નવી ખરીદી માટે નિષ્ફળ થયેલી અથવા નકારેલી ચુકવણીની સમસ્યાનું નિવારણ કરો

જો તમે YouTube પર ખરીદી કરવાનો પ્રયાસ કરતા હો પરંતુ તમારી ચુકવણી નકારવામાં આવે અથવા તે નિષ્ફળ થાય, તો નીચેનામાંથી તમારી સમસ્યા ઓળખો અને સૂચવેલા પગલાં અજમાવો. જો તમે તમારી માસિક મેમ્બરશિપની ચુકવણી નકારાયા વિશે સહાય ઇચ્છતા હો, તો બિલિંગ અથવા ઍક્સેસ સંબંધિત સમસ્યાઓના નિવારણની રીત વિશે વધુ જાણો.

ક્રેડિટ અને ડેબિટ કાર્ડ સંબંધિત સમસ્યા માટે

તમે ક્રેડિટ અને ડેબિટ કાર્ડ માટે જોઈ શકો તેવા કેટલાક સામાન્ય ભૂલ મેસેજ છે, જેમાં શામેલ છે:

  • “કાર્ડ નકારાયું”
  • “આ કાર્ડની માહિતી સુધારો અથવા અન્ય કાર્ડ અજમાવી જુઓ”
  • “કાર્ડની સમયસીમા સમાપ્ત થઈ ગઈ છે”
  • "કૃપા કરીને તમારા કાર્ડની માહિતી ચકાસો અને ફરી પ્રયાસ કરો"

જો તમને આમાંથી કોઈ એક ભૂલનો મેસેજ અથવા તેના જેવું કંઈક દેખાય તો નીચે પ્રમાણે અનુસરો:

ખાતરી કરો કે તમારી કાર્ડ માહિતી અપ ટૂ ડેટ છે

સમયસીમા સમાપ્ત થયેલ ક્રેડિટ કાર્ડને કારણે અથવા ખોટા બિલિંગ સરનામાને કારણે ચુકવણી ઘણીવાર નિષ્ફળ જાય છે. તમે Google Payમાં કઈ ચુકવણી પદ્ધતિ સ્ટોર કરી છે અને તે ક્યારે સમાપ્ત થાય છે તે જોઈ શકો છો. તમારો પિન કોડ તમારા બિલિંગ સરનામા સાથે મેળ ખાય છે કે કેમ તે જોવા માટે તમે કોઈપણ સૂચિબદ્ધ ચુકવણી પદ્ધતિ પર "ફેરફાર કરો" પર પણ ક્લિક કરી શકો છો.

જો તમારી પાસે ચુકવણી પદ્ધતિ સમાપ્ત થઈ ગઈ હોય, તો તેને દૂર કરવા માટેઆ પગલાં અનુસરો અને પછી નવી ચુકવણી પદ્ધતિ ઉમેરો. તમે નવી ચુકવણી પદ્ધતિ ઉમેર્યા પછી અથવા તમારો પિન કોડ અપડેટ કર્યા પછી તમારી ખરીદીનો ફરી પ્રયાસ કરો.

કોઈપણ વિનંતી કરેલી માહિતી સબમિટ કરો

જો તમે Google ને વધારાની માહિતી સબમિટ કરવાની વિનંતી કરતો એક ભૂલનો મેસેજ જોવા મળે તો કૃપા કરીને તે વિગતો સબમિટ કરવા માટે સૂચનાઓને અનુસરો. ઉદાહરણ તરીકે, તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને ખરીદી કરવા સક્ષમ બનતા પહેલા તમારે Google Pay પર તમારી ઓળખ ચકાસવાની જરૂર પડી શકે છે.

તમે કોઈપણ સમયે અલર્ટ અથવા એકાઉન્ટની સમસ્યાઓને ઠીક કરવાની વિનંતીઓ માટે Google Pay તપાસી શકો છો.

તપાસો કે તમારી પાસે ખરીદી માટે પૂરતું ભંડોળ છે

કેટલીકવાર અપૂરતા ભંડોળને કારણે વ્યવહાર નકારવામાં આવે છે. તમારી પાસે ખરીદી પૂર્ણ કરવા માટે પર્યાપ્ત ભંડોળની ખાતરી કરવા માટે તમારું એકાઉન્ટ તપાસો.

નોંધ: જ્યારે તમે અજમાયશ માટે સાઇન અપ કરો ત્યારે તમે તમારા એકાઉન્ટ પર અધિકરણ માટે બાકી રાખેલું જોઈ શકો છો. આ બાકી રાખેલું તમારી માન્ય ચુકવણી પદ્ધતિની ખાતરી માટે છે અને તે તમારી બેંક દ્વારા આપમેળે દૂર કરવામાં આવશે અને થોડા સમય પછી રિફંડ આપવામાં આવશે. જો કે, જો તમારી પાસે તમારા એકાઉન્ટમાં બાકી રાખેલી રકમ ન હોય તો તમારું સાઇન-અપ નિષ્ફળ થઈ શકે છે. તમે અહીં અધિકરણ માટે બાકી રાખેલાં વિશે વધુ જાણી શકો છો.

તમારી બેંક અથવા કાર્ડ રજૂકર્તાનો સંપર્ક કરો

તમારા કાર્ડમાં ચોક્કસ પ્રતિબંધો હોવાના કારણે તમારી ચુકવણી નિષ્ફળ થઈ શકે છે. વ્યવહાર વિશે પૂછવા માટે તમારું કાર્ડ જારી કરનાર બેંક અથવા કંપનીનો સંપર્ક કરો અને જુઓ કે તેઓ નકારવાનું કારણ જાણે છે કે કેમ.

