કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલનું ઓવરવ્યૂ

YouTube પાસે ઘણા ટૂલ છે જેનો ઉપયોગ કૉપિરાઇટના માલિકો YouTube પર તેમના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટને સુરક્ષિત કરવા અને તેને મેનેજ કરવા માટે કરી શકે છે. કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલ પ્રસંગોપાત અપલોડ કરનારાઓથી લઈને સ્થાપિત મીડિયા કંપનીઓ સુધીના વિવિધ પ્રકારના નિર્માતાઓ માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે.

અમારા કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલમાં આનો સમાવેશ થાય છે:

ડિફૉલ્ટ રૂપે, કૉપિરાઇટ દૂર કરવાનું વેબફોર્મ YouTube પર ઉપયોગ કરવા માટે દરેક વ્યક્તિ માટે ઉપલબ્ધ છે. અન્ય કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલની ઉપલબ્ધતા આના પર આધારિત છે:

  • વારંવાર કૉપિરાઇટ મેનેજમેન્ટની જરૂરિયાત દર્શાવી
  • તમારા અધિકારો અને કન્ટેન્ટને મેનેજ કરવા માટે ઉપલબ્ધ સંસાધનો
  • YouTube ની કૉપિરાઇટ સિસ્ટમનું જ્ઞાન

જ્યારે અમે અમારા ટૂલની ઉપલબ્ધતાને વિસ્તૃત કરવા માટે કામ કરીએ છીએ, ત્યારે અમે તેમના દુરુપયોગથી પરિણમી શકે તેવા નોંધપાત્ર વિક્ષેપો સામે રક્ષણ આપવા માટે પણ પ્રતિબદ્ધ છીએ.

પ્રસંગોપાત કરવામાં આવતા કૉપિરાઇટ મેનેજમેન્ટ માટે

કૉપિરાઇટ દૂર કરવાનું વેબફોર્મ

YouTube એકાઉન્ટ ધરાવતી દરેક વ્યક્તિને અમારા કૉપિરાઇટ દૂર કરવાના વેબફોર્મની ઍક્સેસ છે. જો તમારું કૉપિરાઇટ-સંરક્ષિત કાર્ય તમારી પરવાનગી વિના અપલોડ કરવામાં આવે છે, તો તમે YouTube પરથી કન્ટેન્ટને દૂર કરવાની વિનંતી કરવા માટે કૉપિરાઇટ દૂર કરવા સબમિટ કરવા માટે અમારા વેબફોર્મનો ઉપયોગ કરી શકો છો.

મોટાભાગના કૉપિરાઇટના માલિકો માટે, વેબફોર્મ એ કૉપિરાઇટ દૂર કરવાની વિનંતી કરવાની સૌથી ઝડપી અને સરળ રીત છે. કૉપિરાઇટ માલિક અથવા માલિક વતી કાર્ય કરવા માટે અધિકૃત એજન્ટે વેબફોર્મ સબમિટ કરવું જોઈએ.

કૉપિરાઇટ દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરવા વિશે વધુ જાણો.

વારંવાર કરવામાં આવતા કૉપિરાઇટ મેનેજમેન્ટ માટે

તમારી વારંવારની કૉપિરાઇટ મેનેજમેન્ટ જરૂરિયાતો માટે યોગ્ય ટૂલ શોધવા માટે, આ ફોર્મ ભરીને પ્રારંભ કરો. ખાતરી કરો કે તમે તે જ YouTube એકાઉન્ટ વડે સાઇન ઇન કર્યું છે જેનો ઉપયોગ તમે અમારા વેબફોર્મ મારફતે દૂર કરવાની વિનંતી સબમિટ કરવા માટે અગાઉ કર્યો હતો.

