બાહ્ય લિંક સંબંધિત પૉલિસી

વપરાશકર્તાઓને અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ પર મોકલતી લિંકને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. નોંધ: અમુક લિંક ક્લિક ન કરી શકાય એવી હોઈ શકે છે. અહીં વધુ જાણો.

આ પૉલિસીનું તમારા માટે શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

વપરાશકર્તાઓને અમારા સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા કન્ટેન્ટ પર લઈ જતી હોય, તેવી કોઈપણ લિંક YouTube પર તમારા કન્ટેન્ટમાં પોસ્ટ કરશો નહીં. આ પૉલિસીમાં નીચે જણાવેલા કોઈપણ વર્ણન સાથે બંધબેસતી લિંક શામેલ છે. કૃપા કરીને નોંધ લેશો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

  • પોર્નોગ્રાફીની લિંક
  • માલવેર ઇન્સ્ટૉલ કરતી વેબસાઇટ અથવા ઍપની લિંક
  • કોઈ વપરાશકર્તાની સાઇન-ઇન માહિતી, નાણાકીય માહિતી વગેરેનું ફિશિંગ કરતી વેબસાઇટ અથવા ઍપની લિંક.
  • એવી વેબસાઇટ, ઍપ કે અન્ય સૉર્સની લિંક કે જે ઑડિયો કન્ટેન્ટ, ઑડિયોવિઝ્યુઅલ કન્ટેન્ટ, વીડિયો ગેમ, સૉફ્ટવેર કે સ્ટ્રીમિંગ સેવાઓનો અનધિકૃત ઍક્સેસ આપે છે, જેના માટે સામાન્ય રીતે ચુકવણી કરવી જરૂરી હોય છે
  • આતંકવાદી સંસ્થાઓ માટે ભંડોળ ઉઘરાવવા અથવા ભરતી કરવા માગતી વેબસાઇટની લિંક
  • બાળ શારીરિક શોષણને લગતું કન્ટેન્ટ (CSAI) શામેલ કરતી સાઇટની લિંક
  • અમારા પ્રતિબંધિત સામાન માટેના દિશાનિર્દેશોમાં જણાવેલી આઇટમ વેચતી સાઇટની લિંક
  • દ્વેષ કે ઉત્પીડન સંબંધિત અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરી શકે એવા કન્ટેન્ટની લિંક
  • અન્ય લોકોને હિંસક કૃત્યો કરવા પ્રોત્સાહન આપતા કન્ટેન્ટની લિંક
  • સ્થાનિક સ્વાસ્થ્ય અધિકારીઓ (LHA) ​​અથવા વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની COVID-19 વિશેની તબીબી માહિતીનો વિરોધાભાસ કરતી ખોટી તબીબી માહિતી ફેલાવતી હોય એવા કન્ટેન્ટની લિંક
  • ગેરમાર્ગે દોરતું કે છેતરામણું કન્ટેન્ટ ફેલાવતી હોય એવી વેબસાઇટ કે ઍપની લિંક, જેના કારણે લોકશાહીની પ્રક્રિયાઓમાં દખલ કરવા જેવા અસાધારણ નુકસાનનું ગંભીર જોખમ ઊભું થઈ શકે છે
  • હિંસક હુમલાખોરોની જાહેરનામા શામેલ હોય તેવી બાહ્ય સાઇટની લિંક

વીડિયો, ઑડિયો, ચૅનલ, કૉમેન્ટ, પિન કરેલી કૉમેન્ટ, લાઇવ સ્ટ્રીમ અને YouTubeની અન્ય કોઈપણ પ્રોડક્ટ કે સુવિધા પર આ પૉલિસી લાગુ થાય છે. વપરાશકર્તાને YouTubeની બહારની સાઇટ પર લઈ જતી લિંક કોઈપણ પ્રકારની હોઈ શકે છે. આ લિંકમાં શામેલ છે: ક્લિક કરી શકાય એવા URLs, વીડિયો કે છબીઓમાં URLsની ટેક્સ્ટ બતાવવી, વાંચવામાં મુશ્કેલ બનાવેલા URLs (જેમ કે “.com”ને બદલે “dot com” લખવું). આ લિંકમાં વપરાશકર્તાઓને બોલીને અન્ય સાઇટ પર લઈ જવા, દર્શકોને અન્ય સાઇટ પર નિર્માતાની પ્રોફાઇલ કે પેજની મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરવા કે અન્ય સાઇટ પર ઉલ્લંઘનકારી કન્ટેન્ટ ઉપલબ્ધ કરાવવાનું વચન પણ શામેલ હોઈ શકે છે. આ પૂર્ણ સૂચિ નથી.

