તમારું YouTube કન્ટેન્ટ અને પ્રતિબંધિત મોડ

પ્રતિબંધિત મોડ એ વૈકલ્પિક સેટિંગ છે જે 2010થી ઉપલબ્ધ છે. વપરાશકર્તાઓનો એક નાનો સબસેટ, જેમ કે લાઇબ્રેરી, સ્કૂલ અને સાર્વજનિક સંસ્થાઓ, જેઓ YouTube પર જોવાનો અનુભવ વધુ મર્યાદિત રાખવાનું પસંદ કરતા હોવાથી પ્રતિબંધિત મોડનો ઉપયોગ કરે છે.

નોંધ: પ્રતિબંધિત મોડ દર્શકો માટે ડિફૉલ્ટ તરીકે બંધ કરેલો હોય છે. પ્રતિબંધિત મોડ ચાલુ અથવા બંધ કરવાની રીત વિશે જાણો.

પ્રતિબંધિત મોડ શું કરે છે?
પ્રતિબંધિત મોડ દર્શકો જે કન્ટેન્ટ જુએ છે તેના પર તેમને બહેતર નિયંત્રણ આપવા માટે બનાવવામાં આવ્યો છે. આ મોડ તમારા YouTube અનુભવને હેતુપૂર્વક મર્યાદિત કરે છે.
દર્શકો તેમના વ્યક્તિગત એકાઉન્ટ માટે પ્રતિબંધિત મોડ ચાલુ કરવાનું પસંદ કરી શકે છે. સંસ્થાના સિસ્ટમ ઍડમિનિસ્ટ્રેટર લાઇબ્રેરી, સ્કૂલ અને અન્ય સાર્વજનિક સંસ્થાઓમાં વપરાતા કમ્પ્યૂટર માટે પણ આ મોડ ચાલુ કરી શકે છે. પ્રતિબંધિત મોડ ચાલુ કરનારા દર્શકો વીડિયો પરની કૉમેન્ટ જોઈ શકશે નહીં. 
પ્રતિબંધિત મોડ કેવી રીતે કાર્ય કરે છે?
જ્યારે પ્રતિબંધિત મોડ ચાલુ હોય ત્યારે વીડિયો ઉપલબ્ધ ન થવાના બે કારણ હોય છે.
  • પ્રાથમિક રીતે, અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ સિગ્નલ, જેમ કે વીડિયોનો મેટાડેટા, શીર્ષક અને વીડિયોમાં ઉપયોગમાં લેવાયેલી ભાષા ચેક કરે છે.
  • માનવ રિવ્યૂઅરે ઉંમર પ્રતિબંધ લાગુ કરેલો હોવાને કારણે કેટલાક વીડિયો પ્રતિબંધિત મોડમાં ઉપલબ્ધ હોઈ શકે નહીં.
અમે સમજીએ છીએ કે જ્યારે અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ પ્રતિબંધિત મોડમાં કયા વીડિયો ઉપલબ્ધ થાય તેની આકારણી કરતી હોય ત્યારે તે કેટલીક વખત ભૂલો કરે છે. અમે હંમેશાં અમારી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમને વધુ સારી બનાવવા માટેની રીત શોધતા હોઈએ છીએ.
જો મારા દર્શકોએ પ્રતિબંધિત મોડ ચાલુ કરેલો હોય, તો શું તેમને મારું કન્ટેન્ટ બતાવવામાં આવશે?

જેમાં પુખ્ત લોકો માટેનું કન્ટેન્ટ હોવાની સંભાવના હોય એવા વીડિયો પ્રતિબંધિત મોડ ચાલુ કરેલો હોય એવા દર્શકોને બતાવવામાં આવતા નથી.

