તમારું YouTube એકાઉન્ટ સુરક્ષિત કરવું

1 નવેમ્બર, 2021થી, કમાણી કરનારા નિર્માતાઓએ તેમની YouTube ચૅનલ માટે YouTube Studio અથવા YouTube Studioના કન્ટેન્ટ મેનેજરને ઍક્સેસ કરવા માટે ઉપયોગમાં લીધેલા Google એકાઉન્ટ પર 2-પગલાંમાં ચકાસણી ચાલુ કરવી આવશ્યક છે. વધુ જાણો

તમારા YouTube એકાઉન્ટને સુરક્ષિત કરવાથી તમારા એકાઉન્ટ અથવા ચૅનલને હૅક, હાઇજૅક થતી અથવા તેમાં ચેડાં થતાં રોકવામાં સહાય મળે છે.

નોંધ: જો તમને લાગે કે તમારું એકાઉન્ટ હૅક કરવામાં આવ્યું છે, તો તેને સુરક્ષિત કરવાની રીત વિશે જાણો.

Secure Your YouTube Account

સશક્ત પાસવર્ડ બનાવો અને તેને સુરક્ષિત રાખો

સશક્ત પાસવર્ડ બનાવો

સશક્ત પાસવર્ડ તમને તમારી વ્યક્તિગત માહિતીને સુરક્ષિત રાખવામાં સહાય કરે છે અને અન્ય કોઈને તમારા એકાઉન્ટમાં પ્રવેશતા અટકાવે છે.

સશક્ત અને જટિલ પાસવર્ડ બનાવો: 8 અક્ષર અથવા તેથી વધુ અક્ષરનો ઉપયોગ કરો. તે અક્ષરો, નંબર અને પ્રતીકોનું કોઈપણ સંયોજન હોઈ શકે છે.

તમારો પાસવર્ડ અજોડ બનાવો: તમારા YouTube એકાઉન્ટના પાસવર્ડનો ઉપયોગ અન્ય સાઇટ પર કરશો નહીં. જો બીજી સાઇટ હૅક થઈ જાય, તો તમારા YouTube એકાઉન્ટમાં પ્રવેશ કરવા માટે પાસવર્ડનો ઉપયોગ થઈ શકે છે.

વ્યક્તિગત માહિતી અને સામાન્ય શબ્દો ટાળો: તમારા જન્મદિવસ જેવી વ્યક્તિગત માહિતી, "પાસવર્ડ" જેવા સામાન્ય શબ્દો અથવા "1234" જેવી સામાન્ય પૅટર્નનો ઉપયોગ કરશો નહીં.

તમારા પાસવર્ડને હૅકરથી સુરક્ષિત કરવો

Chrome માટે પાસવર્ડ અલર્ટ ચાલુ કરીને જ્યારે તમે Google સિવાયની સાઇટ પર તમારો પાસવર્ડ દાખલ કરો ત્યારે સૂચના મેળવો. ઉદાહરણ તરીકે, જો તમે Google હોવાનો ઢોંગ કરતી સાઇટ પર તમારો પાસવર્ડ દાખલ કરશો, તો તમને સૂચિત કરવામાં આવશે અને પછી તમે તમારા YouTube એકાઉન્ટનો પાસવર્ડ બદલી શકો છો.

તમારા પાસવર્ડ મેનેજ કરવા

પાસવર્ડ મેનેજર તમને સશક્ત, અજોડ પાસવર્ડ બનાવવામાં અને મેનેજ કરવામાં સહાય કરી શકે છે. Chromeના અથવા અન્ય વિશ્વસનીય પાસવર્ડ મેનેજરનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરો.
ટિપ: તમારા Google એકાઉન્ટમાં સાચવેલા કોઈપણ પાસવર્ડ જાહેર થઈ શકે છે, તે નબળા છે અથવા એકથી વધુ એકાઉન્ટ માટે તેને ફરીથી ઉપયોગમાં લેવામાં આવે છે કે કેમ તે જાણવા માટે, પાસવર્ડની તપાસનો ઉપયોગ કરો.

તમારી સાઇન-ઇન માહિતી ક્યારેય શેર કરશો નહીં

તમારા પાસવર્ડ ક્યારેય ન આપો. YouTube ક્યારેય તમને તમારા પાસવર્ડ, ઇમેઇલ, મેસેજ અથવા ફોન કૉલ માટે પૂછશે નહીં. YouTube ક્યારેય વ્યક્તિગત માહિતી જેમ કે ઓળખ નંબર, નાણાકીય ડેટા અથવા પાસવર્ડ પૂછવા માટે કોઈ ફોર્મ મોકલશે નહીં.