જો તમે યુએસની બહાર હો તો તમારે તમારું કાર્ડ અને બેંક આંતરરાષ્ટ્રીય વ્યવહારોને સમર્થન આપે છે તેની પણ ખાતરી કરવી પડશે. તમારા દેશના આધારે, તમારે ઑનલાઇન વ્યવહારો માટે તમારા કાર્ડના ઉપયોગને અધિકૃત કરવા માટે તમારી બેંકનો સંપર્ક કરવાની પણ જરૂર પડી શકે છે.

અન્ય કોઈ ચુકવણી પદ્ધતિ વડે ચુકવણીનો પ્રયાસ કરો. 

  • જો તમે ઉપયોગ કરવાનો પ્રયાસ કરેલ પ્રથમ ચુકવણી પદ્ધતિ કામ ન કરતી હોય, તો તમે બીજી પદ્ધતિ અજમાવી શકો છો. ખરીદીની સ્ક્રીન પર પાછા જાઓ અને બીજી ચુકવણી પદ્ધતિ પસંદ કરો અથવા ઉમેરો.

  • જો તમે YouTube પર ખરીદી કરતી વખતે નિષ્ક્રિય ચુકવણી પદ્ધતિ જુઓ તો તે ચુકવણી પદ્ધતિ તે ચોક્કસ ખરીદી માટે માન્ય નથી. તમારી ખરીદી પૂર્ણ કરવા માટે એક અલગ ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરો.

ટિપ: જો તમને YouTube પર ખરીદી કરવા માટે તમારી ચુકવણી પદ્ધતિનો ઉપયોગ કરવામાં હજુ પણ મુશ્કેલી આવી રહી હોય તો તમે Google Play બૅલેન્સ વડે ચુકવણી કરવાનું વિચારી શકો છો (જો તે તમારા દેશમાં ઉપલબ્ધ હોય તો). તમે અહીં શોધી શકો છો કે કયા દેશોમાં Google Play બૅલેન્સ ઉપલબ્ધ છે.

પ્રથમ, તમારા Google Play બૅલેન્સમાં ઉમેરો અને પછી તમારી ચુકવણી પદ્ધતિ તરીકે "Google Play બૅલેન્સ" વિકલ્પ પસંદ કરો. તમે તમારા Google Play બૅલેન્સને રિડીમ કરવા વિશે વધુ વાંચો પસંદ શકો છો.

ચુકવણીના અન્ય પ્રકારો (જેમ કે મોબાઇલ પ્રદાતા બિલિંગ) સંબંધિત સમસ્યાઓ

ડિરેક્ટ કૅરિઅર બિલિંગ અથવા સપોર્ટ આપવામાં આવતી અન્ય ચુકવણી પદ્ધતિ વડે ચુકવણી કરવામાં આવતી સમસ્યાઓના નિવારણ માટેની નીચેની અમારી ટિપ જુઓ.

મોબાઇલ પ્રદાતા બિલિંગ (ડિરેક્ટ કૅરિઅર બિલિંગ)

ડિરેક્ટ કૅરિઅર બિલિંગ માટે બિલિંગની સમસ્યાઓના સમસ્યા નિવારણ પર અમારા લેખ ને વાંચો.

અન્ય ચુકવણી પદ્ધતિ

અમુક ચુકવણી પદ્ધતિઓનો ઉપયોગ કરતી વખતે તમને નીચેનો મેસેજ મળી શકે છે: "તમારા એકાઉન્ટમાં કોઈ સમસ્યાને કારણે તમારી ચુકવણી નકારવામાં આવી હતી."
તમે આ મેસેજ જોઈ શકો છો કારણ કે:
  • અમે તમારા ચુકવણી પ્રોફાઇલ પર એક શંકાસ્પદ વ્યવહાર જોયો છે.
  • તમારા એકાઉન્ટને કપટથી બચાવવા માટે અમારે થોડી વધુ માહિતી જોઈએ છે.
  • EU કાયદાનું પાલન કરવા માટે અમારે થોડી વધારે માહિતી જોઈએ છે (ફક્ત યુરોપિયન યુનિયનના સભ્ય દેશોના ગ્રાહક).

એકાઉન્ટની સમસ્યાઓને ઠીક કરવા માટેની કોઈપણ ચેતવણીઓ અથવા વિનંતીઓ માટે Google Pay તપાસો. ઉદાહરણ તરીકે, તમારા Google એકાઉન્ટનો ઉપયોગ કરીને ખરીદી કરવા સક્ષમ બનતા પહેલા તમારે Google Pay પર તમારી ઓળખ ચકાસવાની જરૂર પડી શકે છે. જો ત્યાં કોઈ સક્રિય અલર્ટ અથવા વિનંતીઓ ન હોય તો ખાતરી કરો કે તમારું નામ, સરનામું અને ચુકવણી માહિતી અપ ટૂ ડેટ છે.

આગલા પગલાં

એકવાર તમે તમારી ચુકવણી માહિતી અપડેટ કરી લો તે પછી, કૃપા કરીને તમારી ખરીદીનો ફરી પ્રયાસ કરો. અમે તમારું આપમેળે રિચાર્જ કરવાનો પ્રયાસ કરીશું નહીં.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8668301006989376435
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false