લાઇવ સ્ટ્રીમના સેટિંગ મેનેજ કરો

યોગ્ય સ્ટ્રીમ સેટિંગ પસંદ કરવાથી તમને યોગ્ય ઑડિયન્સ સુધી પહોંચવામાં અને શ્રેષ્ઠ ક્વૉલિટીનું સ્ટ્રીમ મેળવવામાં સહાય મળી શકે છે.

નોંધ: આ લેખ એન્કોડર અથવા મોબાઇલનો ઉપયોગ કરતા સ્ટ્રીમ માટે છે, પણ વેબકૅમથી કરાતા સ્ટ્રીમ માટે નથી.

સ્ટ્રીમના સેટિંગનો ફરી ઉપયોગ કરો

તમે પાછલા સ્ટ્રીમના જેવા સમાન સેટિંગનો ઉપયોગ કરીને સરળતાથી નવું સ્ટ્રીમ બનાવી શકો છો. નવું સ્ટ્રીમ પાછલા સ્ટ્રીમના મેટાડેટા, સેટિંગ અને સ્ટ્રીમ કીને કૉપિ કરશે. સ્ટ્રીમ બનાવવામાં આવે પછી તમને તેમાં ફેરફાર કરવાનો વિકલ્પ મળશે. શરૂ કરવા માટે, તમારું સ્ટ્રીમ પસંદ કરો અને સેટિંગનો ફરી ઉપયોગ કરો પર ક્લિક કરો.

મેટાડેટામાં ફેરફાર કરો

જ્યારે તમે કોઈ સ્ટ્રીમ બનાવો, ત્યારે અથવા સ્ટ્રીમના સેટિંગ પેજમાંથી ફેરફાર કરો પર ક્લિક કરીને અથવા સ્ટ્રીમ શેડ્યૂલ કરો ત્યારે આ સેટિંગ પસંદ કરો.

વિગતોનું પેજ

પ્રાઇવસી

YouTubeના 13-17 વર્ષની ઉંમરના વપરાશકર્તાઓ માટે, તમારા ડિફૉલ્ટ પ્રાઇવસી સેટિંગને ખાનગી પર સેટ કરેલા હોય છે. જો તમારી ઉંમર 18 વર્ષ કે તેથી વધારે હોય, તો તમારા ડિફૉલ્ટ પ્રાઇવસી સેટિંગ સાર્વજનિક પર સેટ કરેલા હોય છે. તમામ સ્ટ્રીમર તેમના લાઇવ સ્ટ્રીમને સાર્વજનિક, ખાનગી અથવા ફક્ત લિંક સાથે દેખાવા પર સેટ કરવા માટે આ સેટિંગમાં ફેરફાર કરી શકે છે.

ઇમર્સિવ લાઇવ સ્ટ્રીમ માટે ટ્રાફિક સૉર્સ

ટ્રાફિક સૉર્સ સાથે દર્શકો ઇમર્સિવ લાઇવ કેવી રીતે શોધે છે તે વિશે વધુ માહિતી મેળવો. તમે તમારા પબ્લિશ થયેલા ઇમર્સિવ લાઇવનું પ્લેબૅક લોકેશન અને વર્ટિકલ લાઇવ ફીડના ટ્રાફિક સૉર્સ વિભાગમાં તમારા દર્શકોના સૉર્સ શોધી શકો છો.

પ્રકાર

યોગ્ય ઑડિયન્સ સુધી પહોંચવા માટે, તમારા સ્ટ્રીમનો પ્રકાર પસંદ કરો, જેમ ગેમિંગ અથવા લોકો અને બ્લૉગ.

ટૅગ

ટૅગ એ વર્ણનાત્મક કીવર્ડ છે જેને તમે તમારા દર્શકોને તમારું કન્ટેન્ટ શોધવામાં સહાય કરવા માટે તમારા વીડિયોમાં ઉમેરી શકો છો. જો તમારા વીડિયોના કન્ટેન્ટમાં સામાન્ય રીતે જોડણીની ભૂલ હોય, તો ટૅગ ઉપયોગી થઈ શકે છે. અન્યથા, ટૅગ તમારા વીડિયોની વિસ્તૃત શોધમાં મામૂલી ભૂમિકા ભજવશે.

શેડ્યૂલ કરો

જ્યારે તમે તમારું સ્ટ્રીમ પછીથી કરવા માટે શેડ્યૂલ કરો, ત્યારે તે કદાચ સબ્સ્ક્રાઇબર ફીડમાં આગામી તરીકે બતાવવામાં આવી શકે. સ્ટ્રીમ શરૂ થવાની તૈયારીમાં હોય, ત્યારે દર્શકો નોટિફિકેશન મેળવવા માટે “રિમાઇન્ડર સેટ કરો” પર ક્લિક કરી શકે છે.