નિયમિત સુરક્ષા તપાસ કરવી

તમારા એકાઉન્ટ માટે મનગમતા બનાવેલા સુરક્ષા સુઝાવો મેળવવા માટે, સુરક્ષા તપાસ પેજ પર જાઓ અને તમારા એકાઉન્ટને વધુ સુરક્ષિત બનાવવા માટે આ ટિપ અનુસરો.

એકાઉન્ટની રિકવરીના વિકલ્પો ઉમેરવા અથવા અપડેટ કરવા

તમારા રિકવરી ફોન નંબર અને ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ આ માટે થઈ શકે છે:
  • કોઈને તમારી પરવાનગી વિના તમારા એકાઉન્ટનો ઉપયોગ કરવાથી બ્લૉક કરવા
  • જો તમારા એકાઉન્ટ પર શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય, તો તમને અલર્ટ મોકલવા
  • જો તમારું એકાઉન્ટ લૉક થઈ જાય, તો તેને રિકવર કરવા

2-પગલાંમાં ચકાસણીની સુવિધા ચાલુ કરો

2-પગલાંમાં ચકાસણી હૅકરને તમારા એકાઉન્ટમાં પ્રવેશતા અટકાવવામાં સહાય કરે છે, પછી ભલે તે તમારો પાસવર્ડ ચોરી કરતા હોય. આ રહ્યાં તમારા વિકલ્પો:
સિક્યુરિટી કી એ ચકાસણીનો વધુ સશક્ત વિકલ્પ છે કારણ કે તે ટેક્સ્ટ મેસેજ કોડનો ઉપયોગ કરતી ફિશિંગ ટેક્નિકને ઉપયોગ રોકવામાં સહાય કરે છે.
તમારા એકાઉન્ટ માટે 2-પગલાંમાં ચકાસણી ચાલુ કરો.

તમારા એકાઉન્ટમાંથી શંકાસ્પદ લોકોને કાઢી નાખવા

જો તમે તમારા એકાઉન્ટને મેનેજ કરતા લોકોને ઓળખતા ન હો, તો તમારું એકાઉન્ટ હૅક થઈ ગયું હોઈ શકે છે અને કોઈ વ્યક્તિ કંઈક મેળવવા માટે તમારા એકાઉન્ટની માલિકી ચકાસી રહ્યું છે. તમે તમારા એકાઉન્ટના પ્રકારના આધારે લોકોને બદલી અથવા કાઢી નાખી શકો છો.

તમને જરૂર ન હોય તેવી સાઇટ અને ઍપ કાઢી નાખો

તમારા YouTube એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે, અજાણી ઍપ અથવા અજાણ્યા સૉર્સની ઍપ ઇન્સ્ટૉલ કરવાનું ટાળો. તમારા સંયુક્ત એકાઉન્ટમાંથી તમને જરૂર ન હોય તેવી કોઈપણ ઍપ મેનેજ કરો અને કાઢી નાખો.

તમારા સૉફ્ટવેરને અપડેટ કરવું અને તમારા એકાઉન્ટનું બૅકઅપ લેવું

જો તમારું બ્રાઉઝર, ઑપરેટિંગ સિસ્ટમ અથવા ઍપ જૂની હોય, તો સૉફ્ટવેર કદાચ હૅકરથી સુરક્ષિત નહીં હોય. તમારા સૉફ્ટવેરને અપડેટ કરેલું રાખો અને નિયમિત રીતે તમારા એકાઉન્ટનું બૅકઅપ લો.

શંકાસ્પદ મેસેજ અને કન્ટેન્ટ સામે રક્ષણ મેળવવું

ફિશિંગ એ છે જ્યારે હૅકર વ્યક્તિગત માહિતી લેવા માટે પોતાનો વિશ્વાસપાત્ર વ્યક્તિ તરીકે છદ્મવેશ કરે છે. વ્યક્તિગત માહિતીમાં આનો સમાવેશ હોઈ શકે છે:

  • નાણાકીય ડેટા
  • રાષ્ટ્રીય ID/સામાજિક સુરક્ષા ક્રમાંક
  • ક્રેડિટ કાર્ડ નંબર

હૅકર સંસ્થાઓ, કૂટુંબના સભ્યો અથવા સહકર્મીઓ હોવાનો ઢોંગ કરવા માટે ઇમેઇલ, ટેક્સ્ટ મેસેજ અથવા વેબપેજનો ઉપયોગ કરી શકે છે.