તમારા પ્રતિસાદો અમને કૉપિરાઇટ મેનેજમેન્ટ માટેની તમારી જરૂરિયાતો વિશે વધુ માહિતી આપશે જેથી અમે તમારા માટે યોગ્ય ટૂલ શોધી શકીએ. એકવાર તમે ફોર્મ સબમિટ કરી લો, પછી અમે તમારા પ્રતિસાદોને રિવ્યૂ કરીશું અને તમને આના આધારે અમારા સુઝાવો ઇમેઇલ કરીશું:

  • તમે કેટલા સમયના અંતરે વીડિયો અપલોડ કરો છો
  • તમારા વીડિયો કેટલી વાર ફરીથી અપલોડ કરવામાં આવે છે
  • જો તમે કંપની વતી એકાઉન્ટ મેનેજ કરો છો
  • અમારા વેબફોર્મદ્વારા વિનંતીઓ સબમિટ કરવાનો તમારો ઇતિહાસ. ખાસ કરીને, તમારી અગાઉની વેબફોર્મ વિનંતીઓ કૉપિરાઇટની સમજ અને વારંવાર દૂર કરવાની જરૂરિયાત કેવી રીતે દર્શાવે છે.

વારંવાર કરવામાં આવતા કૉપિરાઇટ મેનેજમેન્ટ માટે અમારા ટૂલ વિશે વધુ માહિતી નીચે મળી શકે છે:

Copyright Match Tool

Copyright Match Tool ઑટોમૅટિક રીતે એવા વીડિયોને ઓળખી શકે છે જે YouTube પરના અન્ય વીડિયોની કૉપિ અથવા સંભવિત કૉપિ છે. આ ટૂલ એવા વીડિયો શોધે છે જે અન્ય વીડિયો સાથે મેળ ખાય છે જે YouTube પર પહેલેથી જ અપલોડ કરવામાં આવ્યા હતા અથવા દૂર કરવા માટેની વિનંતીને કારણે કાઢી નાખવામાં આવ્યા હતા. એકવાર મેળ મળી જાય, પછી તમે લેવા માટેની ક્રિયાઓ પસંદ કરી શકો છો, જેમ કે:

  • મેળ ખાતા કન્ટેન્ટના અપલોડકર્તાને ઇમેઇલ કરવો
  • કન્ટેન્ટ દૂર કરવાની વિનંતી કરવી
  • મેળને આર્કાઇવ કરવું

Copyright Match Tool એ Content ID જેવી જ મેચિંગ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, પરંતુ તેને મેનેજ કરવી સરળ છે અને તેમાં ઓછા સંસાધનોની જરૂર પડે છે.

Copyright Match Tool વિશે વધુ જાણો.

કન્ટેન્ટ ચકાસણી માટેનો પ્રોગ્રામ

જો તમારે વારંવાર કન્ટેન્ટ દૂર કરવાની જરૂર હોય અને તમે અગાઉ ઘણી માન્ય દૂર કરવાની વિનંતીઓ સબમિટ કરી હોય, તો તમે અમારા કન્ટેન્ટ ચકાસણી પ્રોગ્રામ માટે યોગ્ય બની શકો છો. આ પ્રોગ્રામ કૉપિરાઇટના માલિકોને એવું કન્ટેન્ટ શોધવા માટે એક ટૂલ આપે છે જે તેઓ માને છે કે તે ઉલ્લંઘનકારી છે અને એકસાથે ઘણા વીડિયોને દૂર કરવાની વિનંતી કરે છે. 

જો તમારે ચાલુ ધોરણે ઘણા વીડિયો શોધવાની અને દૂર કરવાની જરૂર નથી, તો કૉપિરાઇટ દૂર કરવાનું વેબફોર્મ શ્રેષ્ઠ વિકલ્પ છે.

કન્ટેન્ટ ચકાસણી માટેનો પ્રોગ્રામ વિશે વધુ જાણો.

Content ID

Content ID સૌથી જટિલ કૉપિરાઇટ મેનેજમેન્ટ જરૂરિયાતો ધરાવતા કૉપિરાઇટના માલિકો માટે ઉપલબ્ધ છે, જેમ કે રેકોર્ડ લેબલ અથવા મૂવી સ્ટુડિયો. Content ID માટે યોગ્ય બનવા માટે, કૉપિરાઇટના માલિકોએ અગાઉ ઘણી માન્ય દૂર કરવા માટેની વિનંતીઓ સબમિટ કરેલી હોવી જોઈએ અને અન્ય માપદંડોની વચ્ચે, Content ID મેનેજ કરવા માટે સંસાધનો હોવા જોઈએ.