કમાણી કરવાની પ્રક્રિયાનું પેજ

તમે જાહેરાતો ચાલુ કરીને અને Super Chatનો ઉપયોગ કરીને લાઇવ સ્ટ્રીમ પર આવક મેળવી શકો છો. કેટલીક ચૅનલ ચૅનલની મેમ્બરશિપનો ઍક્સેસ ધરાવતી હોય છે. તમારા લાઇવ સ્ટ્રીમથી કમાણી કરવા વિશે વધુ જાણો.

અધિકારોના મેનેજમેન્ટનું પેજ

તમારા લાઇવ કન્ટેન્ટ પરના અધિકારોને મેનેજ કરો, જેમ કે કમાણી ક્યાંથી કરવી, Content ID ચાલુ/બંધ કરવું અને માલિકી સેટ કરવી. Content ID ચાલુ/બંધ કરો અને અધિકારો સંબંધિત પૉલિસી પસંદ કરો. ઉદાહરણ તરીકે, તમે એવી પૉલિસી પસંદ કરી શકો છો કે જે યુનાઇટેડ સ્ટેટ્સમાં રહેતા દર્શકોને જાહેરાતો બતાવતી હોય, પણ દુનિયાના બાકી દર્શકોને ટ્રૅક કરતી હોય. અધિકારોના મેનેજમેન્ટ વિશે વધુ જાણો.

લાઇવ રીડાયરેક્ટ પેજ

તમારું સ્ટ્રીમ સમાપ્ત થાય, તે પછી તમે તમારા ઑડિયન્સને પ્રિમિયર અથવા બીજા લાઇવ સ્ટ્રીમ પર મોકલી શકો છો. અહીં કેટલીક ટિપ છે:

  • તમારું લાઇવ સ્ટ્રીમ સેટઅપ કરવામાં આવે તે પહેલાં તમારું પ્રિમિયર સેટઅપ કરો.
  • તમારું લાઇવ સ્ટ્રીમ સમાપ્ત થાય, ત્યારે તમારા ઑડિયન્સને એ કહેવાનું યાદ રાખો કે તેમની સ્ક્રીન પ્રિમિયર પર ફરીથી લોડ થવામાં 2 સેકન્ડ લાગશે અને રાહ જુએ.

કૉમેન્ટ અને રેટિંગ

તમે કૉમેન્ટ બતાવવા માગો છો કે કેમ અને કેવી રીતે તે પસંદ કરો, જેમ કે કૉમેન્ટને રિવ્યૂ માટે રાખવી અને તેને કેવી રીતે સૉર્ટ કરવી.

સ્ટ્રીમના સેટિંગ

તમારા લાઇવ સ્ટ્રીમમાં ટ્રેલર ઉમેરો

ટ્રેલર બતાવીને તમારા શેડ્યૂલ કરેલા લાઇવ સ્ટ્રીમ વિશે તમારા ઑડિયન્સનો ઉત્સાહ વધારો. લાઇવ સ્ટ્રીમ શરૂ થાય તે પહેલાં જોવાના પેજ પર દર્શકો માટે તમારું ટ્રેલર ચલાવવામાં આવશે.

ટ્રેલર એવા સ્ટ્રીમ પર ચલાવી શકાય છે કે જેને લાઇવ નિયંત્રણ રૂમમાં “મેનેજ કરો” ટૅબમાં શેડ્યૂલ કરેલા હોય.

  1. તમારું ટ્રેલર તમારી YouTube ચૅનલ પર અપલોડ કરો જેમ તમે નિયમિત રીતે અપલોડ કરો છો એ જ રીતે.
  2. YouTube Studio > લાઇવ થાઓ પર જાઓ.
  3. શેડ્યૂલ કરેલું લાઇવ સ્ટ્રીમ બનાવો અથવા “મેનેજ કરો” ટૅબમાંથી શેડ્યૂલ કરેલું સ્ટ્રીમ પસંદ કરો.
  4. સૌથી ઉપર જમણા ખૂણામાં, ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. કસ્ટમાઇઝ કરો પર ક્લિક કરો.
  6. “ટ્રેલર” હેઠળ, ઉમેરો પર ક્લિક કરો.
  7. તમારો ટ્રેલરનો વીડિયો પસંદ કરો.
  8. સાચવો પર ક્લિક કરો.

યોગ્યતા

આ સુવિધા એવા નિર્માતાઓ માટે ઉપલબ્ધ છે કે જેઓ 1,000 કરતાં વધારે સબ્સ્ક્રાઇબર ધરાવતા હોય અને તેમને કોઈ સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળી ન હોય. 