  • ડ્રગ અને દારૂ: વીડિયોમાં ડ્રગના ઉપયોગ કે દુરુપયોગ અથવા દારૂ પીવા વિશે વાત કરવામાં આવી રહી હોય.
  • જાતીય પરિસ્થિતિઓ: સેક્સ અથવા જાતીય પ્રવૃત્તિ વિશે વધુ વિગતવાર વાતચીતો અથવા ચિત્રણો કરવામાં આવી રહ્યાં હોય. જાતીય શિક્ષણ, પ્રેમ અથવા ઓળખ વિશેની સ્પપષ્ટ માહિતી આપતું કેટલુંક કન્ટેન્ટ પ્રતિબંધિત મોડમાં બતાવવામાં આવી શકે છે. વીડિયોમાં ચુંબન અથવા પ્રેમના દૃશ્યો વધુ પડતાં જાતીય ન હોય અથવા આ તેનું મુખ્ય ફોકસ ન હોય તો તેને પણ પ્રતિબંધિત મોડમાં બતાવવામાં આવી શકે છે.
  • હિંસા: હિંસા, હિંસક કૃત્યો, કુદરતી આફતો અને દુર્ઘટનાઓ અથવા સમાચારમાં હિંસાનું ગ્રાફિક વર્ણન.
  • ગંભીર વિષયો: વીડિયો કે જેમાં આતંકવાદ, યુદ્ધ, ગુના અથવા મૃત્યુ કે ગંભીર ઈજાનું કારણ બને એવા રાજનીતિક સંઘર્ષો આવરી લેવામાં આવ્યા હોય. આ વીડિયોને પ્રતિબંધિત મોડમાં બતાવવામાં આવશે નહીઁ, પછી ભલે તેમાં કોઈ ગ્રાફિક છબી બતાવવામાં આવી ન હોય.
  • અશ્લીલ અને વયસ્ક ભાષા: અપશબ્દો સહિતની અનુચિત ભાષા.
  • ઝગડા કરાવનારું અથવા પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડનારું કન્ટેન્ટ: વીડિયો કન્ટેન્ટ કે જે કોઈ વ્યક્તિ કે ગ્રૂપ વિરુદ્ધ અનઆવશ્યક રીતે ઝગડા કરાવવા, ઉશ્કેરવા અથવા પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના હેતુપૂર્વકનું હોય.
અમે જાણીએ છીએ કે જ્યારે સંદર્ભ વિના અમે આ નિયમો લાગુ કરીએ ત્યારે કેટલુંક મહત્ત્વપૂર્ણ કન્ટેન્ટ ગુમ થવાનું જોખમ હોઈ શકે. અમે એવી સ્ટોરીને મહત્ત્વ આપીએ છીએ કે જેમાં વ્યક્તિઓ તેમના વ્યક્તિગત અનુભવોની ચર્ચા કરતા હોય અને તેમના મનોભાવો શેર કરતા હોય. ભેદભાવનો સામનો કરવા, તમારા જાતીય અનુભવ વિશે નિઃસંકોચપણે બોલવા અને ભેદભાવનો સામનો કરવા અથવા તેને હરાવવા વિશેની સ્ટોરી જ છે જે YouTubeની લોકપ્રિયતા વધારે છે. તે બધી સ્ટોરીને પ્રતિબંધિત મોડમાં શામેલ કરવામાં આવે તેની ખાતરી કરવા માટે અમે કામ કરીશું. પણ, તે શામેલ હોય તે માટે તમારું કન્ટેન્ટ ઉપર જણાવેલા દિશાનિર્દેશોનું પાલન કરતું હોવું જોઈએ.
શું પ્રતિબંધિત મોડ એ ઉંમરની ચકાસણીની પ્રક્રિયા કે વીડિયોને વય-મર્યાદાવાળા બનાવવા જેવું જ છે?
ના, વીડિયો પ્રતિબંધિત મોડમાં ઉપલબ્ધ નથી એટલે જરૂરી નથી કે તે વય-મર્યાદાવાળો છે.
