નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

AdSense પ્રોગ્રામ પૉલિસીઓ

બધા પબ્લિશરને Google પબ્લિશરની પૉલિસીઓ અને નીચે જણાવેલી પૉલિસીઓનું પાલન કરવું જરૂરી છે, તેથી કૃપા કરીને તેમને ધ્યાનપૂર્વક વાંચો. જો તમે Google પાસેથી પરવાનગી લીધા વિના આ પૉલિસીઓનું પાલન કરવામાં નિષ્ફળ જાઓ, તો અમે કોઈપણ સમયે તમારી સાઇટ પર જાહેરાત સેવા આપવાનું બંધ કરવાનો અને/અથવા તમારા AdSense એકાઉન્ટને બંધ કરવાનો અધિકાર આરક્ષિત રાખીએ છીએ. જો તમારું એકાઉન્ટ બંધ કરેલું હોય, તો તમે AdSense પ્રોગ્રામમાં વધુ ભાગ લેવા માટે પાત્ર બનશો નહીં.

કારણ કે અમે કોઈપણ સમયે અમારી પૉલિસીઓ બદલી શકીએ છીએ. કૃપા કરીને અપડેટ માટે અહીં અવારનવાર ચેક કરતા રહો. અમારા ઑનલાઇન નિયમો અને શરતો અનુસાર, અહીં પોસ્ટ કરવામાં આવેલી પૉલિસીઓ વિશે અપ ટૂ ડેટ રહેવું અને તેનું પાલન કરવું એ તમારી જવાબદારી છે. Google તરફથી અધિકરણ મળ્યા પછી જ આ પૉલિસીઓના અપવાદોને પરવાનગી રહેશે.

પબ્લિશર Google પબ્લિશરના પ્રતિબંધોની મર્યાદામાં રહીને કન્ટેન્ટવાળા પેજ પર AdSenseનો કોડ મૂકી શકે છે, જોકે આમ કરવાથી આ કન્ટેન્ટને અન્ય, અપ્રતિબંધિત કન્ટેન્ટ કરતાં ઓછી જાહેરાતો પ્રાપ્ત થઈ શકે છે.

બધું મોટું કરો બધું નાનું કરો

અમાન્ય ક્લિક અને ઇમ્પ્રેશન

પબ્લિશર તેમની પોતાની જાહેરાતો પર ક્લિક કરી શકતા નથી અથવા ઇમ્પ્રેશન અને/અથવા ક્લિકને કૃત્રિમ રીતે વધારીને બતાવવા માટે મેન્યુઅલ પદ્ધતિઓ સહિત કોઈપણ માધ્યમનો ઉપયોગ કરી શકતા નથી.

વધુ જાણો

Google જાહેરાતો પર મળતી ક્લિક વપરાશકર્તાની શુદ્ધ રુચિથી થવી આવશ્યક છે. તમારી Google જાહેરાતો પર ક્લિક અથવા ઇમ્પ્રેશનને કૃત્રિમ રીતે વધારીને બતાવવા માટેની કોઈપણ પદ્ધતિ ચુસ્તપણે પ્રતિબંધિત છે. આ પ્રતિબંધિત પદ્ધતિઓમાં વારંવાર મેન્યુઅલ ક્લિક કે ઇમ્પ્રેશન, ઑટોમૅટિક રીતે ક્લિક કરતા અને ઇમ્પ્રેશન જનરેટ કરતા ટૂલ તેમજ રોબોટ અથવા અન્ય છેતરામણા સૉફ્ટવેરનો ઉપયોગ કરવો શામેલ છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી. નોંધો કે કોઈપણ કારણસર તમારી પોતાની જાહેરાતો પર ક્લિક કરવા પર પ્રતિબંધ છે.

