સબ્સ્ક્રાઇબર નોટિફિકેશન તપાસો

નિર્માતાઓને ઘણીવાર એ વાતની નવાઈ લાગે છે કે નોટિફિકેશન તેમના વીડિયો વ્યૂને કેવી રીતે અસર કરે છે. નોટિફિકેશનની અસર વિશે જાણવા માટે તમે YouTube Studioમાં "સબ્સ્ક્રાઇબર બેલના નોટિફિકેશન" અને "બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે" કાર્ડનો ઉપયોગ કરી શકો છો. જ્યારે તમારી પાસે પૂરતા પ્રમાણમાં પહોંચી શકાય તેવા સબ્સ્ક્રાઇબર હશે ત્યારે આ કાર્ડ આપમેળે દેખાશે. YouTube પર નોટિફિકેશન વિકલ્પો વિશે વધુ જાણો.

Were Notifications Sent to My Subscribers?

સબ્સ્ક્રાઇબર બેલનું નોટિફિકેશન મેટ્રિક જુઓ

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી Analytics પસંદ કરો.
  3. ઑડિયન્સ પસંદ કરો.
  4. "સબ્સ્ક્રાઇબર બેલના નોટિફિકેશન" કાર્ડ શોધો.

સબ્સ્ક્રાઇબર બેલનું નોટિફિકેશન મેટ્રિક વિશે જાણો

"સબ્સ્ક્રાઇબર બેલના નોટિફિકેશન" કાર્ડ તમને નવા વીડિયો અપલોડ, પ્રિમિયર અને લાઇવ સ્ટ્રીમ સાથે તમારા કેટલા ટકા સબ્સ્ક્રાઇબરને તમારી ચૅનલમાંથી નોટિફિકેશન મળે છે તેનો અંદાજ આપે છે.

જેમણે તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કર્યા છે તે સબ્સ્ક્રાઇબર:  તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કરનારા સબ્સ્ક્રાઇબર" મેટ્રિક જેમણે બધા નોટિફિકેશન મેળવવાનું પસંદ કર્યું છે એવા તમારા સબ્સ્ક્રાઇબરની ટકાવારી દર્શાવે છે.

જેમણે તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કર્યા છે અને YouTube નોટિફિકેશન ચાલું કર્યા છે તે સબ્સ્ક્રાઇબર: તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કરનારા સબ્સ્ક્રાઇબર" અને YouTube નોટિફિકેશન ચાલુ કર્યા છે તે મેટ્રિક જેમણે બધા નોટિફિકેશન મેળવવાનું પસંદ કર્યું છે એવા તમારા સબ્સ્ક્રાઇબરની ટકાવારી દર્શાવે છે. આ સબ્સ્ક્રાઇબર પાસે તેમના Google એકાઉન્ટ અને ડિવાઇસ માટે નોટિફિકેશન પણ ચાલુ કરેલા છે.

જો સબ્સ્ક્રાઇબર બેલ વગાડે પરંતુ તેમના એકાઉન્ટ અથવા મોબાઇલ ઍપ માટે YouTube નોટિફિકેશન બંધ કરે તો તેઓ આ મેટ્રિકમાં ગણવામાં આવશે નહીં. સબ્સ્ક્રાઇબર કે જેમણે "ચાલું કરેલા YouTube નોટિફિકેશન" સાઇન ઇન કરેલ છે અને ઓછામાં ઓછા એક ડિવાઇસ પર નોટિફિકેશન મેળવી શકે છે. આ સબ્સ્ક્રાઇબરે એકાઉન્ટ નોટિફિકેશન ચાલુ કર્યા છે:

  • કમ્પ્યૂટરમાં સેટિંગ અને પછી નોટિફિકેશન અને પછી ચૅનલ સબ્સ્ક્રિપ્શન હેઠળ અથવા
  • કમ્પ્યુટરમાં સેટિંગ અને પછી નોટિફિકેશન અને પછી સબ્સ્ક્રિપ્શન હેઠળ

