પ્લૅટફૉર્મની બહારના રિવૉર્ડ મેળવવા માટે તમારું એકાઉન્ટ કનેક્ટ કરવું

જ્યારે તમે તમારા Google એકાઉન્ટને પાર્ટનર એકાઉન્ટ સાથે કનેક્ટ કરીને YouTube પર યોગ્યતા ધરાવતા લાઇવ સ્ટ્રીમ જુઓ ત્યારે તમે પ્લૅટફૉર્મની બહારના રિવૉર્ડ મેળવી શકો છો.

નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. વધુ જાણો.

તમારા એકાઉન્ટને કનેક્ટ કરવા અથવા ડિસ્કનેક્ટ કરવા

YouTube સેટિંગમાંથી

એકાઉન્ટ સાથે કનેક્ટ કરો

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર જાઓ અને સેટિંગ  પસંદ કરો.
  3. કનેક્ટ થયેલી ઍપ વિભાગમાં જાઓ.
  4. તમે કનેક્ટ થવા માગતા હો તે પાર્ટનરની બાજુમાં કનેક્ટ કરો પર ક્લિક કરો.
    1. જો તમારી પાસે પહેલેથી એકાઉન્ટ ન હોય તો તેને બનાવવા માટે પાર્ટનરની વેબસાઇટની સૂચનાઓને ફૉલો કરો. પછી પગલું 2નો પ્રારંભ કરો.
  5. તમારા પાર્ટનર એકાઉન્ટમાં સાઇન ઇન કરવા માટેનાં પગલાં અનુસરો.

એકાઉન્ટ સાથે ડિસ્કનેક્ટ કરો

  1. YouTube પર સાઇન ઇન કરો.
  2. તમારા પ્રોફાઇલ ફોટો પર ક્લિક કરો  અને સેટિંગ  પસંદ કરો.
  3. કનેક્ટ થયેલી ઍપ વિભાગમાં જાઓ.
  4. તમે જેમની સાથે ડિસ્કનેક્ટ થવા માગતા હો તે પાર્ટનરની બાજુમાં ડિસ્કનેક્ટ કરો પર ક્લિક કરો.

YouTube જોવાનું પેજમાંથી

એકાઉન્ટ સાથે કનેક્ટ કરો

  1.  YouTube પર સાઇન ઇન કરો.
  2. રિવૉર્ડ માટે યોગ્યતા ધરાવતા કોઈપણ વીડિયો કે લાઇવ સ્ટ્રીમ પર જાઓ.
  3. જોવાના પેજ પર, પ્લેયર નીચે કનેક્ટ કરો  પર ક્લિક કરો.
  4. તમારા પાર્ટનર એકાઉન્ટમાં સાઇન ઇન કરવા માટેનાં પગલાં અનુસરો.

the sign-in will appear as a pop-up in the center of the page.

એકાઉન્ટ સાથે ડિસ્કનેક્ટ કરો

  1.  YouTube પર સાઇન ઇન કરો.
  2. યોગ્યતા ધરાવતા કોઈપણ વીડિયો કે લાઇવ સ્ટ્રીમ પર જાઓ.
  3. જોવાના પેજ પર, પ્લેયર નીચે કનેક્ટ થયેલા  પર ક્લિક કરો.
  4. ડિસ્કનેક્ટ કરો પર ક્લિક કરો.

તમારા Google એકાઉન્ટમાંથી

તમે તમારા Google એકાઉન્ટમાંથી પાર્ટનર એકાઉન્ટને ડિસ્કનેક્ટ કરી શકો છો.

  1. તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરો.
  2. myaccount.google.com/accountlinking પર જાઓ.
  3. તમે જે એકાઉન્ટને ડિસ્કનેક્ટ કરવા માગો છો તેની બાજુમાં, અનલિંક કરો પર ક્લિક કરો.
નોંધ: ​એકવાર તમે તમારા એકાઉન્ટ ડિસ્કનેક્ટ કરો એટલે તમે યોગ્યતા ધરાવતા વીડિયો અથવા લાઇવ સ્ટ્રીમ જોઈને તે ઍપ પર રિવૉર્ડ માટે યોગ્ય રહેશો નહીં. જો તમે ડિસ્કનેક્ટ કર્યું હોય તો પણ અમારા પાર્ટનર તે જોવાયાનો રેકોર્ડ રાખી શકે છે. તમારો ડેટા મેનેજ કરવા માટે તમારા પાર્ટનર એકાઉન્ટનો સંદર્ભ લો.