નોંધ: આનુષંગિક કન્ટેન્ટ YouTubeની ઉપયોગની શરતોનું ઉલ્લંઘન કરતું નથી. અમુક ખાસ એકાઉન્ટમાં વધુ પડતા પ્રમાણમાં આનુષંગિક કન્ટેન્ટ પોસ્ટ કરવાથી સ્પામ સંબંધિત અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન થઈ શકે છે. અમારી સ્પામ, છેતરામણા આચરણો અને સ્કૅમ સંબંધિત પૉલિસીઓમાં શેની મંજૂરી આપવામાં આવી છે, તેના વિશે તમે વધુ જાણી શકો છો.

ઉદાહરણો

અહીં એવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો છે કે જેને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી.

  • જાતીય થીમવાળું કન્ટેન્ટ બતાવતો કોઈ વીડિયો કે જેના વર્ણનમાં જણાવ્યું હોય કે “YouTube શેની મંજૂરી આપતું નથી, તે જોવા માટે ક્લિક કરો!” અને તેમાં પોર્નોગ્રાફિક સાઇટની લિંક શામેલ હોય.
  • કોઈ ગેમપ્લે વીડિયોના વર્ણનમાં ગેમમાં ચલણ કે ઑનલાઇન સ્ટોર ક્રેડિટ આપવાનું વચન આપતી લિંક શામેલ હોય, પરંતુ તે એવી કોઈ સાઇટની લિંક હોય કે જે વપરાશકર્તાના કમ્પ્યૂટરને માલવેરથી સંક્રમિત કરતી હોય.
  • એવી કોઈ ફિશિંગ સાઇટની લિંક પોસ્ટ કરવી કે જે વપરાશકર્તાઓની બેંક સંબંધિત માહિતી અને પાસવર્ડની ચોરી કરતી હોય.
  • દર્શકોને વીડિયોમાં ક્લિક ન થઈ શકતી લિંકને કૉપિ પેસ્ટ કરવા માટે સૂચના આપવી કે જે તેમને પોર્નોગ્રાફિક કે સ્પામવાળી સાઇટ પર લઈ જાય છે.
  • એવી કોઈપણ લિંક જે વપરાશકર્તાઓને એવી વેબસાઇટ, ફાઇલ હોસ્ટિંગ સેવા કે અન્ય સૉર્સ પર લઈ જાય, જે તેમને બાળ શારીરિક શોષણને લગતું કન્ટેન્ટ ઍક્સેસ કે ડાઉનલોડ કરવાની મંજૂરી આપે છે.
  • દર્શકોને બોલીને અન્ય પ્લૅટફૉર્મ પર પ્રોફાઇલ કે પેજ શોધવા માટે લઈ જવા કે જેથી તેઓ YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતું કન્ટેન્ટ જોઈ શકે.
  • કોઈ સાઇટના વીડિયોમાં એવું URL શામેલ કરવું જે મતદારોને મતદાનના સમય, સ્થાન, માધ્યમો અથવા પાત્રતાની જરૂરિયાતો વિશે ગેરમાર્ગે દોરે.
  • COVID-19ની રસીઓ એ વસ્તી ઘટાડવાની યોજનાનો એક ભાગ છે, એવો દાવો કરતા લેખની લિંક.

યાદ રાખો કે આ પૂર્ણ સૂચિ નથી. જો તમને લાગે કે કન્ટેન્ટ કદાચ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે, તો તેને પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
9001188037783519073
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false