નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

સુધારવાની તકો અને પ્રયોગો

તમારા એકાઉન્ટનું પર્ફોર્મન્સ સુધારવા માટે સુઝાવો મેળવો

"સુધારવાની તકો"નું પેજ તમારા એકાઉન્ટનું પર્ફોર્મન્સ સુધારવામાં તમને સહાય કરવા માટે સમર્પિત છે. તમે તે પેજને એક પર્સનલ આસિસ્ટંટ તરીકે ગણી શકો છો જે તમારા એકાઉન્ટ માટે સુધારવાની તકોને કસ્ટમાઇઝ કરે છે. તમારી આવક અને પર્ફોર્મન્સ વધારવામાં તે તમને સહાય કરી શકે છે.

અમે તમને સુઝાવ આપીએ છીએ કે "સુધારવાની તકો"નું તમારું પેજ તમે નિયમિત રીતે ચેક કરો. તમે ભલે તમારું એકાઉન્ટ દરરોજ કે દર મહિને ઑપ્ટિમાઇઝ કરતા હો, તેને તમારા માટે બહેતર બનાવવાની તકો શોધવા, તે બૅકગ્રાઉન્ડમાં સતત કાર્ય કરતું રહે છે.

બધું મોટું કરો  બધું નાનું કરો

સુધારવાની તકોના પ્રકારો

સુધારવાની તકોના અનેક વિવિધ પ્રકારો છે:

જાહેરાત સેટિંગ સંબંધિત સુધારવાની તકો
તમે તમારા જાહેરાત સેટિંગ બદલવા જેવી, તમારી કમાણી વધારી શકાય તેવી સુધારવાની તકો શોધી શકો તેમ બની શકે.
જાહેરાતની પ્લેસમેન્ટ સંબંધિત સુધારવાની તકો
તમારું જાહેરાત યુનિટ બહેતર પર્ફોર્મન્સ કરે તે રીતે તેને પેજ પર વિવિધ લોકેશન પર ખસેડવા જેવી, ઉદાહરણ તરીકે તેને હેડરની નીચે ખસેડવા જેવી, તમારી કમાણી વધારી શકાય તેવી સુધારવાની તકો શોધી શકો તેમ બની શકે.
જાહેરાતની કૅટેગરી સંબંધિત સુધારવાની તકો
જાહેરાતની તમે વર્તમાનમાં બ્લૉક કરેલી છે તેવી સામાન્ય અથવા સંવેદનશીલ કૅટેગરીમાંથી જાહેરાતો બતાવવાનું પસંદ કરવા જેવી, તમારી કમાણી વધારી શકાય તેવી સુધારવાની તકો શોધી શકો તેમ બની શકે.
તમારી સાઇટ સંબંધિત સુધારવાની તકો
તમારી સાઇટમાં ફેરફાર કરવા જેવી, ઉદાહરણ તરીકે, સ્ક્રીનના એકથી વધારે કદ માટે તમારી સાઇટને ઑપ્ટિમાઇઝ કરવા જેવી, આવક અને મુલાકાતીનો સંતોષ વધારી શકાય તેવી સુધારવાની તકો શોધી શકો તેમ બની શકે.

પ્રયોગ દ્વારા ચકાસણી કરાયેલી

જો તમે ઑટોમૅટિક પ્રયોગો ચાલુ કર્યા હોય, તો તમે "પ્રયોગ દ્વારા ચકાસણી કરાયેલી અસર"ના લેબલ ધરાવતી સુધારવાની તકો શોધી શકો તેમ બની શકે. સુધારવાની આ તકો તમારા વતી Google દ્વારા કરાયેલા પ્રયોગોના પરિણામો પર આધારિત છે. તેમના સુઝાવ આપેલા ફેરફારો તમે એકદમ નિશ્ચિંત થઈને લાગુ કરી શકો છો.

