તમારા તાજેતરના સબ્સ્ક્રાઇબર ચેક કરો

તમે ચૅનલ ડૅશબોર્ડ પર તમારા સૌથી તાજેતરના સબ્સ્ક્રાઇબરની સૂચિ જોઈ શકો છો. તમે YouTube Studioમાં સમયાંતરે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા પણ ચેક કરી શકો છો.

તમારા તાજેતરના સબ્સ્ક્રાઇબર જુઓ

  1. YouTube Studioમાં સાઇન ઇન કરો.
  2. ડૅશબોર્ડ પર, “તાજેતરના સબ્સ્ક્રાઇબર” કાર્ડ શોધો.
  3. કાર્ડ મોટું કરવા માટે તમામ જુઓ પર ક્લિક કરો.

ટિપ: સૌથી ઉપરના ભાગમાંથી, તમે સમયગાળો પસંદ કરી શકો છો અને સબ્સ્ક્રાઇબરની સંખ્યા મુજબ સૂચિને સૉર્ટ કરી શકો છો.

કયા સબ્સ્ક્રાઇબર બતાવવામાં આવે છે

તમારા તાજેતરના સબ્સ્ક્રાઇબરની સૂચિ પર સબ્સ્ક્રાઇબર દેખાય છે, જો:

  • તેમણે તેમના સબ્સ્ક્રિપ્શન સાર્વજનિક કરવાનું પસંદ કર્યું હોય
  • તેમણે છેલ્લા 28 દિવસમાં તમારી ચૅનલને સબ્સ્ક્રાઇબ કર્યું હોય

કયા સબ્સ્ક્રાઇબર બતાવવામાં આવતા નથી

તમારા તાજેતરના સબ્સ્ક્રાઇબરની સૂચિ પર કદાચ સબ્સ્ક્રાઇબર દેખાશે નહીં, જો:

  • તેમણે તેમના સબ્સ્ક્રિપ્શન ખાનગી રાખવાનું પસંદ કર્યું હોય
  • તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય અથવા તેની ઓળખ સ્પામ તરીકે કરવામાં આવી હોય

સબ્સ્ક્રાઇબરના સામાન્ય પ્રશ્નો

અમે ક્યારેક YouTube સમુદાય તરફથી સબ્સ્ક્રાઇબરની કામ કરવાની રીત વિશે પ્રશ્નો સાંભળીએ છીએ. 

