નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

જાહેરાતના અમલીકરણના દિશાનિર્દેશો

જાહેરાતના સ્થાન નિયોજનની પૉલિસીઓ

પ્રકાશકોની ઇચ્છા હોઈ શકે છે કે તેઓ વિવિધ પ્રકારના જાહેરાતના સ્થાન નિયોજનો સાથે પ્રયોગ કરે. નીચે જણાવેલી AdSenseની જાહેરાતના સ્થાન નિયોજનની પૉલિસીઓ વિશે શોધખોળ કરો.

આકસ્મિક ક્લિક ટાળવી
આકસ્મિક ક્લિકને પ્રોત્સાહન આપવું
અસામાન્ય રીતે જાહેરાતો તરફ ધ્યાન જવું
ગેરમાર્ગે દોરતા શીર્ષક હેઠળ જાહેરાતો મૂકવી
જાહેરાતો સાથે છબીઓ ગોઠવવી
કન્ટેન્ટને જાહેરાતોની નકલ કરવા માટે ફૉર્મેટ કરવું
વળતરની ઑફર કરવી
જાહેરાતો અને ફ્લૅશ ગેમ વચ્ચેનું અંતર

જાહેરાતના યોગ્ય સ્થાન નિયોજનની ખાતરી કરવી
ઑટો રિફ્રેશ થતી જાહેરાતો
ડાઇનૅમિક કન્ટેન્ટ પર જાહેરાતો
ઇમેઇલમાં જાહેરાતો
સૉફ્ટવેર ઍપ્લિકેશનમાં જાહેરાતો
નવી વિન્ડોમાં જાહેરાતો
પૉપ-અપ અને પૉપ-અંડર વિન્ડોમાં જાહેરાતો
પૉપ-અપ અથવા પૉપ-અંડર સાથે સાઇટ પર જાહેરાતો
અમે મૂલ્યાંકન કરી શકતા નથી એવા કન્ટેન્ટ પર જાહેરાતો
અન્ય પ્રકાશક તરીકે એક જ પેજ અથવા સાઇટ પર જાહેરાતો
હોસ્ટ કરેલી સાઇટ પર જાહેરાતો (દા.ત., Blogger)

આકસ્મિક ક્લિક ટાળવી

આકસ્મિક ક્લિકને પ્રોત્સાહન આપવું

પ્રકાશકોને Google જાહેરાતો પર ક્લિક કરવા માટે વપરાશકર્તાઓને કોઈપણ રીતે પ્રોત્સાહન આપવાની પરવાનગી નથી. આમાં બીજી કોઈ સાઇટના કન્ટેન્ટ તરીકે જાહેરાતો વિશે ગેરસમજ થઈ શકે તે રીત અપનાવીને તેમને અમલમાં મૂકવાનું શામેલ છે, જેમ કે મેનૂ, નૅવિગેશન અથવા ડાઉનલોડ લિંક.

લિંક, પ્લે બટન, ડાઉનલોડ બટન અને નૅવિગેશન બટન (દા.ત., “પાછળ" અથવા “આગળ") , ગેમ વિન્ડો, વીડિયો પ્લેયર, ડ્રૉપ-ડાઉન મેનૂ અથવા ઍપ્લિકેશનોને જાહેરાતોની પાસે મૂકતી વખતે સાવચેત રહો, કારણ કે આમ કરવાથી આકસ્મિક ક્લિક જનરેટ થવાની શક્યતા હોય છે. જો લેઆઉટને કારણે અજાણતા આકસ્મિક ક્લિક થઈ જતું હોય, તો પણ પ્રકાશકોને ઉલ્લંઘનનું નોટિફિકેશન મળી શકે છે.

