મધ્યવર્તી અને વિગતવાર સુવિધાઓના ઍક્સેસને અનલૉક કરો

નોંધ: આ લેખ ચૅનલની ચકાસણીવાળા બૅજની વિગતો કવર કરતો નથી. ચકાસણી બૅજ સંબંધિત વધુ માહિતી માટે, આ સહાયતા કેન્દ્રના લેખની મુલાકાત લો.

તમારી ચૅનલને બહેતર બનાવવામાં તમારી સહાય કરવા માટે, YouTube વિવિધ પ્રકારની સુવિધાઓ અને ટૂલ ઑફર કરે છે. મોટાભાગના નિર્માતાઓ પાસે આ સુવિધાઓનો ઍક્સેસ હોય છે, પરંતુ કેટલીક સુવિધાઓને અનલૉક કરવા માટે વધારાની ચકાસણી કરવી જરૂરી હોય છે. આ વધારાના ઍક્સેસ માપદંડ સ્કૅમર, સ્પામર અને અન્ય દોષી વ્યક્તિ માટે નુકસાન પહોંચાડવાનું મુશ્કેલ બનાવે છે. માત્ર પ્રાથમિક ચૅનલ માલિકો વધારાની સુવિધાઓનો ઍક્સેસ મેળવવા માટે તેમની ઓળખ ચકાસી શકે છે.

વચગાળાની સુવિધાઓને ઍક્સેસ કરવી

ઍક્સેસ મેળવવા માટે ફોન નંબર દ્વારા ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવી

જો તમે ફોન નંબર દ્વારા ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરો, તો તમને વચગાળાની સુવિધાઓનો ઍક્સેસ મળશે. અહીંથી, તમે વિગતવાર સુવિધાઓને ઍક્સેસ કરવાની રીત શીખી શકો છો.

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર m.youtube.com/verify પર જાઓ. જો તમને પ્રૉમ્પ્ટ કરવામાં આવે, તો સાઇન ઇન કરો.
  2. તમારો ચકાસણી કોડ મેળવવાની રીત પસંદ કરો.
  3. 6-અંકનો ચકાસણી કોડ દાખલ કરો.

વિગતવાર સુવિધાઓને ઍક્સેસ કરવી

વિગતવાર સુવિધાઓ YouTubeની એવી સુવિધાઓનો સેટ હોય છે, જેમાં ઉદાહરણ તરીકે, કૉમેન્ટને પિન કરવાની અને અપલોડ કરવાની દૈનિક મર્યાદાઓને વધારવાની ક્ષમતાનો સમાવેશ થાય છે.

તમે સૌથી પહેલા ફોન નંબર દ્વારા ચકાસણીની પ્રક્રિયાનો ઉપયોગ કરીને વિગતવાર સુવિધાઓને ઍક્સેસ કરી શકો છો. પછી, તમે ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવવાનું અથવા નીચે આપેલા ID કે વીડિયોનો ઉપયોગ કરીને ચકાસણી પૂર્ણ કરવાનું પસંદ કરી શકો છો.

ID અને વીડિયો દ્વારા ચકાસણીની સુવિધા બધા નિર્માતાઓ માટે ઉપલબ્ધ નથી. તમને તમારું YouTube Studioમાં સુવિધા સંબંધિત યોગ્યતાનું વર્તમાન સ્ટેટસ કોઈપણ સમયે એ બતાવશે કે વિગતવાર સુવિધાઓને ઍક્સેસ કરવા માટે, તમારે કયા પગલાં લેવા જોઈએ.

ઍક્સેસ મેળવવા માટે ફોન અને ID/વીડિયો દ્વારા ચકાસણીની સુવિધાનો ઉપયોગ કરવો

ફોન નંબર દ્વારા ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવી

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર m.youtube.com/verify પર જાઓ. જો તમને પ્રૉમ્પ્ટ કરવામાં આવે, તો સાઇન ઇન કરો.
  2. તમારો ચકાસણી કોડ મેળવવાની રીત પસંદ કરો.
  3. 6-અંકનો ચકાસણી કોડ દાખલ કરો.

