'મારી ચૅનલને કમાણી કરવાની પ્રક્રિયાની મંજૂરી મળી છે' સંબંધિત સામાન્ય પ્રશ્નો

કમાણી કરવાની પ્રક્રિયાની સુવિધાઓ

કમાણી કરવાની વિવિધ રીતો કઈ છે?

તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા અને તમે કરારના કયા મૉડ્યૂલ સ્વીકાર્યા છે, તેના આધારે સુવિધાઓના તમારા ઍક્સેસમાં ફેરફાર થઈ શકે છે. અમારી વિવિધ સુવિધાઓ અને પાત્રતાની જરૂરિયાતો વિશે વધુ જાણો.

હું બધી આવશ્યકતાઓ પૂરી કરું છું, તેમ છતાં શા માટે મારાથી કોઈ ચોક્કસ સુવિધા ચાલુ કરી શકાતી નથી?

તમારા માટે કોઈ ચોક્કસ સુવિધા ચાલુ કરવી યોગ્ય છે કે કેમ તે જાણવા માટે, અમારા રિવ્યૂઅર તમારી ચૅનલને ચેક પણ કરે છે. સ્થાનિક કાનૂની પ્રતિબંધો અથવા તમારા દેશ/પ્રદેશ કે ભાષામાં YouTubeને સપોર્ટ કરવાની ક્ષમતાને કારણે, કેટલીક સુવિધાઓ તમારા માટે ઉપલબ્ધ ન હોય તેવું બની શકે. કમાણી કરવાની પ્રક્રિયાની અમુક ચોક્કસ સુવિધાઓ અનલૉક કરવા માટે, સંબંધિત કરાર સ્વીકારવાનું યાદ રાખો. 

કમાણી કરવાની પ્રક્રિયાનું આઇકન અને વીડિયો દ્વારા અપીલ

તમામ આઇકનનો શું અર્થ છે?

સામાન્ય રીતે, આઇકન તમને વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસ વિશે જણાવે છે. કમાણી કરવાની પ્રક્રિયાના આઇકન વિશે અને તે તમારી આવકને કેવી રીતે અસર કરે છે, તે વિશે વધુ જાણો.

શું હું પીળા આઇકન માટે અપીલ કરી શકું?

તમે અમારી જાહેરાતકર્તા માટે અનુકૂળ કન્ટેન્ટની માર્ગદર્શિકા અને આપેલા ઉદાહરણોને ધ્યાનમાં રાખીને, તમારું કન્ટેન્ટ ચેક કરી શકો છો. જો તમારું કન્ટેન્ટ “આ કન્ટેન્ટ જાહેરાતની આવક મેળવી શકે છે” સંબંધિત બધા માપદંડોની પૂર્તિ કરતું હોય, તો તમે અપીલ ફાઇલ કરી શકો છો.

કમાણી કરવાની પ્રક્રિયાનો ઍક્સેસ

જો હું કમાણી કરવાની પ્રક્રિયાની મર્યાદાની નીચે જઈશ તો શું થશે?

જો તે મર્યાદાથી નીચે જાય, તો YouTube તમારી ચૅનલની કમાણી કરવાની પ્રક્રિયાનો ઍક્સેસ ઑટોમૅટિક રીતે કાઢી નાખશે. તેમ છતાં, જો કોઈ ચૅનલ નિષ્ક્રિય હોય અને તે 6 મહિના કે તેથી વધુ સમય સુધી સમુદાય પોસ્ટ અપલોડ અથવા પોસ્ટ ન કરતી હોય, તો YouTube તેની વિવેકબુદ્ધિથી, ચૅનલમાંથી કમાણી કરવાની પ્રક્રિયા કાઢી નાખવાનો અધિકાર આરક્ષિત રાખે છે.

જો ચૅનલ YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓમાંથી કોઈપણ પૉલિસીનું ઉલ્લંઘન કરશે, તો તેના સબ્સ્ક્રાઇબરની સંખ્યા, સાર્વજનિક વીડિયો જોયાનો સમય અથવા Shortsના સાર્વજનિક વ્યૂને ધ્યાનમાં લીધા વિના, તે કમાણી કરવાની પ્રક્રિયાનો ઍક્સેસ ગુમાવશે.

જો હું કમાણી કરવાની પ્રક્રિયાનો ઍક્સેસ ગુમાવીશ, તો શું થશે?

જો એમ નિર્ધારિત કરવામાં આવે કે તમારી ચૅનલ હવેથી કમાણી કરવા માટેની યોગ્યતા ધરાવતી નથી, તો તમારી ચૅનલ કમાણી કરવાની પ્રક્રિયાના તમામ ટૂલ અને સંબંધિત સુવિધાઓની ઍક્સેસ ગુમાવશે.

જો અમે પૉલિસીના ઉલ્લંઘનને કારણે તમારી ચૅનલને કમાણી કરવાની પ્રક્રિયામાંથી કાઢી નાખી હોય, તો તમારે YouTube Studioના 'કમાણી કરો' વિભાગમાં જઈને તમારી ચૅનલે જે પૉલિસીનું ઉલ્લંઘન કર્યું હોય, તેના વિશે વધુ વાંચવાનું શરૂ કરવું જોઈએ. તે પછી અમારી YouTube ચૅનલ પર કમાણી કરવાની પૉલિસીઓ અને અમારા સમુદાયના દિશાનિર્દેશોના સંદર્ભમાં તમારા વીડિયોનો રિવ્યૂ કરો. આગલું પગલું છે અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા કોઈપણ વીડિયોમાં ફેરફાર કરવો કે તેને ડિલીટ કરવો.

તમે ઑરિજિનલ કન્ટેન્ટ અપલોડ કરવાનું અને YouTube પર તમારા ઑડિયન્સ વધારવાનું ચાલુ રાખી શકો છો. જો તમારી ચૅનલને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી સસ્પેન્ડ કરવામાં આવી હોય, તો તમે આ નિર્ણય વિરુદ્ધ 21 દિવસમાં અપીલ કરી શકો છો અથવા 90 દિવસ પછી પ્રોગ્રામ માટે ફરી અરજી કરી શકો છો.

અન્ય

શું કમાણી કરવાની પ્રક્રિયા શોધ પરિણામોને અસર કરે છે?

YouTube પર વીડિયો કેવી રીતે દેખાય છે, તેની માહિતી આપવા માટે કમાણી કરવાની પ્રક્રિયાના સ્ટેટસનો ઉપયોગ થતો નથી. કમાણી કરવાની પ્રક્રિયા અને તે અમારી Search અને વિસ્તૃત શોધ સિસ્ટમમાં કેવી રીતે કામ કરે છે, તે વિશે વધુ જાણો

મને મારા પ્રશ્નનો જવાબ મળતો નથી. સહાય કરો!

જો તમે કમાણી કરી રહ્યાં હો, તો તમારી પાસે અમારી નિર્માતા સપોર્ટ ટીમનો ઍક્સેસ છે. સપોર્ટ મેળવવાની રીત જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
17243438494386640930
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false