નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

Account settings

તમારું AdSense એકાઉન્ટ બંધ કરો

જો તમે હવેથી AdSenseનો ઉપયોગ ન કરવા માગતા હો, તો તમે તમારું AdSense એકાઉન્ટ બંધ કરી શકો છો. તમારું AdSense એકાઉન્ટ બંધ કરવાથી, 24 કલાકની અંદર તમારી સાઇટ પર દેખાતી AdSenseની બધી જાહેરાત સેવાઓ ઑટોમૅટિક રીતે બંધ થઈ જશે.

નોંધ: તમારું AdSense એકાઉન્ટ બંધ કરવું અને તમારું Google એકાઉન્ટ બંધ કરવું, બંને અલગ-અલગ છે. જ્યારે તમે તમારું Google એકાઉન્ટ બંધ કરો, ત્યારે તે એકાઉન્ટ સાથે સંકળાયેલા Google પ્રોડક્ટના બધા એકાઉન્ટ બંધ કરવામાં આવશે અને તમે ભવિષ્યમાં તે એકાઉન્ટ ઍક્સેસ કરી શકશો નહીં. તમારું Gmail વપરાશકર્તાનું નામ પણ ડિલીટ કરવામાં આવશે અને તમે ભવિષ્યમાં ફરી તેનો ઉપયોગ કરી શકશો નહીં. તમારું Google એકાઉન્ટ ડિલીટ કરવા વિશે વધુ જાણો.

તમે તમારું AdSense એકાઉન્ટ બંધ કરો તે પહેલાં

શક્ય છે કે તમે તમારા રિપોર્ટિંગ ડેટાની નિકાસ કરવા માગો. તમારું એકાઉન્ટ જ્યારે બંધ કરવામાં આવશે, ત્યારે તમે તમારા એકાઉન્ટમાંના કામગીરીના રિપોર્ટનો કોઈ ઍક્સેસ ધરાવશો નહીં.

ટિપ: જો તમે AdSense પ્રોગ્રામમાં તમારી ભાગીદારીને હંગામી રીતે સસ્પેન્ડ કરવાનું પસંદ કરો છો, તો તમે તમારા પેજમાંથી જાહેરાતના બધા કોડ કાઢી નાખીને તેમ કરી શકો છો. તમારું એકાઉન્ટ તમારા માટે ઍક્સેસિબલ રહેશે. નોંધો કે છ મહિનાની નિષ્ક્રિયતા પછી, તમારા AdSense એકાઉન્ટને નિષ્ક્રિય કરવામાં આવશે. જો તમે AdSenseનો ઉપયોગ ફરીથી શરૂ કરવાનો નિર્ણય લેશો, તો તમારે તમારું એકાઉન્ટ ફરી સક્રિય કરાવવું જરૂરી રહેશે. વધુ માહિતી માટે, આનો સંદર્ભ લો: નિષ્ક્રિય રહેવાને કારણે તમારા AdSense એકાઉન્ટને બંધ કરવામાં આવ્યું હતું.

તમારું AdSense એકાઉન્ટ બંધ કરવા માટેની આવશ્યકતાઓ

તમારા AdSense એકાઉન્ટમાંથી અંતિમ ચુકવણી પ્રાપ્ત કરવા માટેની આવશ્યકતાઓ

તમે તમારું AdSense એકાઉન્ટ બંધ કરો, તે પછી તમારી અંતિમ ચુકવણી મહિનાના અંતે લગભગ 90 દિવસમાં મળી જશે, એ શરતે કે:

  • તમારું AdSense એકાઉન્ટ બૅલેન્સ રદ્દીકરણ સંબંધિત મર્યાદા કરતાં વધારે હોય. કમાણી બાદનું બૅલેન્સ આ મર્યાદા સુધી પહોંચશે નહીં, તો Google કોઈપણ ચુકવણી કરશે નહીં.
  • તમારું સરનામું ચકાસાયેલું છે.
  • તમારા એકાઉન્ટમાં કોઈ ચુકવણી પર રોક નથી.
  • તમે ખુલ્લું AdMob એકાઉન્ટ ધરાવતા નથી. અન્યથા, તમારી કમાણી તમારા AdMob એકાઉન્ટ બૅલેન્સમાં ટ્રાન્સફર કરવામાં આવત.