ફોન નંબર દ્વારા ચકાસણીના પગલાં પૂર્ણ કર્યા પછી, આગળનું પગલું ID અથવા વીડિયોનો ઉપયોગ કરીને ચકાસણી પૂર્ણ કરવાનું છે.

નોંધ: સામાન્ય રીતે તમે ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવી લો અથવા જો તમે વિગતવાર સુવિધાઓનો ઉપયોગ કર્યો ન હોય તો 2 વર્ષ પછી, તમારા ID/વીડિયો દ્વારા ચકાસણીનો ડેટા થોડા જ મહિનાઓમાં ડિલીટ કરવામાં આવે છે.

ID દ્વારા ચકાસણી પૂર્ણ કરવી

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર https://myaccount.google.com/identity-document/submit પર જાઓ. જો તમને સાઇન ઇન કરવાનું કહેવામાં આવે, તો તમે જે એકાઉન્ટમાં આ સુવિધાઓનો ઉપયોગ કરવા માગો છો, એ એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
  2. તમારા IDનો ફોટો લેવા માટેના પ્રૉમ્પ્ટ અનુસરો.
    • માન્ય IDમાં પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ શામેલ હોઈ શકે છે.
  3. સબમિટ કરો પર ટૅપ કરો. એકવાર સબમિટ કર્યા પછી, અમે તમારા IDનો રિવ્યૂ કરીશું.
    • રિવ્યૂમાં સામાન્ય રીતે 24 કલાકનો સમય લાગે છે. જ્યારે તેને મંજૂરી મળી જાય, ત્યારે તમને ઇમેઇલ મળશે.

ID દ્વારા ચકાસણીની પ્રક્રિયાના તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના વિશે વધુ જાણો.

અથવા

વીડિયો ચકાસણી પૂર્ણ કરો

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર https://myaccount.google.com/video-verification/submit પર જાઓ. જો તમને સાઇન ઇન કરવાનું કહેવામાં આવે, તો તમે જે એકાઉન્ટમાં આ સુવિધાઓનો ઉપયોગ કરવા માગો છો, એ એકાઉન્ટ વડે સાઇન ઇન કરો.
  2. કોઈ ક્રિયા કરવા માટે પ્રૉમ્પ્ટ અનુસરો, જેમ કે કોઈ ડૉટને અનુસરવું અથવા તમારું માથું ફેરવવું.
  3. જ્યારે તમારો ચકાસણી વીડિયો અપલોડ થઈ જશે, ત્યારે અમે તમારા વીડિયોનો રિવ્યૂ કરીશું.
    • રિવ્યૂમાં સામાન્ય રીતે 24 કલાકનો સમય લાગે છે. જ્યારે તેને મંજૂરી મળી જાય, ત્યારે તમને ઇમેઇલ મળશે.

વીડિયો દ્વારા ચકાસણીની પ્રક્રિયાના તમારા ડેટાનો ઉપયોગ કેવી રીતે થાય છે તેના વિશે વધુ જાણો.

ઍક્સેસ મેળવવા માટે ચૅનલના ઇતિહાસનો ઉપયોગ કરવો

તમારી ચૅનલના ઇતિહાસનો ઉપયોગ કરીને વિગતવાર સુવિધાઓનો ઍક્સેસ મેળવવા માટે, તમારે ફોન નંબર દ્વારા ચકાસણીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવી જરૂરી રહેશે.

ફોન નંબર દ્વારા ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવી

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર m.youtube.com/verify પર જાઓ. જો તમને પ્રૉમ્પ્ટ કરવામાં આવે, તો સાઇન ઇન કરો.
  2. તમારો ચકાસણી કોડ મેળવવાની રીત પસંદ કરો.
  3. 6-અંકનો ચકાસણી કોડ દાખલ કરો.

તમારા કન્ટેન્ટ અને પ્રવૃત્તિમાં YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું નિરંતર પાલન કરવામાં આવે છે કે નહીં, એ નિર્ધારિત કરવા માટે તમારી ચૅનલના ઇતિહાસ સંબંધિત ડેટાનો ઉપયોગ કરવામાં આવે છે.