શું YouTube ચૅનલમાંથી દર્શકોને ઑટોમૅટિક રીતે અનસબ્સ્ક્રાઇબ કરે છે?
ના, પણ અમે ચૅનલમાંથી દર્શકોના "ઑટોમૅટિક રીતે અનસબ્સ્ક્રાઇબ થવા” વિશેની કેટલીક વાતચીતો જોઈ છે. જ્યારે અમને આ પ્રકારનો પ્રતિસાદ મળે, ત્યારે અમે તેને ગંભીરતાથી લઈએ છીએ. સબ્સ્ક્રિપ્શન ટીમ શું ચાલી રહ્યું છે તે જોવા માટે, સબમિટ કરેલા ડેટાની પૂરી તપાસ કરે છે.
અમે તપાસેલા દરેક કેસમાં અમે ચકાસણી કરી છે કે એવી કોઈ સમસ્યા નથી જેના કારણે દર્શકોને YouTube પરથી અનસબ્સ્ક્રાઇબ કરવામાં આવે. અમે જે જોયું, તે અહીં જણાવ્યું છે:
  • મોટાભાગે, અમને જોવા મળે છે કે દર્શકે હજી પણ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરેલું છે.
  • કેટલાક દર્શકો અકસ્માતે ચૅનલને અનસબ્સ્ક્રાઇબ કરી રહ્યાં હતા. તેથી અમે અનસબ્સ્ક્રાઇબ કરતી વખતે કન્ફર્મેશન પૉપ-અપ ઉમેર્યું છે (આ સુવિધા હાલમાં iPhone અને iPad ડિવાઇસ પર ઉપલબ્ધ નથી).
  • ઘણા લોકોએ વિચાર્યું કે તેઓ ચૅનલમાંથી અનસબ્સ્ક્રાઇબ થયા હતા કારણ કે તેમના હોમ ટૅબમાં વીડિયો દેખાતા ન હતા. જ્યારે અમે આ કેસની તપાસ કરી, ત્યારે અમને જાણવા મળ્યું છે કે તેમણે હજી પણ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરેલું હતું અને તેમને અનસબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા ન હતા. જે વીડિયો જોવામાં તમને સૌથી વધુ રુચિ છે એવું અમને લાગે, એવા વીડિયો બતાવવા માટે હોમ ટૅબ બનાવવામાં આવ્યું છે. એવી કોઈ ગૅરંટી નથી કે તમને હોમ ટૅબ પર તમારા સબ્સ્ક્રિપ્શનના તમામ વીડિયો જોવા મળશે, પણ તમને સબ્સ્ક્રિપ્શન ફીડમાં સંપૂર્ણ સૂચિ જોવા મળી શકે છે.
  • કેટલાક નિર્માતાઓએ એવું ધારી લીધું કે અમુક ચોક્કસ દર્શકોએ અનસબ્સ્ક્રાઇબ કર્યું છે કારણ કે સબ્સ્ક્રાઇબર તેમની ચૅનલના સબ્સ્ક્રાઇબરની સૂચિમાં દેખાતા ન હતા. આ સૂચિ માત્ર એવા સબ્સ્ક્રાઇબર જ બતાવે છે, જેમણે તેમના સબ્સ્ક્રિપ્શનને સાર્વજનિક કરવાનું પસંદ કર્યું છે. ડિફૉલ્ટ તરીકે સબ્સ્ક્રિપ્શન ખાનગી હોય છે.
શું મારા સબ્સ્ક્રાઇબરના સબ્સ્ક્રિપ્શન ફીડમાં મારા બધા વીડિયો બતાવવામાં આવે છે?
  • નિર્માતા તરીકે તમે પબ્લિશ કરો છો તે દરેક વીડિયો ડિફૉલ્ટ તરીકે તમારા સબ્સ્ક્રાઇબરના સબ્સ્ક્રિપ્શન ફીડમાં બતાવવામાં આવે છે. જો કે, વીડિયો કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાવાનું બંધ કરવા માટે, એવું વિગતવાર સેટિંગ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ તમે વીડિયો પબ્લિશ કરતી વખતે કરી શકો છો. દૈનિક વીડિયો પબ્લિશ કરતા કેટલાક નિર્માતાઓ આ સેટિંગનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે સબ્સ્ક્રિપ્શન ફીડમાં માત્ર અમુક ચોક્કસ વીડિયો બતાવવા માટે કરે છે.
  • જ્યારે તમે કોઈ વીડિયો અપલોડ કરો, ત્યારે અમે તેને સબ્સ્ક્રિપ્શન ફીડ પર અમારા માટે શક્ય હોય તેટલી ઝડપથી પબ્લિશ કરીએ છીએ. સામાન્ય રીતે, તેમાં માત્ર થોડી મિનિટ અથવા તેનાથી ઓછો સમય લાગવો જોઈએ. સબ્સ્ક્રિપ્શન ટીમની મોટી પ્રાથમિકતા એ છે કે આને શક્ય તેટલું ઝડપથી કાર્યરત કરવું. છેલ્લા 6 મહિનામાં, અમે પબ્લિશ કરવાના સમયમાં બે-તૃતીયાંશનો ઘટાડો કર્યો છે.

શા માટે મારા સબ્સ્ક્રાઇબર મને કહે છે કે મારા વીડિયો તેમના સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાતા નથી?

જો તમે તમારા વિતરણના વિકલ્પો ન બદલો, તો અમે દરેક વીડિયોને સબ્સ્ક્રિપ્શન ફીડ પર પબ્લિશ કરીએ છીએ. જ્યારે અમને દર્શકો પાસેથી એવી ફરિયાદો સાંભળવા મળે કે તેમને ત્યાં વીડિયો દેખાતો નથી, ત્યારે સામાન્ય રીતે તેનું કારણ આ બેમાંથી એક હોય છે:

  • જો તમે ઘણી ચૅનલને સબ્સ્ક્રાઇબ કર્યું હોય, તો કંઈક ચૂકી જવાનું સરળ છે. કેટલાક દર્શકો ડઝન — અને સેંકડો — સબ્સ્ક્રિપ્શન પણ ધરાવતા હોય છે. ક્યારેક, તમે શોધી રહ્યાં હો તે વીડિયોને અન્ય ઘણા સબ્સ્ક્રિપ્શન વીડિયોમાં શોધવાનું મુશ્કેલ થઈ શકે છે. જો તમે સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલ વારંવાર પોસ્ટ કરે, તો એ શક્ય છે કે જૂના વીડિયો સબ્સ્ક્રિપ્શન ફીડમાં ન દેખાય.
  • એ વાતની નોંધ લેવી મહત્ત્વપૂર્ણ છે કે તમામ વીડિયો સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાતા હોવા છતાં, હોમ ટૅબમાં તે તમામ વીડિયો દેખાતા નથી. દર્શક તરીકે તમને જે વીડિયો જોવામાં અત્યારે સૌથી વધુ રુચિ છે એવું અમને લાગે, હોમ ટૅબ એવા વીડિયો બતાવે છે. તમારા સબ્સ્ક્રિપ્શનમાંથી વીડિયો ત્યાં દેખાશે તેની કોઈ ગૅરંટી નથી.