YouTube ક્યારેય તમને તમારા પાસવર્ડ, ઇમેઇલ ઍડ્રેસ અથવા અન્ય એકાઉન્ટ માહિતી માટે પૂછશે નહીં. જો કોઈ YouTube તરફથી હોવાનો ઢોંગ કરીને તમારો સંપર્ક કરે તો છેતરાશો નહીં.
 

શંકાસ્પદ વિનંતીઓ ટાળવી
  • એવા શંકાસ્પદ ઇમેઇલ, ઇન્સ્ટન્ટ મેસેજ, વેબપેજ અથવા ફોન કૉલનો જવાબ આપશો નહીં કે જે તમારી વ્યક્તિગત અથવા નાણાકીય માહિતી પૂછતા હોય.
  • અવિશ્વસનીય વેબસાઇટ અથવા મોકલનારના ઇમેઇલ, મેસેજ, વેબપેજ અથવા પૉપ-અપમાં આવતી લિંક પર ક્લિક કરશો નહીં.
  • YouTube ઇમેઇલ માત્ર @youtube.com અથવા @google.com ઍડ્રેસથી આવે છે.

check for minor misspellings in email addresses

શંકાસ્પદ ફિશિંગ ઇમેઇલનું ઉદાહરણ

શંકાસ્પદ વેબપેજ ટાળવું

Google Chrome અને Search શંકાસ્પદ કન્ટેન્ટ અને વણજોઈતા સૉફ્ટવેર વિશે તમને ચેતવણી આપવા માટે ડિઝાઇન કરેલા છે.
Chrome અને Searchમાં આ ચેતવણીઓને મેનેજ કરવાની રીત જાણો.

સ્પામ અથવા ફિશિંગની જાણ કરવી

ફિશિંગ સામે પોતાનું રક્ષણ કરવા માટે, myaccounts.google.com સિવાય કોઈપણ પેજ પર તમારો પાસવર્ડ ક્યારેય દાખલ કરશો નહીં. જો તમને YouTube પર સ્પામ અથવા ફિશિંગ લાગતો હોય એવો કોઈ વીડિયો મળે, તો કૃપા કરીને YouTube ટીમ દ્વારા તેને રિવ્યૂ માટે ચિહ્નિત કરો. સ્પામ અને ફિશિંગ વિશે વધુ માહિતી માટે, કૃપા કરીને નેશનલ સાયબર સિક્યુરિટી અલાયન્સની મુલાકાત લો.
ટિપ: અમારી ફિશિંગ ક્વિઝ વડે ફિશિંગ વિશે વધુ જાણો.

તમારી ચૅનલ પર પરવાનગીઓ સેટ અને ચેક કરવી

જો તમે નિર્માતા હો, તો તમે તમારા Google એકાઉન્ટનો ઍક્સેસ આપ્યા વિના તમારી YouTube ચૅનલ મેનેજ કરવા માટે અન્ય કોઈને આમંત્રિત કરી શકો છો. કોઈ વ્યક્તિને આ તરીકે તેમની ચૅનલ ઍક્સેસ કરવા માટે આમંત્રિત કરો:

  • મેનેજર: અન્ય લોકોને ઉમેરી અથવા કાઢી નાખી શકે છે અને ચૅનલની વિગતોમાં ફેરફાર કરી શકે છે.
  • એડિટર: ચૅનલની બધી વિગતોમાં ફેરફાર કરી શકે છે.
  • દર્શક: ચૅનલની બધી વિગતો જોઈ (પણ ફેરફાર ન કરી શકે) શકે છે.
  • દર્શક (મર્યાદિત): આવકની માહિતી સિવાય, ચૅનલની બધી વિગતો જોઈ (પણ ફેરફાર ન કરી શકે) શકે છે.

તમારી ચૅનલની પરવાનગીઓ સેટ અને ચેક કરવાની રીત વિશે જાણો.

નોંધ: જો તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ હોય, તો તમે તમારા Google એકાઉન્ટ અને તમારી YouTube ચૅનલ મેનેજ કરવા માટે કોઈ વ્યક્તિને આમંત્રિત કરી શકો છો. તમારી પાસે બ્રાંડ એકાઉન્ટ છે કે નહીં તે ચેક કરો અને બ્રાંડ એકાઉન્ટ પરવાનગીઓ મેનેજ કરવાની રીત વિશે જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14609869790338903239
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false