તમારી ચૅનલનો ઇતિહાસ આ બાબતોનો રેકોર્ડ હોય છે:

  • ચૅનલ પરની તમારી પ્રવૃત્તિ (જેમ કે વીડિયો અપલોડ કરવા, લાઇવ સ્ટ્રીમ અને ઑડિયન્સનું એંગેજમેન્ટ.)
  • તમારા Google એકાઉન્ટ સંબંધિત તમારો વ્યક્તિગત ડેટા.
    • એકાઉન્ટ ક્યારે અને કેવી રીતે બનાવવામાં આવ્યું હતું.
    • કેટલી વાર તેનો ઉપયોગ થાય છે.
    • Googleની સેવાઓ સાથે કનેક્ટ થવાની તમારી પદ્ધતિ.

વિગતવાર સુવિધાઓને અનલૉક કરવા માટે મોટાભાગની સક્રિય ચૅનલ પાસે પહેલાથી જ ચૅનલનો પૂરતો ઇતિહાસ હોય છે, તેથી તેમને આગળ કોઈપણ આવશ્યક પગલું લેવું જરૂરી હોતું નથી. પરંતુ, અમે સમજીએ છીએ કે અમે કેટલીકવાર ભૂલો કરીએ છીએ, તેથી જ અમે ઝડપી ઍક્સેસ માટે ચકાસણી માટેના અન્ય વિકલ્પો પણ ઑફર કરીએ છીએ.

તમારી ચૅનલનો ઇતિહાસ બનાવવો અને તેને જાળવવો

વિગતવાર સુવિધાઓ YouTubeની એવી સુવિધાઓનો સેટ હોય છે, જેમાં ઉદાહરણ તરીકે, કૉમેન્ટને પિન કરવાની અને અપલોડ કરવાની દૈનિક મર્યાદાઓને વધારવાની ક્ષમતાનો સમાવેશ થાય છે. નિર્માતાઓ YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું નિરંતર પાલન કરીને અને ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવીને વિગતવાર સુવિધાઓના ઍક્સેસને અનલૉક કરી શકે છે. અમારી પૉલિસીઓનું પાલન ન કરવાથી યોગ્યતા મેળવવામાં વિલંબ થશે. વિગતવાર સુવિધાઓનો પહેલેથી જ ઍક્સેસ ધરાવતી ચૅનલ તેમની યોગ્યતા ગુમાવી શકે છે.

નીચે એવી ક્રિયાઓના ઉદાહરણો શોધી શકાય છે કે જેને કારણે કોઈ ચૅનલને આ સુવિધાનો ઍક્સેસ મળવામાં વિલંબ થાય અથવા તેમને વધુ મર્યાદિત લેવલની સુવિધા તરફ દોરી જાય. ધ્યાનમાં રાખો, આ સંપૂર્ણ સૂચિ નથી:

  • સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળવી
  • એક કે વધુ ચૅનલ પર એકનું એક કન્ટેન્ટ વારંવાર પોસ્ટ કરવું અથવા તમારી માલિકીનું અને EDSA ન હોય એવું કન્ટેન્ટ વારંવાર અપલોડ કરવું
  • વારંવાર દુરુપયોગ કરવા પ્રેરતું, દ્વેષપૂર્ણ, જોખમી, જાતીય, હિંસક કન્ટેન્ટ અને/અથવા ઉત્પીડન કરનારા વીડિયો કે કૉમેન્ટ વારંવાર પોસ્ટ કરવી
  • સ્પામિંગ, સ્કૅમ કરવું, ભ્રામક મેટાડેટાનો વપરાશ, ખોટી જાણ કરવી અથવા અન્ય છેતરામણા આચરણો
  • સાઇબર ધમકીઓ
  • કોઈ અન્ય હોવાનો ઢોંગ કરવો
  • બાળ સુરક્ષા સંબંધિત અમારી પૉલિસીનું ઉલ્લંઘન કરવું
  • એવી ચૅનલની જાળવણી કરવી કે જે પૉલિસીનું ઉલ્લંઘન કરનારી અન્ય ચૅનલ સાથે સંકળાયેલી હોય (ઉદાહરણ તરીકે, વારંવાર સ્પામ મેસેજ મોકલનારા સ્પામર અથવા સ્કૅમર કે જેઓ એકથી વધુ ચૅનલની માલિકી ધરાવતા હોય)
  • કૉપિરાઇટ સ્ટ્રાઇક મળવી

