લાઇવ ચૅટ માટે YouTube Super Chat અને Super Stickersને મેનેજ કરો

Super Chat અને Super Stickers એ YouTube પાર્ટનર પ્રોગ્રામ દ્વારા તમારી ચૅનલથી કમાણી કરવાની રીતો છે. આ સુવિધાઓ તમારા દર્શકોને એવા લાઇવ ચૅટ મેસેજ ખરીદવા દે છે, જે અલગ તરી આવે અને લાઇવ ચૅટ ફીડમાં સૌથી ઉપર તેમને ક્યારેક પિન કરવા દે છે. યોગ્યતા વિશે અને તમે કેવી રીતે આ સુવિધા ચાલુ કરી શકો, તે વિશે વધુ જાણો.
નોંધ: આ સુવિધા કદાચ YouTube પર નિરીક્ષિત અનુભવો સાથે ઉપલબ્ધ ન પણ હોય. વધુ જાણો.

ખરીદેલી Super Chats અને Super Stickers જુઓ

Super Chats અને Super Stickers તમારા લાઇવ ચૅટ ફીડમાં રંગીન ચૅટ મેસેજ અને ઍનિમેટેડ છબીઓ તરીકે દેખાય છે. જ્યારે દર્શક Super Chat અથવા Super Sticker ખરીદે, ત્યારે તેમનો પ્રોફાઇલ ફોટો લાઇવ ચૅટ ફીડમાં સૌથી ઉપર રહી શકે છે. સમયગાળો તેમની ખરીદીની રકમ પર આધાર રાખે છે. દર્શક જેટલો વધુ ખર્ચ કરે, તેટલા વધુ સમય માટે Super Chats કે Super Stickers ચૅટ ફીડમાં સૌથી ઉપર રહે શકે છે. 

લાઇવ સ્ટ્રીમ દરમિયાન કરવામાં આવેલી ખરીદીઓ જોવી

તમારા લાઇવ ચૅટ ફીડમાં Super Chat અને Super Stickers પરની પ્રવૃત્તિ જોવા માટે લાઇવ નિયંત્રણ રૂમ, YouTube મોબાઇલ ઍપ અથવા YouTube વેબસાઇટનો ઉપયોગ કરો.

  1. માત્ર Super Chat અને Super Sticker પરની ખરીદીઓ જોવા માટે તમારા લાઇવ ચૅટ ફીડને ફિલ્ટર કરવા માટે:
    1. કમ્પ્યૂટર પર, ચૅટ ફિલ્ટર and then ફૅન ફંડિંગ પર ક્લિક કરો.
    2. YouTube મોબાઇલ ઍપમાં, સેટિંગ and thenચૅટ ફિલ્ટર and then ફૅન ફંડિંગ પર ટૅપ કરો.

2. તમારા લાઇવ ચૅટ ફીડના બધા મેસેજને ફરીથી જોવા માટે, ચૅટ ફિલ્ટર and then બધા મેસેજ પસંદ કરો.

નોંધ: તમારા લાઇવ ચૅટ ફીડને ફિલ્ટર કરવાથી માત્ર નિર્માતા તરીકેના તમારા વ્યૂ પર અસર પડશે. દર્શકો હજી પણ નિયમિત લાઇવ ચૅટમાં ભાગ લઈ શકે છે અને તેને ફૉલો કરી શકે છે.

તમામ ખરીદીઓ જોવી

  1. YouTube Studioમાં સાઇન ઇન કરવા માટે કમ્પ્યુટરનો ઉપયોગ કરો.
  2. ડાબી બાજુના મેનૂમાં, કમાણી કરો પસંદ કરો.
  3. Supers ટૅબ પસંદ કરો.
  4. “તમારી Super Chat અને Super Sticker સંબંધિત પ્રવૃત્તિ” કાર્ડમાં સૌથી તાજેતરની ખરીદીઓ બતાવવામાં આવે છે. જો તમે તમામ ઉપલબ્ધ વ્યવહારની માહિતી જોવા માગતા હો, તો તમામ જુઓ પર ક્લિક કરો.

