નવો વીડિયો પ્રિમિયર કરવો

YouTube પ્રિમિયર તમને અને તમારા દર્શકોને એક જ સમયે એક સાથે નવો વીડિયો જોવા અને તેનો અનુભવ કરવાની સુવિધા આપે છે. જોવાનું પેજ શેર કરીને તમારા પ્રિમિયર માટે ઉત્સુકતા જગાડો, જેથી દર્શકો રિમાઇન્ડર સેટ કરી શકે, ચૅટ અને કૉમેન્ટ કરી શકે.

YouTube Premieres

પ્રિમિયર બનાવો

દર્શકો કમ્પ્યૂટર, iPhone, iPad, Android અને મોબાઇલ વેબ જેવા કોઈપણ પ્લૅટફૉર્મ પર પ્રિમિયર જોઈ શકે છે.

  1. તમારા કમ્પ્યૂટર પર, studio.YouTube.com પર જાઓ.
  2. સૌથી ઉપરના ભાગમાં, બનાવો અને પછી વીડિયો અપલોડ કરો પર ક્લિક કરો.
    નોંધ: પ્રિમિયર માટે Shorts સપોર્ટેડ નથી.
  3. અપલોડ કરવા અને વીડિયોની વિગતો દાખલ કરવા માટે, તમારો વીડિયો પસંદ કરો.
    નોંધ: 360/vr180 અથવા 1080pથી વધુનું આઉટપુટ પ્રિમિયર માટે સપોર્ટેડ નથી.
  4. વીડિયો તરત જ પ્રિમિયર કરવા માટે, સાચવો અથવા પબ્લિશ કરો અને પછી સાર્વજનિક અને પછી ઝટપટ પ્રિમિયર તરીકે સેટ કરો પર ક્લિક કરો. જ્યારે વીડિયોની પ્રક્રિયા પૂર્ણ થશે, ત્યારે વીડિયો પ્રિમિયર થશે.
    પછીના સમય માટે પ્રિમિયરને શેડ્યૂલ કરવા માટે, શેડ્યૂલ કરો પર ક્લિક કરો અને પછી તારીખ અને સમય દાખલ કરો અને પછી પ્રિમિયર તરીકે સેટ કરો ચેક કરો.
  5. કાઉન્ટડાઉનની થીમ અને કાઉન્ટડાઉનની લંબાઈ પસંદ કરવા માટે, પ્રિમિયરનું સેટઅપ કરો પર ક્લિક કરો.
  6. થઈ ગયું અથવા શેડ્યૂલ કરો પર ક્લિક કરો.

ટિપ: YouTube ઍપમાંથી વીડિયો અપલોડ કરતી વખતે તમે પ્રિમિયર પણ બનાવી શકો છો. “દૃશ્યતા સેટ કરો” પેજ પરથી, પ્રિમિયર તરીકે સેટ કરો પસંદ કરો.

તમે પ્રિમિયર બનાવો ત્યારે શું થાય છે

તમારું પ્રિમિયર શરૂ થાય તે પહેલાં

તમારા વીડિયો માટે જોવાનું સાર્વજનિક પેજ બનાવવામાં આવે છે, જેના પર વીડિયો પછીથી પ્રિમિયર કરી શકાય. જોવાનું પેજ સાર્વજનિક હોવાથી, પ્રિમિયર શરૂ થતા પહેલાં તમે જોવાના પેજનું URL શેર કરી શકો છો. નિયમિત અપલોડની જેમ જ પ્રિમિયર સમગ્ર YouTube પર દેખાય છે. તે તમને શોધ, હોમપેજ અને વીડિયોના સુઝાવો પર જોવા મળશે.

કોઈપણ વ્યક્તિ જોવાના પેજ પર આવીને રિમાઇન્ડર સેટ કરી શકે છે, કૉમેન્ટ અથવા ચૅટ કરી શકે છે (જો ચાલુ હોય, તો Super Chats પણ આપી શકે છે). જો તમે કોઈ ટ્રેલર અપલોડ કર્યું હોય, તો તે ચલાવવામાં આવશે. 

નોંધ: જો તમારા એકાઉન્ટને સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક મળી હોય, તો દંડની અવધિ દરમિયાન તમારું પ્રિમિયર પબ્લિશ થશે નહીં. તમારા પ્રિમિયરને દંડની અવધિ માટે “ખાનગી” પર સેટ કરવામાં આવે છે અને જ્યારે સુવિધા થોભાવવાની અવધિ સમાપ્ત થાય, ત્યારે તમારે તેને ફરીથી શેડ્યૂલ કરવું પડશે. સમુદાયના દિશાનિર્દેશોની સ્ટ્રાઇક વિશેની મૂળભૂત બાબતો વિશે વધુ જાણો.

