તમે ચૅનલ ડૅશબોર્ડ પર તમારા સૌથી તાજેતરના સબ્સ્ક્રાઇબરની સૂચિ જોઈ શકો છો. તમે YouTube Studioમાં સમયાંતરે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા પણ ચેક કરી શકો છો.
તમારા તાજેતરના સબ્સ્ક્રાઇબર જુઓ
- YouTube Studioમાં સાઇન ઇન કરો.
- ડૅશબોર્ડ પર, “તાજેતરના સબ્સ્ક્રાઇબર” કાર્ડ શોધો.
- કાર્ડ મોટું કરવા માટે તમામ જુઓ પર ક્લિક કરો.
ટિપ: સૌથી ઉપરના ભાગમાંથી, તમે સમયગાળો પસંદ કરી શકો છો અને સબ્સ્ક્રાઇબરની સંખ્યા મુજબ સૂચિને સૉર્ટ કરી શકો છો.
કયા સબ્સ્ક્રાઇબર બતાવવામાં આવે છે
તમારા તાજેતરના સબ્સ્ક્રાઇબરની સૂચિ પર સબ્સ્ક્રાઇબર દેખાય છે, જો:
- તેમણે તેમના સબ્સ્ક્રિપ્શન સાર્વજનિક કરવાનું પસંદ કર્યું હોય
- તેમણે છેલ્લા 28 દિવસમાં તમારી ચૅનલને સબ્સ્ક્રાઇબ કર્યું હોય
કયા સબ્સ્ક્રાઇબર બતાવવામાં આવતા નથી
તમારા તાજેતરના સબ્સ્ક્રાઇબરની સૂચિ પર કદાચ સબ્સ્ક્રાઇબર દેખાશે નહીં, જો:
- તેમણે તેમના સબ્સ્ક્રિપ્શન ખાનગી રાખવાનું પસંદ કર્યું હોય
- તેમનું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યું હોય અથવા તેની ઓળખ સ્પામ તરીકે કરવામાં આવી હોય
સબ્સ્ક્રાઇબરના સામાન્ય પ્રશ્નો
અમે ક્યારેક YouTube સમુદાય તરફથી સબ્સ્ક્રાઇબરની કામ કરવાની રીત વિશે પ્રશ્નો સાંભળીએ છીએ.
શું YouTube ચૅનલમાંથી દર્શકોને ઑટોમૅટિક રીતે અનસબ્સ્ક્રાઇબ કરે છે?- મોટાભાગે, અમને જોવા મળે છે કે દર્શકે હજી પણ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરેલું છે.
- કેટલાક દર્શકો અકસ્માતે ચૅનલને અનસબ્સ્ક્રાઇબ કરી રહ્યાં હતા. તેથી અમે અનસબ્સ્ક્રાઇબ કરતી વખતે કન્ફર્મેશન પૉપ-અપ ઉમેર્યું છે (આ સુવિધા હાલમાં iPhone અને iPad ડિવાઇસ પર ઉપલબ્ધ નથી).
- ઘણા લોકોએ વિચાર્યું કે તેઓ ચૅનલમાંથી અનસબ્સ્ક્રાઇબ થયા હતા કારણ કે તેમના હોમ ટૅબમાં વીડિયો દેખાતા ન હતા. જ્યારે અમે આ કેસની તપાસ કરી, ત્યારે અમને જાણવા મળ્યું છે કે તેમણે હજી પણ ચૅનલને સબ્સ્ક્રાઇબ કરેલું હતું અને તેમને અનસબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યા ન હતા. જે વીડિયો જોવામાં તમને સૌથી વધુ રુચિ છે એવું અમને લાગે, એવા વીડિયો બતાવવા માટે હોમ ટૅબ બનાવવામાં આવ્યું છે. એવી કોઈ ગૅરંટી નથી કે તમને હોમ ટૅબ પર તમારા સબ્સ્ક્રિપ્શનના તમામ વીડિયો જોવા મળશે, પણ તમને સબ્સ્ક્રિપ્શન ફીડમાં સંપૂર્ણ સૂચિ જોવા મળી શકે છે.
- કેટલાક નિર્માતાઓએ એવું ધારી લીધું કે અમુક ચોક્કસ દર્શકોએ અનસબ્સ્ક્રાઇબ કર્યું છે કારણ કે સબ્સ્ક્રાઇબર તેમની ચૅનલના સબ્સ્ક્રાઇબરની સૂચિમાં દેખાતા ન હતા. આ સૂચિ માત્ર એવા સબ્સ્ક્રાઇબર જ બતાવે છે, જેમણે તેમના સબ્સ્ક્રિપ્શનને સાર્વજનિક કરવાનું પસંદ કર્યું છે. ડિફૉલ્ટ તરીકે સબ્સ્ક્રિપ્શન ખાનગી હોય છે.
- નિર્માતા તરીકે તમે પબ્લિશ કરો છો તે દરેક વીડિયો ડિફૉલ્ટ તરીકે તમારા સબ્સ્ક્રાઇબરના સબ્સ્ક્રિપ્શન ફીડમાં બતાવવામાં આવે છે. જો કે, વીડિયો કોઈપણ સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાવાનું બંધ કરવા માટે, એવું વિગતવાર સેટિંગ ઉપલબ્ધ છે, જેનો ઉપયોગ તમે વીડિયો પબ્લિશ કરતી વખતે કરી શકો છો. દૈનિક વીડિયો પબ્લિશ કરતા કેટલાક નિર્માતાઓ આ સેટિંગનો ઉપયોગ વ્યૂહાત્મક રીતે સબ્સ્ક્રિપ્શન ફીડમાં માત્ર અમુક ચોક્કસ વીડિયો બતાવવા માટે કરે છે.
