવે તે પછી આ વિથ્હોલ્ડિંગ રેટની આગામી ચુકવણી સાઇકલમાં ગોઠવણ કરવામાં આવશે. તમારું AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટ કયા પ્રકારનું છે તે નક્કી કરવા માટે તમે આ સૂચનાઓ અનુસરી શકો.

મહત્ત્વપૂર્ણ: Google ક્યારેય તમારો પાસવર્ડ કે અન્ય વ્યક્તિગત માહિતી માગતા અનપેક્ષિત મેસેજ મોકલશે નહીં. લિંક પર ક્લિક કરતા પહેલા, હંમેશા તપાસો કે ઇમેઇલ @youtube.com અથવા @google.com ના ઇમેઇલ ઍડ્રેસ પરથી મોકલવામાં આવ્યો છે.

સામાન્ય પ્રશ્નો

ટૅક્સ વિથ્હોલ્ડિંગ એટલે શું?

સરળ શબ્દોમાં કહીએ તો, ટૅક્સ વિથ્હોલ્ડિંગ એટલે તમારી ચૂકવણીઓમાંથી ટૅક્સ કાપવામાં આવે છે જેથી કરીને તે નાણાં મેળવનારની યુ.એસ. ટૅક્સ જવાબદારીને સંતોષવા માટે સરકારને ચૂકવી શકાય.

યુ.એસ.ના ટૅક્સ કાયદા હેઠળ, Google યુ.એસ. ટૅક્સ કાયદાનું પાલન કરવા માટે અને જ્યાં જરૂરી હોય ત્યાં, સંબંધિત YouTube કમાણી પર ટૅક્સ વિથ્હોલ્ડ કરવા માટે જરૂરી એક વિથ્હોલ્ડિંગ એજન્ટ છે.

આ મારી YouTube પરની આવકને કઈ રીતે અસર કરશે?

જો તમે માન્ય ટૅક્સ માહિતી પ્રદાન કરો છો, તો યુનાઇટેડ સ્ટેટ્સમાંના દર્શકો પાસેથી તમારી કમાણીનો જ ભાગ ટૅક્સ વિથ્હોલ્ડિંગ અને રિપોર્ટિંગને આધીન રહેશે.

ટેક્સ વિથ્હોલ્ડિંગનો ચોક્કસ રેટ તમે Googleને આપો તે ટેક્સ વિશેની માહિતી દ્વારા નક્કી કરવામાં આવશે. એકવાર તમે તમારું ફોર્મ સબમિટ કરી લો તે પછી તમે તમારા YouTube માટે AdSenseના ચુકવણી માટેના સેટિંગમાં ટેક્સ વિશેની માહિતી મેનેજ કરો વિભાગમાં તમારો ટેક્સ વિથ્હોલ્ડિંગ રેટ જોઈ શકો છો. YouTube Analyticsમાં ટેક્સ વિથ્હોલ્ડિંગની રકમ દૃશ્યમાન હોતી નથી.

કાલ્પનિક ઉદાહરણ

અહીં એક કાલ્પનિક ઉદાહરણ આપેલું છે: YouTube પાર્ટનર પ્રોગ્રામમાં ભારતમાં એક YouTube નિર્માતા છેલ્લા મહિનામાં YouTube માંથી $1,000 USDની કમાણી કરે છે. $1,000 USD માંથી, તેમની ચૅનલે US દર્શકો પાસેથી $100 USD જનરેટ કર્યા હતા.

અહીં કેટલાક સંભવિત વિથ્હોલ્ડિંગ દૃશ્યો આપેલા છે:

