તમે કમાણી કરતા હો ત્યારે IFTTTનો ઉપયોગ કરવો

જો તમે YouTube પાર્ટનર પ્રોગ્રામનો ભાગ હો, તો તમે IFTTTનો ઉપયોગ કરીને તમારા દર્શકો માટે મજેદાર અનુભવનું નિર્માણ કરી શકો છો. IFTTT, ત્રીજા પક્ષની વેબ-આધારિત સેવા છે જે વિવિધ ઍપ, સેવાઓ અને ડિવાઇસને એકસાથે કનેક્ટ કરે છે.

લાઇવ સ્ટ્રીમ દરમિયાન વાસ્તવિક જીવનની ક્રિયાઓને ઑટોમૅટિક રીતે ટ્રિગર કરવા માટે, તમે IFTTT ઍપ્લેટનો ઉપયોગ કરી શકો છો. IFTTT, શુલ્ક આપનારા ચાહકોને ઓળખી શકે છે અને તમારા સમુદાયને મેનેજ કરે છે. IFTTTમાં દર્શકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાની ઘણી વિશિષ્ટ તેમજ મજેદાર સુવિધાઓ છે અને હાલમાં તે YouTube પર કમાણી કરવાની આ બધી સુવિધાઓ સાથે કામ કરે છે:

  • Super Chatજ્યારે દર્શકો Super Chat મેસેજ ખરીદે છે, ત્યારે ક્રિયાઓ ટ્રિગર થાય છે.
  • ચૅનલની મેમ્બરશિપજ્યારે દર્શકો ચૅનલના સભ્ય તરીકે જોડાય છે, ત્યારે ક્રિયાઓ ટ્રિગર થાય છે.

IFTTT વિશે પૂછાતા સામાન્ય પ્રશ્નો​

આ એકીકરણ શું છે?

એકવાર તમે તમારી YouTube ચૅનલને IFTTT સાથે કનેક્ટ કરો, ત્યારબાદ તમે Super Chat અને ચૅનલની મેમ્બરશિપ સાથે કનેક્ટ થયેલી ઍપ, સેવાઓ અને ડિવાઇસને લિંક કરી શકો છો. દર્શકો કે જેઓ Super Chatsની ખરીદી કરે છે અથવા તો લાઇવ સ્ટ્રીમ દરમિયાન ચૅનલના સભ્ય તરીકે જોડાય છે, તેઓ વાસ્તવિક જીવનની ક્રિયાઓ ટ્રિગર કરી શકે છે.
ઍપ્લેટ, Super Chat અને ચૅનલની મેમ્બરશિપને આની સાથે લિંક કરે છે:
  • Google Drive અને સોશિયલ મીડિયાના પ્લૅટફૉર્મ જેવી ઑનલાઇન સેવાઓ.
  • સ્માર્ટ લાઇટ અથવા સ્માર્ટ સ્વિચ જેવા ઇન્ટરનેટથી કનેક્ટ કરેલા ડિવાઇસ.
કઈ Super Chat ઍપ્લેટ અને ચૅનલની મેમ્બરશિપની ઍપ્લેટ ઉપલબ્ધ છે તે ચેક કરો IFTTT વિશે વધુ જાણો.

શું મારે કંઈ ખરીદવાની જરૂર છે?

આ એ વાત પર આધાર રાખે છે કે તમે તમારા દર્શકો માટે કેવા પ્રકારની ક્રિયાપ્રતિક્રિયા બનાવવા માગો છો. અમુક ક્રિયાપ્રતિક્રિયા માટે તમારે ઇન્ટરનેટથી કનેક્ટ કરેલું ડિવાઇસ ખરીદવાની જરૂર પડશે. પહેલેથી જ તમારી પાસે હોય એવા ઇન્ટરનેટથી કનેક્ટ કરેલા ઘણા ડિવાઇસ પણ ચાલશે.
તમે એવી કેટલીક શૉર્ટલિસ્ટ કરેલી ક્રિયાપ્રતિક્રિયાઓનો ઉપયોગ કરી શકો છો, જે Super Chat કે ચૅનલની મેમ્બરશિપ સાથે સંબંધિત હોય. તમે તમારી પોતાની ક્રિયાપ્રતિક્રિયાઓ પણ બનાવી શકો છો. ઍપ, સેવાઓ કે ડિવાઇસ IFTTT સાથે કામ કરતા હોય તેની ખાતરી.