ક્લિક અથવા વ્યૂ માટે પ્રોત્સાહન આપવું (રિવૉર્ડ સિવાયની ઇન્વેન્ટરી)

રિવૉર્ડ ઇન્વેન્ટરીને બાદ કરતા પબ્લિશર અન્ય લોકોને તેમની જાહેરાતો પર ક્લિક કરવાનું કે જોવાનું કહી નહીં શકે અથવા ક્લિક મેળવવા કે વ્યૂ વધારવા માટે અમલીકરણની છેતરામણી પદ્ધતિઓનો ઉપયોગ નહીં કરી શકે. આમાં વપરાશકર્તાઓને જાહેરાતો જોવા અથવા શોધવા માટે વળતર આપવાની ઑફર કરવી, આ પ્રકારનું વર્તન કરવા ત્રીજા પક્ષ માટે પૈસા એકત્રિત કરવા અથવા વ્યક્તિગત જાહેરાતોની બાજુમાં છબીઓ મૂકવાનું વચન આપવાનું શામેલ છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી.

વધુ જાણો

વપરાશકર્તાઓ અને જાહેરાતકર્તાઓ માટે સારા અનુભવની ખાતરી કરવા માટે AdSense પ્રોગ્રામમાં ભાગ લેનારા પબ્લિશર આ ન કરી શકે:

  • વપરાશકર્તાઓને જાહેરાતો જોવા અથવા શોધવા માટે વળતર આપવું અથવા આ પ્રકારનું વર્તન કરવા ત્રીજા પક્ષને વળતરનું વચન આપવું.
  • વપરાશકર્તાઓને "જાહેરાતો પર ક્લિક કરો", "અમને સપોર્ટ આપો", "આ લિંકની મુલાકાત લો" અથવા આ પ્રકારની અન્ય ભાષાનો ઉપયોગ કરીને Google જાહેરાતો પર ક્લિક કરવા માટે પ્રોત્સાહન આપવું.
  • ઍરો અથવા અન્ય ગ્રાફિકલ યુક્તિઓનો ઉપયોગ કરીને જાહેરાતો તરફ વપરાશકર્તાનું પ્રત્યક્ષ ધ્યાન દોરવું.
  • વ્યક્તિગત જાહેરાતોની સાથે ગેરમાર્ગે દોરતી છબીઓ મૂકવી.
  • ફ્લોટિંગ બૉક્સ સ્ક્રિપ્ટમાં જાહેરાતો મૂકવી.
  • જાહેરાતોને ફૉર્મેટ કરવી કે જેથી તેમને એ પેજ પરના અન્ય કન્ટેન્ટથી અલગ પારખી ન શકાય.
  • સાઇટ કન્ટેન્ટનું ફૉર્મેટ કરવું કે જેથી તેને જાહેરાતોથી અલગ કરવું મુશ્કેલ બને.
  • Google જાહેરાત યુનિટની ઉપર ગેરમાર્ગે દોરતા લેબલ મૂકવા. ઉદાહરણ તરીકે, જાહેરાતોને "પ્રાયોજિત લિંક" અથવા "જાહેરાતો" તરીકે લેબલ કરી શકાય છે, પરંતુ "મનપસંદ સાઇટ" અથવા "આજની ટોચની ઑફર" તરીકે લેબલ કરી શકાય નહીં.

ટ્રાફિક સૉર્સ

અમુક ચોક્કસ સૉર્સમાંથી ટ્રાફિક પ્રાપ્ત કરનારા પેજ પર Google જાહેરાતો મૂકી શકાતી નથી. ઉદાહરણ તરીકે, પબ્લિશર કોઈપણ સૉફ્ટવેર ઍપ્લિકેશનની ક્રિયાના પરિણામે ક્લિક કરીને કમાઓ પ્રોગ્રામમાં ભાગ લઈ શકશે નહીં, વણજોઈતા ઇમેઇલ મોકલી શકશે નહીં અથવા જાહેરાતો ડિસ્પ્લે કરી શકશે નહીં. આ ઉપરાંત, ઑનલાઇન જાહેરાતનો ઉપયોગ કરનારા પબ્લિશરે ખાતરી કરવી આવશ્યક છે કે તેમના પેજ Googleના લૅન્ડિંગ પેજના ક્વૉલિટી દિશાનિર્દેશોનું પાલન કરે છે.