Encouraging accidental clicks | AdSense Program Policies

 

શીર્ષ પર પાછા

અસામાન્ય રીતે જાહેરાતો તરફ ધ્યાન જવું

પ્રકાશકોને તેમની Google જાહેરાતો તરફ બિનજરૂરી અથવા અસામાન્ય રીતે ધ્યાન આકર્ષિત કરવાની પરવાનગી નથી. આના ઉદાહરણોમાં શામેલ છે:

  • જાહેરાતો તરફ વપરાશકર્તાનું ધ્યાન દોરતા આકર્ષક ઍનિમેશન
  • જાહેરાતો તરફ નિર્દેશ કરનારા ઍરો અથવા અન્ય પ્રતીકો

Unnatural attention to ads | AdSense Program Policies

શીર્ષ પર પાછા

ગેરમાર્ગે દોરતા શીર્ષક હેઠળ જાહેરાતો મૂકવી

તમારી સાઇટ પર આવતા મુલાકાતીઓ કોઈપણ રીતે ગેરમાર્ગે દોરાય નહીં અને તેઓ Googleની ડિસ્પ્લે જાહેરાતોમાંથી કન્ટેન્ટને સરળતાથી અલગ કરી શકે એ મહત્ત્વનું છે. આ પૉલિસી અનુસાર "સંસાધનો" અથવા "સહાયરૂપ લિંક" જેવા ગેરમાર્ગે દોરતા શીર્ષકો હેઠળ જાહેરાતો મૂકવી પ્રતિબંધિત છે. પ્રકાશકો Google જાહેરાતોને માત્ર "જાહેરાતો" અથવા તો "પ્રાયોજિત લિંક" તરીકે જ લેબલ કરી શકે છે.

ઉપરાંત, નીચે બતાવ્યા પ્રમાણે સાઇટના શીર્ષકનું અર્થઘટન જાહેરાતના અયોગ્ય લેબલ તરીકે થઈ શકે છે. આવા સ્થાન પર મૂકાયેલી જાહેરાતોને ભૂલથી જાહેરાતોને બદલે લિંક કે સૂચિઓ માનવામાં આવી શકે છે, તેથી આવા અમલીકરણને અસ્વીકાર્ય માનવામાં આવે છે. આમ ન થાય એ વાતની ખાતરી કરવા માટે, તમારી સાઇટ અને તેના લેઆઉટનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો.

પ્રકાશકોને એવી ભાષાનો ઉપયોગ કરવાની મંજૂરી નથી જે વપરાશકર્તાઓને જાહેરાતો પર ક્લિક કરવા દોરે, જેમ કે:

  • "કોઈપણ સંકોચ વિના જાહેરાત પર ક્લિક કરો."
  • "જાહેરાત પર ક્લિક કરીને સહાય કરવામાં યોગદાન આપો."
  • "આ સાઇટને ચાલુ રાખવામાં સહાય કરો. અમારા સ્પૉન્સર જુઓ!"
  • "અમને નવા સર્વરની જરૂર છે. અમને સપોર્ટ કરો!"

શીર્ષ પર પાછા

જાહેરાતો સાથે છબીઓ ગોઠવવી

પ્રકાશકો તેમની સાઇટ પર દેખાતી વ્યક્તિગત જાહેરાતો સાથે અમુક ચોક્કસ છબીઓ સાંકળવાનો પ્રયાસ કરી શકતા નથી. આવા અમલીકરણથી એવા વપરાશકર્તાઓ મૂંઝવણમાં મૂકાઈ શકે છે, જે એવું ધારી લે છે કે છબી સીધી જાહેરાતકર્તાની ઑફર સાથે સંબંધિત છે અને તેથી તે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરે છે.

શીર્ષ પર પાછા

કન્ટેન્ટને જાહેરાતોની નકલ કરવા માટે ફૉર્મેટ કરવું

પ્રકાશકો Google જાહેરાતોનો એવી કોઈપણ રીતે અમલ નહીં કરી શકે જેના કારણે તે છેતરામણી બને. આમાં જાહેરાતો જેવું દેખાય એ માટે આસપાસના કન્ટેન્ટનું ફોર્મેટ કરવું શામેલ છે. જો પ્રકાશક Google સિવાયના શોધ પરિણામોના પેજ પર જાહેરાતો મૂકે, તો શોધ પરિણામો અને જાહેરાતો વચ્ચે સ્પષ્ટ ફરક હોવો આવશ્યક છે. વધુ માહિતી માટે, અમારી શોધ માટે AdSenseની પૉલિસીઓનો રિવ્યૂ કરો.

