કૉમેન્ટના સેટિંગ વિશે જાણો

તમે અમુક કૉમેન્ટ તમારા વીડિયો અથવા તમારી ચૅનલ પર બતાવવામાં આવે તે પહેલાં તેને રિવ્યૂ કરવા માટે હોલ્ડ પર રાખી શકો છો. તમારા કૉમેન્ટના સેટિંગ બદલવાની રીત જાણો.

વીડિયો માટે કૉમેન્ટના સેટિંગ

તમે કોઈ ચોક્કસ વીડિયો માટે કૉમેન્ટ ચાલુ કરવાનું, તેમને થોભાવવાનું અથવા તેમને બંધ કરવાનું પસંદ કરી શકો છો. કૉમેન્ટ ચાલુ કરાય ત્યારે તમે, કોઈ કૉમેન્ટને રિવ્યૂ માટે હોલ્ડ પર રાખવી હોય તો, તે નક્કી કરી શકો છો.

ચાલુ

તમે કૉમેન્ટ ચાલુ કરવાનું પસંદ કરો ત્યારે તેમને રિવ્યૂ માટે હોલ્ડ પર રખાશે કે કેમ તે પસંદ કરવાનો પણ તમારી પાસે વિકલ્પ રહેશે. તમારા વિકલ્પો જોવા માટે તમે કૉમેન્ટ મૉડરેશન ડ્રૉપ-ડાઉન પર ટૅપ કરી શકો છો: 

  • કોઈપણ નહીં: કોઈપણ કૉમેન્ટ હોલ્ડ પર રાખશો નહીં. 
  • મૂળભૂત: સંભવિત રીતે અયોગ્ય કૉમેન્ટ હોલ્ડ પર રાખો. 
  • કડક: સંભવિત રીતે અયોગ્ય કૉમેન્ટની વધુ વ્યાપક શ્રેણીને હોલ્ડ પર રાખો. 
  • બધી હોલ્ડ પર રાખો: બધી કૉમેન્ટને હોલ્ડ પર રાખો.
ટિપ: જો એવા કોઈ વધુ શબ્દો અથવા શબ્દસમૂહો હોય જેને તમે રિવ્યૂ માટે હોલ્ડ પર રાખવા માગતા હો, તો તેને તમારી બ્લૉક કરેલા શબ્દોની સૂચિમાં ઉમેરો.

રિવ્યૂ માટે હોલ્ડ કરેલી કૉમેન્ટ:

  • YouTube Studioમાં વધુમાં વધુ 60 દિવસ સુધી રાખવામાં આવે છે.
  • તમે તેમને મંજૂરી ન આપો ત્યાં સુધી સાર્વજનિકરૂપે જોઈ શકાતી નથી.
  • 100 કરતાં વધુ ભાષામાં રિવ્યૂ માટે ઉપલબ્ધ હોય છે.
થોભાવો

તમે થોભાવો વિકલ્પ પસંદ કરો ત્યારે તમે તમારી હાલની કૉમેન્ટ જાળવી રાખશો, પરંતુ તમે કૉમેન્ટ ફરીથી ચાલુ નહીં કરો ત્યાં સુધી તે વીડિયો પર હવે વધુ કૉમેન્ટ મેળવશો નહીં. 

તમે વિવિધ કારણોસર કૉમેન્ટ થોભાવવાનું પસંદ કરો તેમ બની શકે. ઉદાહરણ તરીકે, કોઈ વીડિયો પરની કૉમેન્ટમાં અચાનક થયેલો વધારો રિવ્યૂ કરવા માટે તમને વધારે સમયની જરૂર હોય અને તે દરમિયાન નવી કૉમેન્ટ ન આવે તેમ તમે ઇચ્છતા હો તેમ બની શકે. તમારે નવી કૉમેન્ટ ફરીથી મેળવવાનું શરૂ કરવું હોય, તો તમે કોઈપણ સમયે કૉમેન્ટ ચાલુ કરી શકો છો.