જોવાના પેજનો ઓવરવ્યૂ

The countdown to a Premiere, and the 'Set reminder' option, can be found by clicking the arrow to the left of the chat.

તમારા પ્રિમિયર દરમિયાન

કાઉન્ટડાઉનની થીમ શેડ્યૂલ કરવામાં આવેલા સમયે પસંદ કરેલી અવધિ માટે શરૂ થશે. જો પ્રિમિયર બપોરે 12 વાગ્યે શરૂ થવા માટે સેટ કર્યું હોય, તો કાઉન્ટડાઉન બપોરે 12 વાગ્યે શરૂ થશે. જ્યારે કાઉન્ટડાઉન સમાપ્ત થાય, ત્યારે દર્શકો એક જ સમયે એકસાથે વીડિયો જુએ છે. દર્શકો વીડિયો રિવાઇન્ડ કરી શકે છે, પણ જે લાઇવ બતાવવામાં આવ્યું છે તેનાથી આગળ ફૉરવર્ડ કરી શકતા નથી.

તમે અને તમારા દર્શકો કૉમેન્ટ અને લાઇવ ચૅટમાં ક્રિયાપ્રતિક્રિયા કરવાનું ચાલુ રાખી શકો છો.

તમારું પ્રિમિયર સમાપ્ત થયા પછી

તમારા વીડિયોના પ્રિમિયર પછી, તે તમારી ચૅનલ પર નિયમિત અપલોડ તરીકે રહે છે. તમારી વીડિયોમાં કાઉન્ટડાઉનની થીમ શામેલ કરવામાં આવશે નહીં. પ્રિમિયર ચૅટ સમાપ્ત થાય પછી તેનો અનુભવ કરવા માગતા દર્શકો માટે ચૅટ ફરી ચલાવવાની સુવિધા ઉપલબ્ધ છે. 

YouTube Studioમાંથી, તમારા પ્રિમિયરે કેવું પર્ફોર્મન્સ કર્યું તે જોવા માટે તમે YouTube Analyticsનો પણ ઉપયોગ કરી શકો છો. પ્રિમિયરમાંથી વ્યૂની સંખ્યા પછીથી વીડિયોમાં ટ્રાન્સફર થશે.

નિર્માતાઓ માટેની પ્રિમિયર અંગેની ટિપ મેળવો.

ટિપ

કાઉન્ટડાઉનની અલગ થીમ પસંદ કરીને, તમારા પ્રિમિયર વડે કમાણી કરીને અથવા પ્રિમિયર શરૂ થાય તે પહેલાં જોવાના પેજ પર ટ્રેલર બતાવીને તમારા પ્રિમિયરને કસ્ટમાઇઝ કરો.
તમારા દર્શકોને માર્ગદર્શન આપીને તમારી લાઇવ સ્ટ્રીમ પર લઈ જાઓ. લાઇવ રીડાયરેક્ટનો ઉપયોગ કરી, તમારા દર્શકોને માર્ગદર્શન આપીને તમારી લાઇવ સ્ટ્રીમ પર લઈ જાઓ.
તમારા ઑડિયન્સને લાઇવ સ્ટ્રીમમાંથી પ્રિમિયરમાં મોકલીને ઉત્તેજના વધારો.
સોશિયલ મીડિયા પર તમારા પ્રિમિયરના જોવાના પેજનું URL શેર કરો.
તમારા પ્રિમિયરને તમારી ચૅનલની ઑફરના ટ્રેલર તરીકે સેટ કરો. તમારી ચૅનલનો લેઆઉટ બદલીને તેની રીત જાણો.
તમારા જોવાના પેજ પર કૉમેન્ટ કરીને અથવા ચૅટ મેસેજ મોકલીને તમારા દર્શકોને રિમાઇન્ડર સેટ કરવા માટે પ્રોત્સાહિત કરો. જ્યારે કોઈ વ્યક્તિ રિમાઇન્ડર સેટ કરે, ત્યારે તેમને પ્રિમિયરના લગભગ 30 મિનિટ પહેલાં એક નોટિફિકેશન અને જ્યારે તે શરૂ થાય, ત્યારે બીજું નોટિફિકેશન મળશે.

તમારું આગલું પ્રિમિયર બનાવવા માટે વધુ ટિપ જોઈએ છે?
Download our Premieres Guide.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8404175211568064921
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false