મારી ચૅનલ માટે કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવી છે

જ્યારે સક્રિય અને મંજૂર થયેલું YouTube માટે AdSense એકાઉન્ટ તમારી ચૅનલ સાથે લિંક થયેલું ન હોય, ત્યારે તમારી ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવશે. YouTube પાર્ટનર પ્રોગ્રામ માટે બધા પાર્ટનર પાસે સક્રિય, મંજૂર થયેલું અને લિંક થયેલું YouTube માટે AdSense એકાઉન્ટ હોવું જરૂરી છે. 

નોંધ લેશો કે તમારી ચૅનલ માટે સક્રિય, મંજૂર અને લિંક થયેલા YouTube માટે AdSense એકાઉન્ટ વિના તમે YouTube પાસેથી નાણાં મેળવી શકશો નહીં અને તમારા વીડિયો પર જાહેરાતો ચાલશે નહી. આમાં જાહેરાત, YouTube Premium સબ્સ્ક્રિપ્શન અને ચૅનલની મેમ્બરશિપ જેવા આવકના અન્ય સૉર્સમાંથી થતી આવક શામેલ છે.

તમારી કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવી હોય ત્યારે તમે ઑરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું અને YouTube પર તમારી ઑડિયન્સ વધારવાનું ચાલુ રાખી શકો છો. જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો અને તમારી કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવી હોય, તો ચિંતા કરશો નહીં - તમે હજી પણ પ્રોગ્રામમાં છો. સક્રિય અને મંજૂર થયેલું YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કર્યા પછી કમાણી કરવાની પ્રક્રિયા ફરી શરૂ થશે.

જો તમારી પાસે પહેલેથી જ પ્રવર્તમાન YouTube માટે AdSense એકાઉન્ટ હોય, તો બસ ખાતરી કરો કે ફાઇલ પરના ઍડ્રેસની ચકાસણી કરવામાં આવી છે. તમારું એકાઉન્ટ સુરક્ષિત રાખવામાં સહાય મળે તે માટે, અમે તમને કોઈપણ ચુકવણી મોકલીએ તે પહેલાં તમે તમારા ઍડ્રેસની ચકાસણી કરો તે અમારા માટે જરૂરી છે. શું જરૂરી છે, તેના વિશે અહીં વધુ જાણો.

YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરવું

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હો અને તમારી ચૅનલ સાથે સંકળાયેલું YouTube માટે AdSense એકાઉન્ટ બદલવા માગતા હો, તો તમે આ પગલાં અનુસરીને આમ કરી શકો છો: તમારું લિંક થયેલું YouTube માટે AdSense એકાઉન્ટ બદલો.

એ નોંધ લેશો કે જો તમારી પાસે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હોય તેવી થોડી ચૅનલ હોય, તો દરેક ચૅનલ સાથે YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરવું જરૂરી છે.

કમાણી કરવાની પ્રક્રિયા ફરી શરૂ કર્યા પછી મારી ચૅનલ જેટલો સમય થોભાવવામાં આવી હતી, તેના માટે શું મને ચુકવણી મળશે?

ના. થોભાવેલી કમાણી કરવાની પ્રક્રિયાનો અર્થ થાય છે કે તમારી ચૅનલને જ્યારથી થોભાવવામાં આવી છે ત્યારથી તે નાણાં કમાશે નહીં અને તમારા વીડિયો પર જાહેરાતો ચાલશે નહીં.

શું થોભાવવામાં આવેલી ચૅનલને મલ્ટિ-ચૅનલ નેટવર્ક (MCN) વિરુદ્ધ “સ્ટ્રાઇક” તરીકે ગણવામાં આવે છે?

ના. થોભાવેલી કમાણી કરવાની પ્રક્રિયા અમારી ચૅનલની જવાબદારીની પૉલિસીનું ઉલ્લંઘન કરતી નથી કારણ કે આ પૉલિસી હેઠળ તેને પૉલિસી ઉલ્લંઘનનું પરિણામ માનવામાં આવતું નથી. “કમાણી કરવાનું બંધ કરો"ને પૉલિસી ઉલ્લંઘનનું પરિણામ માનવામાં આવે છે અને તે થોભાવેલી કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસ સાથે સંબંધિત નથી. કમાણી કરવાની પ્રક્રિયા બંધ કરવા વિશે વધુ જાણો.

મારી ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવે ત્યારે શું દાવાઓ બંધ કરવામાં આવે છે?

ના. જો તમારી ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયા થોભાવવામાં આવે, તો દાવાઓ બંધ કરવામાં આવશે નહીં.

YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવામાં કેટલો સમય લાગે છે?

જ્યારે નવા AdSense અથવા YouTube માટે AdSense એકાઉન્ટનું સેટઅપ કરવામાં વધુ સમય લાગતો નથી, ત્યારે નવા એકાઉન્ટને સક્રિય કરવામાં થોડો સમય લાગી શકે છે. સામાન્ય રીતે, એક દિવસ કે લગભગ તેટલા જ સમયમાં મંજૂરી મળી જાય છે, પરંતુ તેમાં થોડા દિવસો લાગી શકે છે. જો તમે નવું YouTube માટે AdSense એકાઉન્ટ લિંક કરી રહ્યાં હો, જેમાં પિનના સરનામાની ચકાસણી કરવાની જરૂર હોય, તો તેમાં 2–4 અઠવાડિયા લાગી શકે છે. કમાણી કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરી શકાય તે પહેલાં તમારું લિંક કરેલું YouTube માટે AdSense એકાઉન્ટ સક્રિય અને મંજૂર કરેલું હોવું જરૂરી છે.

મારી ચૅનલની મેમ્બરશિપનું શું થશે?

જ્યારે ચૅનલનું કમાણી કરવાની પ્રક્રિયાનું સ્ટેટસ થોભાવવામાં આવે છે ત્યારે તેમની મેમ્બરશિપની સુવિધા પણ થોભાવી દેવામાં આવે છે અને સભ્યોને જાણ કરવામાં આવે છે. આ સમય દરમિયાન, કમાણી કરવાની પ્રક્રિયા ફરી શરૂ કરવા માટે ચૅનલ પાસે 120 દિવસ હોય છે. કમાણી કરવાની પ્રક્રિયા થોભાવ્યાના 120 દિવસ પછી ચૅનલ મેમ્બરશિપનો ઍક્સેસ ગુમાવશે તેમજ તેના સભ્યો પણ ગુમાવશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15159699248783184629
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false