બંધ 

તમે કૉમેન્ટ બંધ કરવાનું પસંદ કરો ત્યારે દર્શકો તે વીડિયો પર કૉમેન્ટ ન કરી શકે. કૉમેન્ટ બંધ કરાઈ હોવાનું જણાવતો મેસેજ તેમને દેખાશે.

ચૅનલ લેવલના કૉમેન્ટના સેટિંગ

છુપાવેલા વપરાશકર્તાઓ

તમે તમારી ચૅનલ પરના બધા વીડિયો પરની કૉમેન્ટને અમુક ચોક્કસ કૉમેન્ટ કરનારાઓથી છુપાવવાનું પસંદ કરી શકો છો.
નોંધ: છુપાવેલા વપરાશકર્તાઓ તમારા વીડિયો અને લાઇવ સ્ટ્રીમની ક્લિપ પણ બનાવી શકશે નહીં. વધુ જાણો.

મંજૂરીપ્રાપ્ત વપરાશકર્તા

આ વપરાશકર્તાઓની કૉમેન્ટ ઑટોમૅટિક રીતે પબ્લિશ થાય છે અને તેને બ્લૉક કરેલી લિંક, બ્લૉક કરેલા શબ્દો અથવા સંભવિત અનુચિત કન્ટેન્ટ અનુસાર ફિલ્ટર કરવામાં આવશે નહીં. જ્યારે લાઇવ કૉમેન્ટરી પાર્ટિસિપેન્ટ મોડ ચાલુ હોય ત્યારે આ વપરાશકર્તાઓ લાઇવ ચૅટમાં મેસેજ પણ મોકલી શકશે.
બ્લૉક કરેલા શબ્દો
તમે જે શબ્દો અને શબ્દસમૂહોને તમારી કૉમેન્ટમાં બતાવવા ન માગતા હો તેની સૂચિ તમે તમારી બ્લૉક કરેલા શબ્દોની સૂચિમાં ઉમેરી શકો છો.
આ શબ્દો કે લગભગ આના જેવા શબ્દો ધરાવતી કૉમેન્ટને 60 દિવસ સુધી રિવ્યૂ માટે હોલ્ડ પર રાખવામાં આવી શકે છે, સિવાય કે તે તમારી મંજૂરી આપેલા વપરાશકર્તાઓની સૂચિમાંની કોઈ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી હોય. આ શબ્દો કે લગભગ આના જેવા શબ્દો ધરાવતા લાઇવ ચૅટના મેસેજને પણ બ્લૉક કરવામાં આવશે.
તમારા કૉમેન્ટ પેજ પર “રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી” ટૅબ હેઠળ બ્લૉક કરેલા શબ્દો ધરાવતી કૉમેન્ટનો રિવ્યૂ કરીને તેને મંજૂરી આપી શકાય છે.
બ્લૉક કરેલા શબ્દોની સૂચિમાં ઉમેરવા માટે:
  1. YouTube Studio ખોલો.
  2. ડાબી બાજુએથી, સેટિંગ and then સમુદાય પર ક્લિક કરો.
  3. "ઑટોમૅટેડ ફિલ્ટર" ટૅબ હેઠળ "બ્લૉક કરેલા શબ્દો" પર સ્ક્રોલ કરો.
  4. અલ્પવિરામ વડે અલગ પાડીને શબ્દો અને શબ્દસમૂહો ઉમેરો.
  5. સાચવો પસંદ કરો.
નોંધ: તમારા વીડિયો અને લાઇવ સ્ટ્રીમની ક્લિપ બનાવતી વખતે પણ બ્લૉક કરેલા શબ્દોનો ઉપયોગ કરી શકાતો નથી. વધુ જાણો.
લિંક ધરાવતી કૉમેન્ટ બ્લૉક કરો
તમે URLs ધરાવતી કૉમેન્ટને રિવ્યૂ માટે હોલ્ડ પર રાખી શકો છો. આ રહી રીત:
  1. YouTube Studio ખોલો.
  2. ડાબી બાજુએથી, સેટિંગ and then સમુદાય પર ક્લિક કરો.
  3. "ઑટોમૅટેડ ફિલ્ટર" ટૅબ હેઠળ લિંક બ્લૉક કરો પસંદ કરો.
લિંક ધરાવતી કૉમેન્ટ જો તમારા દ્વારા, મૉડરેટર દ્વારા કે મંજૂર કરેલા વપરાશકર્તાઓ દ્વારા પોસ્ટ કરવામાં આવી હોય તો તેને બ્લૉક કરવામાં આવતી નથી.
URLs ધરાવતા લાઇવ ચૅટના મેસેજ પણ બ્લૉક કરવામાં આવશે.
તમારા કૉમેન્ટ પેજ પર “રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી” ટૅબ હેઠળ 60 દિવસ સુધી હોલ્ડ પર રાખેલી હૅશટૅગ અને લિંક ધરાવતી કૉમેન્ટનો રિવ્યૂ કરીને તેને મંજૂરી આપી શકાય છે.