તમારી અંતિમ ચુકવણી તમારી ચુકવણી પ્રોફાઇલ પર ઉપલબ્ધ મુખ્ય ચુકવણી પદ્ધતિમાં કરવામાં આવશે.

તમારું AdSense એકાઉન્ટ બંધ કરવાની રીત

  1. તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. એકાઉન્ટ પર ક્લિક કરો.
  3. પહેલાં સેટિંગ પર અને પછી એકાઉન્ટ વિશેની માહિતી પર ક્લિક કરો.
  4. "એકાઉન્ટ વિશેની માહિતી"ના પેજ પર, એકાઉન્ટ બંધ કરો પર ક્લિક કરો.
    નોંધ: જો તમારી પાસે તમારું એકાઉન્ટ બંધ કરવાનો વિકલ્પ ન હોય, તો કદાચ તમે એકાઉન્ટ ઍડમિનિસ્ટ્રેટર નથી.
  5. "તમારું એકાઉન્ટ બંધ કરવા વિશે"ના પેજ પરની માહિતીનો રિવ્યૂ કરો.

  6. તમારે બંધ કરવું હોય તે દરેક એકાઉન્ટ માટે ચેકબૉક્સ પસંદ કરો.
    નોંધ: જો એકાઉન્ટનું ચેકબૉક્સ નિષ્ક્રિય હોય, તો તેનો અર્થ છે કે તમે તમારું એકાઉન્ટ બંધ નહીં કરી શકો. આનું કારણ એ હોઈ શકે કે તમારું સરનામું ચકાસાવું જરૂરી હોય, તમારી ચુકવણીઓ હોલ્ડ પર હોય અથવા એકાઉન્ટમાં વિસંગત પ્રોડક્ટ છે (દા.ત. Ad Manager એકાઉન્ટ, જે AdSense એકાઉન્ટ બંધ કરવાને અટકાવે છે). તમે તમારા સરનામાની ચકાસણી કરાવી લો, ચુકવણી પરની રોક કાઢી નાખો અથવા તમારું Ad Manager એકાઉન્ટ બંધ કરી દો, ત્યાર પછી તમે તમારું એકાઉન્ટ બંધ કરવાના પગલાં પૂર્ણ કરી શકો છો. વધુ માહિતી માટે, અહીં મુલાકાત લો:
  7. એકાઉન્ટ બંધ કરો પર ક્લિક કરો.

તમારું AdSense એકાઉન્ટ બંધ થયા પછી

  • તમારો AdSense જાહેરાતનો કોડ કામ કરવાનું બંધ કરી દેશે. તેથી તમે તમારા બધા પેજમાંથી જાહેરાતનો કોડ કાઢી નાખો તેની ખાતરી કરો.
  • જો તમે તમારા અન્ય તમામ એકાઉન્ટ (Ad Manager, AdMob અને YouTube માટે AdSense) બંધ કરી દીધાં હોય અને તમારે ફરીથી AdSenseનો ઉપયોગ કરવો હોય, તો તમે તમારું AdSense એકાઉન્ટ ફરી સક્રિય કરી શકો છો. વૈકલ્પિક રીતે, તમે નવા AdSense એકાઉન્ટ માટે સાઇન અપ કરી શકો છો.
  • જો તમે અન્ય ખુલ્લાં એકાઉન્ટ (Ad Manager, AdMob અથવા YouTube માટે AdSense) ધરાવતા હો, તો તમે હજી પણ તમારા એકાઉન્ટમાં કેટલીક સુવિધાઓને ઍક્સેસ કરી શકશો.
  • જો તમે આ AdSense એકાઉન્ટ સાથે સંકળાયેલું શોધ એન્જિન ધરાવો છો તો શોધ કાર્ય ચાલુ રહેશે, પરંતુ જાહેરાતો આ એકાઉન્ટ સાથે સંકળાયેલી રહેશે નહીં. ફરી આવક મેળવવા માટે, તમારે AdSense સાથે નવું એકાઉન્ટ સાંકળવું જરૂરી રહેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17256713309292379244
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false