સુધારવાની તકો પર કામ કરવું

તમે સુધારવાની તકો પર નીચેની ક્રિયાઓ કરી શકો છો:

સુધારવાની તક વિશે વધુ વિગતો જુઓ
સુધારવાની કોઈ તક વિશે વધુ જાણવા માટે તેના પર ક્લિક કરો. સુધારવાની દરેક તક વિગતોનું એક પેજ ધરાવે છે જ્યાં તમે સુઝાવ આપેલા ફેરફારોની, જેના પર સુધારવાની તક લાગુ પડતી હોય (જો લાગુ પડતી હોય તો) તે પેજ અથવા જાહેરાત યુનિટની અને તમે કરી શકતા હો તે ક્રિયાઓની સમજૂતી જોઈ શકો છો.

જો તમે એક જ પ્રકારની એક કરતાં વધારે સુધારવાની તકો ધરાવતા હો, તો તે બધી સુધારવાની તકોને વિગતોના એક જ પેજમાં જોડવામાં આવશે, જેથી તમારા માટે તે બધા પર એકસાથે કાર્ય કરવું વધુ સરળ બને.

સુધારવાની તક લાગુ કરો

સુધારવાની ઘણી તકો તાત્કાલિક લાગુ કરી શકાય છે. જો તમે સુઝાવ આપેલા ફેરફારો સાથે આગળ વધવા તૈયાર હો, તો હમણાં લાગુ કરો પર (અથવા જો તમે એક કરતાં વધુ સુધારવાની તકો લાગુ કરી રહ્યાં હો તો) બધી લાગુ કરો પર ક્લિક કરો. ફેરફારો તાત્કાલિક રીતે અમલમાં મૂકાશે.

નોંધ: તમે સુઝાવ આપેલા ફેરફારો લાગુ કરો, પછી કોઈપણ રીતે તમારા પાછલા જાહેરાત સેટિંગ પર ઑટોમૅટિક રીતે પાછા ફરવું શક્ય નથી. જોકે, તમે કોઈપણ સમયે તમારા જાહેરાત સેટિંગમાં મેન્યુઅલી ફેરફાર કરી શકો છો.
સુધારવાની તકને 'થઈ ગયું' તરીકે માર્ક કરો
સુધારવાની કેટલીક તકો માટે તમારે ક્રિયા કરવી જરૂરી હોય છે, ઉદાહરણ તરીકે, કોઈ નવું જાહેરાત યુનિટ બનાવવાની અથવા કોઈ વર્તમાન જાહેરાત યુનિટને તમારા પેજ પર ખસેડવાની. સુઝાવ આપેલી ક્રિયા કર્યા પછી, મેં આ કર્યું છે પર ક્લિક કરીને અમને જણાવો.
સુધારવાની તકનો ઉપયોગ કરીને પ્રયોગ કરો
સુઝાવ આપેલા ફેરફારો તાત્કાલિક રીતે લાગુ કરવાને બદલે સુધારવાની કેટલીક તકો તમને પ્રયોગ કરવાનો વિકલ્પ આપે છે. સુધારવાની તક લાગુ કરવા વિશે જો તમે ચોક્કસ ન હો તો સુઝાવ આપેલા સેટિંગની તુલનામાં તમારા વર્તમાન સેટિંગનું પર્ફોર્મન્સ તપાસવા માટે પહેલા કોઈ A/B પ્રયોગ કરવાનું તમે હંમેશાં પસંદ કરી શકો છો.
સુધારવાની તક છોડી દો
જો તમને સુધારવાની તકમાં રુચિ ન હોય, તો તેને છોડી દેવા માટે X પર ક્લિક કરો. "સુધારવાની તકો"ના તમારા પેજ પરથી સુધારવાની તક કાઢી નાખવામાં આવશે.

તમે શા માટે સુધારવાની તકો જોઈ શકતા નથી

અમે સુધારવાની તકો માત્ર તો જ બતાવીએ છીએ જો અમે નક્કી કરીએ કે સુધારવાની એ તકો તમારી સાઇટને લાગુ થતી હોય અને અમને લાગે કે સુધારવાની એ તકોની આવક અથવા ટ્રાફિક પર સકારાત્મક અસર થશે. હાલ તમે સુધારવાની કોઈ તક ધરાવતા ન હો, તો પણ અમે સુઝાવ આપીએ છીએ કે તમે "સુધારવાની તકો"નું તમારું પેજ નિયમિત રીતે ચેક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11007006951094982983
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false