અને ઓછામાં ઓછા એક ડિવાઇસ પર YouTube નોટિફિકેશન પણ ચાલુ કર્યા છે:

  • કમ્પ્યૂટર માટે સેટિંગ અને પછી નોટિફિકેશન અને પછી કમ્પ્યૂટર નોટિફિકેશન ચાલુ કરો
  • મોબાઇલ ડિવાઇસ માટે, ખાતરી કરો કે YouTube ઍપ નોટિફિકેશન તમારા ડિવાઇસના સેટિંગમાં ચાલું કરેલ છે

બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે તેના મેટ્રિક જુઓ

જ્યારે તમારી પાસે પર્યાપ્ત સબ્સ્ક્રાઇબર હોય ત્યારે "બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે" કાર્ડ આપમેળે YouTube Analytics પહોંચ ટૅબ પર દેખાય છે. કાર્ડ વ્યક્તિગત વીડિયો માટે ઉપલબ્ધ છે.

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુના મેનૂમાંથી, કન્ટેન્ટ પસંદ કરો.
  3. વીડિયોના શીર્ષક અથવા થંબનેલ પર ક્લિક કરો.
  4. ડાબી બાજુના મેનૂમાંથી, Analytics અને પછી પહોંચ પસંદ કરો.
  5. “બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે” કાર્ડ શોધો.

બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે મેટ્રિક વિશે જાણો

  • બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે: તમારી ચૅનલમાંથી તમામ નોટિફિકેશન મેળવનારા અને તેમના એકાઉન્ટ અને ડિવાઇસ માટે YouTube નોટિફિકેશન ચાલુ કર્યા હોય તેવા સબ્સ્ક્રાઇબરને મોકલવામાં આવેલા બેલ નોટિફિકેશનની સંખ્યા.
  • નોટિફિકેશન CTR (ક્લિક થ્રૂ રેટ): તમારા વીડિયો વિશે મળતુ બેલનું નોટિફિકેશન પર ક્લિક કરનારા દર્શકોની ટકાવારી.
  • બેલના નોટિફિકેશનમાંથી વ્યૂ: બેલનું નોટિફિકેશન પર ક્લિક કરનારા અને તરત જ તમારો વીડિયો જોનારા દર્શકો પાસેથી તમને મળતા વ્યૂની સંખ્યા. આ નંબરમાં એવા દર્શકોનો સમાવેશ થતો નથી કે જેમણે તમારું બેલનું નોટિફિકેશન જોયું હોય અને તમારો વીડિયો પછીથી જોયો હોય. તમે તમારા પહોંચ રિપોર્ટ માં ઍપ નોટિફિકેશન સામે ઇમેઇલ અપડેટ્સમાંથી વ્યૂનું બ્રેકડાઉન મેળવી શકો છો.

સબ્સ્ક્રાઇબર બેલનું નોટિફિકેશન સામાન્ય પ્રશ્નો

"તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કર્યા" નો અર્થ શું થાય છે?

દર્શકોને વિવિધ પ્રકારના YouTube નોટિફિકેશન સમજવામાં મદદ કરવા માટે બેલના કેટલાક અલગ વર્ઝન છે:

  •  તમામ: સબ્સ્ક્રાઇબરને તમારી ચૅનલમાંથી તમામ નોટિફિકેશન મળશે, જેમાં દૈનિક મર્યાદા ઓળંગતા નોટિફિકેશનનો સમાવેશ થતો નથી.
  • મનગમતા બનાવેલા: સબ્સ્ક્રાઇબરને તમારી ચૅનલમાંથી નોટિફિકેશનના કસ્ટમાઇઝ કરેલા સબસેટ મળશે.
  • કોઈ નહીં: જો તેઓ તેમના ડિવાઇસ પર સેટિંગ્સને કારણે તમારી ચૅનલમાંથી નોટિફિકેશન મેળવી શકતા ન હોય તો સબ્સ્ક્રાઇબરને બેલનું આ વર્ઝન જોવા મળશે.