હું તેનું સેટઅપ કેવી રીતે કરી શકું?

સૌથી પહેલા, તમારે તમારી YouTube ચૅનલને IFTTT સાથે કનેક્ટ કરવી જરૂરી રહેશે.
  1. જો તમારી પાસે પહેલેથી કોઈ IFTTT એકાઉન્ટ ન હોય, તો IFTTT એકાઉન્ટ બનાવો.
  2. તમે કમાણી કરવાની સુવિધાઓ માટે ઉપયોગ કરતા હો એ જ YouTube એકાઉન્ટ અને ચૅનલ વડે YouTube સાથે કનેક્ટ કરો.
એકવાર તમારા એકાઉન્ટ કનેક્ટ થઈ જાય, ત્યારબાદ તમે એવી ઍપ્લેટ બનાવીને ક્રિયાપ્રતિક્રિયાઓનું નિર્માણ કરી શકો છો જે IFTTTમાં ક્રિયાઓને ટ્રિગર કરે અથવા તમે પબ્લિશ કરેલી કોઈ વર્તમાન ઍપ્લેટનો ઉપયોગ કરી શકો છો.

Super Chat માટે IFTTT ઍપ્લેટ મેળવો અથવા બનાવો

યોગ્યતા

આ સુવિધા ચાલુ કરવા માટે, તમારે આમ કરવું આવશ્યક છે:

પહેલેથી તૈયાર ઍપ્લેટનો ઉપયોગ કરો

તમે વિવિધ પ્રકારની પહેલેથી તૈયાર ઍપ્લેટનો ઉપયોગ કરી શકો છો. તમે એવી ઍપ્લેટ શોધી શકશો કે જે તમારા દર્શકોને લાઇવ સ્ટ્રીમ દરમિયાન વાસ્તવિક જીવનની ક્રિયાઓ ટ્રિગર કરવાની મંજૂરી આપે છે. આ ઍપ્લેટ શુલ્ક આપનારા ચાહકોને ઓળખવામાં, તમારા સમુદાયને મેનેજ કરવામાં અને બીજું ઘણું કરવામાં તમારી સહાય કરે છે.

તમારી પોતાની ઍપ્લેટ બનાવવી

તમે તમારા વપરાશકર્તાઓનો અનુભવ કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારી પોતાની ઍપ્લેટ બનાવી શકો છો. તમારી પોતાની ઍપ્લેટ બનાવવા માટે આ સૂચનાઓ અનુસરો:
  1. ifttt.com/create પર જાઓ.
  2. +This પર ક્લિક કરો.
  3. YouTubeનો લોગો પસંદ કરો.
  4. તેને તમારી YouTube ચૅનલ સાથે કનેક્ટ કરવા માટેની સૂચનાઓ અનુસરો.
  5. ટ્રિગર તરીકે "Super Chatનો નવો મેસેજ" પસંદ કરો અને સાથે જ તમે ટ્રિગર કરવા માગતા હો એ ટિયરનો રંગ પણ પસંદ કરો.
  6. +That પર ક્લિક કરો અને ક્રિયાવાળી કોઈ સેવા પસંદ કરો.
  7. તે સેવાને કનેક્ટ કરવા માટે સૂચનાઓ અનુસરો અને ક્રિયા પસંદ કરો.
  8. તમારી ઍપ્લેટનો રિવ્યૂ કરો અને સમાપ્ત પર ક્લિક કરો.

