નોટિફિકેશન

કૃપા કરીને તમારા AdSense પેજની મુલાકાત લેવાની ખાતરી કરો, જેમાં તમે AdSense સાથે સફળ થવામાં તમારી સહાય માટે, તમારા એકાઉન્ટ વિશેની મનગમતી બનાવેલી માહિતી શોધી શકો છો.

પૉલિસીઓ

પૉલિસી સંબંધિત સમસ્યાઓ અને જાહેરાત સેવાના સ્ટેટસ વિશેની સમજણ

આ લેખમાં, અમે એ બાબતનો રિવ્યૂ કરીશું કે જાહેરાત સેવાને અસર કરતી સમસ્યાઓના પ્રકારો કયા છે અને પૉલિસી કેન્દ્રમાં જાહેરાત સેવાના સ્ટેટસનો અર્થ શું થાય છે.

જાહેરાત સેવાને અસર કરતી સમસ્યાઓ

જો તમારી સાઇટમાં જાહેરાત સેવાને અસર કરતી કોઈ સમસ્યા હોય, તો તેનો અર્થ એ થાય છે કે તમારી સાઇટ દ્વારા અમારી પ્રોગ્રામ પૉલિસીઓનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, Google પબ્લિશરના પ્રતિબંધો અનુસાર તેને પ્રતિબંધિત કરવામાં આવી છે અથવા તેના પર ક્લિકનું કન્ફર્મેશન ચાલુ છે. આમાં એવા કિસ્સાઓનો સમાવેશ થાય છે, જેમાં સમસ્યાઓ ધરાવતી સાઇટમાં તમે શામેલ કરેલા તમારા પેજમાંથી જાહેરાતની વિનંતીઓ આવતી હોય.

4 પ્રકારની સમસ્યાઓ હોય છે: પૉલિસીના ઉલ્લંઘનો, પબ્લિશરના પ્રતિબંધો, ક્લિકનું કન્ફર્મેશન અને સંમતિ સંબંધિત જરૂરિયાત. માત્ર પૉલિસીના ઉલ્લંઘનો હોય તો જ તેમનું નિરાકરણ કરવાની જરૂર હોય છે. પબ્લિશરના પ્રતિબંધો હોય તો તમારે તેમનું નિરાકરણ કરવાની કોઈ જરૂર નથી, પરંતુ ધ્યાન રાખો કે તેને કારણે તમારી સાઇટ પર જાહેરાત સેવા પરના પ્રતિબંધો જળવાઈ રહેશે. અમે તમને 'ક્લિકનું કન્ફર્મેશન' અને સંમતિ સંબંધિત જરૂરિયાતની સમસ્યાઓ પર પગલું લેવાનો સુઝાવ આપીએ છીએ કારણ કે તે તમારી આવકને અસર કરી શકે છે.

તમારી જાહેરાત સેવા પર કોઈપણ પગલું લેતા પહેલાં તમને ચેતવણી પણ મળી શકે છે. સમસ્યાના પ્રકારો વિશે વધુ માહિતી મેળવવા માટે નીચે આપેલા કોષ્ટકનો રિવ્યૂ કરો.

પ્રકાર તેનો અર્થ શું છે જાહેરાત સેવાનું સ્ટેટસ ઉદાહરણો
પૉલિસીનું ઉલ્લંઘન (નિરાકરણ કરવું આવશ્યક છે)

તમારી સાઇટ હાલમાં પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરી રહી નથી.

જ્યારે આવી સમસ્યા નિર્માણ થાય, ત્યારે તમારી સાઇટ અમારી પૉલિસીઓનું પાલન કરતી થાય તે માટે તમારે તમારી સાઇટમાં ફેરફાર કરવો જરૂરી હોય છે.

સ્ટેટસ કૉલમમાં પૉલિસીના ઉલ્લંઘનોને નિરાકરણ કરવું આવશ્યક છે તરીકે માર્ક કરવામાં આવે છે.

