બંદૂક સંબંધિત પૉલિસી

અમારા નિર્માતા, દર્શકો અને પાર્ટનરની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. અમને આશા છે કે આ વિશિષ્ટ અને વાઇબ્રન્ટ સમુદાયને સુરક્ષિત રાખવામાં તમે બધા અમારી સહાય કરશો. તમે અમારા સમુદાયના દિશાનિર્દેશોને અને YouTubeને સુરક્ષિત રાખવા માટેની આપણી સંયુક્ત જવાબદારીમાં તેની ભૂમિકાને સમજો તે મહત્ત્વપૂર્ણ છે. થોડો સમય કાઢીને નીચે આપેલી પૉલિસીને ધ્યાનપૂર્વક વાંચો. તમે અમારા દિશાનિર્દેશોની સંપૂર્ણ સૂચિ માટે આ પેજ પણ જોઈ શકો છો.
બંદૂક વેચવાનો, દર્શકોને બંદૂક, દારૂગોળો અને અમુક ઍક્સેસરી બનાવવાની રીત શીખવવાનો અથવા દર્શકોને તે ઍક્સેસરી ઇન્સ્ટૉલ કરવાની રીત શીખવવાનો હેતુ ધરાવતા કન્ટેન્ટને YouTube પર મંજૂરી આપવામાં આવતી નથી. YouTubeનો ઉપયોગ બંદૂક અથવા નીચે જણાવેલી ઍક્સેસરી વેચવા માટેના પ્લૅટફૉર્મ તરીકે થવો જોઈએ નહીં. YouTube એવા પણ લાઇવ સ્ટ્રીમની મંજૂરી આપતું નથી કે જેમાં કોઈએ બંદૂક પકડી હોય, કોઈ બંદૂક ચલાવતું હોય કે પછી કોઈ વ્યક્તિને બંદૂક ક્યાંક લઈ જતી બતાવવામાં આવી હોય. 

તમારા માટે આનું શું મહત્ત્વ છે

જો તમે કન્ટેન્ટ પોસ્ટ કરી રહ્યાં હો, તો

YouTube પર એવું કન્ટેન્ટ પોસ્ટ કરશો નહીં, જો તેનો હેતુ નીચે જણાવેલી એક કે વધુ પ્રવૃત્તિ કરવાનો હોય:

  • સીધા વેચાણ (દા.ત. વ્યક્તિઓ દ્વારા ખાનગી વેચાણ) મારફતે અથવા આ આઇટમનું વેચાણ કરતી સાઇટની લિંક મારફતે બંદૂક કે બંદૂકની અમુક ઍક્સેસરી વેચવાનો હેતુ ધરાવતું હોય. આ ઍક્સેસરીમાં આનો સમાવેશ હોઈ શકે:
    • ઍક્સેસરી કે જે બંદૂકને ઑટોમૅટિક રીતે ફાયર સિમ્યૂલેટ કરવામાં સક્ષમ બનાવતી હોય,
    • ઍક્સેસરી કે જે બંદૂકને ઑટોમૅટિક ફાયરમાં રૂંપાંતરિત કરે, જેમ કે: બમ્પ સ્ટૉક, ગૅટલિંગ ટ્રિગર, ડ્રોપ-ઇન ઑટો સીર્સ અથવા કન્વર્ઝન કિટ,
    • 30 કરતાં વધુ રાઉન્ડ ધરાવી શકે એવા ઉચ્ચ ક્ષમતાવાળા મૅગઝીન અથવા બેલ્ટ.
  • નીચે જણાવેલી કોઈપણ સામગ્રીનું વેચાણ કરવા વિશે સૂચનાઓ આપવી:
    • બંદૂક,
    • દારૂગોળો,
    • ઉચ્ચ ક્ષમતાવાળા મૅગઝીન,
    • ઘરે બનાવેલા સાઇલન્સર/સપ્રેસર,
    • ઍક્સેસરી કે જે બંદૂકને ઑટોમૅટિક રીતે ફાયર સિમ્યૂલેટ કરવામાં સક્ષમ બનાવતી હોય,
    • ઍક્સેસરી કે જે બંદૂકને ઑટોમૅટિક ફાયરમાં રૂપાંતરિત કરે, જેમ કે: બમ્પ સ્ટૉક, ગૅટલિંગ ટ્રિગર, ડ્રોપ-ઇન ઑટો સીર્સ અથવા કન્વર્ઝન કિટ
  • બંદૂકને ઑટોમૅટિક અથવા સિમ્યૂલેટ કરેલી ઑટોમૅટિક ફાયરિંગ ક્ષમતાઓમાં રૂપાંતરિત કરવાની રીત વિશે સૂચનાઓ પ્રદાન કરવાનો હોય.
  • ઉપર જણાવેલી ઍક્સેસરી અથવા સંશોધનોને ઇન્સ્ટૉલ કરવાની રીત વિશેની સૂચનાઓ પ્રદાન કરવામાં આવતી હોય.

