કોઈ હૅક થયેલી YouTube ચૅનલ રિકવર કરવા વિશે

નિર્માતા તરીકે, તમે તમારા કન્ટેન્ટ અને ચૅનલમાં ઘણા સમયનું રોકાણ કરો છો. અમે જાણીએ છીએ કે તમારી ચેનલ હૅક કરવામાં આવે, ત્યારે તે પરિસ્થિતિ તણાવપૂર્ણ અને મુશ્કેલ હોઈ શકે છે. સદનસીબે, તમારી ચૅનલ રિકવર કરવા માટે તમે લઈ શકો એવા કેટલાક પગલાં છે.

પગલું લેતા પહેલાં, તમારી ચૅનલ હૅક થઈ હોવાની સંભાવનાના સંકેતો માટે બે વાર ચેક કરવું મહત્ત્વપૂર્ણ છે.

દરેક YouTube ચૅનલ ઓછામાં ઓછા એક Google એકાઉન્ટ સાથે સંકળાયેલી હોય છે. જ્યારે કોઈ YouTube ચૅનલ હૅક થાય છે, ત્યારે તેનો અર્થ એ છે કે ચૅનલ સાથે સંકળાયેલા ઓછામાં ઓછા એક Google એકાઉન્ટમાં પણ ચેડાં કરવામાં આવ્યા છે.

જો નીચે આપેલી બાબતોમાંથી કંઈપણ તમારા ધ્યાનમાં આવે, તો તમારું Google એકાઉન્ટ હૅક કે હાઇજૅક થયું હોય અથવા તેમાં ચેડાં કરવામાં આવ્યા હોય એવું બની શકે છે:

  • તમે ન કરેલા ફેરફારો: તમારો પ્રોફાઇલ ફોટો, વર્ણનો, ઇમેઇલના સેટિંગ, YouTube માટે AdSenseનું જોડાણ અથવા મોકલેલા મેસેજ અલગ છે.
  • અપલોડ કરેલા વીડિયો કે જે તમારા નથી: કોઈએ તમારા Google એકાઉન્ટ તરીકે વીડિયો પોસ્ટ કર્યા છે. તમને આ વીડિયો વિશે દંડ અથવા ખરાબ કન્ટેન્ટ બદલ સ્ટ્રાઇક માટે ઇમેઇલ નોટિફિકેશન મળી શકે છે.

વિવિધ કારણોસર Google એકાઉન્ટ હૅક કે હાઇજૅક થઈ શકે છે અથવા તેમાં ચેડાં થઈ શકે છે. આ કારણોમાં હાનિકારક કન્ટેન્ટ (માલવેર) અને ભ્રામક ઇમેઇલ શામેલ છે, જે એવા પ્રકારની સેવાનું રૂપ ધારણ કરે છે, જેનાથી તમે પરિચિત છો (ફિશિંગ). તમારા એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે, તમારું ઇમેઇલ ઍડ્રેસ અને પાસવર્ડની માહિતી અન્ય લોકો સાથે ક્યારેય શેર કરશો નહીં. તમને વિશ્વાસ ન હોય તેવા સૉર્સમાંથી ક્યારેય ફાઇલો અથવા સૉફ્ટવેર ડાઉનલોડ કરશો નહીં.

હૅક થયેલી YouTube ચૅનલ રિકવર કરવા માટે, પહેલા YouTube ચૅનલ સાથે સંકળાયેલું Google એકાઉન્ટ જે હૅક થયું છે, તેને રિકવર કરવું જરૂરી છે.