"તમારી ચૅનલ માટેના બધા નોટિફિકેશન" મેટ્રિકને ચાલુ કરનારા સબ્સ્ક્રાઇબરમાં એવા સબ્સ્ક્રાઇબરનો સમાવેશ થતો નથી કે જેઓ વ્યક્તિગત નોટિફિકેશન મેળવવાનું પસંદ કરે છે અથવા જેમણે તેમના સબ્સ્ક્રિપ્શન મેનેજર અથવા ચૅનલ સેટિંગ્સમાં તમારી ચૅનલમાંથી નોટિફિકેશન બંધ કર્યા છે. નોટિફિકેશન પર અસર કરતા સેટિંગ વિશે વધુ જાણો.

હું મારા દર્શકોને મારી ચૅનલના તમામ નોટિફિકેશનને સબ્સ્ક્રાઇબ કેવી રીતે કરાવી શકું?

કેટલાક દર્શકો તેમણે સબ્સ્ક્રાઇબ કરેલી દરેક ચૅનલમાંથી તમામ નોટિફિકેશન મેળવવા માંગતા નથી. જ્યારે કેટલાક માટે, બધા નોટિફિકેશન અતિરેક બની શકે છે અને દર્શક નોટિફિકેશનને સાવ બંધ કરી શકે છે.

તમારા સબ્સ્ક્રાઇબરને તેમના માટે યોગ્ય નોટિફિકેશન લેવલને પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરો. જો તમારી પાસે એવા દર્શકો હોય કે જેઓ બધા નોટિફિકેશન મેળવવા માંગતા હોય, પરંતુ તેમને મેળવવામાં મુશ્કેલી આવી રહી હોય, તો તેમને નોટિફિકેશનનું સમસ્યાનિવારક મોકલો.

હું "YouTube પર સામાન્ય" શ્રેણીની નીચે આવું છું. શું તે ખરાબ છે?

તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કરેલા હોય તેવા સબ્સ્ક્રાઇબર

ઘણી ચૅનલ આ શ્રેણીમાં નથી આવતી છતાં સારું પ્રદર્શન કરે છે. નોટિફિકેશન એ વ્યૂ માટેના ઘણા ટ્રાફિક સૉર્સ પૈકીનો એક છે (ઉદાહરણ તરીકે: આગળ, હોમ અથવા શોધ). વિવિધ ચૅનલોને વિવિધ ટ્રાફિક સૉર્સમાંથી ટ્રાફિકની વિવિધ ટકાવારી જોવા મળશે.

સબ્સ્ક્રાઇબર હંમેશા તમામ ચૅનલ નોટિફિકેશન ઇચ્છે છે કે નહીં તેના પર પ્રભાવિત કરતા ઘણા પરિબળો છે. સબ્સ્ક્રાઇબર નોટિફિકેશનની પસંદગી અપલોડ ફ્રીક્વન્સી વીડિયોના વિષયો અથવા અન્ય ચૅનલ સબ્સ્ક્રિપ્શન જેવા પરિબળો દ્વારા પ્રભાવિત થઈ શકે છે.

સબ્સ્ક્રાઇબર કે જેમણે તમારી ચૅનલ માટે "બધા નોટિફિકેશન" ચાલુ કર્યા છે અને YouTube નોટિફિકેશન ચાલુ કર્યા છે

જો તમે એવા સબ્સ્ક્રાઇબર માટે સામાન્ય શ્રેણીમાં છો કે જેમણે તમારી ચૅનલ માટે તમામ નોટિફિકેશન ચાલુ કર્યા છે, પરંતુ નોટિફિકેશન ચાલુ કરેલી શ્રેણીની નીચે છે, તો દર્શકોને નોટિફિકેશન સમસ્યાનિવારકનો ઉપયોગ કરવાનું કહેવાનું વિચારી શકાય. આ દર્શકોએ બેલ વગાડીને તમામ નોટિફિકેશન મેળવવામાં રસ દાખવ્યો છે. તેઓ કદાચ જાણતા નહી હોય કે તેઓ નોટિફિકેશન મેળવી શકતા નથી.

