YouTube ચૅનલની મેમ્બરશિપના લાભ

મેમ્બરશિપ ચાલુ કરેલી ચૅનલ માત્ર-સભ્યો માટેના લાભ બનાવી શકે છે. માત્ર-સભ્યો માટેના લાભ તમારા માત્ર સક્રિય સશુલ્ક સભ્યો માટે ઉપલબ્ધ હોય છે. લાભમાં કસ્ટમ ઇમોજી, બૅજ અને તમે ઑફર કરતા હો તે અન્ય લાભના ઍક્સેસનો સમાવેશ થાય છે.

નોંધ: તમે ઑફર કરો તે બધા લાભ અમારી ચૅનલની મેમ્બરશિપ પૉલિસીઓનું પાલન કરે તે જરૂરી છે.

ચૅનલની મેમ્બરશિપ

ચૅનલની મેમ્બરશિપના લેવલ

તમે મલ્ટિપલ મેમ્બરશિપ લેવલની ઑફર કરી શકો છો જેમાં દરેકમાં અલગ કિંમત હોય. યાદ રાખો કે જો તમે મલ્ટિપલ લેવલ ધરાવતા હો, તો તેમના લાભ એકબીજાના આધારે રચાય છે. આનો અર્થ છે કે મહત્તમ-કિંમતના લેવલને નિમ્નતમ-કિંમતના લેવલ પર મળતા લાભનો ઍક્સેસ હોય છે.

જે દેશોમાં ઉપલબ્ધ હોય તેમાં લેવલ માટે કિંમતોની પૂરી વિગતો જુઓ.

લેવલ ઉમેરો

તમે વિવિધ કિંમતે વધુમાં વધુ 6 લેવલ ઉમેરી શકો છો. દરેક લેવલમાં 1થી 5 વચ્ચેના લાભ હોવા જરૂરી છે.

મેમ્બરશિપ લેવલ ઉમેરો

  1. મેમ્બરશિપ ધરાવતી તમારી ચૅનલનો ઉપયોગ કરીને studio.youtube.com પર જાઓ.
  2. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો પસંદ કરો.
  3. મુખ્ય ડૅશબોર્ડ પર મેમ્બરશિપ પર ક્લિક કરો.
  4. "પગલું 1: લેવલ અને લાભ ઉમેરો" જણાવતા બૉક્સમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. સ્ક્રીન પરની સૂચનાઓને અનુસરો. એકવાર પૂરું થયા પછી, પબ્લિશ કરો પર ક્લિક કરો.

લાઇવ થતા પહેલાં તમારા લેવલ અને લાભને રિવ્યૂ કરવામાં આવે તે જરૂરી છે. આ પ્રક્રિયામાં લગભગ એક દિવસ લાગે છે.

લેવલની બૅજ અને ઇમોજી સાથે કાર્ય કરવાની રીત

લૉયલ્ટિ બૅજ અને કસ્ટમ ઇમોજી પર લેવલની અસર થતી નથી. બધા સભ્યોને લૉયલ્ટિના આધારે એકસમાન બૅજ મળે છે અને બધા લેવલના સભ્યોને બધા ઇમોજી માટે એકસમાન ઍક્સેસ મળે છે.

લેવલ કાઢી નાખો

જો તમે લેવલ કાઢી નાખશો, તો તમે તે લેવલ પરના બધા સભ્યોને ડિલીટ કરી દેશો. કાઢી નખાયેલા લેવલ પરના બધા સભ્યો લાભનો ઍક્સેસ તાત્કાલિક ગુમાવશે અને તેમને તેમના છેલ્લા મહિનાની ચુકવણીનું રિફંડ આપવામાં આવશે.

લેવલ કાઢી નાખો

  1. મેમ્બરશિપ ધરાવતી તમારી ચૅનલનો ઉપયોગ કરીને studio.youtube.com પર જાઓ.
  2. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો પસંદ કરો.
  3. મુખ્ય ડૅશબોર્ડ પર મેમ્બરશિપ પર ક્લિક કરો.
  4. "પગલું 1: લેવલ અને લાભ ઉમેરો" જણાવતા બૉક્સમાં ફેરફાર કરો પર ક્લિક કરો.
  5. તમારે કાઢી નાખવું હોય તે લેવલ પર ક્લિક કરો અને પછી ડિલીટ કરો આઇકન  પર ક્લિક કરો.
  6. સ્ક્રીન પરની બાકીની સૂચનાઓને અનુસરો. એકવાર પૂરું થયા પછી, પબ્લિશ કરો પર ક્લિક કરો.