Super Chats અને Super Stickers સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી

તમારા લાઇવ સ્ટ્રીમ દરમિયાન Super Chats અને Super Stickers સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવી એ તમારા ચાહકો માટે પ્રશંસા વ્યક્ત કરવાની ઉત્તમ રીત છે. તમે આ કરી શકો છો:

  • લાઇવ સ્ટ્રીમિંગ દરમિયાન તમારા શબ્દોમાં ખરીદનારાનો ઉલ્લેખ કરીને તેમને સ્વીકારો અને તેમનો આભાર વ્યક્ત કરો.
  • પ્રશંસા વ્યક્ત કરવા Super Chat અથવા Super Sticker માટેનું હાર્ટ  આઇકન પસંદ કરો: તમારા લાઇવ ચૅટ ફીડમાં Super Chat અથવા Sticker શોધો અને તેની પાસે આપેલા હાર્ટ આઇકનને પસંદ કરો. તમે Super Chat અથવા Stickerને ખૂબ પસંદ કર્યા છે તે બધા દર્શકો જોઈ શકશે. ખરીદનારના સેટિંગના આધારે, તમને તેમની કૉમેન્ટ ગમી હોવાનું જણાવતું નોટિફિકેશન પણ તેમને મળી શકે છે.

YouTube પર દર્શકની માઇલસ્ટોન ખરીદીની સ્વીકૃતિ માટે તમારા લાઇવ ચૅટ ફીડ પર ઑટોમૅટિક રીતે મોકલવામાં આવેલા અન્ય મેસેજ પણ જોવા મળી શકે છે. ઉદાહરણ તરીકે, ખરીદનાર કે જેમણે તેમની પહેલી કે દશમી ખરીદી કરી છે તેમના માટે ઑટોમૅટિક રીતે મોકલવામાં આવેલા મેસેજ જોવા મળી શકે છે. 

ખરીદીઓ અને માઇલસ્ટોન માટે પ્રશંસા વ્યક્ત કરવી તે સમુદાયનું નિર્માણ કરવામાં અને તમારો ફૅનબેઝ વધારવામાં સહાય કરી શકે છે.

Super Chats અને Super Stickersને મૉડરેટ કરવા

જ્યાં લાઇવ ચૅટ ચાલુ કરેલી હોય, ત્યાં યોગ્ય લાઇવ સ્ટ્રીમ અને પ્રિમિયર પર Super Chat અને Super Stickers ઑટોમૅટિક રીતે ઉપલબ્ધ હોય છે. ડિફૉલ્ટ તરીકે, લાઇવ ચૅટ ચાલુ કરેલી હોય છે. લાઇવ ચૅટનો ઉપયોગ કરવાની રીત જાણો. 

જે રીતે તમે લાઇવ ચૅટ મેસેજને મૉડરેટ કરો છો, તે જ રીતે તમે Super Chats અને Super Stickersને મૉડરેટ કરી શકો છો. YouTube પરની દરેક વસ્તુની જેમ, દર્શકોએ Super Chats અને Super Stickers મોકલતી વખતે અમારા સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરવું જરૂરી છે. જો Super Chat અથવા Super Stickerને મૉડરેટ કરવામાં આવે અને અમારી પૉલિસીઓનું ઉલ્લંઘન કરવા બદલ તેને કાઢી નાખવામાં આવે, તો આવકનો અમારો હિસ્સો YouTube ધર્માદા સંસ્થાને ડોનેશન તરીકે આપશે.

આવકની જાણ કરવી

તમે Supers માટે  આવકના રિપોર્ટ YouTube Analytics અને પછી આવક અને પછી તમે કેવી રીતે નાણાં કમાઓ છો પર જઈને જોઈ શકો છો.

આવકનો હિસ્સો

Google દ્વારા કન્ફર્મ કરવામાં આવેલી Supersની આવકમાંથી 70% હિસ્સો નિર્માતાઓને મળે છે. 70% હિસ્સાની ગણતરી સ્થાનિક વેચાણ વેરો અને iOS પર ઍપ સ્ટોર ફી બાદ કર્યા પછી કરવામાં આવે છે. ક્રેડિટ કાર્ડ ફી સહિત વ્યવહાર સંબંધિત શુલ્ક હાલમાં YouTube દ્વારા આવરી લેવામાં આવ્યા છે.

"આભાર" કહેવાથી અને અન્ય ગૌણ ક્રિયાપ્રતિક્રિયાઓ કરવાથી, તમને Super Chat વડે તમારી ઑડિયન્સ ઊભી કરવામાં સહાય મળી શકે છે.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
8933756287852042196
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false