શું હું અગાઉના સમયગાળા માટે મારા સબ્સ્ક્રાઇબર સૂચના મેટ્રિક જોઈ શકું?

સબ્સ્ક્રાઇબર બેલના નોટિફિકેશન કાર્ડ માત્ર વર્તમાન મેટ્રિક બતાવે છે. ઐતિહાસિક મૂલ્યો ઉપલબ્ધ નથી.

જો મને નવા સબ્સ્ક્રાઇબર મળે, તો શું મારા સબ્સ્ક્રાઇબર મેટ્રિક તરત જ વધશે?

સબ્સ્ક્રાઇબર મેટ્રિક દરરોજ અપડેટ થાય છે, પરંતુ તેમાં 2-દિવસનો વિલંબ થાય છે. જો તમે સોમવારે વીડિયો પોસ્ટ કરો અને નવા સબ્સ્ક્રાઇબર મેળવો તો તે બુધવારે તમારા મેટ્રિકમાં પ્રતિબિંબિત થશે.

બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે સામાન્ય પ્રશ્નો

મારે "બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે" કાર્ડનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ?

"બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે" એ "સબ્સ્ક્રાઇબર બેલના નોટિફિકેશન" કાર્ડ સાથે મળીને કામ કરે છે:
  • “સબ્સ્ક્રાઇબર બેલના નોટિફિકેશન” કાર્ડ બતાવે છે કે તમારા સબ્સ્ક્રાઇબરના કેટલા હિસ્સાએ તમારી આખી ચૅનલમાંથી  તમામ નોટિફિકેશન મેળવવા માટે બેલ પર ક્લિક કર્યું છે. તે એ પણ બતાવે છે કે તેમાંથી કેટલા સબ્સ્ક્રાઇબર તેમના ડિવાઇસ અને એકાઉન્ટ સેટિંગના આધારે નોટિફિકેશન મેળવી શકે છે.
  • “બેલનું નોટિફિકેશન મોકલ્યું” કાર્ડ બતાવે છે કે કેટલા દર્શકોએ તમારું બેલનું નોટિફિકેશન મેળવી, તેના પર ક્લિક કર્યું અને તમારો વીડિયો જોયો. આ કાર્ડ તમારો વીડિયો પબ્લિશ કરતી વખતે બેલનું નોટિફિકેશન મેળવવા માટે પાત્ર હતા તેવા તમારી પાસે રહેલા સબ્સ્ક્રાઇબરની સંખ્યા પણ દર્શાવે છે.

મારા નોટિફિકેશન CTR મારા થંબનેલ CTR થી કેવી રીતે અલગ છે?

તમારા નોટિફિકેશન CTR દર્શાવે છે કે કેટલા દર્શકોએ તમારા વીડિયો માટે બેલનું નોટિફિકેશન જોયું અને તેને ક્લિક કર્યું. તમારા થંબનેલ CTR દર્શાવે છે કે કેટલા દર્શકોએ YouTube પર તમારો વીડિયો થંબનેલ જોઈ અને તેને ક્લિક કર્યું. તમારી ઇમ્પ્રેશન અને CTR વિશે વધુ જાણો.

શા માટે મારા નોટિફિકેશન CTR મારા ઇમ્પ્રેશન CTR કરતા ઓછા છે?