ચૅનલની મેમ્બરશિપના લાભ

એ આવશ્યક છે કે તમે તમારા સભ્યોને ઑફર કરવાના હો તેવો ઓછામાં ઓછો એક લાભ (અને વધુમાં વધુ પાંચ લાભ) બનાવો અને પબ્લિશ કરો. તમારા લાભ અમારી પૉલિસીઓ અને શરતોનું પાલન કરે તે જરૂરી છે અને તમારે તમે ઑફર કર્યા હોય તે નિર્માતાના બધા લાભ ડિલિવર કરવા જરૂરી છે. YouTube તમારા નિર્માતા માટેના લાભ માટે જવાબદારી લેતું નથી અને તમારે કાળજીપૂર્વક નિર્ણય લેવો જરૂરી છે કે તમે તમારા સભ્યોને જેની ઑફર કરી હોય તે પ્રમાણે સંતોષ થાય તેવું આપી શકશો કે નહીં.

માત્ર-સભ્યો માટેની સમુદાય પોસ્ટ
તમે માત્ર તમારા સભ્યો સાથે કન્ટેન્ટ શેર કરવા માટે સમુદાય ટૅબનો ઉપયોગ કરી શકો છો. જો તમે તમારી ચૅનલ પર લેવલ ધરાવતા હો, તો તમે અમુક ચોક્કસ લેવલના સભ્યો સાથે સમુદાય પોસ્ટ શેર પણ કરી શકો છો.
માત્ર-સભ્યો માટેની સમુદાય પોસ્ટ બનાવવા માટે આ પગલાં અનુસરો:
  1. તમારા પ્રોફાઇલ ફોટો  પર ક્લિક કરો અને તમારી ચૅનલ પસંદ કરો.
  2. સમુદાય ટૅબ પર ક્લિક કરો.
  3. ડ્રૉપડાઉન મેનૂમાં પસંદ કરો કે પોસ્ટને સાર્વજનિક બનાવવી કે માત્ર-સભ્યો માટે રાખવી. સાર્વજનિક એ ડિફૉલ્ટ સેટિંગ છે.
  4. ટેક્સ્ટ ફીલ્ડમાં તમારી પોસ્ટ દાખલ કરો.
  5. પોસ્ટ કરો પર ક્લિક કરો.
માત્ર-સભ્યો માટેનો વીડિયો
તમે એવો વીડિયો સેટ કરી શકો છો જે તમારા માત્ર સક્રિય સભ્યો જ જોઈ શકે. કોઈપણ વ્યક્તિને માત્ર સભ્યો માટેનો વીડિયો મળી શકે, પરંતુ માત્ર યોગ્ય લેવલના ચૅનલના સભ્યો તે જોઈ શકે છે. તમે કમ્પ્યુટર કે મોબાઇલ ડિવાઇસ પર માત્ર-સભ્યો માટે હાલનો વીડિયો સેટ કરી શકો છો અથવા નવો વીડિયો અપલોડ કરી શકો છો.
માત્ર-સભ્યો માટેના વીડિયોમાં સંપૂર્ણ રીતે ઑરિજિનલ કન્ટેન્ટ હોવું જરૂરી છે. મ્યુઝિક પાર્ટનરના દાવાવાળા વીડિયો સહિત કૉપિરાઇટના દાવાવાળા વીડિયો રજૂ ન કરો.

નવા અપલોડને માત્ર-સભ્યો માટે તરીકે સેટ કરો

  1. વીડિયો અપલોડ કરો.
  2. દૃશ્યતા માટે, માત્ર સભ્યો માટે પસંદ કરો.
    • જો તમે એક કરતાં વધારે લેવલ ધરાવતા હો, તો જે લેવલના સભ્યો તમારો વીડિયો જોઈ શકે તે પસંદ કરો.
  3. અપલોડ કરવાની બાકીની પ્રક્રિયા પૂર્ણ કરો.

