નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

તમારા AdSense એકાઉન્ટની શરૂઆત કરો

તમારું AdSense એકાઉન્ટ નૅવિગેટ કરો

જો તમે AdSense પર નવા છો, તો તમારા એકાઉન્ટને બરાબર સમજવામાં તમારી સહાય માટે અહીં અમુક પૉઇન્ટર આપવામાં આવ્યા છે. હોમ, જાહેરાતો, સાઇટ વગેરે જેવા મુખ્ય પેજ વિશે વધુ જાણવા માટે થોડો સમય ફાળવો. તે ઉપરાંત, ચુકવણીઓ અને એકાઉન્ટ પેજ પણ ચેક કરો, જેમાં તમને તમારી ચુકવણીઓ અને સેટિંગ માટેના વિકલ્પો જોવા મળશે.

ટિપ: માર્ચ 2022થી શરૂ થઈને આગામી થોડા મહિનામાં સાર્વજનિક રિલીઝ થવાની સાથે, YouTubeની કમાણી માટે AdSenseમાં અલગ હોમપેજ અને ચુકવણી એકાઉન્ટ હશે. YouTube હોમપેજ અને ચુકવણી એકાઉન્ટ વિશે વધુ જાણો.

મુખ્ય પેજ

તમે તમારા AdSense એકાઉન્ટમાં નૅવિગેશન પૅનલમાંથી નીચે જણાવેલા મુખ્ય પેજ ઍક્સેસ કરી શકશો:

AdSense navigation panel
  • હોમ: જ્યારે તમે પહેલી વાર તમારા AdSense એકાઉન્ટમાં સાઇન ઇન કરો છો, ત્યારે તમે હોમ પેજ પર પહોંચો છો. આ પેજ તમને તમારી કમાણી અને એકાઉન્ટના કાર્યપ્રદર્શનનો સ્નૅપશૉટ આપે છે અને વધુ વિગતવાર રિપોર્ટની લિંક પ્રદાન કરે છે.
  • જાહેરાતો: અહીં તમે તમારી જાહેરાતોનું સેટઅપ કરો છો અને તેમને મેનેજ કરો છો.
  • સાઇટ: આ પેજ પર તમે AdSenseમાં ઉપયોગ કરવા માટેની તમારી સાઇટની સૂચિ બનાવી શકો છો.
  • પ્રાઇવસી અને મેસેજિંગ: યુરોપિયન જનરલ ડેટા પ્રોટેક્શન રેગ્યુલેશન (GDPR) અને કેલિફોર્નિયા પ્રાઇવસી રાઇટ્સ એક્ટ (CPRA) જેવા આવશ્યક નિયમનો માટે જરૂરી એવા મેસેજ, જેનો ઉપયોગ તમે તમારા વપરાશકર્તાઓ પાસેથી સંમતિ મેળવવા માટે કરો છો, તેની રચના કરવા અને તેને મેનેજ કરવા માટે આ પેજનો ઉપયોગ કરો.
  • બ્રાંડની સલામતી: આ પેજ તમારા જાહેરાતો બ્લૉક કરવાના નિયંત્રણો ધરાવે છે.
  • રિપોર્ટ: તમારા રિપોર્ટના બધા વિકલ્પો તમને અહીં મળશે.
  • ઑપ્ટિમાઇઝેશન: આ પેજ તમને AdSenseમાંથી વધુ લાભ મેળવવામાં સહાય કરી શકે છે—તે તમારા એકાઉન્ટનું કાર્યપ્રદર્શન બહેતર બનાવવા માટેનું એક માત્ર સ્થાન છે.
  • પૉલિસી કેન્દ્ર: તમારી સાઇટ પર જાહેરાત સેવાને અસર કરતી હોય એવી સમસ્યાઓ શોધવા, સમજવા અને તેમનું નિરાકરણ કરવા માટે પૉલિસી કેન્દ્રનો ઉપયોગ કરો. તે અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરવામાં તમારી સહાય કરે છે.
  • ચુકવણીઓ: તમારી ચુકવણીઓ જોવા અને તમારા ચુકવણી માટેના સેટિંગ મેનેજ કરવા માટે આ પેજનો ઉપયોગ કરો.
  • એકાઉન્ટ: અહીં તમે તમારા એકાઉન્ટ સેટિંગને ઍક્સેસ કરો છો, તેમને મેનેજ કરો છો તેમજ તમારા એકાઉન્ટનું સ્ટેટસ જુઓ છો.

અન્ય ઉપયોગી પેજ

  • પ્રતિસાદ: તમે અમને આ લિંક મારફતે સમસ્યાના રિપોર્ટ, સુવિધા વિશેના વિચારો અને સામાન્ય કૉમેન્ટ મોકલી શકો છો.
  • સહાય: આ બટન Help icon AdSense સહાય વિજેટ ખોલે છે. અહીં તમે તમારું એકાઉન્ટ છોડ્યા વિના AdSense વિશેના તમારા પ્રશ્નોના જવાબો શોધી શકો છો. તમે AdSense સહાયતા કેન્દ્રમાંના બધા લેખો બ્રાઉઝ કરી શકો છો અને AdSense સહાય ચર્ચામંચને ઍક્સેસ પણ કરી શકો છો.

નોટિફિકેશન

મહત્ત્વપૂર્ણ મેસેજ અને એકાઉન્ટ અલર્ટનો ટ્રૅક રાખવા માટે, તમારા નોટિફિકેશન ચેક કરો Notifications.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12393745267069450176
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false