જાહેરાત સેવા બંધ હોય અથવા તો જાહેરાત સેવા પ્રતિબંધિત હોય ત્યારે તેની સાથે પૉલિસીના ઉલ્લંઘનો લાગુ કરવામાં આવે છે.

પૉલિસી ઉલ્લંઘનોના ઉદાહરણો આ મુજબ હોઈ શકે છે, પરંતુ માત્ર તેના સુધી સીમિત હોતા નથી:
  • અયોગ્ય જાતીય કન્ટેન્ટ
  • ભયજનક અથવા અપમાનજનક કન્ટેન્ટ
  • એવું લેઆઉટ જે લોકોને ક્લિક કરવા પ્રોત્સાહિત કરે
પબ્લિશરના પ્રતિબંધો

તમારી સાઇટ Google પબ્લિશરના પ્રતિબંધો હેઠળ આવે છે.

આમ તો તમે આ પ્રકારના કન્ટેન્ટ વડે કમાણી કરવાની પ્રક્રિયા પસંદ કરી શકો છો, પરંતુ જાહેરાતના બધા સૉર્સ તેની પર બિડ કરવા માગતા ન હોવાથી તમને ઓછી જાહેરાતો મળવાની શક્યતા રહેશે.

પબ્લિશરના પ્રતિબંધો ધરાવતી સાઇટ પર પ્રતિબંધિત જાહેરાત સેવા પ્રાપ્ત થાય છે. પબ્લિશરના પ્રતિબંધોના ઉદાહરણો આ મુજબ હોઈ શકે છે, પરંતુ માત્ર તેના સુધી સીમિત હોતા નથી:
  • જાતીય કન્ટેન્ટ
  • આઘાતજનક કન્ટેન્ટ
  • ઑનલાઇન જુગાર સંબંધિત કન્ટેન્ટ
ચેતવણી

તમારી જાહેરાત સેવા પર પગલાં લેતા પહેલાં કેટલાક પૉલિસીના ઉલ્લંઘનો અને પબ્લિશરના પ્રતિબંધોને ચોક્કસ અવધિમાં ઉકેલવા માટેની ચેતવણી આપવામાં આવે છે.

જો તમને ચેતવણી મળે, તો તેનો અર્થ એ થાય છે કે તમારી સાઇટ હાલમાં પ્રોગ્રામ પૉલિસીઓનું પાલન કરતી નથી અથવા તમારી સાઇટમાં એવું કન્ટેન્ટ શામેલ છે કે જે Google પબ્લિશરના પ્રતિબંધો હેઠળ આવે છે.

આ સમસ્યાનું નિરાકરણ કરવા માટે, તમારી સાઇટ પૉલિસીઓનું પાલન કરતી થાય તે માટે તમારે તમારી સાઇટમાં ફેરફાર કરવો જરૂરી હોય છે.

જો તમે કોઈ ફેરફાર નહીં કરો, તો તમારી સાઇટ અથવા એકાઉન્ટ પર વધુ પગલાં લેવામાં આવી શકે છે.

ચેતવણી ધરાવતી સાઇટને જાહેરાત સેવા જોખમમાં છે તરીકેનું નોટિફિકેશન મળે છે. ચેતવણીઓનું કારણ બને એવી સમસ્યાઓના ઉદાહરણો આ મુજબ હોઈ શકે છે, પરંતુ માત્ર તેના સુધી સીમિત હોતા નથી:
  • જાહેરાતો અને કન્ટેન્ટનું ઓવરલેપ
ક્લિકનું કન્ફર્મેશન

Google Ads દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે તમારી સાઇટ પરની અમુક જાહેરાતો અનિચ્છનીય ક્લિક જનરેટ કરી રહી છે. આનાથી વપરાશકર્તાને નબળો વપરાશકર્તા અનુભવ મળે છે કારણ કે વપરાશકર્તા તેમના હેતુપૂર્વકના કન્ટેન્ટને બદલે જાહેરાતકર્તાના લૅન્ડિંગ પેજ પર પહોંચી જાય છે.