હાલના વીડિયોને માત્ર-સભ્યો માટે તરીકે સેટ કરો

  1. કમ્પ્યૂટરનો ઉપયોગ કરીને YouTube Studio પર જાઓ અથવા તમારા મોબાઇલ ડિવાઇસમાં YouTube Studio ઍપ ખોલો.
  2. કન્ટેન્ટ પસંદ કરો.
  3. તમારે માત્ર તમારા સભ્યો સાથે શેર કરવો હોય તે વીડિયો શોધો.
  4. પસંદ કરો ફેરફાર કરો અને પછી દૃશ્યતા અને પછી પસંદ કરો માત્ર સભ્યો માટે અને પછી પસંદ કરો સાચવો.
    • જો તમે એક કરતાં વધારે લેવલ ધરાવતા હો, તો જે લેવલના સભ્યો તમારો વીડિયો જોઈ શકે તે પસંદ કરો.

તમારા માત્ર સભ્યો માટેના વીડિયોનો પ્રચાર કરો

તમારા સભ્યો મેમ્બરશિપ, કન્ટેન્ટ અને સમુદાય ટૅબ પર માત્ર-સભ્યો માટેના વીડિયો શોધી શકશે. આ વીડિયો સભ્યોના હોમ અને સબ્સ્ક્રિપ્શન ફીડમાં પણ બતાવવામાં આવી શકે છે.

જે દર્શકોને તમારા કન્ટેન્ટનો સુઝાવ તો આપવામાં આવ્યો હોય, પરંતુ તેઓ તમારી ચૅનલના સભ્યો ન હોય તો પણ તેમના હોમ ફીડ પર માત્ર સભ્યો માટેના વીડિયો બતાવવામાં આવી શકે છે. સભ્યો ન હોય એવા દર્શકોને માત્ર-સભ્યો માટેના વીડિયો બતાવવાથી, તેમને ચૅનલની મેમ્બરશિપના એવા પ્રોગ્રામ શોધવામાં સહાય મળી શકે છે જેના માટે સાઇન અપ કરવામાં તેમને રુચિ હોઈ શકે છે. સભ્યો ન હોય એવા દર્શકોને વીડિયોની થંબનેલ અને શીર્ષક દેખાઈ શકે છે, પરંતુ તેઓ જ્યાં સુધી સાઇન અપ ન કરી લે ત્યાં સુધી માત્ર સભ્યો માટેના વીડિયો જોઈ શકતા નથી.

વીડિયો ઉપલબ્ધ છે એ વિશે તમારા બધા દર્શકોને જાણ કરવા માટે, તમે સાર્વજનિક રીતે અહીં URL શેર કરી શકો છો:

  • કાર્ડ
  • સાર્વજનિક સમુદાય
  • પ્લેલિસ્ટ

સશુલ્ક સભ્યો માટેના વીડિયો એવા દર્શકો તાત્કાલિક જોઈ શકે છે, જેમણે એ વીડિયો જોવા માટેના લેવલની મેમ્બરશિપ લીધી હોય. સભ્યો ન હોય એવા દર્શકોને નોંધ બતાવવામાં આવશે, જે તેમને જણાવશે કે વીડિયો માત્ર સભ્યો માટે જ ઉપલબ્ધ છે અને સાથે જ તેમને સભ્ય બનવાની રીતો જણાવશે