પાર્ટનર એકાઉન્ટ

Activision
Activision એ Call of Dutyના નિર્માતા છે. તમારા Activision એકાઉન્ટને લિંક કર્યા પછી, રિવૉર્ડ માટે યોગ્ય બનવા માટે પસંદગીની Call of Duty લાઇવસ્ટ્રીમ જુઓ.
Battle.net (Blizzard)
Blizzard એ Battle.net, Overwatch અને Hearthstoneના નિર્માતા છે. તમારું Battle.net એકાઉન્ટ લિંક કર્યા પછી, રિવૉર્ડ માટે યોગ્ય બનવા પસંદગીના Blizzard ગેમ લાઇવસ્ટ્રીમ જુઓ.
Electronic Arts 
Electronic Arts (EA) FIFA અને Maddenના નિર્માતા છે. તમારું EA એકાઉન્ટ લિંક કર્યા પછી, રિવૉર્ડ માટે યોગ્ય બનવા પસંદગીના EA ગેમ લાઇવસ્ટ્રીમ જુઓ.
Epic Games
Epic Games એ Fortniteના નિર્માતા છે. તમારું Fortnite એકાઉન્ટ લિંક કર્યા પછી રિવૉર્ડ માટે યોગ્ય બનવા પસંદગીનું Fortnite World Cup કન્ટેન્ટ જુઓ.
Garena
Garena એ Free Fireના નિર્માતા છે.  તમારું Garena Free Fire એકાઉન્ટ લિંક કર્યા પછી રિવૉર્ડ માટે યોગ્ય બનવા પસંદગીનું Garena Free Fire કન્ટેન્ટ જુઓ.
MLBB
Moonton એ Mobile Legends: Bang Bang (MLBB)ના નિર્માતા છે. તમારા MLBB એકાઉન્ટને લિંક કર્યા પછી, રિવૉર્ડ માટે યોગ્ય બનવા માટે પસંદગીના MLBB લાઇવ સ્ટ્રીમ જુઓ.
NFL
NFLમાંથી પ્લૅટફૉર્મની બહારના રિવૉર્ડ મેળવવા, તમારું NFL ID એકાઉન્ટ કનેક્ટ કરો.
Krafton (PUBG)
Krafton PLAYERUNKNOWN’S BATTLEGROUNDSના નિર્માતા છે. તમારું એકાઉન્ટ લિંક કર્યા પછી, રિવૉર્ડ મેળવવા માટે યોગ્ય લાઇવ સ્ટ્રીમ જુઓ.
PlayerUnknown's Battlegrounds Mobile (PUBG Mobile)
Tencent Games PlayerUnknown’s Battlegrounds (PUBG) Mobileના નિર્માતા છે. તમારું એકાઉન્ટ લિંક કર્યા પછી, રિવૉર્ડ મેળવવા માટે યોગ્ય બનવા પસંદગીના PUBG મોબાઇલ લાઇવ સ્ટ્રીમ જુઓ.
Riot Games
Riot Games એ League of Legends, Legends of Runeterra અને Teamfight Tacticsના નિર્માતા છે. તમારું એકાઉન્ટ લિંક કર્યા પછી, રિવૉર્ડ મેળવવા માટેયોગ્ય લાઇવ સ્ટ્રીમ જુઓ.
Supercell

Supercell Clash Royaleના નિર્માતા છે. તમારું Supercell એકાઉન્ટ લિંક કર્યા પછી, રિવૉર્ડ મેળવવા માટે યોગ્ય બનવા પસંદગીના Clash Royale/Clash Royale League લાઇવ સ્ટ્રીમ જુઓ.

Ubisoft
Ubisoft Assassin's Creed અને Tom Clancy's Rainbow Sixના નિર્માતા છે. તમારું એકાઉન્ટ લિંક કર્યા પછી, રિવૉર્ડ મેળવવા માટે યોગ્ય બનવા પસંદગીના Ubisoft games લાઇવ સ્ટ્રીમ જુઓ.

સામાન્ય પ્રશ્નો

હું મારા એકાઉન્ટ કનેક્ટ કરીને યોગ્ય લાઇવ-સ્ટ્રીમ જોઉં છું. મને કેમ કોઈ રિવૉર્ડ મળતા નથી?

અમારા પાર્ટનર દરેક સ્ટ્રીમના નિયમોના આધારે નક્કી કરે છે કે કયા યોગ્ય દર્શકો રિવૉર્ડ મેળવી શકશે. પાર્ટનરના નિયમો અલગ હોઈ શકે છે.  
તમે યોગ્યતા ધરાવો છો તેની ખાતરી કરવા માટે, ખાતરી કરો કે તમે એકાઉન્ટ લિંક કર્યા છે અને તમારા કમ્પ્યૂટર, YouTube મોબાઇલ ઍપ અથવા અમારી મોબાઇલ વેબસાઇટ પર જોઈ રહ્યાં છો. જો તમે શામેલ કરેલા પ્લેયર, YouTube સ્માર્ટ ટીવી ઍપ અથવા કાસ્ટિંગ દ્વારા જોતા હશો તો તમે રિવૉર્ડ માટે યોગ્ય રહેશો નહીં.
To check if the video is eligible, you can look at the videos’ Player Settings, where eligible videos will include an option for you to review your linked account state.
જો તમે Android અથવા iOS પર હો તો તમે YouTubeના નવીનતમ વર્ઝનનો ઉપયોગ કરતા હો તેની ખાતરી કરો. 

જો હું કંઈપણ જીતું તો મને તેની કેવી રીતે ખબર પડશે?