વધુ જાણો

ઇન્ટરનેટ વપરાશકર્તાઓ અને Google જાહેરાતકર્તાઓ માટે સકારાત્મક અનુભવની ખાતરી કરવા Google જાહેરાતો બતાવતી સાઇટ આ ન કરી શકે:

  • ક્લિક અથવા ઇમ્પ્રેશન જનરેટ કરતી ત્રીજા પક્ષની સેવાઓનો ઉપયોગ કરવો. જેમ કે ક્લિક કરીને કમાઓ, સર્ફ કરવા માટે ચુકવણી, ઑટો-સર્ફ અને ક્લિક-એક્સચેંજ પ્રોગ્રામ.
  • ત્રીજા પક્ષની વેબસાઇટ પર અનપેક્ષિત સામૂહિક ઇમેઇલ અથવા વણજોઈતી જાહેરાતો મારફતે પ્રચાર કરવો.
  • ટૂલબાર જેવી સૉફ્ટવેર ઍપ્લિકેશનની ક્રિયાઓના પરિણામે Google જાહેરાતો, શોધ બૉક્સ કે શોધ પરિણામો બતાવવા.
  • પૉપ-અપને ટ્રિગર કરતા હોય એવા કોઈપણ સૉફ્ટવેર મારફતે લોડ કરવી, વપરાશકર્તાઓને વણજોઈતી વેબસાઇટ તરફ રીડાયરેક્ટ કરવા, બ્રાઉઝર સેટિંગમાં ફેરફાર કરવા અથવા અન્યથા સાઇટ નૅવિગેશનને અવરોધિત કરવા. કોઈ જાહેરાત નેટવર્ક અથવા તેના આનુષંગિક તમારો AdSenseનો કોડ શામેલ હોય એવા પેજ તરફ ટ્રાફિક નિર્દેશિત કરવા માટે આવી પદ્ધતિઓનો ઉપયોગ કરશે નહીં તેની ખાતરી કરવાની જવાબદારી તમારી છે.
  • જ્યાં સુધી સાઇટ Googleના લૅન્ડિંગ પેજના ક્વૉલિટી દિશાનિર્દેશોના તત્વોનું પાલન ન કરે ત્યાં સુધી ઑનલાઇન જાહેરાતમાંથી ટ્રાફિક મેળવો. ઉદાહરણ તરીકે, વપરાશકર્તાઓ સરળતાથી શોધી શકે કે તમારી જાહેરાત શું વચનો આપે છે.

જાહેરાતનું વર્તન

પબ્લિશરને AdSense જાહેરાતના કોડમાં ત્યાં સુધી ફેરફાર કરવાની પરવાનગી છે, જ્યાં સુધી તે ફેરફારો જાહેરાતના પર્ફોર્મન્સને કૃત્રિમ રીતે વધારીને ન બતાવે અથવા જાહેરાતકર્તાઓને નુકસાન ન પહોંચાડે. વધુ માહિતી માટે AdSense જાહેરાતના કોડમાં ફેરફાર જુઓ.

જાહેરાતની પ્લેસમેન્ટ

પબ્લિશરને વિવિધ પ્લેસમેન્ટ અને જાહેરાતના ફૉર્મેટ સાથે પ્રયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. જોકે, AdSenseનો કોડ પૉપ-અપ, ઇમેઇલ અથવા સૉફ્ટવેર જેવા અયોગ્ય સ્થાનોએ મૂકી શકાતો નથી. પબ્લિશરે ઉપયોગમાં લેવાતી દરેક પ્રોડક્ટ માટે બનેલી પૉલિસીઓનું પણ પાલન કરવું આવશ્યક છે. વધુ માહિતી માટે કૃપા કરીને અમારી જાહેરાતની પ્લેસમેન્ટની પૉલિસીઓનો લેખ જુઓ.

જાહેરાતની પ્લેસમેન્ટની બધી પૉલિસીઓ જુઓ.

