થંબનેલ સંબંધિત પૉલિસી

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.

અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી હોય એવી થંબનેલ અને અન્ય છબીઓને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. છબીઓ કે જેમાં બૅનર, અવતાર, સમુદાય પોસ્ટનો અને છબીઓ ધરાવતી અન્ય કોઈપણ YouTube સુવિધાનો સમાવેશ થાય છે.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતી થંબનેલ અથવા અન્ય છબીઓ મળે, તો તેની જાણ કરો. જો તમને થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

YouTube પર એવી થંબનેલ અથવા અન્ય છબીઓ પોસ્ટ કરશો નહીં, જો તે નીચે જણાવેલી બાબતો બતાવતી હોય:

  • પોર્નોગ્રાફિક છબી
  • જાતીય પ્રવૃત્તિઓ, સેક્સ ટોયનો ઉપયોગ, કામોત્તેજક અથવા જાતીય આનંદ આપતી છબી
  • નગ્નતા તેમજ જનનાંગો
  • જાતીય સતામણીનું ચિત્રણ કરતી છબી
  • આઘાત પહોંચાડવાનો અથવા ધૃણા ફેલાવવાનો હેતુ ધરાવતી છબી
  • રક્ત અથવા રક્તપાત ધરાવતા ગ્રાફિક અથવા વિક્ષેપિત કરતી છબી
  • અભદ્ર અથવા અશ્લીલ ભાષા
  • દર્શકોને ગેરમાર્ગે દોરતી થંબનેલ જેનાથી દર્શકોને લાગે કે વીડિયોમાં ન હોય એવું કંઈક તેમાં તેમને જોવા મળશે

નોંધ: ઉપર આપેલી સૂચિ એ સંપૂર્ણ સૂચિ નથી.

ઉંમર પ્રતિબંધવાળી થંબનેલ અને થંબનેલ કાઢી નાખવી

કેટલીક વખત, થંબનેલ બધા પ્રેક્ષકો માટે યોગ્ય ન પણ હોઈ શકે, પણ તે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતી નથી. જ્યારે આવું થાય, ત્યારે અમે વીડિયોને ઉંમર પ્રતિબંધવાળો બનાવી શકીએ છીએ અથવા થંબનેલને કાઢી નાખી શકીએ છીએ, પણ અમે તમારી ચૅનલ પર સ્ટ્રાઇક જારી કરતા નથી. જો અમે કોઈ થંબનેલ કાઢી નાખીએ, તો અમે તમને જણાવીએ છીએ અને તમે બીજી થંબનેલ અપલોડ કરી શકો છો.

જ્યારે અમે આ પ્રકારની થંબનેલને કાઢી નાખીએ અથવા ઉંમર પ્રતિબંધવાળી બનાવીએ ત્યારે ધ્યાનમાં રાખીએ છીએ તે બાબતો અહીં આપી છે:

  • થંબનેલનું મુખ્ય ફોકસ સ્તનો, નિતંબો અથવા જનનાંગો બતાવવાનું તો નથી
  • પાત્રના પોઝ અથવા કપડાંનું ચિત્રણ એ રીતે તો નથી કરતું કે જેનો હેતુ દર્શકને જાતીય રીતે ઉત્તેજિત કરવાનો છે
  • થંબનેલનું મુખ્ય ફોકસ હિંસા અથવા લોહિયાળ દૃશ્યો બતાવતી છબી પર તો નથી
  • લખેલી ટેક્સ્ટ અભદ્ર તો નથી અથવા તે દર્શકોને આઘાત પહોંચાડવા કે તેમનામા ધૃણા પેદા કરવાના હેતુપૂર્વક તો નથી
  • શીર્ષક, વર્ણન, ટૅગ અથવા અન્ય ડેટા દર્શકોને આઘાત પહોંચાડવા અથવા તેમનામાં ધૃણા પેદા કરવાનો હેતુ તો નથી સૂચવતું.

થંબનેલ અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરે તો શું થાય

જો તમારી થંબનેલમાં પોર્નોગ્રાફીનો સમાવેશ હોય, તો અમે તમારી ચૅનલ સમાપ્ત કરીશું. જો તમારી થંબનેલ અન્ય પૉલિસીઓનું ઉલ્લંઘન કરતી હોય, તો અમે થંબનેલ કાઢી નાખીએ છીએ અને તમારા એકાઉન્ટ વિરુદ્ધ સ્ટ્રાઇક જારી કરી શકીએ છીએ. જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું હોય તે કન્ટેન્ટ તમે પહેલી વખત પોસ્ટ કર્યું હોય, તો તમારી ચૅનલ પર કોઈપણ પેનલ્ટી વિના તમને ચેતવણી મળશે. જો આ પહેલી વખત ન હોય, તો અમે તમારી ચૅનલ વિરુદ્ધ સ્ટ્રાઇક જારી કરીશું. જો તમને 90 દિવસમાં ત્રણ સ્ટ્રાઇક મળે અથવા તમારી ચૅનલ ઉલ્લંઘનાત્મક કન્ટેન્ટને સપોર્ટ કરતી હોય, તો તમારી ચૅનલને સમાપ્ત કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
11625288964552741113
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false