ફરી સુવિધાઓનો ઍક્સેસ મેળવવો

જો કોઈપણ વિગતવાર સુવિધાનો તમારો ઍક્સેસ પ્રતિબંધિત હોય, તો તમે કોઈ ઇમેઇલ મેળવશો. ચૅનલ, તેમના ચૅનલના ઇતિહાસને બહેતર બનાવીને કે ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરીને ફરીથી ઍક્સેસ મેળવી શકે છે. YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું સતત પાલન કરતી નિયમિત રીતે સક્રિય રહેતી ચૅનલ, સામાન્ય રીતે 2 મહિનાની અંદર ચૅનલનો પૂરતો ઇતિહાસ ફરીથી બનાવી શકે છે.

નોંધ: ID અને વીડિયો દ્વારા ચકાસણીની સુવિધા બધા નિર્માતાઓ માટે ઉપલબ્ધ નથી. તમને તમારું YouTube Studioમાં સુવિધા સંબંધિત યોગ્યતાનું વર્તમાન સ્ટેટસ કોઈપણ સમયે એ બતાવશે કે વિગતવાર સુવિધાઓને ઍક્સેસ કરવા માટે, તમારે કયા પગલાં લેવા જોઈએ.

સમસ્યાઓનું નિવારણ કરવું

  • જો તમને એવી જાણ કરતો મેસેજ મળે કે "YouTubeની વિગતવાર સુવિધાઓ આ એકાઉન્ટ માટે ઉપલબ્ધ નથી":
    આનો અર્થ એ છે કે તમે એવા એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું છે, જેમાં તમે તેના પ્રાથમિક માલિક નથી. જો તમે માતાપિતા દ્વારા નિરીક્ષણ હેઠળના એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોય અથવા તો તમે બ્રાંડ એકાઉન્ટમાં સાઇન ઇન કર્યું હોય, તો આવું થઈ શકે છે.
  • જો તમને "તમારું બ્રાઉઝર તપાસો" જણાવતો મેસેજ મળે:
    તમારું બ્રાઉઝર સુસંગત નથી. તમારા ડિવાઇસને નવીનતમ ઑપરેટિંગ સિસ્ટમ અને બ્રાઉઝર વર્ઝન પર અપડેટ કરતા રહો. 
  • જો તમને "ID દ્વારા ચકાસણી આ ફોનના કૅમેરા સાથે કામ કરતી નથી" એવો મેસેજ મળે તો:
    તમારો કૅમેરો સુસંગત નથી. તમારું ID સબમિટ કરવા માટે ફુલ HD રીઅર-ફેસિંગ કૅમેરા ધરાવતા ફોન વડે સાઇન ઇન કરો.
  • જો તમને એવો મેસેજ મળે કે "બીજી ઍપ્લિકેશન કદાચ તમારા કૅમેરાનો ઉપયોગ કરી રહી છે. બધી ખુલ્લી ઍપ બંધ કરીને ફરી પ્રયાસ કરો.":
    આનો અર્થ એ કે બીજી ઍપ્લિકેશન કદાચ તમારા કૅમેરાનો ઉપયોગ કરી રહી છે. તમારી ખુલ્લી ઍપ બંધ કરીને ફરી પ્રયાસ કરો.

સામાન્ય પ્રશ્નો

YouTube શા માટે મારો ફોન નંબર / વીડિયો દ્વારા ચકાસણી / માન્ય ID માંગે છે?