જો એવું લાગે કે બીજું કંઈક થઈ રહ્યું છે, તો તમે અમને પ્રતિસાદ મોકલી શકો છો અને અમે તેની તપાસ કરીશું.

YouTube સબ્સ્ક્રાઇબરની ગણતરી કેવી રીતે કરે છે?
અમે તમારી YouTube ચૅનલ પરના એકાઉન્ટ અને ક્રિયાઓની કાયદેસરતા નિયમિત રીતે ચકાસીએ છીએ. આ એ વાતની ખાતરી કરવા માટે છે કે તમારી સાઇટના મેટ્રિક સ્પામ, દુરુપયોગ અને બંધ કરેલા એકાઉન્ટથી મુક્ત હોય, જેથી YouTubeને દરેક વ્યક્તિ માટે ઉચિત સ્થાન રાખી શકીએ. સબ્સ્ક્રાઇબરની સંખ્યા વિશે જાણો.
શું બંધ કરેલા એકાઉન્ટની ગણતરી મારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં કરવામાં આવે છે?
કોઈ વ્યક્તિ તેમનું Google એકાઉન્ટ સંપૂર્ણ રીતે બંધ કરે, તે પછી YouTube પર તેમનું કોઈ અસ્તિત્વ રહેતું નથી, તેથી તેમની ગણતરી તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા કરવામાં આવતી નથી.
તમારી ચૅનલના YouTube Analyticsમાં તમે જોઈ શકો છો કે તમારા કેટલા સબ્સ્ક્રાઇબર દ્વારા તેમના એકાઉન્ટ ડિલીટ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની ગણતરી “બંધ કરેલા એકાઉન્ટ”માં કરવામાં આવે છે.
બંધ કરેલા એકાઉન્ટની ગણતરી તમારા સબ્સ્ક્રાઇબરમાં કરવામાં આવતી નથી. સબ્સ્ક્રાઇબરની સંખ્યા વિશે વધુ જાણો.
શું મારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં સ્પામ એકાઉન્ટની ગણતરી થાય છે?
જ્યારે અમને જાણ થાય કે તમારા એકાઉન્ટમાં સ્પામ સબ્સ્ક્રાઇબર છે, ત્યારે તેની ગણતરી તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં કરવામાં આવતી નથી. તમારી ચૅનલમાંથી આ એકાઉન્ટ અનસબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા નથી. તે એકાઉન્ટને, તેમણે સબ્સ્ક્રાઇબ કરેલું છે તેવું હજી પણ બતાવવામાં આવે છે અને તેમને તેમના સબ્સ્ક્રિપ્શન ફીડમાં તમારા વીડિયો મળવાનું ચાલુ રહેશે.
અમે ચૅનલમાંથી સ્પામ દર્શકોને અનસબ્સ્ક્રાઇબ કરતા નથી. સબ્સ્ક્રાઇબરની સંખ્યા વિશે વધુ જાણો.
મારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા કેમ બદલી કે ઘટી રહી છે?

સાધારણ રીતે, તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં વધઘટ જોવા મળે તે સામાન્ય વાત છે. જો એવું લાગતું હોય કે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા બદલી કે ઘટી છે, તો તેનું કારણ આમાંથી કોઈપણ એક હોઈ શકે છે:

  • દર્શકો તમારી ચૅનલને સામાન્ય રીતે સબ્સ્ક્રાઇબ અને અનસબ્સ્ક્રાઇબ કરી રહ્યાં છે.
  • અમે તમારી ચૅનલમાંથી સ્પામ સબ્સ્ક્રાઇબર કાઢી નાખ્યા છે. જો અસર થઈ હોય, તો તમને YouTube Studioમાં અલર્ટ મળશે.
  • અમે તમારી ચૅનલમાંથી બંધ કરેલા એકાઉન્ટ કાઢી નાખ્યા છે.
    • અસરગ્રસ્ત એકાઉન્ટ વપરાશકર્તા દ્વારા બંધ કરવામાં આવ્યા હોય અથવા પૉલિસીના ઉલ્લંઘનને કારણે YouTube દ્વારા સમાપ્ત કરવામાં આવ્યા હોય એવું બની શકે છે.

જો સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં થતા ફેરફારો વધઘટના સરેરાશ દરની બહાર છે તેવું લાગે, તો તેવું જાણીતી સમસ્યાને કારણે થઈ શકે છે. જો તમને લાગે કે સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં થતી વધઘટ સરેરાશ દરની બહાર હોવાની સમસ્યા તમને આવી રહી છે, તો તમે સમસ્યાની જાણ કરી શકો છો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6594002493625411394
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false