વય-મર્યાદાવાળું કન્ટેન્ટ તમામ ઑડિયન્સ માટે યોગ્ય ન હોય તેવું બની શકે છે. કન્ટેન્ટ એવા વપરાશકર્તાઓને બતાવવામાં આવશે નહીં કે:
  • જેમણે સાઇન આઉટ કરેલું છે
  • જેમની ઉંમર 18 વર્ષથી ઓછી છે
  • જેમણે પ્રતિબંધિત મોડ ચાલુ કરેલો છે
હું એ કેવી રીતે જાણી શકું કે મારા વીડિયોને YouTubeના પ્રતિબંધિત મોડ મારફતે ફિલ્ટર કરવામાં આવ્યા છે કે નહીં? 
આ ચેક કરવા માટે, તમે પ્રતિબંધિત મોડ ચાલુ કરી શકો છો. પછી, વીડિયો દેખાય છે કે નહીં તે ચેક કરવા માટે YouTube પર શોધો. વીડિયો દેખાય છે કે નહીં તે ચેક કરવા માટે તમે સીધા વીડિયોનાં URL પર પણ જઈ શકો છો.
નોંધ: કેટલીક વખત, વીડિયો જ્યારે પહેલી વાર અપલોડ કરવામાં આવે ત્યારે અમારી સિસ્ટમે તેનો રિવ્યૂ કરવો જરૂરી હોવાને કારણે તે પ્રતિબંધિત મોડમાં ઉપલબ્ધ હોતો નથી. તમારો વીડિયો પ્રતિબંધિત મોડમાં ઉપલબ્ધ છે કે નહીં તે તમે ચેક કરો તે પહેલાં થોડો સમય આપો.
સમુદાય દ્વારા મારા વીડિયોની અયોગ્ય તરીકે જાણ કરવામાં આવે ત્યારે શું તેને પ્રતિબંધિત મોડમાં ફિલ્ટર કરવામાં આવ્યો હોય છે?
જ્યારે સમુદાય વીડિયોની જાણ કરે ત્યારે તેને પ્રતિબંધિત મોડમાંથી ઑટોમૅટિક રીતે ફિલ્ટર કરવામાં આવતો નથી.
અમારી ટીમ અમારા સમુદાયના દિશાનિર્દેશોનાં ઉલ્લંઘનો માટે જાણ કરવામાં આવેલા વીડિયોનો રિવ્યૂ કરે છે. કેટલાક વીડિયો અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરતા નથી, પરંતુ તે તમામ ઑડિયન્સ માટે યોગ્ય હોઈ શકે નહીં. આ કિસ્સામાં, અમારી રિવ્યૂ ટીમ વીડિયો પર ઉંમર પ્રતિબંધ મૂકી શકે છે. પ્રતિબંધિત મોડ ચાલુ કર્યો હોય એવા વપરાશકર્તાઓને ઉંમર પ્રતિબંધવાળા વીડિયો દેખાશે નહીં.
શું પ્રતિબંધિત મોડ મારા વીડિયોની કમાણી કરવાની પ્રક્રિયાને અસર કરે છે?
પ્રતિબંધિત મોડ ચાલુ હોય ત્યારે જો વીડિયો ઉપલબ્ધ ન હોય, તો પણ તમે વીડિયોથી કમાણી કરી શકો છો.
મારા વીડિયો પ્રતિબંધિત મોડ મારફતે ફિલ્ટર કરવામાં આવ્યા છે. હું આ ફિલ્ટર થવાનું કેવી રીતે રોકી શકું?
જો તમે વીડિયોમાં ફેરફાર કરોછો, તો પછી અમારી ટીમ તેનો ફરી રિવ્યૂ કરશે. જો અમારા દિશાનિર્દેશોનો રિવ્યૂ કર્યા પછી પણ તમને એમ લાગે કે તમારો વીડિયો પ્રતિબંધિત મોડમાં દેખાવો જોઈએ, તો અમને તમારો પ્રતિસાદ જણાવો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6776224666492050555
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false