તમારી YouTube ચૅનલ રિકવર કરવા માટે 3 પગલાં છે:

1. YouTube ચૅનલ સાથે સંકળાયેલું Google એકાઉન્ટ જે હૅક થયું છે, તેને રિકવર અને સુરક્ષિત કરો
2. સમુદાયના દિશાનિર્દેશો અથવા કૉપિરાઇટ સ્ટ્રાઇક જેવા પૉલિસી સંબંધિત પરિણામોને ટાળવા માટે, YouTube ચૅનલ પર તરત જ અનિચ્છનીય ફેરફારોને પાછા ફેરવો
3. ચૅનલ સાથે સંકળાયેલા તમામ વપરાશકર્તાઓ સાથે મળી સુરક્ષા સંબંધિત શ્રેષ્ઠ કાર્યપદ્ધતિઓનો ઉપયોગ કરીને, તમારા Google એકાઉન્ટના અનધિકૃત ઍક્સેસનું જોખમ ઘટાડો

તમારું Google એકાઉન્ટ રિકવર કરવું

તમે હજી પણ તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકો છો

તમારો પાસવર્ડ અપડેટ કરવો અને તમારું Google એકાઉન્ટ સુરક્ષિત કરવું મહત્ત્વપૂર્ણ છે. પછી, આગલા પગલાં પર જાઓ.

તમે તમારા Google એકાઉન્ટમાં સાઇન ઇન કરી શકતા નથી

તમારું Google એકાઉન્ટ પાછું મેળવવામાં સહાય માટે:

  1. Follow the steps to recover your Google Account or Gmail.
  2. Reset your password when prompted. Choose a strong password that you haven't already used with this account. Learn how to create a strong password.

તમારી ચૅનલના મેનેજર/માલિકોને તેમના Google એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે, સમાન પગલાં અનુસરવા કહો.

તમારી ચૅનલને હૅક થયા પહેલાંની તેની સ્થિતિમાં પાછી લાવવી

તમારી ચૅનલને હૅક થયા પહેલાંની સ્થિતિમાં પાછી લાવવામાં સહાય માટે:

  1. ચૅનલનું નામ અથવા હૅન્ડલ ક્લિન કરો
  2. ચૅનલનું બૅનર અથવા લોગો બદલો
  3. વીડિયો પ્રાઇવસી સેટિંગ અપડેટ કરો
  4. ચૅનલના કોઈપણ અજાણ્યા વપરાશકર્તાને અથવા બ્રાંડ એકાઉન્ટના કોઈપણ અજાણ્યા વપરાશકર્તાને કાઢી નાખો
  5. કૉપિરાઇટ સ્ટ્રાઇકનું નિરાકરણ કરો

અનધિકૃત ઍક્સેસનું જોખમ ઘટાડવું

એકવાર તમે ઉપરના પગલાં પૂર્ણ કરી લો, તે પછી ચૅનલ સાથે સંકળાયેલા તમારા Google એકાઉન્ટને સુરક્ષિત રાખવું મહત્ત્વપૂર્ણ છે:

  1. વધારેલી સુરક્ષા સાથે બ્રાઉઝિંગ ચાલુ કરો
  2. તમારા એકાઉન્ટમાં સુરક્ષાનું અન્ય લેયર ઉમેરવા માટે, 2-પગલાંમાં ચકાસણી ચાલુ કરો
  3. રિકવરી ફોન નંબર અથવા ઇમેઇલ ઍડ્રેસનું સેટઅપ કરો
  4. Google Accountની સુરક્ષા તપાસનો રિવ્યૂ કરો
  5. ફિશિંગ જેવા જોખમો સામે રક્ષણ મેળવવા માટે, પાસકીનું સેટઅપ કરો
  6. વિગતવાર સુરક્ષા પ્રોગ્રામનો વિકલ્પ પસંદ કરો

If your channel was terminated after your Google Account was hacked

Once you recover your Google Account, you can find an email with more details about how to appeal channel termination in your inbox. Once you've recovered your hacked Google Account, you can appeal with this form. Your appeal may not be accepted if the account recovery is incomplete.

Get in touch with the Creator Support team

If your channel is eligible (for example, if you’re in the YouTube Partner Program), once you recover your Google Account, you can get in touch with the YouTube Creator Support team for help.

Learn how to get in touch with the Creator Support team.

