સમુદાય પોસ્ટ બનાવવી

સમુદાય પોસ્ટ તમને YouTube પર તમારા ઑડિયન્સ સુધી પહોંચવાની સાથે જ તેમનું એંગેજમેન્ટ વધારવાની તક આપે છે. સમુદાય ટૅબના લાભ અને યોગ્યતા વિશે વધુ જાણો. ચૅનલમાં તમારા રોલને આધારે સમુદાય પોસ્ટનો ઍક્સેસ બદલાઈ શકે છે. ચૅનલની પરવાનગીઓ વિશે વધુ જાણો.

નોંધ: સમુદાય પોસ્ટ ત્યારે બંધ કરવામાં આવે છે, જ્યારે:

સમુદાય પોસ્ટ બનાવવી

સમુદાય પોસ્ટ બનાવવા માટે:

  1. બનાવો અને પછી પોસ્ટ બનાવો પર ટૅપ કરો.
  2. ટેક્સ્ટ ઉમેરો.
  3. તમારે જે પ્રકારની પોસ્ટ બનાવવી હોય તેના આધારે છબી , મતદાન , અથવા ક્વિઝ  પસંદ કરો.
  4. પોસ્ટ કરો પસંદ કરો.
નોંધ: તમારે તમારી પોસ્ટની સમયસીમા 24 કલાકમાં પૂરી થઈ જાય તેમ સેટ કરવું હોય, તો રેતઘડી  પર ટૅપ કરો.

YouTube સમુદાયનું રક્ષણ થઈ શકે તે માટે, કોઈ ચૅનલ દ્વારા 24 કલાકના સમયગાળામાં બનાવાતી પોસ્ટની સંખ્યા અમે મર્યાદિત રાખીએ છીએ. તમને "મર્યાદા આવી ગઈ" એવો ભૂલનો મેસેજ મળે, તો 24 કલાકમાં ફરી પ્રયાસ કરો.

પોસ્ટનું શેડ્યૂલ નક્કી કરવું

સમુદાય પોસ્ટનું શેડ્યૂલ નક્કી કરવા માટે:

  1. બનાવો અને પછી પોસ્ટ બનાવો પર ટૅપ કરો.
  2. તમારે જે પ્રકારની પોસ્ટ બનાવવી હોય તેના આધારે મતદાન , ક્વિઝ , ટેક્સ્ટ , અથવા તમારા ફોટામાંથી 5 જેટલી છબી પસંદ કરો.
  3. સૌથી ઉપર જમણા ખૂણામાં, ઘડિયાળ પર ટૅપ કરો.
  4. પોસ્ટ પબ્લિશ કરવા માટેની તારીખ, સમય અને સમય ઝોન પસંદ કરો.
  5. થઈ ગયું પસંદ કરો.
  6. પોસ્ટ રચનાના પેજ પર, શેડ્યૂલ પર ક્લિક કરો.

પોસ્ટમાં વીડિયો શેર કરવો

સમુદાય પોસ્ટમાં વીડિયો શેર કરવા માટે:

  1. તમે જે વીડિયો શેર કરવા માગતા હો, તેના પર જાઓ.
  2. શેર કરો Share અને પછી શેર કરો... પર ટૅપ કરો.
  3. પોસ્ટ બનાવો પર ટૅપ કરો.
  4. તમારો મેસેજ ટાઇપ કરો અને પોસ્ટ કરો અથવા પર ટૅપ કરો.

પોસ્ટમાં પ્લેલિસ્ટ શેર કરવું

સમુદાય પોસ્ટમાં પ્લેલિસ્ટ શેર કરવા માટે:

  1. તમે શેર કરવા માગતા હો, તે પ્લેલિસ્ટ ખોલો.
  2. વધુ '' અને પછી શેર કરો પસંદ કરો.
  3. લિંક કૉપિ કરો પર ટૅપ કરો.
  4. બનાવો અને પછી પોસ્ટ કરો પર ટૅપ કરો.
  5. પ્લેલિસ્ટનું URL પેસ્ટ કરો અને પોસ્ટ કરો પર ટૅપ કરો.