કૃપા કરીને નોંધો કે આ સંપૂર્ણ સૂચિ નથી.

ઉદાહરણો

અહીં YouTube પર જેની મંજૂરી આપવામાં આવતી ન હોય તેવા કન્ટેન્ટના કેટલાક ઉદાહરણો આપેલા છે.

  • તમારા વીડિયોના શીર્ષક અથવા વર્ણનમાં એવી સાઇટની લિંક કે જેના પર બંદૂક અથવા ઉપર જણાવેલી ઍક્સેસરીનું વેચાણ થતું હોય. તમે એવી સાઇટને લિંક કરી શકો છો કે જે આ આઇટમની ચર્ચા અથવા રિવ્યૂ કરતી હોય, પણ તે આ આઇટમનું સીધું વેચાણ કરતી ન હોય ત્યાં સુધી જ તેને લિક કરી શકશો.
  • ખાનગી વેચાણ મારફતે બંદૂકના વેચાણ કરવાના હેતુપૂર્વક તે બંદૂક પ્રદર્શિત કરવી હોય. આમાં વિક્રેતાનો ફોન નંબર, ઇમેઇલ ઍડ્રેસ અથવા અન્ય સંપર્ક માહિતી આપવું શામેલ છે.
  • વપરાશકર્તાઓને બંદૂક બનાવવાનું પૂર્ણ કરવા માટે નીચલા રિસીવરને સમાપ્ત કરવાની રીત વિશે પગલાંવાર સૂચનાઓ બતાવવાનો હેતુ હોય.
  • વપરાશકર્તાઓને ફ્લૅશલાઇટ, ઑઇલ કેન, સૉલ્વન્ટ કૅચર અથવા અન્ય ભાગોમાંથી સાઇલન્સર બનાવવાની રીત બતાવવી હોય.
  • વપરાશકર્તાઓને બમ્પ સ્ટૉક ઇન્સ્ટૉલ કરવા અથવા સિમ્યૂલેટ કરેલી ઑટોમૅટિક ફાયરિંગ કરવા માટેના તુલનાત્મક ઍક્સેસરી બિલ્ટ ઇન્સ્ટૉલ કરવાની રીત બતાવવી હોય.
  • લાઇવ સ્ટ્રીમમાં કોઈ વ્યક્તિને બંદૂક પકડતાં અથવા ચલાવતા બતાવવામાં આવતી હોય, પછી ભલે તે ફાયર કરી રહ્યાં હોય કે નહીં. નોંધ: આ વીડિયો ગેમમાં બંદૂકનો સમાવેશ કરતું નથી.
  • લાઇવ સ્ટ્રીમ કે જેમાં કોઈ વ્યક્તિને એક જગ્યાએથી બીજી જગ્યાએ બંદૂક લઈ જતી બતાવવામાં આવતી હોય, જેમ કે તેને ઊંચકીને લઈ જવી અથવા તે લઈને કાર, ટ્રક કે અન્ય વાહનમાં મુસાફરી કરવી. નોંધ: આ વીડિયો ગેમમાં બંદૂકનો સમાવેશ કરતું નથી.