Google Ads દ્વારા તેની અસરગ્રસ્ત જાહેરાતો પર ક્લિકનું કન્ફર્મેશન ઉમેરવામાં આવ્યું છે. ક્લિકનું કન્ફર્મેશન બીજી વાર ક્લિક કરવાની સુવિધા ઉમેરે છે, જે વપરાશકર્તાને જાહેરાત કરાયેલા પેજની મુલાકાત લેવા માટેનો તેમનો હેતુ કન્ફર્મ કરવાની સુવિધા આપીને વપરાશકર્તા અનુભવ બહેતર બનાવે છે.

જે સાઇટ પર ક્લિકનું કન્ફર્મેશન ઉમેરવામાં આવ્યું હોય તે સાઇટ ક્લિકનું કન્ફર્મેશન ચાલુ છેની સુવિધા મેળવે છે. તમારે રિવ્યૂ કરવા જોઈએ એવા અમલીકરણના ઉદાહરણો અહીં આપેલા છે, પણ આટલા પૂરતા મર્યાદિત નથી:
  • નૅવિગેશનલ તત્ત્વોની નજીક જાહેરાતો
  • ડિસ્પ્લે જાહેરાતો પર ઓવરલે થતાં નૅવિગેશનલ તત્ત્વો
  • જાહેરાતોની ઉપર અથવા નજીકમાં બટન
  • જાહેરાતોની ઉપર અથવા નજીકમાં સાઇટ કન્ટેન્ટ
  • સાઇટ કન્ટેન્ટના રીફ્લોને કારણે ગુંચવણ ઊભી થવી.
  • જાહેરાતની પ્લેસમેન્ટ સંબંધિત પૉલિસીઓનું કોઈપણ ઉલ્લંઘન
સંમતિ સંબંધિત જરૂરિયાત EEA, યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડમાં વપરાશકર્તાઓને જાહેરાતો આપતી વખતે, તમે અત્યારે IABના પારદર્શિતા અને સંમતિ માટેના ફ્રેમવર્ક (TCF) સાથે રજિસ્ટર કરેલા પ્રમાણિત સંમતિ મેનેજમેન્ટ પ્લૅટફૉર્મ (CMP)નો ઉપયોગ કરતા નથી.

અમે 16 જાન્યુઆરી, 2024ના રોજથી, તબક્કાવાર TCFની આવશ્યકતાઓ સાર્વજનિક રીતે રિલીઝ કરી રહ્યાં છીએ.

સંમતિ સંબંધિત જરૂરિયાતમાં સમસ્યાઓવાળી સાઇટને જાહેરાતને મનગમતી બનાવવાની મર્યાદિત સુવિધા મળે છે.

સંમતિ સંબંધિત જરૂરિયાતમાં આવતી સમસ્યાઓ આ છે:

  • કોઈ CMP નથી: EEA, યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડની તમારી ઇન્વેન્ટરી પરની કેટલીક જાહેરાતની વિનંતીઓમાં TCF સ્ટ્રિંગ ખૂટે છે.
  • CMP પ્રમાણિત નથી: EEA, યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડની તમારી ઇન્વેન્ટરી પરની કેટલીક જાહેરાતની વિનંતીઓમાં પ્રમાણિત CMPની TCF સ્ટ્રિંગ ખૂટે છે.

જાહેરાત સેવાના સ્ટેટસની સમજણ

તમારી જાહેરાત સેવાના સ્ટેટસ તમને જણાવે છે કે સમસ્યાઓને કારણે તમારી સાઇટ પર કેવી અસર થઈ છે. નીચે આપેલું કોષ્ટક સ્ટેટસ અને તેમના અર્થ સ્પષ્ટ કરે છે.