Content ID એ એક મેળ ખાતી સિસ્ટમ છે જે આપમેળે ઉલ્લંઘન કરતા કન્ટેન્ટને ઓળખે છે. જ્યારે વીડિયો YouTube પર અપલોડ કરવામાં આવે છે, ત્યારે તેને કૉપિરાઇટના માલિકો દ્વારા સબમિટ કરવામાં આવેલી ફાઇલોના ડેટાબેઝ સામે સ્કૅન કરવામાં આવે છે. જો Content ID ને તમારા કાર્યોમાંથી એક સાથે મેળ ખાતું કન્ટેન્ટ મળે, તો તમે લેવા માટેની ક્રિયાઓ પસંદ કરી શકો છો, જેમ કે:

  • આખો વીડિયો જોવાથી બ્લૉક કરો
  • વીડિયો સામે જાહેરાતો ચલાવીને, ક્યારેક અપલોડકર્તા સાથે આવક વહેંચીને કમાણી કરો
  • વીડિયોના દર્શકોની સંખ્યાના આંકડા ટ્રૅક કરો

આ ક્રિયાઓ દેશ/પ્રદેશ માટે વિશિષ્ટ હોઈ શકે છે. ઉદાહરણ તરીકે, એક વીડિયો એક દેશ/પ્રદેશમાં કમાણી કરી શકે છે અને બીજામાં બ્લૉક અથવા ટ્રૅક કરવામાં આવી શકે છે.

Content ID વિશે વધુ જાણો

નોંધ

  • Content IDનો અજાણતા દુરુપયોગ પણ YouTube અને નિર્માતાઓ માટે ગંભીર પરિણામો લાવી શકે છે.
  • Content ID જટિલ નિયંત્રણો સાથે આવે છે જેના માટે હાલના મેનેજમેન્ટ અને કૉપિરાઇટની અદ્યતન સમજ હોવી આવશ્યક છે.
  • કૉપિરાઇટના માલિકો કે જેઓ Content IDનો ઉપયોગ કરે છે તેઓએ પણ ખાતરી કરવી આવશ્યક છે કે તેમનું કન્ટેન્ટ Content ID માટે યોગ્ય છે અને ઑટોમૅટિક મેચિંગ ટેક્નોલોજી માટે સુરક્ષિત છે.
  • ઘણા કૉપિરાઇટના માલિકો Content IDનો ઉપયોગ કરીને તેમના અધિકારોને મેનેજ કરવા માટે ત્રીજા પક્ષના સેવા પ્રદાતાનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આ Content IDના સેવા પ્રદાતાઓ કૉપિરાઇટના માલિકો વતી શુલ્ક લઈ કાર્ય કરે છે. તમે આ ડિરેક્ટરીમાંથી એક મેળવી શકો છો.
ધ્યાનમાં રાખો કે:
  • કૉપિરાઇટ મેનેજમેન્ટ ટૂલનો ઉપયોગ કરવાથી લઈને દૂર કરવા માટેની વિનંતી સબમિટ કરવી, આમાંથી કોઈપણનો ઉપયોગ કાનૂની પ્રક્રિયા શરૂ કરે છે.
  • આમાંના કોઈપણ ટૂલનો દુરુપયોગ, જેમ કે ખોટી માહિતી સબમિટ કરવી, તમારા એકાઉન્ટને સસ્પેન્ડ કરવા અથવા અન્ય કાનૂની પરિણામોમાં પરિણમી શકે છે.
  • દૂર કરવા માટેની વિનંતીઓ સબમિટ કરતાં પહેલાં, દરેક પરિસ્થિતિમાં ઉચિત ઉપયોગ, ઉચિત વ્યવહાર અથવા કૉપિરાઇટના અન્ય અપવાદો લાગુ પડે છે કે કેમ તે ધ્યાનમાં લેવું મહત્વપૂર્ણ છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
12490760501262383308
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false