સામાન્ય પ્રશ્નો

મેં મારી ચૅનલ રિકવર કરી છે, પણ મને કેવી રીતે ખબર પડશે કે હૅકરને બહાર કાઢવામાં આવ્યા છે કે નહીં?

હાઇજૅકરને કાઢી નાખવામાં આવ્યા છે એ નક્કી કરવું અમારા માટે હંમેશાં શક્ય હોતું નથી. અમે સુઝાવ આપીએ છીએ કે તમે તમારી YouTube ચૅનલનો રિવ્યૂ કરો અને ભવિષ્યમાં હૅકિંગ રોકવા માટે ખાતરી કરો કે તમારું Google એકાઉન્ટ સુરક્ષિત છે.  

જો YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરતા વીડિયો હૅકર દ્વારા અપલોડ કરવામાં આવ્યા હોય, તો શું મને મુશ્કેલી નડશે? શું મારી ચૅનલ સમાપ્ત કરવામાં આવે એવું બની શકે?

ખાતરી કરો કે તમે અપલોડ ન કરેલો કોઈપણ વીડિયો તમે તરત જ ડિલીટ કરો છો, કારણ કે YouTube પરનું તમામ કન્ટેન્ટ અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરે તે આવશ્યક છે. જો હૅક થયા પછી તમારી ચૅનલ સમાપ્ત કરવામાં આવી હોય, તો તમારું Google એકાઉન્ટ રિકવર કરવા માટે તમે અહીં અપીલ કરી શકો છો. જો એકાઉન્ટની રિકવરી અધૂરી હોય, તો તમારી અપીલ સ્વીકારવામાં ન આવે તેવું બની શકે છે. જો તમને વધુ પ્રશ્નો હોય, તો કૃપા કરીને નિર્માતા સપોર્ટ ટીમનો સંપર્ક કરો.

મારી ચૅનલને મેનેજ કરતા લોકોમાંથી એક વ્યક્તિનું એકાઉન્ટ હૅક થયું હતું. ભવિષ્યમાં હાઇજૅકિંગ રોકવા માટે હું શું કરી શકું?

YouTube પર ચૅનલ માટે એકથી વધુ મેનેજર હોવા સામાન્ય બાબત છે. તમે આ પગલાં વડે તમારી ચૅનલની સલામતી અને સુરક્ષાને બહેતર બનાવી શકો છો: 

  • ખાતરી કરો કે તમે અને તમારી ટીમના લોકોએ તમારા એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે પગલાં લીધાં છે. 
  • માત્ર અધિકૃત એકાઉન્ટ પાસે જ તમારી ચૅનલને મેનેજ કરવાનો ઍક્સેસ છે અને તે પણ માત્ર તમારી પસંદના પરવાનગીના લેવલ પર, તેની ખાતરી કરવા માટે ચૅનલની પરવાનગીઓ ટૂલ અને બ્રાંડ એકાઉન્ટ ટૂલનો ઉપયોગ કરો. પાસવર્ડ અથવા સાઇન-ઇન માહિતી અન્ય કોઈ વ્યક્તિ સાથે શેર કરશો નહીં. તમારી ચૅનલનો એકમાત્ર ઍક્સેસ 'ચૅનલની પરવાનગીઓ' સુવિધા વડે અધિકૃત કરેલા એકાઉન્ટ મારફતે જ મળવો જોઈએ.
  • ડેટા ઉલ્લંઘનોને રોકવામાં સહાય કરવા માટે, તમે અન્ય એકાઉન્ટ માટે જે ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો છો, તેનાથી અલગ ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ તમારી YouTube ચૅનલ માટે કરો. જો તમે તમામ પ્લૅટફૉર્મ પર સમાન ઇમેઇલ ઍડ્રેસનો ઉપયોગ કરો અને કોઈ વ્યક્તિને તેનો ઍક્સેસ મળી જાય, તો તેઓ તમારા YouTube અને અન્ય એકાઉન્ટનું નિયંત્રણ એકસાથે પોતાના હાથમાં લઈ શકે છે.

 

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
1488383944861655259
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false