નીચે આપેલા ઉદાહરણમાં, કન્ટેન્ટને જાહેરાતોની જેમ જ ફૉર્મેટ કરવામાં આવ્યું છે અને તેથી બન્નેને અલગ-અલગ તારવવા મુશ્કેલ છે. આવા અમલીકરણની પરવાનગી નથી.

શીર્ષ પર પાછા

વળતરની ઑફર કરવી

જાહેરાતો પર ક્લિક કરવા માટે કોઈને પણ વળતર કે કોઈ પ્રકારનું પ્રોત્સાહન આપવું એ ચુસ્તપણે પ્રતિબંધિત છે.

શીર્ષ પર પાછા

જાહેરાતો અને ફ્લૅશ ગેમ વચ્ચેનું અંતર

ફ્લૅશ ગેમિંગ સાઇટ પર Google જાહેરાતો મૂકો, ત્યારે જાહેરાતો અને ગેમની કિનારી વચ્ચેનું ઓછામાં ઓછું અંતર 150 પિક્સેલ રાખવાનો અમે ભારપૂર્વક સુઝાવ આપીએ છીએ. વપરાશકર્તાઓનું ધ્યાન જ્યારે ફ્લૅશ ગેમ પર કેન્દ્રિત હોય અને તેઓ આવેશમાં આવીને ક્લિક કરતા હોય, ત્યારે શક્ય છે કે અમાન્ય ક્લિક થઈ શકે છે. દરેક ગેમ અને સાઇટ વિશેષ હોય છે તેથી ગેમના પ્રકાર અને તેને કેવી રીતે રમવામાં આવે છે તેના આધારે કેટલીક ગેમમાં આ અંતર વધારે હોવું જરૂરી હોઈ શકે છે. વધુ દિશાનિર્દેશો માટે, ગેમ પ્લે પેજ પર કન્ટેન્ટવાળી જાહેરાતો માટે AdSenseનો રિવ્યૂ કરો.

શીર્ષ પર પાછા

જાહેરાતના યોગ્ય સ્થાન નિયોજનની ખાતરી કરવી

ઑટો રિફ્રેશ થતી જાહેરાતો

વપરાશકર્તા દ્વારા 'રિફ્રેશ કરો'ની વિનંતી કરવામાં આવે નહીં, ત્યાં સુધી પ્રકાશકોને પેજ કે પેજના ઘટકને રિફ્રેશ કરવાની પરવાનગી નથી. આમાં જાહેરાતોને એવા પેજ અથવા સ્થાન નિયોજનો પર મૂકવી શામેલ છે, જે ઑટોમૅટિક રીતે રીડાયરેક્ટ કરે છે અથવા ઑટો-રિફ્રેશ થાય છે. ઉપરાંત, વપરાશકર્તાઓ વીડિયો, ગેમ અથવા ડાઉનલોડ જેવું કન્ટેન્ટ જોઈ શકે તે પહેલાં પ્રકાશકો પ્રીસેટ સમય (દા.ત., શરૂઆતની જાહેરાત) માટે જાહેરાતો બતાવી નહીં શકે.

Auto refreshing ads | AdSense Program Policies

શીર્ષ પર પાછા

ડાઇનૅમિક કન્ટેન્ટ પર જાહેરાતો

પ્રકાશકો એવા પેજ પર Google જાહેરાતો મૂકી શકતા નથી, જેનું મૂળ ફોકસ ડાઇનૅમિક કન્ટેન્ટ (દા.ત., લાઇવ ચૅટ, ઝટપટ સંદેશા, કૉમેન્ટમાં સતત બદલાવ) હોય.