Google જાહેરાતો, શોધ બૉક્સ અથવા શોધ પરિણામો:

  • ટૂલબાર સહિત કોઈપણ પ્રકારના સૉફ્ટવેર ઍપ્લિકેશન (AdMob પર લાગુ નથી)માં એકીકૃત ન હોઈ શકે.
  • Google જાહેરાતો, શોધ બૉક્સ અથવા શોધ પરિણામો ધરાવતા પેજને પૉપ-અપ કે પૉપ-અંડરમાં જ્યાં લોડ કરવામાં આવે છે તે વિસ્તાર સહિત પૉપ-અપ અથવા પૉપ-અંડરમાં બતાવવામાં આવી ન શકે.
  • ઇમેઇલમાં અથવા જ્યાં ઇમેઇલ મેસેજ પ્રાથમિકતા ધરાવતા હોય એ પેજ પર મૂકેલા ન હોઈ શકે.
  • જ્યાં ડાઇનૅમિક રીતે જનરેટ થતું કન્ટેન્ટ (જેમ કે લાઇવ ચૅટ, ઇન્સ્ટન્ટ મેસેજિંગ, ઑટો-રિફ્રેશ થતી કૉમેન્ટ) પેજનું મૂળ ફોકસ ધરાવતું હોય એ પેજ પર મૂકેલા ન હોઈ શકે.
  • કન્ટેન્ટ-આધારિત ન હોય એવા કોઈપણ પેજ પર મૂકેલા ન હોઈ શકે. (શોધ માટે AdSense અથવા શોધ માટે મોબાઇલ AdSense પર લાગુ નથી.)
  • વિશેષ રીતે જાહેરાતો બતાવવાના હેતુથી પબ્લિશ કરેલા પેજ પર મૂકેલા ન હોઈ શકે.
  • એવા પેજ પર મૂકેલા ન હોઈ શકે જેમનું કન્ટેન્ટ કે URL લોગો, ટ્રેડમાર્ક અથવા અન્ય બ્રાંડ સુવિધાઓનો દુરૂપયોગ કરીને તે Google સાથે સંકળાયેલા છે એવી મૂંઝવણમાં વપરાશકર્તાઓને મૂકી દે છે.
  • અન્ય Google પ્રોડક્ટ અથવા સેવાઓની સાથે કે અંદર એવી રીતે મૂકી શકાતા નથી કે જેથી એ પ્રોડક્ટ અથવા સેવાઓની પૉલિસીઓનું ઉલ્લંઘન થાય.
  • કન્ટેન્ટને ફ્રેમ કરનારા પેજ પર મૂકવામાં આવ્યું. કન્ટેન્ટનું ફ્રેમિંગ ત્યારે થાય છે જ્યારે સાઇટ અથવા ઍપ, ફ્રેમ કે વિંડોની અંદર કોઈની અન્ય સાઇટ એ કન્ટેન્ટના માલિકોની પરવાનગી લીધા વિના બતાવે છે. 

સાઇટનું વર્તન

Google જાહેરાતો બતાવતી સાઇટ વપરાશકર્તાઓ માટે નૅવિગેટ કરવામાં સરળ હોવી જોઈએ. સાઇટ વપરાશકર્તાની પસંદગીઓ બદલી શકે નહીં, વપરાશકર્તાઓને વણજોઈતી વેબસાઇટ પર રીડાયરેક્ટ કરી શકે નહીં, ડાઉનલોડ શરૂ કરી શકે નહીં, માલવેર અથવા સાઇટ નૅવિગેશનને અવરોધિત કરે એવા પૉપ-અપ કે પૉપ-અંડર શામેલ કરી શકે નહીં.

સાઇટનું છેતરામણું નૅવિગેશન

ક્લિક અથવા વ્યૂ મેળવવા માટે પબ્લિશર અમલીકરણની એવી કોઈ ભ્રામક પદ્ધતિનો ઉપયોગ કરી શકતા નથી, જેને કારણે જાહેરાતોનું પ્લેસમેન્ટ એવી રીતે કરવામાં આવ્યું હોય કે ભૂલથી તેમને મેનૂ, નૅવિગેશન અથવા ડાઉનલોડ માટેની લિંક માનવામાં આવી શકે. ધ્યાન રાખો કે દરેક પબ્લિશર પર એ વાતની ખાતરી કરવાની જવાબદારી હોય છે કે તેમની જાહેરાતનું અમલીકરણ જાહેરાતની પ્લેસમેન્ટની પૉલિસીઓનું પાલન કરે છે.