તમે જીતી લો તે પછી તમારા પાર્ટનર એકાઉન્ટમાં રિવૉર્ડનું વિતરણ કરવામાં આવશે. આ રિવૉર્ડ દેખાવામાં એક દિવસ જેટલો સમય લાગી શકે છે. વધુ સીધા પાર્ટનરની વેબસાઇટ પરથી જાણો.

શું આ સુવિધા મોબાઈલ પર ઉપલબ્ધ છે?

રિવૉર્ડ કમ્પ્યૂટર પર, મોબાઇલ ઍપ પર, અમારી મોબાઇલ વેબસાઇટ m.youtube.com પર અને ચિત્ર-માં-ચિત્ર વ્યૂ દ્વારા ઉપલબ્ધ છે. જો તમે શામેલ કરેલા ખેલાડીઓ પર જોશો, તો તમે રિવૉર્ડ માટે લાયક રહેશો નહીં.
મારું એકાઉન્ટ ઍક્સેસ કરી શકાતું નથી મારે શું કરવું?
પ્રથમ, ચેક કરો કે તમે સાઇન ઇન છો. તમારા એકાઉન્ટને કનેક્ટ કરવા માટે તમારે તમારા બ્રાઉઝરમાં પૉપ-અપ ચાલુ કરવાની જરૂર પડી શકે છે. જો તમે Safari પર કનેક્ટ કરી શકતા નથી, તો બીજું બ્રાઉઝર અજમાવો. 
નોંધ: તમે માત્ર વ્યક્તિગત એકાઉન્ટને જ કનેક્ટ કરી શકો છો, બ્રાંડ એકાઉન્ટને નહીં. કનેક્ટ કરવાનો પ્રયાસ કરતી વખતે ખાતરી કરો કે તમે વ્યક્તિગત એકાઉન્ટમાં લૉગ ઇન કર્યું છે.
જો કોઈ વીડિયો બાળકો માટે યોગ્ય, તરીકે સેટ કરેલો હોય, તો એકાઉન્ટ લિંક કરવાની સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.

મને એક મેસેજ મળ્યો કે મારા એકાઉન્ટ કનેક્ટ કરેલા છે, પરંતુ તે કનેક્ટ કરેલા તરીકે દેખાઈ રહ્યાં નથી. શું હું હજુ પણ રિવૉર્ડ માટે યોગ્ય છું?

કેટલીકવાર તમારા એકાઉન્ટ કનેક્ટ થાય છે અને જ્યારે તેઓ કનેક્ટ થયેલા તરીકે પ્રદર્શિત થાય છે ત્યારે તેમની વચ્ચે વિલંબ થાય છે.
તમારા એકાઉન્ટ જોડાયેલા છે તેની ખાતરી કરવા માટે આ પેજની મુલાકાત લો. આ પેજ પર, તમારું એકાઉન્ટ જોડાયેલું છે તેની બધી સેવાઓ જોઈ શકો છો. તમે કોઈપણ સેવામાંથી અનલિંક પણ કરી શકો છો.
જ્યાં સુધી આ પેજ તમારા એકાઉન્ટને કનેક્ટ કરેલા તરીકે બતાવે ત્યાં સુધી તમે રિવૉર્ડ માટે યોગ્ય છો.
જો તમારા એકાઉન્ટ કનેક્ટ કરેલા તરીકે દેખાતા ન હોય તો તમે અનલિંક કરવાનો પણ પ્રયાસ કરી શકો છો અને પછી તમારા એકાઉન્ટને ફરીથી કનેક્ટ કરી શકો છો.

હું મારા એકાઉન્ટને ડિસ્કનેક્ટ કરવાનો પ્રયાસ કરું છું, પરંતુ તેઓ હજી પણ કનેક્ટ કરેલા તરીકે દેખાઈ રહ્યાં છે. શા માટે?

તમારા એકાઉન્ટ ક્યારે ડિસ્કનેક્ટ થાય છે અને ક્યારે તે ડિસ્કનેક્ટ થયેલા તરીકે પ્રદર્શિત થાય છે તેમની વચ્ચે કેટલીકવાર વિલંબ થાય છે.
તમારા એકાઉન્ટ ડિસ્કનેક્ટ થયા છે તેની ખાતરી કરવા માટે આ પેજની મુલાકાત લો. જો સેવા આ પેજ પર સૂચિબદ્ધ ન હોય તો તેનો અર્થ એ છે કે તમારા એકાઉન્ટ હવે કનેક્ટ કરેલા નથી.

જ્યારે હું મારું એકાઉન્ટ કનેક્ટ કરું ત્યારે Google અને મારા પાર્ટનર એકાઉન્ટ વચ્ચે કયા પ્રકારની માહિતી શેર કરવામાં આવે છે?

તમે તમારા એકાઉન્ટને YouTube સાથે કનેક્ટ કરો તે પછી, YouTube તમારા વ્યૂની માહિતી અને સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ શેર કરી શકે અને પાર્ટનર Google અથવા YouTube સાથે મૂળભૂત એકાઉન્ટ માહિતી શેર કરી શકે છે. આ માહિતી અમને જણાવશે કે કયા એકાઉન્ટ રિવૉર્ડ માટે યોગ્ય છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6539568413701501182
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false