  • નિર્માતા ટેક્સ વિશેની માહિતી સબમિટ કરતા નથી: અંતિમ ટેક્સ કપાત $240 USD છે કારણ કે જો તેમણે ટેક્સ વિશેની માહિતી સબમિટ ન કરી હોય, તો વિથ્હોલ્ડિંગ ટેક્સ રેટ વિશ્વભરની કુલ કમાણીના 24% જેટલો છે. આનો અર્થ એ છે કે જ્યાં સુધી નિર્માતા ટેક્સ વિશેની સંપૂર્ણ માહિતી સબમિટ ન કરે, ત્યાં સુધી અમારે તેમની યુએસની કમાણી જ નહીં પરંતુ વિશ્વભરની તેમની કુલ કમાણીમાંથી 24% સુધી ટેક્સ કાપવાની જરૂર પડશે.
  • નિર્માતા ટેક્સ વિશેની માહિતી સબમિટ કરે છે અને સંધિના લાભનો દાવો કરે છે: અંતિમ કર કપાત $15 USD છે. આ એટલા માટે કારણ કે ભારત અને યુ.એસ. વચ્ચે ટૅક્સ સંબંધિત કરાર સંબંધ છે જે યુ.એસ.માંના દર્શકોથી થતી કમાણીના ટૅક્સ રેટને 15% સુધી ઘટાડે છે.
  • નિર્માતા ટેક્સ વિશેની માહિતી સબમિટ કરે છે, પરંતુ ટેક્સ સંબંધિત કરારના લાભ માટે યોગ્યતા ધરાવતા નથી: અંતિમ ટેક્સ કપાત $30 USD હશે. આ એટલા માટે છે કારણ કે ટૅક્સ સંબંધિત કરાર વિનાનો ટૅક્સ રેટ યુ.એસ.માંના દર્શકોથી થતી કમાણીનો 30% છે.

તમારા અંદાજિત ટૅક્સ વિથ્હોલ્ડિંગની ગણતરી કરો

નીચે આપેલા ઉદાહરણની ગણતરી સાથે તમારી YouTube આવકને કેવી રીતે અસર થઈ શકે છે તે જુઓ:

  1. YouTube Analytics માં આવકનો રિપોર્ટ ઍક્સેસ કરો અને તારીખ ફિલ્ટરને સંબંધિત ચુકવણીના સમયગાળા પર સેટ કરો (દા.ત. ઑક્ટોબર 1 - 31). તમને જે ચલણમાં ચુકવણી કરવામાં આવે છે (દા.ત. USD) તેના પર તમારું YouTube Analytics સેટ કરવું મદદરૂપ થઈ શકે છે.
  2. યુનાઇટેડ સ્ટેટ્સમાંથી થતી અંદાજિત આવક જોવા માટે ભૂગોળ ફિલ્ટર લાગુ કરો. YouTube Analyticsમાં તમારા ઑડિયન્સ વિશે વધુ જાણો.
  3. તમારો ટેક્સ વિથ્હોલ્ડિંગ રેટ શોધવા માટે, તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં જાઓ. યુએસની ટેક્સ વિશેની તમારી માહિતી સબમિટ કર્યા પછી તમારો વિથ્હોલ્ડિંગ રેટ જોવા મળે છે.
  4. ઉપરોક્ત પગલાં 2 અને 3 ના પરિણામોનો ગુણાકાર કરો.

નોંધ કરો કે ઉપરોક્તને અનુસરવાથી માત્ર ટેક્સ વિથ્હોલ્ડિંગનો અંદાજ કાઢી શકાય છે. એકવાર Google ટેક્સ વિથ્હોલ્ડ કરવાનું શરૂ કરે, તે પછી વિથ્હોલ્ડ કરાયેલી અંતિમ રકમ તમારા YouTube માટે AdSenseની નિયમિત ચુકવણીઓ સંબંધિત વ્યવહારોના રિપોર્ટ (જો કોઈ લાગુ હોય તો)માં તમને દેખાશે.

જો મને મારી ચૅનલ પર યુએસના દર્શકો તરફથી આવક ન થતી હોય, તો શું?

બધા YPP નિર્માતાઓએ યુએસમાંના દર્શકો તરફથી આવક થાય છે કે નહીં તે ધ્યાનમાં લીધા વિના Googleને ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવી જોઈએ. જો તમને ભવિષ્યમાં યુએસમાંના દર્શકો તરફથી આવક થાય, તો તમારી યુએસની ટેક્સ વિશેની માહિતી સબમિટ કરવાથી તમારા માટે સાચો વિથ્હોલ્ડિંગ રેટ નક્કી કરવામાં સહાય મળશે.

હું યુ.એસ.-સ્થિત નિર્માતા છું કે નહીં તે નિર્ધારિત કરવા માટે તમે કયા માપદંડોનો ઉપયોગ કરો છો?