માત્ર-સભ્યો માટે વહેલો ઍક્સેસ

તમે અપલોડ કરો તે કન્ટેન્ટને પહેલા માત્ર-સભ્યો માટે સેટ કરી શકાય છે, જે સભ્યોને તમારું કન્ટેન્ટ સાર્વજનિક થાય તે પહેલાં તેને જોવાની અને તેમાં શામેલ થવાની મંજૂરી આપે છે. જ્યારે કન્ટેન્ટને "માત્ર-સભ્યો માટેના કન્ટેન્ટથી સાર્વજનિક બનાવો" તરીકે અપલોડ કરવામાં આવે ત્યારે તમારા સભ્યોને એ બાબતે સૂચિત કરવામાં આવશે. જ્યારે વીડિયોનું સ્ટેટસ બદલીને સાર્વજનિક તરીકે સેટ કરવામાં આવે ત્યારે તમારા બધા સબ્સ્ક્રાઇબરને સૂચિત કરવામાં આવશે. એકંદરે અમે નોંધ્યું છે કે જ્યારે નિર્માતાઓએ સૌથી પહેલા સભ્યોને વીડિયોનો ઍક્સેસ આપ્યો હતો, ત્યારે એ વીડિયોનું પર્ફોર્મન્સ બાકીના વીડિયો જેવું જ રહ્યું હતું અને સાર્વજનિક થયા પછી તેના પર કોઈ નકારાત્મક અસર થઈ ન હતી. (એ ચૅનલ પર જેના દ્વારા જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2023ની વચ્ચે ઓછામાં ઓછો એક વહેલો-ઍક્સેસ વીડિયો અને એક માત્ર-સાર્વજનિક વીડિયો પબ્લિશ કરવામાં આવ્યો.)

નવા અપલોડને માત્ર-સભ્યો માટે તરીકે સેટ કરો

  1. વીડિયો અપલોડ કરો.
  2. દૃશ્યતા માટે માત્ર-સભ્યો માટેથી સાર્વજનિક પસંદ કરો.
    • જો તમે એક કરતાં વધારે લેવલ ધરાવતા હો, તો તમારો વીડિયો જે લેવલ માટે જોઈ શકાય તેમ તમે ઇચ્છતા હો તે પસંદ કરો.

જે તારીખ અને સમયે વીડિયો બદલાઈને સાર્વજનિક થવો જોઈએ તે પસંદ કરો.

તમારા માત્ર-સભ્યો માટેના વીડિયોનો પ્રચાર કરો

માત્ર-સભ્યો માટેના વીડિયો સભ્યોના હોમ અને સબ્સ્ક્રિપ્શન ફીડમાં પણ બતાવવામાં આવી શકે છે. સભ્યોને તમારા વીડિયો તમારી ચૅનલના પેજના કન્ટેન્ટ અને સમુદાય ટૅબ પર પણ મળી શકે છે. વીડિયો ઉપલબ્ધ છે એ વિશે તમારા બધા દર્શકોને જાણ કરવા માટે, તમે સાર્વજનિક રીતે અહીં URL શેર કરી શકો છો:

  • કાર્ડ
  • સાર્વજનિક સમુદાય
  • પ્લેલિસ્ટ

તમારા સભ્યો તેમના યોગ્ય લેવલ પર માત્ર-સભ્યો માટેનો વીડિયો તાત્કાલિક જોઈ શકે છે. સભ્યો ન હોય તે સૌને નોંધ દેખાશે જે જણાવશે કે આ માત્ર સભ્યો માટે ઉપલબ્ધ છે અને સભ્ય બનવાની રીત જણાવશે.

માત્ર-સભ્યો માટે લાઇવ સ્ટ્રીમ

તમે માત્ર તમારા સભ્યો સાથે લાઇવ સ્ટ્રીમ શેર કરી શકો છો.

કમ્પ્યૂટર પરથી:

  1. કમ્પ્યૂટર પરથી, YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. બનાવો પર ક્લિક કરો.
  3. લાઇવ જાઓ  પર ક્લિક કરો.
  4. લાઇવ સ્ટ્રીમ બનાવવા માટેના પગલાં અનુસરો.
  5. દૃશ્યતાના સેટિંગમાં જઈને, તમારું લાઇવ સ્ટ્રીમ કયા સશુલ્ક સભ્યો જોઈ શકે તે પસંદ કરો:
    1. 'બધા સશુલ્ક સભ્યો'વાળો વિકલ્પ, કોઈપણ સશુલ્ક સભ્યને લાઇવ સ્ટ્રીમ જોવાની મંજૂરી આપે છે
    2. અમુક ચોક્કસ મેમ્બરશિપ લેવલ પસંદ કરવાથી, આ વિકલ્પ સશુલ્ક સભ્યોને પસંદ કરવામાં આવેલા લેવલ (અને તેની ઉપરના લેવલ)નું લાઇવ સ્ટ્રીમ જોવાની મંજૂરી આપે છે.
  6. લાઇવ સ્ટ્રીમ સાથે લિંક થતી માત્ર-સભ્યો માટેની સમુદાય પોસ્ટ બનાવવા માટે, પ્રૉમ્પ્ટને ફૉલો કરો. જો તમારા સભ્યોએ તેમના નોટિફિકેશન ચાલુ રાખ્યા હોય, તો જ્યારે તમે માત્ર-સભ્યો માટે નવું લાઇવ સ્ટ્રીમ બનાવો ત્યારે તેમને જણાવવામાં આવે છે.