આમાં નીચે જણાવેલી બાબતોનો સમાવેશ થાય છે, પરંતુ તેના સુધી મર્યાદિત નથી:

  • સ્ટ્રીમિંગ કન્ટેન્ટ અથવા ડાઉનલોડ વિશેના ખોટા દાવા કરવા માટે
  • અસ્તિત્વમાં ન હોય, એવા કન્ટેન્ટ સાથે લિંક કરવા માટે
  • અસંબંધિત અથવા ગેરમાર્ગે દોરતા વેબપેજ પર વપરાશકર્તાઓને રીડાયરેક્ટ કરવા માટે
  • જાણી જોઈને વપરાશકર્તાઓને ગેરમાર્ગે દોરવા માટે ડિઝાઇન કરેલા અન્ય પ્રકારના નૅવિગેશન માટે
  • એવા પેજ કે જેમાં નૅવિગેશનમાં અડચણરૂપ બને એવી રીતે જાહેરાતોનું પ્લેસમેન્ટ કરવામાં આવ્યું હોય.

ઍપ માટે વેબ કન્ટેન્ટ જોવાની ફ્રેમની ટેક્નિકલ જરૂરિયાતો

વેબ કન્ટેન્ટ જોઈ શકાય તેવી ફ્રેમ મારફતે AdSense અને Ad Managerની ડિસ્પ્લે જાહેરાતો પબ્લિશ કરીને કમાણી કરવાની ઇચ્છા ધરાવતા ઍપ ડેવલપર દ્વારા નીચે જણાવેલા એકીકરણના વિકલ્પોનો ઉપયોગ કરવો આવશ્યક છે:

  1. જાહેરાતો માટે WebView API
    WebView આવૃત્તિ (Android: WebView, iOS: WKWebView) રજિસ્ટર કરાવવા માટે, ઍપ ડેવલપરને જાહેરાતો માટેના WebView APIને Google Mobile Ads SDK સાથે એકીકૃત કરવા પ્રોત્સાહિત કરવામાં આવે છે.

    developer documentationAndroidઅને iOS માટેના ડેવલપરના દસ્તાવેજીકરણમાં વધુ જાણો.

    જ્યાં સુધી Google Mobile Ads SDKનો ઉપયોગ થઈ રહ્યો હોય અને પબ્લિશર અન્ય તમામ સંબંધિત પ્રોગ્રામ પૉલિસીઓ તથા માર્ગદર્શિકાઓનું પાલન કરતા હોય, ત્યાં સુધી AdMob અને Ad Manager ઍપમાંની જાહેરાતો WebViewની બાજુમાં ઍપ પર બતાવવામાં આવી શકે છે.

    રિમાઇન્ડર તરીકે, WebViewમાંનું કન્ટેન્ટ તે જ કન્ટેન્ટ પૉલિસીની આવશ્યકતાઓને આધિન છે, જે જ્યારે કન્ટેન્ટ બ્રાઉઝરમાં હોય ત્યારે લાગુ થાય છે.
  2. જોઈ શકાય એવી અન્ય સપોર્ટેડ ફ્રેમ:

સંવેદનશીલ ઇવેન્ટ

"સંવેદનશીલ ઇવેન્ટ" એ એવી અણધારી ઇવેન્ટ અથવા ક્રમિક અભિવૃદ્ધિ છે, જે ઉચ્ચ ક્વૉલિટીની, સંબંધિત માહિતી અને પાયાની હકીકત પ્રદાન કરવાની તથા પ્રાધાન્યતાવાળી અને કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓમાં અસંવેદનશીલ અથવા દુરૂપયોગ કરતા કન્ટેન્ટને ઘટાડવાની Googleની ક્ષમતા માટે નોંધપાત્ર જોખમ ઊભું કરે છે. સંવેદનશીલ ઇવેન્ટ દરમિયાન, અમે આ જોખમોને ટાળવા માટે વિવિધ પગલાં લઈ શકીએ છીએ.

પ્રોડક્ટ સંબંધિત વિશેષ પૉલિસીઓ

છેલ્લે અપડેટ કર્યાની તારીખ: 9 ફેબ્રુઆરી, 2024

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
886466141272637236
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false