સ્ટેટસ તેનો અર્થ શું છે તમે કરી શકો તે બાબતો
જાહેરાત સેવા બંધ છે તમારી સાઇટ પર બધી જાહેરાતો બ્લૉક કરવામાં આવી છે. પૉલિસીના ઉલ્લંઘનોને કારણે તમારી સાઇટ પર જાહેરાતો બતાવવામાં આવી રહી નથી.

તમારે કયા ફેરફારો કરવાની જરૂર છે તે નક્કી કરવા માટે, પૉલિસી કેન્દ્રમાં દેખાતા સમસ્યાના વર્ણનનો રિવ્યૂ કરો.

તમે તમારી સાઇટ પર પૉલિસીના ઉલ્લંઘનોનું નિરાકરણ કરી લો, ત્યાર પછી જાહેરાત સેવા ચાલુ કરવા માટે રિવ્યૂની વિનંતી કરી શકો છો.

જાહેરાત સેવા પ્રતિબંધિત છે

તમારી ઇન્વેન્ટરી પર બિડ કરી શકે એવા જાહેરાતકર્તાઓ પર પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

જાહેરાતના બધા સૉર્સ બિડ કરી શકતા ન હોવાથી શક્ય છે કે તમારી સાઇટ પર ખરીદનાર ઓછા થઈ જાય અથવા તેમના તરફથી કોઈ માગ જ ન રહે.

જો કોઈ ફેરફાર કરવો જરૂરી હોય, તો તમારે કયો ફેરફાર કરવાની જરૂર છે તે નક્કી કરવા માટે, પૉલિસી કેન્દ્રમાં દેખાતા સમસ્યાના વર્ણનનો રિવ્યૂ કરો.

રિમાઇન્ડર: પૉલિસીના ઉલ્લંઘનોનું નિરાકરણ કરવું આવશ્યક હોય છે, જ્યારે પબ્લિશરના પ્રતિબંધો સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ કરવું વૈકલ્પિક હોય છે. સમસ્યાના પ્રકારો વિશે વધુ જાણો.

જાહેરાત સેવા જોખમમાં છે

હજી સુધી જાહેરાત સેવા પર કોઈ અસર થઈ નથી, પરંતુ જાહેરાત સેવા ચાલુ રહે, તેની ખાતરી કરવા માટે તમારે તમારી સાઇટમાં ફેરફારો કરવા જરૂરી રહેશે.

તમારી સાઇટ પર દેખાતી ચેતવણીને કારણે આમ કરવું જરૂરી છે. ચેતવણીઓમાં સામાન્ય રીતે, સમસ્યા ઉકેલવાની તારીખો, આગલું પગલું ક્યારે લેવામાં આવશે અને જાહેરાત સેવા પર ક્યારે અસર થશે જેવી બાબતો શામેલ હોય છે.

જાહેરાત સેવાને પ્રતિબંધિત અથવા બંધ થવાથી અટકાવવા, સમસ્યાઓના ઉકેલ માટે આપવામાં આવેલી તારીખ પહેલાં જ તેમનું નિરાકરણ કરો.

તમારે કયા ફેરફારો કરવાની જરૂર છે તે નક્કી કરવા માટે, પૉલિસી કેન્દ્રમાં દેખાતા સમસ્યાના વર્ણનનો રિવ્યૂ કરો.

મર્યાદિત જાહેરાત સેવા

આને કારણે તમારા AdSense એકાઉન્ટ પર અસર થાય છે. મર્યાદિત જાહેરાત સેવાનો અર્થ થાય છે કે Google દ્વારા જાહેરાતોની એ સંખ્યાને મર્યાદિત કરવામાં આવી છે, જે તમારું AdSense એકાઉન્ટ બતાવી શકે છે.

જાહેરાત સેવાની મર્યાદાઓ વિશે વધુ જાણો.

