તમારી ચૅનલ પરથી વપરાશકર્તાઓ છુપાવવા

તમે તમારી ચૅનલના બાકીના ઑડિયન્સથી અમુક ચોક્કસ દર્શકોને છુપાવી શકો છો.

કોઈને છુપાવવાનો અર્થ એ છે કે તેમની કૉમેન્ટ તમારી ચૅનલ પર દેખાશે નહીં, જેમાં YouTube Studioમાં તમારા કૉમેન્ટ પેજ પરની કૉમેન્ટ શામેલ છે. આ તેમને તમારા વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમમાંથી ક્લિપ બનાવવાથી પણ અટકાવે છે.

દુરુપયોગ, ઉત્પીડન, અનુચિત કન્ટેન્ટ અથવા પ્રાઇવસીને લગતી ફરિયાદો બાબતે રિપોર્ટ કરવા, સુરક્ષા કેન્દ્રની મુલાકાત લો.

કોઈ વપરાશકર્તાને છુપાવવા

કોઈને તમારી ચૅનલ પરથી છુપાવવા માટે:

  1. તેઓએ તમારી ચૅનલ અથવા વીડિયો પર કરી હોય તેવી કોઈ કૉમેન્ટ શોધો.
  2. કૉમેન્ટની બાજુમાં, વધુ '' અને પછી વપરાશકર્તાને ચૅનલમાંથી છુપાવો  પસંદ કરો.

YouTube Studioમાં કોઈ વપરાશકર્તાને છુપાવવા

YouTube Studioમાં તમારી ચૅનલ પરથી કોઈને છુપાવવા માટે:

  1. વપરાશકર્તાની ચૅનલના હોમપેજ પરથી ચૅનલનું URL શોધો.
  2. YouTube Studio પર જાઓ.
  3. ડાબી બાજુના મેનૂમાંથી સેટિંગ અને પછી સમુદાય પસંદ કરો.
  4. "છુપાવેલા વપરાશકર્તાઓ" બૉક્સમાં, ચૅનલનું URL પેસ્ટ કરો.
  5. સાચવો પસંદ કરો.

તમે કોને છુપાવ્યા છે તે શોધો

તમે છુપાવેલા દર્શકોની સૂચિ YouTube Studioમાં ઉપલબ્ધ હોય છે. તેને શોધવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી સેટિંગ અને પછી સમુદાય પસંદ કરો.
  3. "છુપાવેલા વપરાશકર્તાઓ" બૉક્સમાં, તમે છુપાવેલા દર્શકોનો રિવ્યૂ કરો.

વપરાશકર્તાને બતાવવા

કોઈ વ્યક્તિ દ્વારા છોડવામાં આવેલી નવી કૉમેન્ટ બતાવવા માટે, તમે તેમને તમારા “છુપાવેલા વપરાશકર્તાઓ”ની સૂચિમાંથી કાઢી શકો છો. કોઈ વ્યક્તિને બતાવવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી સેટિંગ અને પછી સમુદાય પસંદ કરો.
  3. "છુપાવેલા વપરાશકર્તાઓ" બૉક્સમાં તમે જે વપરાશકર્તાને બતાવવા માગતા હો તેમને શોધો.
  4. તેમના નામની બાજુમાં આવેલા કાઢી નાખો વિકલ્પને પસંદ કરો. 
  5. સાચવો પસંદ કરો.

વપરાશકર્તાઓને છુપાવવા વિશે વધુ જાણો

જ્યારે તમે કોઈને છુપાવો છો ત્યારે શું થાય છે?

તે ચૅનલ પરથી તમારા વીડિયો પર કરવામાં આવેલી બધી કૉમેન્ટ 48 કલાકની અંદર છુપાઈ જવી જોઈએ.

જો તમે કોઈને છુપાવો, તો શું તેમને નોટિફિકેશન મળે છે?

ના. જો તમે કોઈને છુપાવો, તો તેમને નોટિફિકેશન મળશે નહીં.

જ્યારે તમે કોઈને બતાવો ત્યારે શું થાય છે?

ચૅનલની કોઈપણ ભાવિ કૉમેન્ટ તમારા વીડિયો પર અને YouTube Studioમાં દેખાશે.
તમારા વીડિયો પરની તે વ્યક્તિની અગાઉની કૉમેન્ટ હજી પણ છુપાવેલી રહેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
14917461629973744514
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false