ઉલ્લંઘનકારી કન્ટેન્ટ અને વર્તન માટે YouTube દર વર્ષે લાખો ચૅનલોને બંધ કરે છે. આમાંની ઘણી ચૅનલો સમાન ગ્રૂપ અને વ્યક્તિઓ દ્વારા દર્શકો, નિર્માતાઓ અને જાહેરાતકર્તાઓને છેતરવા, સ્કૅમ કરવા અથવા દુરુપયોગ કરવાના પ્રયાસમાં સમાન પ્રકારની સુવિધાઓનો ઉપયોગ અથવા વધુ ઉપયોગ કરીને બનાવવામાં આવી છે. દુરુપયોગ જેવી સમસ્યાઓનો સામનો કરવા અને તમે અગાઉ અમારી પૉલિસીનું ઉલ્લંઘન કર્યું છે કે નહીં તે નક્કી કરવા તથા વારંવાર કરવામાં આવતી અરજીઓને મર્યાદિત કરવા માટેની એક રીત તમારી ઓળખની ચકાસણી કરવાની છે. 

મારા ID અને વીડિયો દ્વારા ચકાસણીની પ્રક્રિયાના ડેટાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે?

ફોન નંબર

જો તમે ફોન નંબર સબમિટ કરવાનું પસંદ કરો, તો અમે તેનો ઉપયોગ આ બાબત માટે કરીશું:

  • તમને ચકાસણીનો કોડ મોકલવા.

ID દ્વારા ચકાસણી

એકવાર તમે માન્ય ID (જેમ કે પાસપોર્ટ અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ) સબમિટ કરો, પછી અમે તેનો ઉપયોગ આ બાબત કન્ફર્મ કરવા માટે કરીશું:

  • તમારી જન્મતારીખ
  • તમારું ID હાલમાં સક્રિય અને માન્ય છે
  • તમને અગાઉ YouTubeની પૉલિસીઓનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી

તે અમને કપટ અને દુરુપયોગ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરશે અને અમારી ચકાસણી કરવાની અમારી સિસ્ટમને બહેતર બનાવી શકે છે.

2 વર્ષમાં તમારા Google એકાઉન્ટમાંથી તમારા ID/વીડિયો દ્વારા કરવામાં આવેલી તમારી ચકાસણી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવશે. તે સામાન્ય રીતે તમે ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવી લીધા બાદ થોડા મહિનામાં અથવા જો તમે વિગતવાર સુવિધાઓનો ઉપયોગ ન કર્યો હોય, તો 1 વર્ષ પછી ડિલીટ કરવામાં આવે છે. તમારા ચકાસણી ડેટાને ડિલીટ કરવાની રીત વિશે વધુ જાણો.

વીડિયો દ્વારા ચકાસણી

વીડિયો ચકાસણી એ વ્યક્તિનો ચહેરા સાથેનો Short વીડિયો છે. અમે ચકાસવામાં સહાય માટે આ વીડિઓનો ઉપયોગ કરીશું:

  • તમે એક વાસ્તવિક વ્યક્તિ છો
  • Googleની સેવાઓનો ઉપયોગ કરવા માટે તમારી ઉંમર પર્યાપ્ત છે
  • તમને YouTubeની પૉલિસીઓનું ઉલ્લંઘન કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા નથી

તે અમને કપટ અને દુરુપયોગ સામે રક્ષણ આપવામાં પણ મદદ કરશે અને અમારી ચકાસણી પ્રણાલીઓને બહેતર બનાવી શકે છે.

2 વર્ષમાં તમારા Google એકાઉન્ટમાંથી તમારા ID/વીડિયો દ્વારા કરવામાં આવેલી તમારી ચકાસણી ઑટોમૅટિક રીતે ડિલીટ કરવામાં આવશે. તે સામાન્ય રીતે તમે ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવી લીધા બાદ થોડા મહિનામાં અથવા જો તમે વિગતવાર સુવિધાઓનો ઉપયોગ ન કર્યો હોય, તો 1 વર્ષ પછી ડિલીટ કરવામાં આવે છે. તમારા ચકાસણી ડેટાને ડિલીટ કરવાની રીત વિશે વધુ જાણો.