તમે તમારા જાહેરાતના ટ્રાફિક અને વપરાશકર્તાઓને સમજતા હો એ વાતની ખાતરી કરો. ક્યારેય તમારી પોતાની જાહેરાતો પર ક્લિક કરશો નહીં તેમજ અવિશ્વસનીય અથવા ઓછી-ક્વૉલિટી ધરાવતી પાર્ટી સાથે ભાગીદારી કરવાનું ટાળો.

અમાન્ય પ્રવૃત્તિને રોકવા વિશે વધુ જાણો.

ક્લિકનું કન્ફર્મેશન ચાલુ છે તમારી ઇન્વેન્ટરી પરની અમુક જાહેરાતો અહેતુક ક્લિક કરી રહી છે તેથી Google દ્વારા આ જાહેરાતો પર ક્લિકનું કન્ફર્મેશન ઉમેરવામાં આવ્યું છે.

તમારા જાહેરાત અમલીકરણોનો રિવ્યૂ કરો. નામંજૂર અને સુઝાવ આપેલા અમલીકરણો વિશે વધુ જાણો.

જ્યારે અમારી સિસ્ટમ આકસ્મિક ક્લિકની ભાળ મેળવે, ત્યારે તે ક્લિકનું કન્ફર્મેશન ઑટોમૅટિક રીતે લાગુ કરે છે. એવી જ રીતે જ્યારે સિસ્ટમ આકસ્મિક ક્લિકની ભાળ મેળવે નહીં, ત્યારે તે ક્લિકનું કન્ફર્મેશન ઑટોમૅટિક રીતે હટાવી દે છે.

જાહેરાતને મનગમતી બનાવવાની મર્યાદિત સુવિધા

વપરાશકર્તાની સંમતિ માગવા માટે, અમુક સાઇટ કોઈ પ્રમાણિત CMPનો ઉપયોગ કરી રહી નથી.

આનો અર્થ છે કે EEA, યુકે અને સ્વિટ્ઝર્લૅન્ડમાં માત્ર મર્યાદિત જાહેરાતો જ આપવા માટે યોગ્યતા ધરાવશે. પ્રમાણિત CMPનો ઉપયોગ કરતી સાઇટ મનગમતી બનાવેલી જાહેરાતો અથવા મનગમતી ન બનાવેલી જાહેરાતો (NPA) માટે યોગ્યતા ધરાવે છે.

કોઈ CMP નથી:

  1. જો તમે પહેલેથી TCF સાથે રજિસ્ટર થયેલું કોઈ પ્રમાણિત CMP પસંદ ન કર્યું હોય, તો તેને પસંદ કરો.
  2. તમારા CMPના નિરાકરણનો અમલ કરો.

પ્રમાણિત CMPના વિકલ્પો વિશે વધુ જાણો.

CMP પ્રમાણિત નથી:

  1. જો તમારી પાસે તમારું પોતાનું CMP હોય, તો સર્ટિફિકેશન માટે રજિસ્ટર કરો.
  2. જો તમે પ્રમાણિત ન હોય તેવા કોઈ ત્રીજા પક્ષના CMPનો ઉપયોગ કરતા હો, તો તમારા CMPને સર્ટિફિકેશન માટે રજિસ્ટર કરાવવા માટે પ્રોત્સાહિત કરો. તમે અમારી પ્રમાણિત CMPs ની સૂચિ પણ જોઈ શકો છો.
નોંધ: જો તમે તાજેતરમાં કોઈ પ્રમાણિત CMP અપનાવ્યું હોય, તો આ સમસ્યાનું નિરાકરણ કરવામાં અને પૉલિસી કેન્દ્રમાંથી કાઢી નાખવામાં વધુમાં વધુ 48 કલાક જેટલો સમય લાગી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
true
તમારું AdSense પેજ

રજૂ કરી રહ્યાં છીએ AdSense પેજ: એક નવું સંસાધન કે જેમાં તમે AdSense સાથે સફળ થવામાં સહાય માટે તમારા એકાઉન્ટમાં મનગમતી બનાવેલી માહિતી અને નવી તકો શોધી શકો છો.

Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15021075920412256163
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
157
false
false