- જ્યારે તમે કોઈ વીડિયો અપલોડ કરો, ત્યારે અમે તેને સબ્સ્ક્રિપ્શન ફીડ પર અમારા માટે શક્ય હોય તેટલી ઝડપથી પબ્લિશ કરીએ છીએ. સામાન્ય રીતે, તેમાં માત્ર થોડી મિનિટ અથવા તેનાથી ઓછો સમય લાગવો જોઈએ. સબ્સ્ક્રિપ્શન ટીમની મોટી પ્રાથમિકતા એ છે કે આને શક્ય તેટલું ઝડપથી કાર્યરત કરવું. છેલ્લા 6 મહિનામાં, અમે પબ્લિશ કરવાના સમયમાં બે-તૃતીયાંશનો ઘટાડો કર્યો છે.
શા માટે મારા સબ્સ્ક્રાઇબર મને કહે છે કે મારા વીડિયો તેમના સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાતા નથી?
જો તમે તમારા વિતરણના વિકલ્પો ન બદલો, તો અમે દરેક વીડિયોને સબ્સ્ક્રિપ્શન ફીડ પર પબ્લિશ કરીએ છીએ. જ્યારે અમને દર્શકો પાસેથી એવી ફરિયાદો સાંભળવા મળે કે તેમને ત્યાં વીડિયો દેખાતો નથી, ત્યારે સામાન્ય રીતે તેનું કારણ આ બેમાંથી એક હોય છે:
- જો તમે ઘણી ચૅનલને સબ્સ્ક્રાઇબ કર્યું હોય, તો કંઈક ચૂકી જવાનું સરળ છે. કેટલાક દર્શકો ડઝન — અને સેંકડો — સબ્સ્ક્રિપ્શન પણ ધરાવતા હોય છે. ક્યારેક, તમે શોધી રહ્યાં હો તે વીડિયોને અન્ય ઘણા સબ્સ્ક્રિપ્શન વીડિયોમાં શોધવાનું મુશ્કેલ થઈ શકે છે. જો તમે સબ્સ્ક્રાઇબ કરેલી ચૅનલ વારંવાર પોસ્ટ કરે, તો એ શક્ય છે કે જૂના વીડિયો સબ્સ્ક્રિપ્શન ફીડમાં ન દેખાય.
- એ વાતની નોંધ લેવી મહત્ત્વપૂર્ણ છે કે તમામ વીડિયો સબ્સ્ક્રિપ્શન ફીડમાં દેખાતા હોવા છતાં, હોમ ટૅબમાં તે તમામ વીડિયો દેખાતા નથી. દર્શક તરીકે તમને જે વીડિયો જોવામાં અત્યારે સૌથી વધુ રુચિ છે એવું અમને લાગે, હોમ ટૅબ એવા વીડિયો બતાવે છે. તમારા સબ્સ્ક્રિપ્શનમાંથી વીડિયો ત્યાં દેખાશે તેની કોઈ ગૅરંટી નથી.
જો એવું લાગે કે બીજું કંઈક થઈ રહ્યું છે, તો તમે અમને પ્રતિસાદ મોકલી શકો છો અને અમે તેની તપાસ કરીશું.
સાધારણ રીતે, તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં વધઘટ જોવા મળે તે સામાન્ય વાત છે. જો એવું લાગતું હોય કે તમારા સબ્સ્ક્રાઇબરની સંખ્યા બદલી કે ઘટી છે, તો તેનું કારણ આમાંથી કોઈપણ એક હોઈ શકે છે:
- દર્શકો તમારી ચૅનલને સામાન્ય રીતે સબ્સ્ક્રાઇબ અને અનસબ્સ્ક્રાઇબ કરી રહ્યાં છે.
- અમે તમારી ચૅનલમાંથી સ્પામ સબ્સ્ક્રાઇબર કાઢી નાખ્યા છે. જો અસર થઈ હોય, તો તમને YouTube Studioમાં અલર્ટ મળશે.
- અમે તમારી ચૅનલમાંથી બંધ કરેલા એકાઉન્ટ કાઢી નાખ્યા છે.
- અસરગ્રસ્ત એકાઉન્ટ વપરાશકર્તા દ્વારા બંધ કરવામાં આવ્યા હોય અથવા પૉલિસીના ઉલ્લંઘનને કારણે YouTube દ્વારા સમાપ્ત કરવામાં આવ્યા હોય એવું બની શકે છે.
જો સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં થતા ફેરફારો વધઘટના સરેરાશ દરની બહાર છે તેવું લાગે, તો તેવું જાણીતી સમસ્યાને કારણે થઈ શકે છે. જો તમને લાગે કે સબ્સ્ક્રાઇબરની સંખ્યામાં થતી વધઘટ સરેરાશ દરની બહાર હોવાની સમસ્યા તમને આવી રહી છે, તો તમે સમસ્યાની જાણ કરી શકો છો.