તમે તમારી ટેક્સ વિશેની માહિતીમાં જે નિવાસી દેશની ઘોષણા કરો છો તેના આધારે તમારું લોકેશન નિર્ધારિત થાય છે.

શું આનો અર્થ એ છે કે મારા નિવાસી દેશમાં તેમજ યુ.એસ. બંનેમાં મારા પર ટૅક્સ લાદવામાં આવશે?

Google ને ફક્ત યુ.એસ.માંના દર્શકોથી થતી તમારી YouTube કમાણીમાંથી યુ.એસ. ટૅક્સ વિથ્હોલ્ડ કરવાની જરૂર છે. તમારા સ્થાનિક ઇન્કમ ટૅક્સ કાયદા હજુ પણ તમારી YouTube કમાણી પર લાગુ થઈ શકે છે.

ઘણા દેશોમાં ટૅક્સ સંબંધિત કરાર હોય છે જે બમણા ટૅક્સ ઘટાડે છે અથવા દૂર કરે છે. આ ઉપરાંત, અમુક દેશો આંતરરાષ્ટ્રીય ટેક્સના બોજને ઘટાડવામાં સહાય કરવા માટે વિદેશી ટેક્સ ક્રેડિટની મંજૂરી આપી શકે છે. તમારા YouTube માટે AdSense એકાઉન્ટમાં ટેક્સ ટૂલમાં ટેક્સ સંબંધિત કરારનો દાવો કરીને, તમે તમારો ટેક્સનો ભાર ઘટાડી શકો છો. કૃપા કરીને તમારા ટેક્સ સલાહકારની સલાહ લો. અહીં વધુ જાણો

Google કયા પ્રકારના ટૅક્સ રિપોર્ટિંગ દસ્તાવેજો પ્રદાન કરે છે?

તમને તમારી ચુકવણી સાઇકલ અનુસાર તમારા ચુકવણી રિપોર્ટમાં ટેક્સ વિથ્હોલ્ડિંગની અંતિમ રકમ દેખાશે. વિથ્હોલ્ડ કરેલી રકમ સામાન્ય રીતે ચુકવણી પછીના મહિનામાં દૃશ્યમાન થાય છે – ઉદાહરણ તરીકે, એપ્રિલ માટેની વિથ્હોલ્ડ કરેલી રકમ મે મહિનાના ચુકવણી રિપોર્ટમાં સૂચિબદ્ધ થાય છે. જો તમારા એકાઉન્ટમાં ચુકવણી પર રોક અથવા અન્ય સમસ્યાઓ હોય, તો એકથી વધુ સંયુક્ત મહિનાઓ માટે અંતિમ ટેક્સ વિથ્હોલ્ડિંગ રકમ પછીની તારીખે ચુકવણી રિપોર્ટમાં સૂચિબદ્ધ થઈ શકે છે.

ટેક્સ વિશેની માહિતી સબમિટ કરનારા અને યોગ્યતા ધરાવતી ચુકવણીઓ મેળવનારા તમામ નિર્માતાઓને અગાઉના વર્ષના ટેક્સ વિથ્હોલ્ડિંગ માટે દર વર્ષે 14 એપ્રિલે અથવા તે પહેલાંની કોઈ તારીખે ટેક્સ ફોર્મ (દા.ત. 1042-S) પ્રાપ્ત થશે (યુએસના નિર્માતાઓને ઇશ્યૂ કરવામાં આવતું ફોર્મ 1099-MISC સામાન્ય રીતે માર્ચની શરૂઆતમાં ઇશ્યૂ કરવામાં આવે છે). વર્ષ-અંતના યુએસ ટેક્સ ફોર્મની નકલ મેળવવા, પુનરાવર્તન અથવા રદબાતલ કરવાની વિનંતી માટે AdSense સહાયતા કેન્દ્રની મુલાકાત લો.

Tax document delivery preferences 

Your document delivery options and document statuses for year-end tax forms you receive are under Settings અને પછી  Manage tax info in the tax tool in your AdSense for YouTube account. You can choose online delivery of digital tax documents or select paper mail.

  • If you select online delivery, you'll receive documents online only.
  • If you select paper mail, we'll send documents to the mailing address provided on your tax form and your documents will still be available online.

If your mailing address has changed, update your tax info in your payments profiles. Google will use the info you submitted on the U.S. tax form in your payments profile.

