નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

ચુકવણીઓ

ચુકવણીઓ વિશે પૂછવામાં આવતા સામાન્ય પ્રશ્નો

AdSense ચુકવણીઓ વિશે પૂછવામાં આવતા સામાન્ય પ્રશ્નોના જવાબોમાંથી કેટલાંક નીચે મુજબ છે.

ચુકવણીઓ વિશેના સામાન્ય પ્રશ્નો

બધું મોટું કરો  બધું નાનું કરો મને ક્યારે ચુકવણી કરવામાં આવે છે?

AdSenseની ચુકવણી સાયકલ માસિક છે. જો તમે ચુકવણી મેળવવા માટેના પગલાં પૂર્ણ કરી લીધા છે, તો મહિનાની 21મી અને 26મી તારીખની વચ્ચે અમે ચુકવણી કરી દઈશું. આ સમયગાળા દરમિયાન, તમારી ચુકવણી પર પ્રક્રિયા થઈ રહી છે તેવું સૂચિત કરતી લાઇન આઇટમ તમને તમારા "વ્યવહારો" પેજ પર જોવા મળશે. ચુકવણીની ટાઇમલાઇન વિશે વધુ જાણો.

EFT માટે, ચુકવણીની પ્રક્રિયા એકવાર શરૂ થઈ જાય પછી તમારા બેંક એકાઉન્ટમાં ફંડ પ્રાપ્ત કરવા માટે કૃપા કરીને 4-10 દિવસનો સમય આપો. વાયર ટ્રાન્સફર મારફતે તમારા બેંક એકાઉન્ટમાં નાણાં આવવામાં વધુમાં વધુ 15 કામકાજી દિવસનો સમય લાગી શકે છે. વધુ માર્ગદર્શન માટે તમે અમારા EFT સમસ્યાનિવારક અને વાયર ટ્રાન્સફર સમસ્યાનિવારકની પણ મુલાકાત લઈ શકો છો.

શું મને વહેલી ચુકવણી કરવામાં આવી શકે?

ના, અમે કોઈપણ કારણસર અમારા સામાન્ય ચુકવણીના શેડ્યૂલની બહાર ચુકવણી કરી શકતા નથી.

શું ચુકવણીનો કોઈ વૈકલ્પિક પ્રકાર ઉપલબ્ધ છે?

જો તમારા "ચુકવણી પદ્ધતિ ઉમેરો" પેજ પર ચુકવણીનો પ્રકાર ન બતાવવામાં આવતો હોય, તો તે તમારા દેશમાં ઉપલબ્ધ નથી. જો તમારા દેશ માટે ચુકવણીનો કોઈ નવો પ્રકાર ઉપલબ્ધ થશે, તો અમે તમને જાણ કરીશું.

મારા "વ્યવહારો" પેજ પર વિવિધ ચુકવણીઓ ખૂટે છે. હું મારા વ્યવહારનો સંપૂર્ણ ઇતિહાસ કેવી રીતે જોઈ શકું?

તમારા "વ્યવહારો" પેજનો ડિફૉલ્ટ વ્યૂ તમારા એકાઉન્ટમાં પાછલા ત્રણ મહિનામાં થયેલા વ્યવહારો બતાવે છે. તમારા વ્યવહારનો સંપૂર્ણ ઇતિહાસ જોવા માટે, તારીખની શ્રેણી માટેના પસંદગીકર્તામાં હંમેશાં પસંદ કરો.

મારી EFT ચુકવણી બંધ બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવી છે, હું શું કરું?

જો તમારી ચુકવણીનો પ્રકાર EFT છે અને તમારી ચુકવણી તાજેતરમાં બંધ કરાયેલા બેંક એકાઉન્ટમાં મોકલવામાં આવી હોય, તો પછી થોડાક દિવસોમાં ચુકવણી ઑટોમૅટિક રીતે પરત થઈ જશે અને તમારી કમાણી તમારા એકાઉન્ટમાં પાછી ક્રેડિટ કરવામાં આવશે.

જો તમારી પાસે તમારા એકાઉન્ટમાં ચકાસાયેલું નવું બેંક એકાઉન્ટ છે, તો પછી તમારી પરત કરાયેલી ચુકવણી થોડાક દિવસોમાં ફરીથી જારી કરવામાં આવશે. આ સંપૂર્ણ પ્રક્રિયા થવામાં આશરે એક અઠવાડિયાનો સમય લાગવાની તમે અપેક્ષા રાખી શકો છો.

મારા સ્થાનિક કુરિયર દ્વારા ચેકની ડિલિવરી માટેનો ટ્રૅકિંગ નંબર મને ક્યારે મળશે?

અમે ચેક ડિલિવરી માટેના ટ્રૅકિંગ નંબર ઑફર કરતા નથી.

મારો ચેક જૂના સરનામા પર મોકલવામાં આવ્યો છે. હું નવો ચેક કેવી રીતે મેળવી શકું? Western Unionની ચુકવણીઓ માટે મોકલનારનું સરનામું શું છે?

તમે તમારી ચુકવણીની રસીદ પર મોકલનારનું સરનામું જોઈ શકો છો. Western Union તરફથી ચુકવણી પ્રાપ્ત કરવા વિશે વધુ જાણો.

જો મારે વાયર ટ્રાન્સફર મારફતે ચુકવણીઓ પ્રાપ્ત કરવી હોય, તો શું મારે ટેસ્ટ ડિપોઝિટ થકી મારા બેંક એકાઉન્ટની ચકાસણી કરાવવી જરૂરી છે?