કૃપા કરીને યાદ રાખો કે આ તો માત્ર કેટલાક ઉદાહરણો છે અને જો તમને લાગે કે કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરી શકે છે, તો તેને પોસ્ટ કરશો નહીં.

જો કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો શું થાય

જો તમારું કન્ટેન્ટ આ પૉલિસીનું ઉલ્લંઘન કરે, તો અમે તે કન્ટેન્ટને કાઢી નાખીશું અને તેની જાણ કરવા માટે તમને એક ઇમેઇલ મોકલીશું. જો અમે એ ચકાસી ન શકીએ કે તમે પોસ્ટ કરેલી લિંક સલામત છે, તો અમે લિંક કાઢી નાખી શકીએ છીએ. નોંધો કે વીડિયોની અંદર જ કે વીડિયોના મેટાડેટામાં પોસ્ટ કરવામાં આવેલા ઉલ્લંઘનકારી URLsને પરિણામે વીડિયો કાઢી નાખવામાં આવે એવું બની શકે છે.

જો અમારા સમુદાયના દિશાનિર્દેશોનું આ તમારું પહેલું ઉલ્લંઘન હોય, તો તમને ચેતવણી મળવાની સંભાવના રહેશે અને તમારી ચૅનલ પર કોઈ પેનલ્ટી લગાવવામાં નહીં આવે. તમને પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાની તક મળશે, જેથી 90 દિવસ પછી ચેતવણીની સમયસીમા સમાપ્ત થઈ શકે. જોકે, તે 90 દિવસના સમયગાળામાં જો એ જ પૉલિસીનું ઉલ્લંઘન કરવામાં આવે, તો ચેતવણીની સમયસીમા સમાપ્ત થશે નહીં અને તમારી ચૅનલને સ્ટ્રાઇક આપવામાં આવશે. જો પ્રશિક્ષણ પૂર્ણ થયા પછી તમે કોઈ અલગ પૉલિસીનું ઉલ્લંઘન કરો, તો તમને અન્ય ચેતવણી મળશે.

જો 90 દિવસની અંદર તમને 3 સ્ટ્રાઇક મળે, તો તમારી ચૅનલ બંધ કરવામાં આવશે. અમારી સ્ટ્રાઇક સિસ્ટમ વિશે વધુ જાણો.

સમુદાયના દિશાનિર્દેશો અથવા સેવાની શરતોના વારંવાર ઉલ્લંઘનો બદલ અમે તમારી ચૅનલ સમાપ્ત પણ કરી શકીએ છીએ. ગંભીર દુરુપયોગના માત્ર એક કિસ્સા પછી અથવા જ્યારે ચૅનલ વારંવાર પૉલિસીનું ઉલ્લંઘન કરતી હોય, ત્યારે અમે તમારી ચૅનલ અથવા એકાઉન્ટને બંધ પણ કરી શકીએ છીએ. ભવિષ્યમાં આવી રીતે વારંવાર ઉલ્લંઘન કરનારી વ્યક્તિઓને કદાચ અમે પૉલિસી સંબંધી પ્રશિક્ષણ લેવાથી પણ રોકીશું. ચૅનલ અથવા એકાઉન્ટ બંધ કરવા વિશે વધુ જાણો.

જો તમને આ પૉલિસીનું ઉલ્લંઘન કરતું હોય એવું કન્ટેન્ટ મળે, તો તેની જાણ કરો. અમારા સમુદાયના દિશાનિર્દેશોના ઉલ્લંઘનોની જાણ કરવા માટેની સૂચનાઓ અહીં ઉપલબ્ધ છે. જો તમને એવા થોડા વીડિયો અથવા કૉમેન્ટ મળી હોય કે જેની તમે જાણ કરવા માગતા હો, તો તમે ચૅનલની જાણ કરી શકો છો.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
15685148365172476237
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false