શીર્ષ પર પાછા

ઇમેઇલમાં જાહેરાતો

અમારા પ્રકાશકો અને જાહેરાતકર્તાઓ બન્ને માટે Google જાહેરાતો અસરકારક સાબિત થાય એ વાતની ખાતરી કરવા માટે, પ્રકાશકો ઇમેઇલ સંદેશામાં Google જાહેરાતો મૂકી શકે નહીં. ઉપરાંત, જ્યારે પેજ પર ઇમેઇલ સંદેશા પ્રાથમિકતા ધરાવતા હોય ત્યારે પ્રકાશકો તેની સાથે Google જાહેરાતો મૂકી શકે નહીં.

શીર્ષ પર પાછા

સૉફ્ટવેર ઍપ્લિકેશનમાં જાહેરાતો

પ્રકાશકોને ટૂલબાર, બ્રાઉઝર એક્સ્ટેન્શન અને ડેસ્કટૉપ ઍપ્લિકેશનો શામેલ હોય પણ આટલા પૂરતી જ મર્યાદિત ન હોય એવી સૉફ્ટવેર ઍપ્લિકેશનો મારફતે Google જાહેરાતો અથવા શોધ બૉક્સ માટે AdSense વિતરિત કરવાની પરવાનગી નથી. AdSenseનો કોડ માત્ર વેબ-આધારિત પેજ અને મંજૂર થયેલી WebView ટેક્નોલોજી પર જ લાગુ કરી શકાય છે.

શીર્ષ પર પાછા

નવી વિન્ડોમાં જાહેરાતો

પ્રકાશકોને નવી વિન્ડોમાં Google જાહેરાતો ખોલવાની અથવા જાહેરાત પર ક્લિક કરવાથી આવતા પરિણામમાં ફેરફાર કરવાની પરવાનગી નથી. વધુ માહિતી માટે, નવી વિન્ડોમાં જાહેરાતો ખોલવીનો રિવ્યૂ કરો. કૃપા કરીને નોંધો કે Google Ad Manager દ્વારા સશક્ત ફાળવણી મારફતે બતાવવામાં આવતી AdSense જાહેરાતો પર આ પૉલિસી લાગુ થતી નથી.

શીર્ષ પર પાછા

પૉપ-અપ અને પૉપ-અંડર વિન્ડોમાં જાહેરાતો

પ્રકાશકોને એવી કોઈપણ વિન્ડોમાં Google જાહેરાતો મૂકવાની પરવાનગી નથી, જે વપરાશકર્તાની ઇરાદાપૂર્વકની ક્રિયાપ્રતિક્રિયા (દા.ત., ક્લિક) દ્વારા શરૂ ન થઈ હોય. ઉપરાંત, પાછળ અને ફૉરવર્ડ બ્રાઉઝ બટન તેમજ ફેરફાર કરી શકાય તેવા URL ફીલ્ડ સહિત, નૅવિગેશન માટે નિયંત્રણો ખૂટતા હોય તેવી કોઈપણ વેબ બ્રાઉઝર વિન્ડોમાં Google જાહેરાતો મૂકી શકાતી નથી.

શીર્ષ પર પાછા

પૉપ-અપ અથવા પૉપ-અંડર સાથે સાઇટ પર જાહેરાતો

પ્રકાશકોને ત્રણથી વધુ પૉપ-અપ ધરાવતી સાઇટ પર Google જાહેરાતો મૂકવાની પરવાનગી નથી. જો પૉપ-અપ કોઈ સાઇટ પર બતાવવામાં આવે તો તેઓ સાઇટ નૅવિગેશનને અવરોધિત કરી શકે નહીં, વપરાશકર્તાની પસંદગીઓમાં ફેરફાર કરી શકે નહીં, ડાઉનલોડ શરૂ કરી શકે નહીં અથવા વાયરસ વિતરિત કરી શકે નહીં.

પ્રકાશકોને પૉપ-અંડર શામેલ હોય અથવા તેમને ટ્રિગર કરતી હોય એવી સાઇટ પર Google જાહેરાતો મૂકવાની પરવાનગી નથી.

