YouTube પર કૉન્સર્ટની ટિકિટ

જો તમે YouTube પર મ્યુઝિક કલાકાર હો, તો તમે YouTube પર તમારું આગામી કૉન્સર્ટ પ્રદર્શિત કરવાની યોગ્યતા મેળવી શકશો.

યોગ્યતા ધરાવતી કલાકારોની ચૅનલ પર ટિકિટ શેલ્ફ ઑટોમૅટિક રીતે ચાલુ કરવામાં આવે છે. એકવાર ચાલુ કરવામાં આવે, પછી YouTubeની તમારી ચૅનલ પરથી આધિકારિક મ્યુઝિક કન્ટેન્ટ જોનારા દર્શકો વીડિયો પેજ પર ઉપલબ્ધ ઇવેન્ટ તારીખો માટે ટિકિટની લિંક મેળવી શકશે. ભૌગોલિક રીતે તમારી સૌથી નજીક હોય એવી ઇવેન્ટ અને અન્ય ઇવેન્ટની તારીખો અમે બતાવીશું.

ટિકિટના વેચાણની સુવિધા મોબાઇલના બ્રાઉઝરમાંથી અથવા લિવિંગ રૂમના ડિવાઇસમાંથી જોનારા ચાહકોને બતાવવામાં આવતી નથી. ડેસ્કટૉપ પર, ટિકિટના વેચાણ માટેનું શેલ્ફ સીધું વીડિયો પ્લેયરની નીચે દેખાશે. YouTubeની મુખ્ય મોબાઇલ ઍપ પર, ટિકિટના વેચાણની સુવિધા મોબાઇલમાં જોવામાં આવતા ફીડમાં દેખાશે. વેચાઈ ગયેલી ઇવેન્ટ શેલ્ફ પર બતાવવામાં આવશે નહીં.

ચૅનલની યોગ્યતા 

ટિકિટના વેચાણની સુવિધાઓ માટે યોગ્યતા મેળવવા માટે, તમારે આમ કરવું આવશ્યક છે:

  • YouTube આધિકારિક કલાકાર ચૅનલ મેળવવી
  • કોઈપણ સપોર્ટ કરતા ટિકિટ વિક્રેતાઓ (નીચે સૂચિબદ્ધ) પાસેથી આકર્ષણ ID મેળવવું
  • કોઈપણ સપોર્ટ કરતા દેશમાં આગામી કૉન્સર્ટનું આયોજન થનારું હોય, ત્યાં તમારા વીડિયોના દર્શકો ટિકિટના વેચાણ માટેનું શેલ્ફ (નીચે સૂચિબદ્ધ) જોઈ શકે છે
નોંધ: બાળકો માટે યોગ્ય ચૅનલ ટિકિટના વેચાણની સુવિધાઓ માટે યોગ્યતા ધરાવતી નથી.

સપોર્ટ કરતા ટિકિટ વિક્રેતાઓ

  • AXS
  • Eventbrite
  • SeeTickets
  • Ticketmaster
  • DICE

સપોર્ટ કરતા ટિકિટ વિક્રેતાઓ (Google નહીં) ટિકિટ વેચાણના તમામ પરિબળો માટે જવાબદાર છે, જેમાં ઑર્ડર પૂર્તિ, રિફંડ, ગ્રાહક સેવા, ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ચુકવણી શામેલ છે પણ આટલા પૂરતું જ મર્યાદિત નથી.

અમે ભવિષ્યમાં કદાચ ટિકિટના વેચાણ સંબંધિત નવા પાર્ટનર ઉમેરી શકીએ છીએ, તેથી અપડેટ માટે ફરીથી ચેક કરજો. 

સપોર્ટ કરતા દેશો

નીચે જણાવેલા દેશો/પ્રદેશોમાં સ્થિત દર્શકો ટિકિટના વેચાણ સંબંધિત સુવિધાઓ જોઈ શકશે:

  • ઑસ્ટ્રેલિયા
  • કેનેડા
  • આયર્લૅન્ડ
  • ન્યૂઝીલૅન્ડ
  • યુનાઇટેડ કિંગડમ
  • યુનાઇટેડ સ્ટેટ્સ

ટિકિટના વેચાણ સંબંધિત સુવિધાઓ પસંદ કરવી અથવા નકારવી

યોગ્યતા ધરાવતી બધી કલાકાર ચૅનલ માટે ટિકિટના વેચાણ સંબંધિત સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. જો તમને લાગે કે તમે યોગ્યતા ધરાવો છો, તો તમારા YouTube પાર્ટનર મેનેજરનો સંપર્ક કરો અથવા પ્રતિસાદ મોકલો.

તમારી કલાકાર ચૅનલ પર ટિકિટના વેચાણ સંબંધિત સુવિધાઓ બંધ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડાબી બાજુએ આપેલા મેનૂમાં, કૉન્સર્ટ પર ક્લિક કરો.
  3. “YouTube મારફતે ટિકિટનું વેચાણ કરો"ની બાજુના પર ટિકિટના વેચાણ સંબંધિત ટૉગલનો વિકલ્પ બંધ કરો. 

તમારી ચૅનલમાં ટિકિટના વેચાણ સંબંધિત સુવિધાઓ ફરીથી ઉમેરવા માટે, પર ટિકિટના વેચાણ સંબંધિત વિકલ્પ ટૉગલ કરો. 

ટિકિટના વેચાણ સંબંધિત પૉલિસીઓ

ટિકિટનાં વેચાણની સુવિધાઓનો તમારો ઉપયોગ YouTube સેવાની શરતો, તેમજ YouTube સમુદાયના દિશાનિર્દેશો અનુસાર હોવો જોઈએ.

આ શરતો અને પૉલિસીઓનાં ઉલ્લંઘનો ટિકિટનાં વેચાણની સુવિધાઓના તમારા ઉપયોગનાં સસ્પેન્શન અથવા સમાપ્તિનું અથવા તે પૉલિસીઓ અનુસાર, એકાઉન્ટની સમાપ્તિનું કારણ બની શકે છે. 

જો તમે ઉપર આપેલી કોઈ શરત સાથે સંમત ન થાઓ, તો કૃપા કરીને ટિકિટનાં વેચાણની સુવિધાઓનો ઉપયોગ કરશો નહીં. તમે ટિકિટનાં વેચાણની સુવિધાઓને ગમે ત્યારે બંધ પણ કરી શકો છો.

ડેટા શેરિંગ અને ઇવેન્ટના મેટ્રિક

સપોર્ટ કરતા ટિકિટ વિક્રેતાઓ તેમના વિશ્લેષણો માટે YouTubeની ટિકિટના વેચાણની સુવિધાઓથી આવતા ટ્રાફિકથી સંબંધિત ડેટા પ્રાપ્ત કરે છે.

YouTube Studioમાં ટિકિટના વેચાણ અને આવકનો ડેટા હવે ઉપલબ્ધ નથી. આ ડેટા મેળવવા માટે, કૃપા કરીને સીધા તમારા ટિકિટના પ્રદાતાઓનો સંપર્ક કરો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18303868417205026266
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false