Super Chat ઍપ્લેટનું પરીક્ષણ કરવાની રીત

એકવાર તમે તમારી ઍપ્લેટ બનાવી લો, ત્યારબાદ તમારે તેનું પરીક્ષણ કરવું જરૂરી રહેશે. ઇમેઇલ મારફતે સૌથી સરળ રીતે તમારી ઍપ્લેટનું પરીક્ષણ કરી શકાય છે. પરીક્ષણ કરવા માટે:
  1. ifttt.com/create પર જાઓ.
  2. +This પર ક્લિક કરો.
  3. YouTubeનો લોગો શોધો અને તેના પર ક્લિક કરો.
  4. તેને તમારી YouTube ચૅનલ સાથે કનેક્ટ કરવા માટેની સૂચનાઓ અનુસરો.
  5. "ઇમેઇલ" અને “IFTTTને કોઈપણ ઇમેઇલ મોકલો”ને ટ્રિગર તરીકે પસંદ કરો.
  6. +That પર ક્લિક કરો અને ક્રિયાવાળી કોઈ સેવા પસંદ કરો.
  7. તે સેવાને કનેક્ટ કરવા માટે સૂચનાઓ અનુસરો અને ક્રિયા પસંદ કરો.
  8. તમારી ઍપ્લેટનો રિવ્યૂ કરો અને સમાપ્ત પર ક્લિક કરો.
  9. પરીક્ષણ કરવા માટે, IFTTTના ઇમેઇલ એકાઉન્ટ પર ઇમેઇલ મોકલો. તમારી ઍપ્લેટ ગણતરીની સેકન્ડમાં ટ્રિગર થવી જોઈએ.

​નિર્માતાઓ અને દર્શકો માટે, YouTubeની સેવાની શરતો અને સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરવું આવશ્યક છે. તેમણે કૉપિરાઇટના નિયમોને અનુસરવા અને સાથે જ અન્ય લોકોની પ્રાઇવસી સંબંધિત અધિકારોનું રક્ષણ કરવું પણ આવશ્યક છે.

સમસ્યાઓનું નિવારણ કરવું

જો તમારી ઍપ્લેટ કામ ન કરે, તો ટ્રિગર કે કોઈ ક્રિયામાં સમસ્યા હોઈ શકે છે. આ ઉપરાંત, IFTTTમાં પણ સમસ્યા હોઈ શકે છે. જો તમને કોઈ સમસ્યા આવી રહી હોય, તો નીચે જણાવેલા પગલાં અનુસરો:
  • ખાતરી કરો કે તમારા ડિવાઇસ ચાલુ કરેલા હોય અને ઇન્ટરનેટથી કનેક્ટ કરેલા હોય.
  • IFTTT પર તમારી પ્રવૃત્તિનું ફીડ ચેક કરો, જે તમારી ઍપ્લેટ પર ટ્રિગરના દરેક અમલીકરણનું સ્ટેટસ બતાવે છે. કોઈ સમસ્યા હોય તો આ ફીડમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

IFTTTની વેબસાઇટ પર સમસ્યાનું નિવારણ કરવા માટેની ટિપ વિશે વધુ માહિતી મેળવો.

મેમ્બરશિપ માટે IFTTT ઍપ્લેટ મેળવો અથવા બનાવો

યોગ્યતા

આ સુવિધા ચાલુ કરવા માટે, તમારે આમ કરવું આવશ્યક છે:

પહેલેથી તૈયાર ઍપ્લેટનો ઉપયોગ કરો

તમે અલગ-અલગ, પહેલેથી તૈયાર ઍપ્લેટનો ઉપયોગ કરી શકો છો. તમે એવી ઍપ્લેટ શોધી શકશો કે જે તમારા દર્શકોને લાઇવ સ્ટ્રીમ દરમિયાન વાસ્તવિક જીવનની ક્રિયાઓ ટ્રિગર કરવાની મંજૂરી આપે છે. આ ઍપ્લેટ શુલ્ક આપનારા ચાહકોને ઓળખવામાં, તમારા સમુદાયને મેનેજ કરવામાં અને બીજું ઘણું કરવામાં તમારી સહાય કરી શકે છે.