ઉપરાંત, AdSenseનો ઉપયોગ કરનારી સાઇટને પૉપ-અપને ટ્રિગર કરતા હોય, બ્રાઉઝર સેટિંગમાં ફેરફાર કરતા હોય, વપરાશકર્તાઓને અનિચ્છિત સાઇટ તરફ રીડાયરેક્ટ કરતા હોય અથવા સામાન્ય સાઇટ નૅવિગેશનને અન્ય રીતે અવરોધિત કરતા હોય એવા કોઈપણ સૉફ્ટવેર દ્વારા લોડ કરી શકાતી નથી. કોઈ જાહેરાત નેટવર્ક અથવા તેના આનુષંગિકો તમારો AdSenseનો કોડ શામેલ હોય એવા પેજ તરફ ટ્રાફિક નિર્દેશિત કરવા માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરશે નહીં તેની ખાતરી કરવાની જવાબદારી તમારી છે.

શીર્ષ પર પાછા

અમે મૂલ્યાંકન કરી શકતા નથી એવા કન્ટેન્ટ પર જાહેરાતો

અમારા જાહેરાત નેટવર્કની ક્વૉલિટીનું રક્ષણ કરવા માટે, અમે મૂલ્યાંકન કરી શકાતું ન હોય એવા કન્ટેન્ટ પર જાહેરાત સેવા બંધ કરી શકીએ છીએ. આમાં Googleની robots.txt ફાઇલ બ્લૉક કરતું કન્ટેન્ટ અને જ્યાં પબ્લિશરે Googleને લૉગ ઇનની વિગતો આપી ન હોય એવું પાસવર્ડથી સંરક્ષિત કન્ટેન્ટ શામેલ છે, પરંતુ તેના સુધી સીમિત નથી.

શીર્ષ પર પાછા

અન્ય પ્રકાશક તરીકે એક જ પેજ અથવા સાઇટ પર જાહેરાતો

જો કોઈ સાઇટ અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરતી હોય અને કોઈ કંપની અથવા તો સાઇટના માલિક તમને તેમની સાઇટ પર જાહેરાતો બતાવવાની પરવાનગી આપે, તો તમે અન્ય પ્રકાશકના જાહેરાતના કોડની જેમ એ જ પેજ પર તમારો જાહેરાતનો કોડ મૂકી શકો છો. જોકે તેમની સાઇટ પર જાહેરાતો બતાવવાની પરવાનગી મેળવવા માટે તમારે તમારી વેબ હોસ્ટિંગ કંપની અથવા સાઇટના માલિકનો સંપર્ક કરવો જરૂરી રહેશે. ઉપરાંત, તમને માત્ર તમારા એકાઉન્ટ સાથે સંકળાયેલા જાહેરાત યુનિટ પર થયેલી ક્લિક અને છાપ માટે ક્રેડિટ આપવામાં આવશે.

ધ્યાન રાખો કે દરેક પ્રકાશક, જે સાઇટ પર તેમનો જાહેરાતનો કોડ મૂકવામાં આવ્યો હોય, તેના કન્ટેન્ટ માટે તેઓ પોતે જવાબદાર હોય છે. જો કોઈ સાઇટ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી જોવા મળે, તો એવા કોઈપણ પ્રકાશકને અમે નોટિફિકેશન મોકલીશું કે જેમનો જાહેરાતનો કોડ એ સાઇટ પર હશે.

શીર્ષ પર પાછા

હોસ્ટ કરેલી સાઇટ પર જાહેરાતો (દા.ત., Blogger)

તમે હોસ્ટ કરેલી સાઇટ સહિત અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરતા કોઈપણ પેજ પર AdSenseનો કોડ મૂકી શકો છો. જોકે, એ વાત નોંધો કે AdSenseનો ઉપયોગ કરવા માટે, તમને તમારી સાઇટના HTML સૉર્સ કોડને ઍક્સેસ કરવાની જરૂર હોઈ શકે છે. તમારા હોસ્ટ પાસે એ ચેક કરવાની અને નક્કી કરવાની જવાબદારી પણ તમારી હોય છે કે AdSenseનો ઉપયોગ કરવો એ તેમની સેવાની શરતોનું ઉલ્લંઘન છે કે નહીં.

સૌથી ઉપર પાછા ફરો

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
7146663101484721198
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false