મોબાઇલ ડિવાઇસ પરથી:

  1. તમારા મોબાઇલ ડિવાઇસ પર, YouTube ઍપ ખોલો.
  2. સૌથી નીચેની બાજુએ, બનાવો અને પછી લાઇવ જાઓ પર ટૅપ કરો.
  3. વધુ વિકલ્પો અને પછી વધુ બતાવો પર ટૅપ કરો.
  4. દૃશ્યતાના સેટિંગમાં જઈને, માત્ર-સભ્યો માટે પસંદ કરો અને પછી તમારું લાઇવ સ્ટ્રીમ કયા સશુલ્ક સભ્યો જોઈ શકે તે પસંદ કરો:
    • 'બધા સશુલ્ક સભ્યો'વાળો વિકલ્પ, કોઈપણ સશુલ્ક સભ્યને લાઇવ સ્ટ્રીમ જોવાની મંજૂરી આપે છે
    • અમુક ચોક્કસ મેમ્બરશિપ લેવલ પસંદ કરવાથી, આ વિકલ્પ સશુલ્ક સભ્યોને પસંદ કરવામાં આવેલા લેવલ (અને તેની ઉપરના લેવલ)નું લાઇવ સ્ટ્રીમ જોવાની મંજૂરી આપે છે.
  5. આગળ અને પછી લાઇવ જાઓ પર ટૅપ કરો.
માત્ર-સભ્યો માટે લાઇવ ચૅટ
સાર્વજનિક લાઇવ સ્ટ્રીમ દરમિયાન તમે ચૅટને માત્ર-સભ્યો માટે કરી શકો છો. દરેક વ્યક્તિ લાઇવ સ્ટ્રીમ જોઈ શકે છે, પણ માત્ર સભ્યો જ ચૅટ પોસ્ટ કરી શકશે. માત્ર-સભ્યો માટેની લાઇવ ચૅટ ચાલુ કરવા માટે ડેસ્કટૉપ પર આ પગલાંને અનુસરો:
  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ઉપર જમણી બાજુએ, બનાવો  અને પછી લાઇવ જાઓ પર ક્લિક કરો.
  3. ડાબી બાજુથી, સ્ટ્રીમ કરો પર ક્લિક કરો.
  4. સ્ટ્રીમ બનાવો:
    1. અગાઉના સ્ટ્રીમને કૉપિ કરવા માટે: અગાઉના સ્ટ્રીમને પસંદ કરો અને સેટિંગનો ફરીથી ઉપયોગ કરો પર ક્લિક કરો.
    2. નવું સ્ટ્રીમ બનાવવા માટે: તમારા સ્ટ્રીમની માહિતી દાખલ કરો અને સ્ટ્રીમ બનાવો પર ક્લિક કરો.
  5. સૌથી ઉપર સેટિંગ પર ક્લિક કરો.
  6. "લાઇવ ચૅટ" હેઠળ, માત્ર-સભ્યો માટે ચૅટ ચાલુ કરો પસંદ કરો.
  7. સાચવો પર ક્લિક કરો.

સભ્યની મેમ્બરશિપ માટે માઇલસ્ટોન ચૅટ

ચૅનલના સભ્યો તેઓ કેટલા સમયથી સભ્ય છે તે જાણવા માટે અને તેનો આનંદ માણવા માટે દર મહિને લાઇવ ચૅટમાં એક વિશિષ્ટ હાઇલાઇટ કરેલો મેસેજ મોકલી શકે છે. આ સુવિધા એ સભ્યો માટે ઉપલબ્ધ છે જેઓ ઓછામાં ઓછા સતત 2 મહિનાથી સભ્ય છે. લાઇવ સ્ટ્રીમ અથવા પ્રિમિયર દરમિયાન જ મેસેજ મોકલી શકાય છે અને બધા દર્શકો જોઈ શકે છે. 