ડેટાની જાળવણી અને ડિલીટ કરવો

તમે કોઈપણ સમયે તમારા Google એકાઉન્ટમાં જઈને તમારું ID કે વીડિયો દ્વારા થયેલી ચકાસણી ડિલીટ કરી શકો છો. નોંધો કે જો તમે તમારો YouTube ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવી લો એ પહેલાં જ કોઈપણ ડેટા ડિલીટ કરો, તો જ્યાં સુધી તમે નીચે જણાવેલી બાબતો ન કરો ત્યા સુધી YouTubeની વિગતવાર સુવિધાઓનો ઉપયોગ કરી શકશો નહીં:

  •  તમારી YouTube ચૅનલનો ઇતિહાસ બનાવો

અથવા

  • ફરીવાર ID અથવા વીડિયો દ્વારા ચકાસણી' પૂર્ણ કરો

વ્યક્તિઓ અથવા ગ્રૂપ નવા એકાઉન્ટ બનાવીને અમારા પ્રતિબંધોને ટાળતા નથી તેની ખાતરી કરવા માટે, અમે મૂલ્યાંકન કરીએ છીએ કે તમે અગાઉ YouTube પૉલિસીનું ઉલ્લંઘન કર્યું છે કે કેમ અને પુનરાવર્તિત ઍપ્લિકેશનને પ્રતિબંધિત કરીએ છીએ. દુરુપયોગથી સુરક્ષા કરવા માટે Google તમારું ID અથવા તમારો વીડિયો અને ચહેરાની ઓળખનો ડેટા અમુક સમય સુધી સાચવી શકે છે.

આ ડેટા YouTube સાથેની તમારી છેલ્લી ક્રિયાપ્રતિક્રિયા પછી વધુમાં વધુ 3 વર્ષ સુધી જાળવી રાખવામાં આવશે.

જો તમે વિગતવાર સુવિધાઓને અનલૉક કરવા માટે ID અથવા વીડિયો દ્વારા ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવા માગતા ન હો, તો તમારે આમ કરવાની જરૂર નથી. તેના બદલે તમે હંમેશા પૂરતો ચૅનલનો ઇતિહાસ બનાવી શકો છો. દરમિયાન તમે વિગતવાર સુવિધાઓને અનલૉક કરવા માટે તૈયાર હોવાથી તમે પૂરતો ઇતિહાસ બનાવી લીધો હશે.

જ્યારે તમે અમારી સેવાઓનો ઉપયોગ કરો છો, ત્યારે તમારી માહિતીના વપરાશને લઈને તમને અમારા પર વિશ્વાસ હોય છે. અમે સમજીએ છીએ કે આ એક મોટી જવાબદારી છે અને એટલે જ અમે તમારી માહિતીને સુરક્ષિત રાખવા માટે સખત મહેનત કરીએ છીએ તેમજ તેનું નિયંત્રણ તમને આપીએ છીએ. Googleની પ્રાઇવસી પૉલિસી જે રીતે અમારી બધી પ્રોડક્ટ અને સુવિધાઓ પર લાગુ થાય છે, તેવી જ રીતે તે અહીં પણ લાગુ થાય છે. 

નોંધ: અમે તમારી વ્યક્તિગત માહિતી ક્યારેય કોઈને પણ વેચતા નથી. 

મેં પહેલેથી જ ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરી લીધી છે, મને ફરી ચકાસણી કરવાનું શા માટે કહેવામાં આવી રહ્યું છે?

અમે જવાબદારીપૂર્વક ડેટાના નિયમોનું પાલન કરીએ છીએ એ વાતની ખાતરી કરવા માટે, એકવાર તમે ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવવાની સીમા સુધી પહોંચી જાઓ પછી અથવા જો તમે 1 વર્ષ સુધી વિગતવાર સુવિધાઓનો ઉપયોગ ન કરો તો અમે તમારું ID કે વીડિયો દ્વારા ચકાસણીનો ડેટા ઑટોમૅટિક રીતે ડિલીટ કરીએ છીએ. તમે કોઈપણ સમયે તમારા Google એકાઉન્ટમાં જઈને તમારું ID કે વીડિયો દ્વારા થયેલી ચકાસણી ડિલીટ કરવાનું પણ પસંદ કરી શકો છો. 

જો ચકાસણીનો તમારો ડેટા ડિલીટ કરવામાં આવ્યો હોય, તો વિગતવાર સુવિધાઓનો ઉપયોગ કરવાનું ચાલુ રાખવા માટે તમારી પાસે ચૅનલનો પૂરતો ઇતિહાસ હોવો અથવા તમારે ID કે વીડિયો દ્વારા ચકાસણીની પ્રક્રિયા ફરી સબમિટ કરવી જરૂરી રહેશે. 