કૉમેન્ટના ડિફૉલ્ટ સેટિંગ

તમે સમાન કૉમેન્ટ સેટિંગ બધા નવા અપલોડ કરવાના વીડિયો માટે લાગુ કરી શકો છો. નવા અપલોડ કરવાના વીડિયો માટેના ડિફૉલ્ટ સેટિંગ બદલવાથી તેની અસર હાલના વીડિયો પર થશે નહીં.
તમે અપલોડ કર્યા પછી વ્યક્તિગત વીડિયો માટે અલગ-અલગ કૉમેન્ટ સેટિંગ પસંદ કરી શકો છો. નવા વીડિયો માટે તમારા ડિફૉલ્ટ કૉમેન્ટ સેટિંગ બદલવાની રીત જાણો.

ચૅનલના હોમપેજની કૉમેન્ટના સેટિંગ

તમે તમારી ચૅનલના સમુદાય ટૅબ પર નવી કૉમેન્ટ માટે તમારા સેટિંગ બદલી શકો છો. તમારા કૉમેન્ટના સેટિંગ બદલવાની રીત જાણો.

કૉમેન્ટના સેટિંગ વિશે સામાન્ય પ્રશ્નો

શું હું કોઈ ચોક્કસ વીડિયોમાંથી અમુક શબ્દો, લિંક અથવા વપરાશકર્તાઓને બ્લૉક કરી શકું છું?

ના. છુપાવેલા વપરાશકર્તાઓ, બ્લૉક કરેલા શબ્દો અને લિંકનું બ્લૉકિંગ બધા વીડિયો અને તમારી ચૅનલના હોમપેજ પર ઑટોમૅટિક રીતે લાગુ થાય છે. તમારા સેટિંગમાંના ફેરફારો નવા અને હાલના વીડિયો પર પણ લાગુ થઈ શકે છે.
નોંધ: કૉમેન્ટના સેટિંગમાં તમે કરેલા ફેરફારો ફક્ત નવા વીડિયો પર જ લાગુ થાય છે.

શું હું છુપાવેલા વપરાશકર્તાઓની કૉમેન્ટનો રિવ્યૂ કરી શકું છું?

ના. છુપાવેલા વપરાશકર્તાઓની કૉમેન્ટ YouTube Studioમાં દેખાતી નથી.

શું હું ચોક્કસ શબ્દો અથવા લિંક માટે બ્લૉક કરેલી કૉમેન્ટનો રિવ્યૂ કરી શકું છું?

હા. તમારા કૉમેન્ટ પેજ પર “રિવ્યૂ માટે હોલ્ડ પર મૂકેલી” ટૅબ હેઠળ 60 દિવસ સુધી, બ્લૉક કરેલા શબ્દો અથવા લિંક ધરાવતી કૉમેન્ટનો રિવ્યૂ કરીને તેને મંજૂરી આપી શકાય છે.