(આ સુવિધા બંધ કરવા માટે, Studio અને પછી કમાણી કરો અને પછી મેમ્બરશિપ પર ક્લિક કરો અને ‘સભ્યની મેમ્બરશિપ માટે માઇલસ્ટોન ચૅટ’ થી ‘બંધ’ સેટ કરો.)

નોંધ: યોગ્યતા ધરાવતા બધા સભ્યો સભ્યની મેમ્બરશિપ માટે માઇલસ્ટોન ચૅટનો ઉપયોગ કરી શકતા હોવાથી, આ સુવિધા ચાલુ થયા પછી તમે લાઇવ સ્ટ્રીમ કરો ત્યારે શરૂઆતના થોડા સમય માટે ઉચ્ચ વપરાશનું અવલોકન કરી શકો છો. સભ્યની મેમ્બરશિપ માટે માઇલસ્ટોન ચૅટને દરેક સભ્ય મહિને એકવાર રિડીમ કરી શકતા હોવાથી થોડા સમય પછી રેટ ઘટી જશે.

સભ્યોને ઓળખ અપાવવા માટે શેલ્ફ

તમારી ચૅનલના સભ્યોને સાર્વજનિક રીતે ઓળખવા માટે, તમે તમારા ચૅનલના પેજમાં ઉપર આવેલા શેલ્ફમાં તેમના અવતારો દર્શાવી શકો છો. આ શેલ્ફ તમારી ચૅનલના સભ્યોનો આભાર માનવાની અને તમે તમારા સભ્યોની કેટલી પ્રશંસા કરો છો તે અન્ય લોકોને બતાવવાની રીત છે. દર્શાવવામાં આવતા સભ્યોની પસંદગી ક્રમ વિના થાય છે અને વધુ સભ્યો પ્રકાશમાં આવી શકે તે માટે વારંવાર બદલાયા કરે છે. તમારી ચૅનલનું પેજ જોતા સભ્યોને હંમેશાં શેલ્ફ પર તેમનો પોતાનો અવતાર દેખાશે. જો સભ્ય પોતાની મેમ્બરશિપ રદ કરે, તો તેમને શેલ્ફ પર દર્શાવવામાં નહીં આવે.  

નોંધ: જ્યારે તમારી ચૅનલના 8 કે તેથી વધારે સભ્યો હોય, ત્યારે આ સુવિધા ઑટોમૅટિક રીતે ચાલુ થઈ જશે. 
શેલ્ફમાં દેખાવા માટે સભ્યો સક્રિય અને પુનરાવર્તિત હોવા જરૂરી છે.

સભ્યોને ઓળખ અપાવવા માટેનું શેલ્ફ બંધ કરવા માટે:

  1. YouTube Studioમાં સાઇન ઇન કરવા માટે કમ્પ્યૂટરનો ઉપયોગ કરો.
  2.  કમાણી કરો અને પછી મેમ્બરશિપ પર જાઓ.
  3. "સભ્યોને ઓળખ અપાવવા માટે શેલ્ફ" બંધ કરો.

કસ્ટમ ચૅનલના બૅજ

માત્ર-સભ્યો માટેના વિશિષ્ટ બૅજ દ્વારા સભ્યો લાઇવ ચૅટ, કૉમેન્ટ અને સમુદાય ટૅબમાં અલગ તરી આવશે.