શું હું અગાઉના વિથ્હોલ્ડિંગમાંથી ટેક્સ રિફંડ મેળવી શકું છું?

જો 10 ડિસેમ્બર સુધીમાં અપડેટ કરેલી ટેક્સ વિશેની માહિતી આપવામાં આવે, તો Google અમુક સંજોગોમાં યુએસ વિથ્હોલ્ડિંગ ટેક્સનું રિફંડ આપી શકે છે. ઉદાહરણ તરીકે, જો નીચા ટેક્સ રેટ માટેના દાવા સાથેનું અપડેટ કરેલું W-8 ટેક્સ ફોર્મ અને અન્ય જરૂરી દસ્તાવેજો સમયસર આપવામાં આવે, તો Google વિથ્હોલ્ડિંગ રકમની પુનઃગણતરી કરશે અને તફાવતની રકમનું રિફંડ આપશે.

નોંધ લેશો કે તમારે અમને ન બદલાયેલા સંજોગોનું સોગંદનામું આપવું અને જો યોગ્યતા હોય, તો તમારા ફોર્મમાં કરેલા ફેરફાર અગાઉની તારીખને લાગુ થતા હોવાની ઘોષણા કરવી જરૂરી બની શકે છે. તમે YouTube માટે AdSenseના ટેક્સ સંબંધિત ટૂલના પગલા 6 હેઠળ "સ્ટેટસ બદલવાનું સોગંદનામું" વિભાગ હેઠળ આમ કરી શકો છો.

તમે તમારું ફોર્મ અપડેટ કરો તે પછી ચુકવણી સાઇકલમાં આ રિફંડ દૃશ્યમાન થશે.

આ સંજોગો મર્યાદિત છે અને જે કૅલેન્ડર વર્ષમાં ટેક્સ વિથ્હોલ્ડ કરવામાં આવ્યો છે તેના અંત સુધીમાં ટેક્સ વિશેની માન્ય માહિતી પ્રાપ્ત થવી આવશ્યક છે. જો તમે કૅલેન્ડર વર્ષના અંત સુધીમાં અમને તે ટેક્સ વિશેની માન્ય માહિતી આપશો નહીં, તો તમારે પ્રત્યક્ષ રીતે IRS પાસે રિફંડ માટેની વિનંતી ફાઇલ કરવી પડશે. અમે સુઝાવ આપીએ છીએ કે તમે આ માટે ટેક્સની વ્યાવસાયિક સલાહ લો.

YouTube માટે AdSenseમાં તમારી ટેક્સ વિશેની માહિતી અપડેટ કર્યા પછી ચુકવણી સાઇકલના અંતે લાગુ થતું કોઈપણ રિફંડ તમારા ચુકવણી રિપોર્ટમાં દૃશ્યમાન થશે.

મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN)માં આનુષંગિક

MCNsમાંની આનુષંગિક ચૅનલ 2023થી શરૂ થતા રિફંડ માટે યોગ્યતા ધરાવતી હોઈ શકે છે. આનુષંગિકોએ માન્ય દસ્તાવેજ આપવા આવશ્યક છે જે સાબિત કરે છે કે અગાઉની ચુકવણી ઓછા રેટને આધીન હતી. માત્ર એકસમાન કૅલેન્ડર વર્ષમાં વિથ્હોલ્ડ કરેલો ટેક્સ જ રિફંડ માટે યોગ્યતા ધરાવશે. આ ફેરફાર 2022 અથવા અગાઉના કોઈપણ વર્ષોને લાગુ પડતો નથી. એકવાર યોગ્યતા ધરાવ્યા પછી, જેમની પાસેથી ટેક્સ વિથ્હોલ્ડ કરવામાં આવેલો તે, ઑરિજિનલ કન્ટેન્ટના માલિકને રિફંડ આપવામાં આવશે.

શું આ YouTube સિવાયની મારી AdSenseની કમાણી પર પણ લાગુ થાય છે?

જો તમે ટેક્સ વિશેની માન્ય માહિતી આપો, તો ચૅપ્ટર 3 હેઠળ યુએસ વિથ્હોલ્ડિંગ ટેક્સ ફક્ત તમારી YouTube કમાણી પર જ લાગુ થવો જોઈએ.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
4193933058233609629
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false