જો હું કૉમેન્ટ બંધ કરું અને ફરીથી ચાલુ કરું, તો શું મારી જૂની કૉમેન્ટ પાછી આવી શકે છે?

હા. જો તમે કૉમેન્ટ બંધ કરો અને ફરીથી ચાલુ કરશો, તો હાલની કૉમેન્ટ ફરીથી દેખાશે.
જો તમે કૉમેન્ટ બંધ કરશો તો હાલની કૉમેન્ટ, જોવાના પેજ પર અથવા YouTube Studioમાં જોઈ શકાશે નહીં.

જો હું મારા સેટિંગ બદલું, તો શું હાલની અને ભાવિ કૉમેન્ટ પર અસર થશે?

ચૅનલ લેવલના સેટિંગ, વીડિયો લેવલના સેટિંગ અને બ્લૉક કરેલા શબ્દો, છુપાવેલા વપરાશકર્તાઓ અને બ્લૉક કરેલી લિંક, આ બધું ભાવિ કૉમેન્ટને લાગુ થશે. 

હાલની કૉમેન્ટને તો જ અસર થશે, જો તમે:

  • કોઈ વીડિયો પર કૉમેન્ટ બંધ કરી દો. બંધ કરાઈ હશે ત્યારે, તમે કૉમેન્ટને ફરીથી ચાલુ ન કરો ત્યાં સુધી, તમને હાલની કૉમેન્ટ દેખાશે નહીં. 
  • કોઈ વપરાશકર્તાને છુપાવો. કોઈ વપરાશકર્તા છુપાવેલા હશે, તો તેમણે કરેલી કૉમેન્ટ તમારા કોઈપણ વીડિયો પર દેખાશે નહીં.

મૂળભૂત અને કડક મોડમાં કયા પ્રકારની કૉમેન્ટને રિવ્યૂ માટે હોલ્ડ પર રાખવામાં આવે છે?

મૂળભૂત કૉમેન્ટ મૉડરેશન પસંદ કરવાથી સ્પામ, પોતાની ચૅનલનો પ્રચાર કરતી, અસ્પષ્ટ અથવા સંભવિત રીતે અયોગ્ય હોઈ શકે તેવી કૉમેન્ટ YouTube Studioમાં હોલ્ડ પર રખાશે. આવી કૉમેન્ટને તમે મંજૂરી આપશો તો જ તેમને પબ્લિશ કરાશે. 

જો તમને તમારી ચૅનલ માટે વધુ ઉચ્ચ લેવલની સુરક્ષા જોઈતી હોય, તો કડક કૉમેન્ટ મૉડરેશન પસંદ કરવાથી રિવ્યૂ માટે હોલ્ડ પર રખાતી કૉમેન્ટની સંખ્યામાં વધારો થશે. 

હોલ્ડ પર રાખવી જોઈએ તેવી કૉમેન્ટ શોધવા માટે આ સેટિંગ AIનો ઉપયોગ કરતા હોવાથી, તે હંમેશાં સાચાં જ હોય તેમ ન બને. ચૅનલના માલિકો તેમના વીડિયો પર દેખાતી કૉમેન્ટ અવગણવાનું, કાઢી નાખવાનું અથવા મંજૂર કરવાનું પસંદ કરી શકે છે.

પ્રતિસાદ મોકલો પસંદ કરીને તમે YouTube Studioમાં કૉમેન્ટ રિવ્યૂ કરતી વખતે સીધો પ્રોડક્ટમાં જ પ્રતિસાદ શેર કરી શકો છો.

અમે સમયાંતરે અમારી સિસ્ટમ બહેતર બનાવવાની દિશામાં કામ કરતા રહેતા હોવાથી આ સેટિંગ દ્વારા શોધાતી કૉમેન્ટની સચોટતા અને સંખ્યામાં ફેરફાર થઈ શકે છે.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
16237270459832727263
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false