કસ્ટમ ચૅનલનના બૅજનો ઓવરવ્યૂ
અલગ-અલગ આઠ પ્રકારના બૅજ છે અને દરેક બૅજ હાઇલાઇટ કરે છે કે દર્શક કેટલા સમયથી તમારી વિશેષ ચૅનલના સભ્ય છે. બૅજના સમયની ગણતરી એ જાણવા માટે થાય છે કે દરેક સભ્યે મેમ્બરશિપ માટે એકંદરે કેટલી ચુકવણી કરી છે. ઉદાહરણ તરીકે, જો સક્રિય સભ્ય તમારી ચૅનલમાં એક વર્ષ અગાઉ જોડાયા, પણ ગત 12માંથી માત્ર 9 મહિના માટે ચુકવણી કરી હોય તો તેમનો બૅજ બતાવશે કે તેઓ છેલ્લા 9 મહિનાથી સભ્ય છે.
એ 8 બૅજ સાથે સંકળાયેલી અવધિ આ પ્રમાણે છે:
  • નવા
  • 1 મહિનો
  • 2 મહિના
  • 6 મહિના
  • 1 વર્ષ
  • 2 વર્ષ
  • 3 વર્ષ
  • 4 વર્ષ

કસ્ટમ ચૅનલના બૅજ અપલોડ કરો

એમાં ડિફૉલ્ટ બૅજ છે, પણ તમારે તમારા બૅજને મેમ્બરશિપ પેજ અને પછી લૉયલ્ટિ બૅજ પર અપલોડ અને કસ્ટમાઇઝ કરવા જોઈએ.
જો તમે દરેક ઉપલબ્ધ સ્લૉટમાં ભિન્ન બૅજ અપલોડ નહીં કરો, તો જે કોઈ ખાલી સ્લૉટ હશે તે તમે અપલોડ કરેલા ઉચ્ચતમ કસ્ટમ બૅજ અથવા (જો તમે ઉચ્ચતર અવધિ માટે માત્ર કસ્ટમ બૅજ અપલોડ કર્યા હોય તો) એ અવધિ માટેના ડિફૉલ્ટ YouTube બૅજ દ્વારા ભરવામાં આવશે.

કસ્ટમ ચૅનલના બૅજની વિગતો

ફાઇલનું ફૉર્મેટ: JPEG કે PNG ફાઇલો.
ફાઇલનું કદ: 1MB કરતાં ઓછું.
છબીના પરિમાણો: Minimum 32px x 32px.
બૅજ કૉમેન્ટ અને સમુદાય ટૅબમાં 14px x 14px પર તથા લાઇવ ચૅટમાં 16px x 16pxમાં પ્રદર્શિત થશે.

કસ્ટમ ઇમોજી

કસ્ટમ ઇમોજી અપલોડ કરો
સભ્યોને એક કે વધારે વિશિષ્ટ કસ્ટમ ઇમોજીનો ઍક્સેસ મળશે જેને YouTube મારફત વીડિયોની કૉમેન્ટમાં મોકલી શકાશે. તેને તમારી કોઈપણ લાઇવ ચૅટમાં પણ મોકલી શકાશે. ડિફૉલ્ટ તરીકે, કોઈ કસ્ટમ ઇમોજી નથી.
કસ્ટમ ઇમોજી અપલોડ કરવા માટે, મેમ્બરશિપ પેજ પર જાઓ અને "તમારા બૅજ અને ઇમોજી" કાર્ડ પર ફેરફાર કરો પસંદ કરો.

અટક

Custom emoji can be sent in video comments or any live chats.

જ્યારે તમે તમારું પહેલું ઇમોજી અપલોડ કરો, ત્યારે તમે તમારા બધા ઇમોજી માટે 'અટક' કહેવાતું પૂર્વગ નામ બનાવશો. સભ્યો તમારા ઇમોજીને ઑટોમૅટિક રીતે પૂર્ણ કરવા માટે આ નામનો ઉપયોગ કરશે. તમે તમારી ચૅનલના ઇમોજીને :_ વડે પણ ઑટોમૅટિક રીતે પૂર્ણ કરી શકો છો.

સમગ્ર YouTubeમાં અટક અનન્ય નથી હોતી અને 3–10 અક્ષરોની વચ્ચે હોવી જરૂરી છે.

શ્રેષ્ઠ પદ્ધતિ તરીકે, અમે તમને એવી અટક પસંદ કરવાનો સુઝાવ આપીએ છીએ કે જે તમારી બ્રાંડ તરીકે સરળતાથી ઓળખી શકાય એવી હોય.

