ચૅનલની પર્ફોર્મન્સનો ઓવરવ્યૂ મેળવો

YouTube Analyticsમાં ઓવરવ્યૂ ટૅબ તમને YouTube પર તમારી ચૅનલ અને વીડિયો કેવું પર્ફોર્મ કરી રહ્યાં છે, તેનો ઉચ્ચ લેવલનો સારાંશ આપે છે. અગત્યના મેટ્રિક્સ બતાવતું કાર્ડ તમારા વ્યૂ, જોવાયાનો સમય, સબ્સ્ક્રાઇબર અને અંદાજિત આવક બતાવે છે (જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામમાં હોવ). 
 
નોંધ: કેટલાક રિપોર્ટ મોબાઇલ ડિવાઇસ પર ઉપલબ્ધ ન હોય એવું બની શકે છે.

તમારા ઓવરવ્યૂ રિપોર્ટ જુઓ

iPhone અને iPad ઍપ YouTube માટે

YouTube ઍપમાં, તમે તમારી ચૅનલ માટેના નીચે જણાવેલા અત્યાર સુધીના મેટ્રિક જોઈ શકો છો: સબ્સ્ક્રાઇબરની સંખ્યા, વ્યૂ, પસંદ, કૉમેન્ટ, શેર અને સાર્વજનિક વીડિયોની સંખ્યા.

તમે છેલ્લા 7 દિવસના તમારા તાજેતરના વ્યૂ અને તમારી ચૅનલ પરના નવીનતમ કન્ટેન્ટ સંબંધિત આંકડા પણ જોઈ શકો છો. વધુ વિગતવાર વિશ્લેષણ માટે, તમે YouTube Studio ઍપ નો ઉપયોગ કરી શકો છો.

  1. YouTube ઍપ ખોલો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર ટૅપ કરોઅને પછી તમારી ચૅનલ.
  3. તમારી ચૅનલના પર્ફોર્મન્સનો સંક્ષિપ્ત સારાંશ જોવા માટે, વચ્ચેના મેનૂમાંથી, Analytics પર ટૅપ કરો.

iPhone અને iPad માટે YouTube Studio ઍપ માટે

  1. YouTube Studio ઍપ ખોલો.
  2. સૌથી નીચેના મેનૂમાંથી Analytics પર ટૅપ કરો.
  3. ડિફૉલ્ટ તરીકે ઓવરવ્યૂ ટૅબ દેખાશે. 

લોકપ્રિય કન્ટેન્ટ

લોકપ્રિય વીડિયોનો રિપોર્ટ તમારા સૌથી લોકપ્રિય વીડિયોને હાઇલાઇટ કરે છે. ડિફૉલ્ટ તરીકે, રિપોર્ટ વ્યૂ મુજબ લોકપ્રિય વીડિયો બતાવે છે.

રિઅલ ટાઇમ

રીયલટાઇમ રિપોર્ટ તમને તમારા હાલમાં પબ્લિશ થયેલા વીડિયોના પર્ફોર્મન્સની પ્રારંભિક જાણકારી આપે છે. રિપોર્ટ તમને તમારા સૌથી શ્રેષ્ઠ વીડિયો અને સબ્સ્ક્રાઇબરની સંખ્યા વિશે પણ માહિતી આપે છે. તમે 60 મિનિટ અને 48 કલાકના પર્ફોર્મન્સની સરખામણી કરવા માટે મોટો કરેલો વિશ્લેષણ રિપોર્ટ પણ જોઈ શકો છો.

જાણવા જેવા મેટ્રિક

વ્યૂ

તમારી ચૅનલ અથવા વીડિયો માટે કાયદેસર વ્યૂની સંખ્યા.

જોવાયાનો સમય (કલાક)

દર્શકો દ્વારા તમારો વીડિયો જોવાયાનો સમય.

સબ્સ્ક્રાઇબર

તમારી ચૅનલ પર સબ્સ્ક્રાઇબ કરનારા દર્શકોની સંખ્યા.

અંદાજિત આવક

પસંદ કરેલી તારીખની શ્રેણી અને વિસ્તાર માટે Google દ્વારા વેચાયેલી તમામ જાહેરાતો અને વ્યવહારો દ્વારા કુલ અંદાજિત આવક (ચોખ્ખી આવક).

જોવાનો સરેરાશ સમયગાળો

પસંદ કરેલા વીડિયો અને તારીખની શ્રેણી માટે વ્યૂ દીઠ જોવાયાની અંદાજિત સરેરાશ મિનિટ.

ઇમ્પ્રેશન

રજિસ્ટર કરેલા ઇમ્પ્રેશન મારફતે YouTube પર કેટલી વાર તમારા થંબનેલ દર્શકોને બતાવવામાં આવ્યા હતા.

ઇમ્પ્રેશનનો ક્લિક-થ્રૂ રેટ

થંબનેલ જોયા પછી દર્શકોએ કેટલી વાર વીડિયો જોયો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6832985707867508660
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false