પ્લેલિસ્ટ સંબંધિત પૉલિસી

પ્લેલિસ્ટ એ તમારો સમુદાય સીરિઝ તરીકે જોવા માગતો હોઈ શકે તેવા વીડિયોને સંયોજિત કરવાની ઉત્તમ રીત છે. અમે જાણીએ છીએ કે મોટે ભાગે આવું ઈરાદાપૂર્વક કરવામાં આવતું નથી, પણ એવો સમય આવી શકે કે પ્લેલિસ્ટમાં પ્લૅટફૉર્મ પર મંજૂરી આપવામાં આવી ન હોય એવા કન્ટેન્ટનો સમાવેશ થઈ જાય અને તે અમારા સમુદાયને નુકસાન થવાનું કારણ બની શકે. આનો અર્થ એ છે કે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય એવા પ્લેલિસ્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

તેના વિશે વિચાર કરવાની અહીં એક સરળ રીત આપેલી છે: જો તમે બધા પ્લેલિસ્ટના વીડિયોને એક વીડિયોમાં સંયોજિત કરવા જઈ રહ્યાં હતા અને તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતો વીડિયો હતો, તો પછી પ્લેલિસ્ટ પણ સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોઈ શકે.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો કૃપા કરીને તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને ઘણા બધા એવા વીડિયો, કૉમેન્ટ અથવા નિર્માતાની સમગ્ર ચૅનલ મળે કે જેની તમે જાણ કરવા માગો છો, તો અમારા રિપોર્ટિંગ ટૂલની મુલાકાત લો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે પ્લેલિસ્ટ બનાવી રહ્યાં હો, તો 

પ્લેલિસ્ટ જો નીચે આપેલા કોઈપણ વર્ણન સાથે બંધબેસતું હોય તો YouTube પર પોસ્ટ કરશો નહીં.

  • થંબનેલ ધરાવતા પ્લેલિસ્ટ, શીર્ષકો અથવા વર્ણનો કે જે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા હોય, જેમ કે પોર્નોગ્રાફિક હોય એવા અથવા જેમાં એવી છબીઓ હોય કે જે આઘાત પહોંચાડવા અથવા નફરત પેદા કરવાનો ઈરાદો ધરાવતા હોય.
  • એવા શીર્ષકો અથવા વર્ણનો ધરાવતા પ્લેલિસ્ટ કે જે દર્શકોને ગેરમાર્ગે દોરતા હોય અને એવા વિચારમાં મૂકી દે કે તેઓ પ્લેલિસ્ટમાં શામેલ છે તેના કરતાં કોઈ અલગ વીડિયો જોઈ રહ્યાં છે.
  • એવા વીડિયો ધરાવતા પ્લેલિસ્ટ કે જે અલગ-અલગ રીતે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન નથી કરતા, પણ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે એ રીતે એકત્રિત કરવામાં આવ્યા હોય. આમાં નીચે આપેલી બાબતોનો સમાવેશ થાય છે, પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી: 
    • જાતીય આનંદના હેતુસર નગ્નતા અથવા જાતીય થીમ દર્શાવતું શૈક્ષણિક કન્ટેન્ટ 
    • જાતીય ન હોય એવું કન્ટેન્ટ પણ જેનું ફોકસ જાતીય આનંદ માટે શરીરના અમુક અંગો અથવા પ્રવૃત્તિઓ પર હોય 
    • વખાણવા અથવા આઘાત પહોંચાડવાના હેતુ માટે ગ્રાફિક હિંસાની દસ્તાવેજીનો વીડિયો
  • પ્લેલિસ્ટ કે જેમાં ઘણા બધા એવા વીડિયો હોય કે જેને અમારા દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ કાઢી નાખવામાં આવ્યા છે. જો તમારા ધ્યાનમાં આવે કે તમારા સાર્વજનિક પ્લેલિસ્ટમાં એકથી વધુ વીડિયો એવા છે કે જેને કાઢી નાખવામાં કે ડિલીટ કરવામાં આવ્યા છે, તો કૃપા કરીને થોડો સમય કાઢીને તમારા પ્લેલિસ્ટમાંથી પણ તે વીડિયો કાઢી નાખો. જો તમારા ધ્યાનમાં આવે કે તમારા સાર્વજનિક પ્લેલિસ્ટમાંના કેટલાક વીડિયો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે છે, તો કૃપા કરીને તે અયોગ્ય હોવાની જાણ કરો અને તેને તમારા પ્લેલિસ્ટમાંથી કાઢી નાખો.
  • પ્લેલિસ્ટ કે જે સગીરોના શારીરિક, જાતીય અથવા ભાવનાત્મક દુર્વ્યવહારનું ચિત્રણ કરતું હોય.

કૃપા કરીને નોંધો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

  • પ્લેલિસ્ટ કે જેમાં હવામાં બૉમ્બ વિસ્ફોટની ઘટનાઓના સમચારનો ફૂટેજ "જોરદાર બૉમ્બ વિસ્ફોટની ઘટનાઓ” જેવા શીર્ષક સાથે આપ્યો હોય. 
  • એવું શીર્ષક ધરાવતું પ્લેલિસ્ટ કે જેમાં માનસિક રીતે વિકલાંગ લોકોને અલગ પાડવાની વાત કરવામાં આવતી હોય.
  • પ્લેલિસ્ટ કે જે કોઈ વ્યક્તિને ઓળખાવી શકે એવી, બિન-સાર્વજનિક માહિતી, જેમ કે ફોન નંબર, ઘરનું સરનામું અથવા ઇમેઇલ ઍડ્રેસને અપમાનજનક રીતે તે વ્યક્તિ તરફ લોકોનું ધ્યાન અથવા તેના પર ટ્રાફિક મોકલવાના હેતુથી પોસ્ટ કરવામાં આવે છે.
  • પ્લેલિસ્ટ કે જે જોખમકારક અથવા ધમકી આપતી મજાકોના વીડિયો એકત્રિત કરતા હોય, જેમ કે ઘર પર આક્રમણો અથવા લૂંટની નકલી ઘટનાઓનું પ્લેલિસ્ટ.
  • “સેક્સી" જેવા શીર્ષક સાથે સગીરો દર્શાવતા વીડિયોનું પ્લેલિસ્ટ.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
3549609462633447511
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false