ના, વાયર ટ્રાન્સફર માટે તમારે તમારા એકાઉન્ટની ચકાસણી કરાવવી જરૂરી નથી. વાયર ટ્રાન્સફર વડે ચુકવણીઓ પ્રાપ્ત કરવા વિશે વધુ માહિતી જાણો.

જો મારું બેંક એકાઉન્ટ મારા ચુકવણીઓ માટેના સેટિંગમાં દર્શાવેલા સરનામા કરતાં કોઈ અલગ દેશમાં હોય, તો શું હું બેંક ટ્રાન્સફર મારફતે ચુકવણીઓ પ્રાપ્ત કરી શકું?

ના. તમારી બેંક (અથવા શાખા) તમારી ચુકવણીઓ માટેના સેટિંગમાં દર્શાવેલા સરનામા અનુસારના દેશમાં જ હોય તે આવશ્યક છે. જો તમે સરનામામાં છે તે જ દેશમાં સ્થિત ન હો, તો તમારી ચુકવણીના નવા પ્રકારની વિગતો દાખલ કરતી વખતે તમારો SWIFT કોડ સ્વીકારવામાં આવશે નહીં.

EEAમાં રહેતા વેપારીઓ: જો તમારા દેશમાં SEPA (સિંગલ યુરો પેમેન્ટ ઍરિયા) ચુકવણીનો વિકલ્પ ઉપલબ્ધ હોય, તો તમે તેના માટે સાઇન અપ કરી શકો છો. SEPA વડે ચુકવણીઓ પ્રાપ્ત કરવા વિશે વધુ જાણો.

શું હું મારી ચુકવણીનું ચલણ બદલી શકું?

કમનસીબે તમારી ચુકવણીનું ચલણ બદલવું શક્ય નથી.

શું હું મારી AdSenseની આવક ધર્માદા સંસ્થાને ડોનેશન તરીકે આપી શકું?

હાલમાં, અમે તમારી AdSenseની આવકને સીધા તમારા એકાઉન્ટમાંથી ધર્માદા સંસ્થાને ડોનેશન તરીકે આપવાનો વિકલ્પ ઑફર કરતા નથી. જો કે, એકવાર તમે તમારી AdSenseની ચુકવણીઓ પ્રાપ્ત કરી લો, પછી તમે તમારી મરજી અનુસાર તમારી કમાણીનો ઉપયોગ કરી શકો છો.

મૈત્રીપૂર્ણ રિમાઇન્ડર તરીકે, જો તમે તમારી કમાણી ડોનેશન તરીકે આપવાનું પસંદ કરો છો, તો 'જાહેરાતમાંથી થતી બધી કે અમુક કમાણી ધર્માદા સંસ્થાને જશે' તેવું જણાવતી ટેક્સ્ટ તમારી સાઇટ પર મૂકવાનું અવગણવા માટે અમે તમને કહીશું. કારણ કે આ પ્રકારની ભાષા જાહેરાતો પર અનુચિત ધ્યાન આકર્ષિત કરી શકે છે અને છેવટે કમાણીનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે તે અમે ચકાસી ન શકતા હોવાથી, આ નિવેદનોને AdSense પ્રોગ્રામ પૉલિસીઓ દ્વારા મંજૂરી આપવામાં આવતી નથી.

હું મારું ઇન્વૉઇસ ક્યાં મોકલું?

જો તમે આયર્લૅન્ડમાં VAT હેતુસર રજિસ્ટર થયેલા પબ્લિશર હો, તો તમારે અમને ફક્ત ઇન્વૉઇસ મોકલવાની જરૂર રહે છે. આ કિસ્સામાં, તમારે AdSenseVAT@google.com પર ઇમેઇલ દ્વારા તમારો ઇન્વૉઇસ મોકલવો જરૂરી છે. કૃપા કરીને અમને ઇન્વૉઇસની હાર્ડ કૉપિ મોકલશો નહીં.

શું Google AdSense ચુકવણીના આધિકારિક દસ્તાવેજો પ્રદાન કરે છે?

હા, અમે તમારી પ્રત્યેક ચુકવણી માટે ચુકવણીની રસીદ પ્રદાન કરીએ છીએ. AdSense તરફથી કરાયેલી ચુકવણીના પુરાવા તરીકે તમે તમારી બેંક અથવા ટેક્સ ઍડમિનિસ્ટ્રેશનને ચુકવણીની રસીદો બતાવી શકો છો. ચુકવણીની રસીદ જોવા માટે, ચુકવણીઓ પર, પછી ચૂકવણીની માહિતી પર ક્લિક કરો. તમારા "વ્યવહારો" વિભાગ પર ઑટોમૅટિક ચુકવણીની લિંક પર ક્લિક કરો.

જો તમને AdSense સાથેનો તમારો કરાર બતાવવાની જરૂર પડે, તો તમે AdSenseના નિયમો અને શરતો પ્રિન્ટ કરી શકો છો. AdSense માટે સાઇન અપ કરતી વખતે તમે નિયમો અને શરતો સ્વીકારી હતી અને આ તમારી (તમારો વ્યવસાય) અને AdSense વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયાઓ માટે કાયદાકીય આધાર તરીકે વર્તે છે.

નોંધ: અમે કોઈપણ પ્રિન્ટ કરેલા, સહી કરેલા અથવા સિક્કો મારેલા દસ્તાવેજો પ્રદાન કરી શકતા નથી.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3675530006519214299
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false