લાઇવ સ્ટ્રીમ પોસ્ટ બનાવવી

  1. હોમ સ્ક્રીનમાંથી, રેકોર્ડ કરો Video camera પર ટૅપ કરો.
  2. લાઇવ અને પછી સાર્વજનિક અને પછી આગળ પર ટૅપ કરો.
  3. શીર્ષક પસંદ કરો, ત્યાર બાદ આગળ પર ટૅપ કરો.
  4. પોસ્ટ માટે થંબનેલ પસંદ કરો.
  5. તમારા ડિવાઇસને લૅન્ડસ્કેપ અથવા પોર્ટ્રેટ વ્યૂમાં ફેરવીને બ્રોડકાસ્ટનું ઓરિએન્ટેશન પસંદ કરો (તમારા ફોન પર રોટેશન કરવાની મંજૂરી હોવાની ખાતરી કરો).
  6. શેર કરો અને પછી પોસ્ટ બનાવો પર ટૅપ કરો.
  7. પોસ્ટ માટે ટેક્સ્ટ ઉમેરો, ત્યાર બાદ પોસ્ટ કરો પસંદ કરો.
  8. લાઇવ જાઓ પર ટૅપ કરો.
  9. સ્ટ્રીમ સમાપ્ત કરવા માટે, સમાપ્ત કરો પર ટૅપ કરો.

પોસ્ટમાં અન્ય ચૅનલનો ઉલ્લેખ કરવો

તમે કમ્પ્યૂટર પર તમારી સમુદાય પોસ્ટમાં @ દાખલ કરી તેની તરત જ પછી અન્ય YouTube ચૅનલનું હૅન્ડલ અથવા ચૅનલનું નામ લખીને તેમનો ઉલ્લેખ કરી શકો છો. તમે જે ચૅનલનો ઉલ્લેખ કર્યો હોય, તેને કદાચ નોટિફિકેશન મળી શકે છે. કરેલા ઉલ્લેખ પર ક્લિક કરીને દર્શકો કોઈપણ ડિવાઇસમાંથી, તે ચૅનલના પેજ પર જઈ શકે છે.

પોસ્ટના પ્રકારો વિશે જાણો

ટેક્સ્ટ ધરાવતી પોસ્ટ

ટેક્સ્ટ ધરાવતી પોસ્ટ બનાવવા માટે, તમારી ચૅનલના સમુદાય ટૅબ પર ટેક્સ્ટ બૉક્સમાં તમારો મેસેજ દાખલ કરો. તમે માત્ર તમારી ટેક્સ્ટ અથવા તેને વીડિયો, છબી કે GIF સાથે પોસ્ટ કરી શકો છો. ટેક્સ્ટ ધરાવતી પોસ્ટનું ક્વિઝ સાથે સંયોજન ન થઈ શકે.

પ્લેલિસ્ટ ધરાવતી પોસ્ટ

જો તમે સમુદાય પોસ્ટ ચાલુ કરેલી હોય, તો તમને ગમતા હોય તેવા કલાકારોના પ્લેલિસ્ટ પોસ્ટ કરી શકો છો. પ્લેલિસ્ટનું URL તમારી પોસ્ટમાં કૉપિ પેસ્ટ કરો.

છબી અને GIF ધરાવતી પોસ્ટ

તમે તમારા Android ડિવાઇસમાંથી 5 જેટલી છબી અથવા ઍનિમેટેડ GIFs અપલોડ કરી શકો છો.

દિશાનિર્દેશો

  • કદ: 16 MB સુધી
  • ફાઇલના પ્રકાર: JPG, PNG, GIF અથવા WEBP
  • સૂચવેલો સાપેક્ષ ગુણોત્તર: અમે 1:1ના ગુણોત્તરનું સૂચન આપીએ છીએ કારણ કે ફીડમાં છબીઓ એ રીતે બતાવાય છે. દર્શકો છબીને મોટી કરવા માટે તેના પર ક્લિક કરી આખી છબી જોઈ શકે છે.

તમને જે છબીઓનો ઉપયોગ કરવાની પરવાનગી હોય તે જ છબીઓનો ઉપયોગ કરો. તમે તમારી છબી ધરાવતી પોસ્ટ સાથે ટેક્સ્ટનો પણ સમાવેશ કરી શકો છો. ધ્યાનમાં રાખો કે છબીઓ YouTubeના સમુદાયના દિશાનિર્દેશોનું પાલન કરતી હોય તે આવશ્યક છે. છબીઓ સમુદાયના દિશાનિર્દેશોનું ઉલ્લંઘન કરે, તો તમારી પોસ્ટ કાઢી નખાય અને ચૅનલને સ્ટ્રાઇક લાગુ કરાય તેમ બની શકે છે.