તમારી પોતાની ઍપ્લેટ બનાવવી

તમે તમારા વપરાશકર્તાઓનો અનુભવ કસ્ટમાઇઝ કરી શકો છો અને તમારી પોતાની ઍપ્લેટ બનાવી શકો છો. તમારી પોતાની ઍપ્લેટ બનાવવા માટે આ સૂચનાઓ અનુસરો:
  1. ifttt.com/create પર જાઓ.
  2. +This પર ક્લિક કરો.
  3. YouTubeનો લોગો પસંદ કરો.
  4. તેને તમારી YouTube ચૅનલ સાથે કનેક્ટ કરવા માટેની સૂચનાઓ અનુસરો.
  5. "ચૅનલની નવી મેમ્બરશિપ"ને ટ્રિગર તરીકે પસંદ કરો.
  6. +That પર ક્લિક કરો અને ક્રિયાવાળી કોઈ સેવા પસંદ કરો.
  7. તે સેવાને કનેક્ટ કરવા માટે સૂચનાઓ અનુસરો અને ક્રિયા પસંદ કરો.
  8. તમારી ઍપ્લેટનો રિવ્યૂ કરો અને સમાપ્ત પર ક્લિક કરો.

મેમ્બરશિપ ઍપ્લેટનું પરીક્ષણ કરવાની રીત

એકવાર તમે તમારી ઍપ્લેટ બનાવી લો, ત્યારબાદ તમારે તેનું પરીક્ષણ કરવું જરૂરી રહેશે. ઇમેઇલ મારફતે સૌથી સરળ રીતે તમારી ઍપ્લેટનું પરીક્ષણ કરી શકાય છે. પરીક્ષણ કરવા માટે:
  1. ifttt.com/create પર જાઓ.
  2. +This પર ક્લિક કરો.
  3. YouTubeનો લોગો પસંદ કરો.
  4. તેને તમારી YouTube ચૅનલ સાથે કનેક્ટ કરવા માટેની સૂચનાઓ અનુસરો.
  5. "ઇમેઇલ" અને “IFTTTને કોઈપણ ઇમેઇલ મોકલો”ને ટ્રિગર તરીકે પસંદ કરો.
  6. +That પર ક્લિક કરો અને ક્રિયાવાળી કોઈ સેવા પસંદ કરો.
  7. તે સેવાને કનેક્ટ કરવા માટે સૂચનાઓ અનુસરો અને ક્રિયા પસંદ કરો.
  8. તમારી ઍપ્લેટનો રિવ્યૂ કરો અને સમાપ્ત પર ક્લિક કરો.
  9. પરીક્ષણ કરવા માટે, IFTTTના ઇમેઇલ એકાઉન્ટ પર ઇમેઇલ મોકલો. તમારી ઍપ્લેટ ગણતરીની સેકન્ડમાં ટ્રિગર થવી જોઈએ.

નિર્માતાઓ અને દર્શકો માટે, YouTubeની સેવાની શરતો અને સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરવું આવશ્યક છે. તેમણે કૉપિરાઇટના નિયમોને અનુસરવા અને સાથે જ અન્ય લોકોની પ્રાઇવસી સંબંધિત અધિકારોનું રક્ષણ કરવું પણ આવશ્યક છે.

સમસ્યાઓનું નિવારણ કરવું

જો તમારી ઍપ્લેટ કામ ન કરે, તો ટ્રિગર કે કોઈ ક્રિયામાં સમસ્યા હોઈ શકે છે. આ ઉપરાંત, IFTTTમાં પણ સમસ્યા હોઈ શકે છે. જો તમને કોઈ સમસ્યા આવી રહી હોય, તો નીચે જણાવેલા પગલાં અનુસરો:
  • ખાતરી કરો કે તમારા ડિવાઇસ ચાલુ કરેલા હોય અને ઇન્ટરનેટથી કનેક્ટ કરેલા હોય.
  • IFTTT પર તમારી પ્રવૃત્તિનું ફીડ ચેક કરો, જે તમારી ઍપ્લેટ પર ટ્રિગરના દરેક અમલીકરણનું સ્ટેટસ બતાવે છે. કોઈ સમસ્યા હોય તો આ ફીડમાં તેનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે.

IFTTT તરફથી સમસ્યાનું નિવારણ કરવા માટેની ટિપ વિશે વધુ માહિતી મેળવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8423476024164104708
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false