નિર્માતાની જવાબદારી

નિર્માતાઓ YouTubeનું દિલ છે. નિર્માતા હોવાનો અર્થ એ છે કે તમે વિશ્વના વિશાળ અને પ્રભાવશાળી સમુદાયના સભ્ય છો. તમે આવા ખાસ અને પ્રતિભાશાળી ગ્રૂપને જાળવી રાખવામાં અને તેમને સુરક્ષિત રાખવામાં અમારી સહાય કરી શકો છો.

નિર્માતાની જવાબદારી અંગે YouTubeની પહેલ

YouTube પર નિર્માતા તરીકે, તમે અમારી આ પૉલિસીઓ અનુસરવા માટે સંમત થાઓ છો:

YouTubeને સુરક્ષિત રાખવાની આપણી સંયુક્ત જવાબદારીમાં તમે આ દિશાનિર્દેશો અને તેમનો રોલ સમજો એ ઘણું મહત્ત્વનું છે. આ દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરવાથી તમારા વીડિયો ડિલીટ કરવામાં આવી શકે છે, તમારી ચૅનલને સ્ટ્રાઇક મળી શકે છે અથવા ગંભીર કે વારંવાર થતા ઉલ્લંઘનોના કિસ્સામાં તમારી ચૅનલ પર પ્રતિબંધ મૂકી શકાય છે અથવા તો તેને બંધ પણ કરી શકાય છે.

તમારા કન્ટેન્ટમાંથી નાણાં કમાવવા

કન્ટેન્ટમાંથી કમાણી કરવા માગતા નિર્માતાઓએ બીજા ઘણા દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂરી છે:

આ દિશાનિર્દેશોનો આદર કરવાથી, દરેક જણની આવક પર અસર કરી શકે એવા સંભવિત રીતે અયોગ્ય કન્ટેન્ટ ધરાવતા વીડિયોને કમાણી કરવાથી રોકવામાં તમે અમારી સહાય કરી શકો છો.

જો તમે આ દિશાનિર્દેશોનું પાલન ન કરો, તો તેને કારણે તમને દંડ ભોગવવો પડી શકે છે, જેમ કે તમારા કન્ટેન્ટ પરથી જાહેરાતો બંધ કરી નાખવામાં આવી શકે છે અથવા YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી તમારી ચૅનલને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે.

અમારી કમાણી કરવાની પ્રક્રિયા સંબંધિત પૉલિસીઓ વિશે વધુ જાણો.

YouTubeના સમુદાયને સુરક્ષિત રાખવો

YouTubeના નિર્માતા તરીકે, તમારે આ પ્લૅટફૉર્મ પર અને તેની બહાર બંને બાજુ જવાબદારીપૂર્વક વર્તન કરવું જરૂરી છે. જો અમને એવું જોવા મળે કે કોઈ નિર્માતાનું વર્તન પ્લૅટફૉર્મ પર અને/અથવા તેની બહાર અમારા વપરાશકર્તાઓ, સમુદાય, કર્મચારીઓ કે ઇકોસિસ્ટમને હાનિ પહોંચાડી રહ્યું છે, તો સમુદાયની સુરક્ષા માટે અમે તેમની સામે પગલું લઈ શકીએ છીએ.

YouTube પર તમે કન્ટેન્ટ અપલોડ કરો તે સિવાય, પ્લૅટફૉર્મ પર અને/અથવા તેની બહાર કરવામાં આવતા વર્તનના કેટલાક ઉદાહરણો અહીં આપવામાં આવ્યા છે, જેને અમે અયોગ્ય માની શકીએ છીએ અને તેના પરિણામ તરીકે દંડ થઈ શકે છે:

  • એવું દુર્ભાવનાપૂર્ણ વર્તન જે અન્ય લોકોને નુકસાન પહોંચાડવાના હેતુએ કરવામાં આવ્યું હોય.
  • દુરુપયોગ કે હિંસાત્મક ઘટનાઓમાં ભાગ લેવો, ક્રૂરતા બતાવવી કે વાસ્તવિક દુનિયાને નુકસાન પહોંચાડે એવી કપટપૂર્ણ અથવા ભ્રામક વર્તણૂકમાં ભાગ લેવો.

આમ તો આવા પ્રકારની ઘટના ઘણી ઓછી ઘટે છે, પરંતુ તેને કારણે YouTubeના સમુદાયને મોટે પાયે હાનિ પહોંચી શકે છે અને સાથે જ શક્ય છે કે તેને કારણે નિર્માતાઓ, વપરાશકર્તાઓ અને જાહેરાતકર્તાઓનો વિશ્વાસ ઓછો થઈ જાય.

સમુદાયને વ્યાપક નુકસાન પહોંચાડે એવા ગંભીર ઉલ્લંઘનો પર અમલીકરણ માટેના સામાન્ય પગલાં લેવા સિવાય પણ ઘણા પ્રતિબંધો મૂકી શકાય છે. આ પ્રતિબંધોમાં શામેલ છે:

  • YouTube Originals અને YouTube સ્પેસના અનુભવ: YouTube Originals પરના તમારા કન્ટેન્ટને સસ્પેન્ડ કે રદ કરવામાં આવી શકે છે અથવા તો તેને કાઢી નાખવામાં આવી શકે છે અને તમે YouTube પૉપ-અપ સ્પેસ તથા વર્ચ્યુઅલ મીટિંગનો ઍક્સેસ ગુમાવી શકો છો.
  • કમાણી કરવાની પ્રક્રિયા, પાર્ટનર મેનેજમેન્ટ અને પ્રમોશન કરવાની તકો: તમારી ચૅનલ જાહેરાતો બતાવવાની, કમાણી કરવાની ક્ષમતા ગુમાવી શકે છે અને શક્ય છે કે તેને YouTube પાર્ટનર પ્રોગ્રામમાંથી કાઢી નાખવામાં આવે, જેમાં પાર્ટનર મેનેજમેન્ટ અને નિર્માતા માટે સપોર્ટની સુવિધાનો ઍક્સેસ પણ શામેલ છે. Studioના કન્ટેન્ટ મેનેજરનો ઍક્સેસ પણ નીકળી જઈ શકે છે. તમને YouTube Select લાઇનઅપમાંથી પણ કાઢી નાખવામાં આવી શકે છે.

વધારાના સંસાધનો

YouTubeની પૉલિસીઓ વિશે વધુ જાણવા માટે આ સંસાધનોનો ઉપયોગ કરો:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1463955803920935881
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false