હું ચકાસણીનો મારો ડેટા કેવી રીતે ડિલીટ કરી શકું?

મહત્વપૂર્ણ: જો તમે તમારો ચૅનલનો ઇતિહાસ સ્થાપિત કરતા પહેલાં તમારું ID અથવા વીડિયો દ્વારા ચકાસણી ડિલીટ કરશો, તો તમે વિગતવાર સુવિધાઓનો ઍક્સેસ ગુમાવશો.
  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો
  2. ડાબી બાજુએ, વ્યક્તિગત માહિતી પર ક્લિક કરો.
  3. દસ્તાવેજને ઓળખો અથવા વીડિયો દ્વારા ચકાસણી પર ક્લિક કરો.
  4. ડિલીટ કરો Delete પર ક્લિક કરો.
સ્માર્ટફોન શા માટે જરૂરી છે? શું હું ફક્ત મારા ID નો વીડિયો અથવા ફોટો અપલોડ પણ ન કરી શકું?

સ્માર્ટફોન આવશ્યક છે કારણ કે તે સ્કૅમર અને સ્પામર માટે નુકસાન પહોંચાડવાનું વધુ મુશ્કેલ બનાવવા માટે વધારાની સુરક્ષા પ્રદાન કરે છે.

મને મારા ફોન પર ચકાસણી કોડ મળ્યો નથી. શું ખોટું થયું છે?

તમને તરત જ કોડ મળવો જોઈએ. જો તમને કોડ ન મળ્યો હોય, તો તમે નવા કોડની વિનંતી કરી શકો છો. ખાતરી કરો કે તમે આ સામાન્ય સમસ્યાઓમાંની કોઈ સમસ્યાનો સામનો તો કરી રહ્યાં નથી:

  • ટેક્સ્ટ મેસેજની ડિલિવરીમાં વિલંબ થઈ શકે છે. ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં અથવા તમારી પાસે સશક્ત સિગ્નલ ન હોય તો વિલંબ થઈ શકે છે. જો તમે થોડી મિનિટો કરતાં વધુ સમય રાહ જોઈ હોય અને છતાં અમારો ટેક્સ્ટ મેસેજ પ્રાપ્ત ન થયો હોય, તો વૉઇસ કૉલનો વિકલ્પ અજમાવી જુઓ.
  • જો તમે પહેલા જ 1 ફોન નંબર વડે 2 ચૅનલની ચકાસણી કરી લીધી હોય, તો તમારે બીજા કોઈ ફોન નંબર વડે ચકાસણી કરવી આવશ્યક છે. દુરુપયોગને રોકવામાં સહાય માટે, અમે દરેક ફોન નંબર સાથે સાંકળી શકાય તેવી ચૅનલની સંખ્યાને મર્યાદિત કરીએ છીએ.
  • કેટલાક દેશો/પ્રદેશો અને મોબાઇલ ઑપરેટર Googleના ટેક્સ્ટ મેસેજને સપોર્ટ કરતા નથી. મોટાભાગના મોબાઇલ ઑપરેટર Googleના ટેક્સ્ટ મેસેજને સપોર્ટ કરે છે. જો તમારા મોબાઇલ ઑપરેટર Googleના ટેક્સ્ટ મેસેજને સપોર્ટ ન કરતા હોય, તો તમે વૉઇસ કૉલ વિકલ્પ અજમાવી શકો છો અથવા કોઈ અલગ ફોન નંબરનો ઉપયોગ કરી શકો છો.
મારી માન્ય ID દ્વારા ચકાસણી નકારાઈ હતી. હું શું કરી શકું?

જો તમારો પ્રથમ પ્રયાસ નકારવામાં આવ્યો હોય, તો તમને ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવશે. અમે સુઝાવ આપીએ છીએ કે તમે તમારા ઇમેઇલમાંની ટિપનો રિવ્યૂ કરો અને ખાતરી કરો કે તમારું ID:

જો બીજો પ્રયાસ નિષ્ફ્ળ રહે, તો ચકાસણીની પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિ વડે ફરીથી પ્રયાસ કરતા પહેલાં તમારે 30 દિવસ રાહ જોવી આવશ્યક છે.