આવશ્યકતાઓ

  • વીડિયોનો પ્રકાર: કોઈપણ YouTube દ્વારા સપોર્ટ કરાતા વીડિયો પ્રકારનો ઉપયોગ કરો.
  • વીડિયોની લંબાઈ: 15 સેકન્ડ – 3 મિનિટ.
  • સાપેક્ષ ગુણોત્તર અને રિઝોલ્યુશન: અમે પ્રિમિયર કરવામાં આવી રહેલા વીડિયો જેટલા જ સાપેક્ષ ગુણોત્તર અને રિઝોલ્યુશનનો સુઝાવ આપીએ છીએ.
  • ઑડિયો અને વીડિયો અધિકારો: ખાતરી કરો કે ટ્રેલર અન્ય કન્ટેન્ટના કૉપિરાઇટનું ઉલ્લંઘન કરતું નથી.
ખાતરી કરો કે એવું કોઈ કન્ટેન્ટ શામેલ કરેલું નથી કે જે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરશે.

સ્ટ્રીમ કી

સ્ટ્રીમ કી જે તમારા YouTube સ્ટ્રીમના પાસવર્ડ અને ઍડ્રેસ જેવી છે. તે એન્કોડરને તમારું ફીડ ક્યાં મોકલવું છે તે જણાવે છે અને YouTubeને સ્વીકારવા દે છે. તમે YouTubeમાં એક સ્ટ્રીમ કી બનાવશો અને પછીથી તેને તમારા એન્કોડરમાં દાખલ કરશો.

એ જ સ્ટ્રીમ કીનો ફરી ઉપયોગ કરવા માટે, કસ્ટમ સ્ટ્રીમ કી બનાવો.  “સ્ટ્રીમ કી પસંદ કરો” હેઠળ, નવી સ્ટ્રીમ કી બનાવો પર ક્લિક કરો. તમારી પસંદગીના સેટિંગ દાખલ કરો અને બનાવો પર ક્લિક કરો. તમારી સ્ટ્રીમ કી, સ્ટ્રીમ કી સૂચિમાં બતાવવામાં આવશે.

સ્ટ્રીમ URL

તમારા એન્કોડરને તમારું સ્ટ્રીમ ફીડ ક્યાં મોકલવું છે એ કહેવા માટે, આ URLને એન્કોડરમાં દાખલ કરો.

સ્ટ્રીમની વિલંબતા

સ્ટ્રીમની વિલંબતા એ તમારા એન્કોડર અથવા કૅમેરા દ્વારા કોઈ ઇવેન્ટ કૅપ્ચર કરવા અને તે ઇવેન્ટ તમારા સ્ટ્રીમ પર બતાવવામાં આવે તેની વચ્ચેનો વિલંબ છે. ઓછી વિલંબતાને લીધે પ્લેબૅક વધુ બફર થઈ શકે છે. જો તમે તમારા ઑડિયન્સ સાથે ક્રિયાપ્રતિક્રિયા ન કરતા હો, તો ઓછી વિલંબતા ખાસ મહત્ત્વની નથી. સ્ટ્રીમ વિલંબતા વિશે વધુ જાણો.

DVR ચાલુ કરો

DVR ચાલુ કરવાથી તમારા સ્ટ્રીમ દરમિયાન દર્શકો થોભાવી, રિવાઇન્ડ કરી અને ચાલુ રાખી શકે છે. એકવાર દર્શક ચલાવવાનું ફરી શરૂ કરે, પછી ઇવેન્ટ જ્યાં થોભાવી હોય ત્યાંથી ફરી ચાલુ થશે. લાઇવ સ્ટ્રીમ પર DVR વિશે વધુ જાણો.

360 વીડિયો

તમે લાઇવ ઇવેન્ટનો ઉપયોગ કરીને 360 ડિગ્રીમાં સ્ટ્રીમ કરી શકો છો. 360-ડિગ્રી વીડિયો તમને વીડિયોમાં તલ્લીન કરી દેનારો અનુભવ પ્રદાન કરવામાં સહાય કરે છે. હાલમાં YouTube 360 ડિગ્રી વીડિયો માટે માત્ર ઇક્વિરેક્ટેન્ગયુલર પ્રોજેક્શનને સપોર્ટ કરે છે. અહીં કેટલીક ટિપ છે:

YouTube કમ્પ્યૂટર પર Chrome, Firefox, MS Edge અને Opera બ્રાઉઝરમાં 360-ડિગ્રી વીડિયોના લાઇવ સ્ટ્રીમિંગ ઇન્જેશન અને પ્લેબૅકને સપોર્ટ કરે છે. 360-ડિગ્રી પ્લેબૅકને YouTube અને YouTube Gaming ઍપ પણ સપોર્ટ કરે છે.

ઑટોમૅટિક રીતે શરૂ કરો અને ઑટોમૅટિક રીતે રોકો

જ્યારે આ સેટિંગ ચાલુ હોય, ત્યારે તમે તમારા એન્કોડરથી સ્ટ્રીમ કરવાનું શરૂ કરી અથવા રોકી શકો છો. “સેટિંગનો ફરી ઉપયોગ કરો” પસંદ કરીને કૉપિ કરવાથી તમારી ઑટોમૅટિક રીતે શરૂ કરો અને ઑટોમૅટિક રીતે રોકો પસંદગીઓ પણ કૉપિ કરાશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6155300210705226778
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false