ઇમોજીનું નામ

દરેક ઇમોજીનું એક નામ હશે જેને સભ્યો લાઇવ ચૅટમાં ઑટોમૅટિક રીતે પૂર્ણ કરવા માટે ઉપયોગમાં લઈ શકશે. ઇમોજીનું નામ બદલવા માટે, તમારે ઇમોજીને ડિલીટ કરીને ફરી અપલોડ કરવું જરૂરી છે. ઇમોજીના નામમાં 3-10 આલ્ફા ન્યુમરિકલ અક્ષરો અને (સમગ્ર YouTubeમાં નહીં પણ) તેમના ઇમોજી કુટુંબમાં અનન્ય હોય તે જરૂરી છે.

તમે અપલોડ કરી શકો તે કસ્ટમ ઇમોજીની સંખ્યા

તમે વધુ સભ્યો મેળવતા જશો તેમ તમે વધુ કસ્ટમ ઇમોજી માટે વધારાના સ્લૉટ અનલૉક કરશો. જ્યારે નવા સ્લૉટ અનલૉક થશે ત્યારે તમને સૂચિત કરવામાં નહીં આવે.

# સભ્યો # ઇમોજી
0 4
2 5
5 6
10 7
15 8
20 9
30 10
40 11
50 12
75 13
100 14
125 15
150 16
175 17
200 18
225 19
250 20
300 21
350 22
400 23
450 24
500 25
600 26
700 27
800 28
900 29
1000 30
1200 31
1400 32
1600 33
1800 34
2000 35
2200 36
2400 37
2600 38
2800 39
3000 40
3200 41
3400 42
3600 43
3800 44
4000 45
4200 46
4400 47
4600 48
4800 49
5000 54
કસ્ટમ ઇમોજીની વિગતો
ફાઇલનું ફૉર્મેટ: GIF, JPEG અને PNG ફાઇલોને પ્રાધાન્યતા આપવામાં આવે છે. નોંધ: GIF ઍનિમેશન તરીકે નહીં પણ સ્થિર છબી તરીકે દર્શાવાશે.
ફાઇલનું કદ: 1MB કરતાં ઓછું.
છબીના પરિમાણો: 48px x 48px (પસંદગી પામતાં) થી 480px x 480px.

ડિવાઇસની ભિન્નતા

મોબાઇલ ડિવાઇસ અને કમ્પ્યૂટરના મૉનિટર પર ઇમોજી જુદા કદમાં દેખાશે. તમારું ઇમોજી બન્ને પ્લૅટફૉર્મ પર સારું દેખાય તેની ખાતરી કરવાની રીત:
મોબાઇલ ડિવાઇસ પર: ઇમોજી 24x24 પૉઇન્ટ પર દેખાશે. છબીને ડિવાઇસની પિક્સેલ ઘનતા સાથે મેળ કરવા માટે સ્કેલ કરવામાં આવે છે.
મોટા ભાગના મૉનિટર પર: ઇમોજી 24x24 પૉઇન્ટ પર દેખાય છે. Retina અને HiDPI ડિવાઇસ પર, છબીઓ 48x48 પૉઇન્ટ કે તેથી વધારે પર દેખાય છે.

હું શેની ડિઝાઇન બનાવી શકું?

તમારી રચનાત્મકતાને વ્યક્ત કરવાની એક રીત છે ઇમોજી. ઇમોજીની ડિઝાઇન બનાવવા વિશે વધુ જાણો.
યાદ રાખો કે બધા માત્ર-સભ્યોના લાભ - બૅજ, ઇમોજી, તમે ઑફર કરો છો તે લાભ, વીડિયો, લાઇવ ચૅટ અને અન્ય કન્ટેન્ટ સહિત - કે જે YouTubeની મેમ્બરશિપ મારફતે ઑફર કરવામાં આવે છે તે મેમ્બરશિપની પૉલિસીઓને પણ આધીન હોય છે.
જો તમારી પાસે વધારાનું ફૂટેજ હોય, તો તમે તેને મેમ્બરશિપના લાભ તરીકે ઑફર કરી શકો છો. તમારા સભ્યોને પુરસ્કૃત કરવાની આ ઝડપી રીત છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
18251073331526829521
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false