તેના બદલે તમે રાહ જોઈ શકો છો અને ચૅનલનો ઇતિહાસ પણ બનાવી શકો છો.

મારી વીડિયો દ્વારા ચકાસણી નકારાઈ હતી. હું શું કરી શકું?

જો તમારો પ્રથમ પ્રયાસ નકારવામાં આવ્યો હોય, તો તમને ઇમેઇલ દ્વારા સૂચિત કરવામાં આવશે. અમે સુઝાવ આપીએ છીએ કે તમે તમારા ઇમેઇલમાંની ટિપનો રિવ્યૂ કરો અને ખાતરી કરો કે તમે:

  • તમારા ફોનને તમારા ચહેરાની સામે આંખના લેવલ પર પકડી રાખો.
  • બહુ પ્રકાશવાળી કે બહુ ઝાંખી ન હોય તેવી યોગ્ય પ્રકાશવાળી જગ્યામાં રેકોર્ડ કરો.
  • કોઈ ક્રિયા કરવા માટે પ્રૉમ્પ્ટ અનુસરો, જેમ કે કોઈ ડૉટને અનુસરવું અથવા તમારું માથું ફેરવવું.
  • આ વીડિયોમાં એકમાત્ર વ્યક્તિ હો.
  • વાઇ-ફાઇ નેટવર્કથી કનેક્ટ કરો.

જો બીજો પ્રયાસ નિષ્ફ્ળ રહે, તો ચકાસણીની પદ્ધતિઓમાંથી કોઈ એક પદ્ધતિ વડે ફરીથી પ્રયાસ કરતા પહેલાં તમારે 30 દિવસ રાહ જોવી આવશ્યક છે. જો તમને લાગે કે તમારી બીજી વીડિયો ચકાસણી મંજૂર થવી જોઈએ તો શા માટે અમને જણાવો અને તમે તેના માટે અપીલ કરી શકો છો.

તેના બદલે તમે રાહ જોઈ શકો છો અને ચૅનલનો ઇતિહાસ પણ બનાવી શકો છો.

મને ID કે વીડિયો દ્વારા ચકાસણીની પ્રક્રિયા પૂર્ણ કરવાનો વિકલ્પ કેમ દેખાતો નથી?

ID અને વીડિયો દ્વારા ચકાસણીની સુવિધા બધા નિર્માતાઓ માટે ઉપલબ્ધ નથી, આવી સ્થિતિમાં તમારે વિગતવાર સુવિધાઓને ઍક્સેસ કરવા માટે ચૅનલનો પૂરતો ઇતિહાસ બનાવવો આવશ્યક છે. તમને તમારું YouTube Studioમાં સુવિધા સંબંધિત યોગ્યતાનું વર્તમાન સ્ટેટસ કોઈપણ સમયે એ બતાવશે કે વિગતવાર સુવિધાઓને ઍક્સેસ કરવા માટે, તમારે કયા પગલાં લેવા જોઈએ.
એકથી વધુ વપરાશકર્તાઓ ધરાવતી ચૅનલ માટે આ કેવી રીતે કાર્ય કરે છે?

જો તમારું બ્રાંડ એકાઉન્ટ હોય તો:

માત્ર ચૅનલના પ્રાથમિક માલિક જ ઓળખની ચકાસણી કરવા માટે પાત્ર હશે. તેમની ચકાસણી સ્થિતિના આધારે, ચૅનલના તમામ વપરાશકર્તાઓને પ્રાથમિક માલિકની સમાન સુવિધાઓનો ઍક્સેસ હશે.

જો તમારું બ્રાંડ એકાઉન્ટ ન હોય તો:

માત્ર ચૅનલના માલિક જ ઓળખ ચકાસણી કરવા માટે પાત્ર હશે. તેમની ચકાસણીની સ્થિતિના આધારે, ચૅનલના તમામ વપરાશકર્તાઓ પાસે માલિકની સમાન સુવિધાઓનો ઍક્સેસ હશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17968566453315447109
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false