વીડિયો ધરાવતી પોસ્ટ

મોબાઇલ ડિવાઇસ પર, તમે સીધા તમારા સમુદાય ટૅબમાં વીડિયો શેર કરી શકો છો.

તમે જ્યારે અન્ય નિર્માતાનો વીડિયો શેર કરતી પોસ્ટ બનાવો ત્યારે વીડિયોના મૂળ અપલોડકર્તાને નોટિફિકેશન મોકલાય તેમ બની શકે છે. નોટિફિકેશન થકી નિર્માતાઓને ત્યારે સ્વીકાર કરવામાં સહાય મળે છે જ્યારે અન્ય નિર્માતાઓ તેમનો વીડિયો શેર કરે.

નોંધ: કોઈ દર્શકના સબ્સ્ક્રિપ્શન અથવા હોમ ફીડમાં પહેલેથી હોય તે વીડિયો વિશેની સમુદાય પોસ્ટ ફરીથી ન દેખાય તેમ બની શકે છે. આ સેટિંગ થકી તમારા દર્શકોને એ જ વીડિયો વારંવાર જોવો પડતો નથી.

મતદાન

તમે તમારી પોસ્ટમાં મતદાન ઉમેરવાનું પસંદ કરો તો:

  1. ટેક્સ્ટ અથવા છબી ધરાવતું મતદાન પસંદ કરો.
  2. ટેક્સ્ટ ધરાવતા મતદાન માટે:
    1. ટેક્સ્ટ ફીલ્ડમાં પ્રશ્ન દાખલ કરો.
    2. "વિકલ્પ" ફીલ્ડમાં જવાબો દાખલ કરો. દરેક વિકલ્પમાં વધુમાં વધુ 65 અક્ષર હોઈ શકે.
    3. તમને જવાબ માટે વધુ ફીલ્ડની જરૂર હોય, તો વિકલ્પ ઉમેરો પર ટૅપ કરો.
  3. છબી ધરાવતા મતદાન માટે:
    1. ટેક્સ્ટ ફીલ્ડમાં પ્રશ્ન દાખલ કરો.
    2. વિકલ્પો તરીકે છબીઓ અપલોડ કરો.
    3. તમારે વધુ છબીઓની જરૂર હોય, તો 4 જેટલી છબી ઉમેરવા માટે વિકલ્પ ઉમેરો પર ટૅપ કરો.

નોંધ: છબી ધરાવતા મતદાનના વિકલ્પોમાં વધારો થઈને હવે વધુમાં વધુ 36 અક્ષર થયા છે. ટેક્સ્ટ ધરાવતા મતદાનના વિકલ્પો મહત્તમ 65 અક્ષર સુધીના હોઈ શકે.

ક્વિઝ

તમે તમારી પોસ્ટમાં ક્વિઝ ઉમેરવાનું પસંદ કરો તો:

  1. ટેક્સ્ટ ફીલ્ડમાં પ્રશ્ન દાખલ કરો.
  2. "જવાબ" ફીલ્ડમાં જવાબો દાખલ કરો. દરેક જવાબમાં વધુમાં વધુ 80 અક્ષર હોઈ શકે.
  3. તમને જવાબ માટે વધુ ફીલ્ડની જરૂર હોય, તો જવાબ ઉમેરો પર ટૅપ કરો. તમે વધુમાં વધુ 4 જવાબ રાખી શકો.
  4. સાચો જવાબ પસંદ કરો. આ જવાબ શા માટે સાચો છે તેની સ્પષ્ટતા ટેક્સ્ટ ફીલ્ડમાં ઉમેરવાનો વિકલ્પ તમારી પાસે છે. સ્પષ્ટતાઓમાં મહત્તમ 350 અક્ષર હોઈ શકે.
નોંધ: ક્વિઝનો તમે માત્ર એક સાચો જવાબ રાખી શકો.

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6705568536278717897
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false