તમારા નોટિફિકેશનની CTR તમારા ઇમ્પ્રેશન CTR કરતાં ઓછા હોવા એ સામાન્ય છે.
લોકોને દિવસભર નોટિફિકેશન મળે છે, પણ વીડિયો જોઈ શકતા નથી. તેઓ કામ પર હોય અથવા રસોઈ બનાવતા હોઈ શકે છે. YouTube પરની પ્રવૃત્તિના આધારે તમારા ઇમ્પ્રેશન CTR માપવામાં આવે છે. તે જેઓ તેમના રોજિંદા જીવનની વચ્ચે દર્શકોને બદલે YouTube પર જોવા માટે સક્રિયપણે કંઈક શોધી રહ્યાં છે એવા દર્શકોના વર્તનને પ્રતિબિંબિત કરે છે.
મારા બધા નોટિફિકેશન કેમ મોકલવામાં આવતા નથી?
તમારા "બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે" તે 100% કરતા ઓછા હોવા પાછળના સૌથી સામાન્ય કારણો આ પ્રમાણે છે:
  • તમારી ચૅનલ છેલ્લા 24-કલાકના સમયગાળામાં મહત્તમ 3 વીડિયો નોટિફિકેશન મોકલી ચૂકી છે.
  • તમે ઓછા સમયમાં 3 થી વધુ વીડિયો પબ્લિશ કર્યા છે.
  • છેલ્લા 24 કલાકમાં તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થયો છે. વધુ જાણો.
  • બધા નોટિફિકેશન મોકલવામાં આવે તે પહેલાં તમે તમારા વીડિયોના પ્રાઇવસી સેટિંગ બદલ્યા છે.
  • તમે તમે આ વીડિયો માટે નોટિફિકેશન છોડી દીધા છે.
મારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં ફેરફાર મારા બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે તેની ટકાવારીને કેવી રીતે અસર કરે છે?
તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા વારંવાર બદલાતી રહે તે સામાન્ય છે. જો કોઈ કારણસર તમે કોઈ વીડિયો પબ્લિશ કરો તે પહેલાં જ તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં નોંધપાત્ર ફેરફાર થાય તો તમે 100% થી ઓછા બેલ નોટિફિકેશન મોકલેલા જોઈ શકો છો.
આ પરિસ્થિતિઓમાં, અમે હજુ પણ તમામ યોગ્ય સબ્સ્ક્રાઇબરને સૂચિત કરીશું, પરંતુ રિપોર્ટિંગમાં વિલંબને કારણે કાર્ડ 100% કરતાં ઓછું બતાવી શકે છે.

હું નોટિફિકેશન CTR માટે "YouTube પર સામાન્ય" શ્રેણીની નીચે છું. શું તે ખરાબ છે?

સબ્સ્ક્રાઇબર નોટિફિકેશન ખોલવા માટે ક્લિક કરશે કે નહીં તેને પ્રભાવિત કરતા ઘણા પરિબળો છે. દિવસના સમયે તેઓ કંઈક કામ કરી રહ્યાં હોવાથી દર્શકો નોટિફિકેશન પર ક્લિક કરી શકતા નથી.
ઘણી ચૅનલ આ શ્રેણીમાં નથી આવતી છતાં સારું પ્રદર્શન કરે છે. નોટિફિકેશન એ વ્યૂ માટેના ઘણા ટ્રાફિક સૉર્સ પૈકીનો એક છે. અન્ય સૉર્સમાં આગળ, હોમ, શોધ, બાહ્ય સૉર્સ અને સબ્સ્ક્રિપ્શન ફીડનો સમાવેશ થાય છે. વિવિધ ચૅનલ વિવિધ ટ્રાફિક સૉર્સમાંથી ટ્રાફિકની વિવિધ ટકાવારી મેળવે છે.

શું હું અગાઉના સમયગાળા માટે "બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે" કાર્ડ ચેક કરી શકું?

"બેલના નોટિફિકેશન મોકલવામાં આવ્યા છે" કાર્ડ માટે ઐતિહાસિક મૂલ્યો ઉપલબ્ધ નથી. જો તમે YouTube Analytics માં તારીખ શ્રેણી બદલો તો પણ કાર્ડમાંનો ડેટા એ જ રહેશે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
13127794273051393001
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false