ઉચિત ઉપયોગ વિશેના સામાન્ય પ્રશ્નો

ઉચિત ઉપયોગ એ કાનૂની સિદ્ધાંત છે જે જણાવે છે કે તમે અમુક ચોક્કસ પરિસ્થિતિઓ હેઠળ કૉપિરાઇટના માલિકની પરવાનગી લીધા વિના કૉપિરાઇટ-સંરક્ષિત કન્ટેન્ટનો ફરી ઉપયોગ કરી શકો છો.

ઉચિત ઉપયોગ ઑટોમૅટિક રીતે લાગુ થાય તે માટે કોઈ જાદુઈ શબ્દ નથી. જ્યારે તમે કોઈ વ્યક્તિના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યનો ઉપયોગ કરો, ત્યારે એવી કોઈ ગૅરંટી નથી હોતી કે તમે ઉચિત ઉપયોગ હેઠળ સંરક્ષિત છો.

ઉચિત ઉપયોગ - YouTube પર કૉપિરાઇટ

 

 

ઉચિત ઉપયોગ વિશે સામાન્ય પ્રશ્નો

ઉચિત ઉપયોગ કઈ રીતે કાર્ય કરે છે?
યુનાઇટેડ સ્ટેટ્સમાં, ઉચિત ઉપયોગ લાગુ થાય છે કે નહીં તેનો નિર્ણય લેવા માટે સિદ્ધાંતોના સેટના આધારે વિશિષ્ટ કેસનો રિવ્યૂ કરે છે. કૉપિરાઇટના માલિકની પરવાનગી વિના કન્ટેન્ટનો ઉપયોગ કરવો ક્યારે યોગ્ય છે તે વિશે વિવિધ દેશો/પ્રદેશો વિવિધ નિયમો ધરાવે છે. ઉદાહરણ તરીકે, યુનાઇટેડ સ્ટેટ્સમાં વિવરણ, સમાલોચના, સંશોધન, શિક્ષણ અથવા ન્યૂઝ રિપોર્ટિંગને ઉચિત ઉપયોગ તરીકે ગણવામાં આવી શકે છે. કેટલાક અન્ય દેશો સમાન અભિપ્રાય ધરાવે છે જેને ઉચિત વ્યવહાર કહેવામાં આવે છે, જેની કાર્યપદ્ધતિ ભિન્ન હોઈ શકે છે.
ઉચિત ઉપયોગમાં શેનો સમાવેશ છે?

1. ઉપયોગ વ્યાવસાયિક પ્રકારનો હોય અથવા બિન-લાભકારી શૈક્ષણિક હેતુસર હોય તે સહિત, આવા ઉપયોગનો હેતુ અને તેની લાક્ષણિકતા

કોર્ટ સામાન્ય રીતે એ વાત પર ધ્યાન આપે છે કે ઉપયોગ "રૂપાંતરકારી" છે કે નહીં. તેનો અર્થ છે કે તે ઑરિજિનલમાં નવી અભિવ્યક્તિ કે અર્થ ઉમેરે છે કે ઑરિજિનલમાંથી માત્ર કૉપિ કરે છે. વ્યાવસાયિક ઉપયોગને ઉચિત ઉપયોગ માનવામાં આવે તેની સંભાવના ઓછી છે, તેમ છતાં, વીડિયોમાંથી કમાણી કરવામાં આવે અને છતાં તે ઉચિત ઉપયોગ હોય તે શક્ય છે.

2. કૉપિરાઇટ ધરાવતા કાર્યનો પ્રકાર

સર્વથા કલ્પિત કાર્યોનો ઉપયોગ કરવા કરતાં પ્રાથમિક વાસ્તવિક કાર્યોમાંથી કન્ટેન્ટનો ઉપયોગ થાય તે ઉચિત હોવાની સંભાવના વધુ છે.

3. સંપૂર્ણપણે કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યના સંબંધે ઉપયોગમાં લેવાયેલા ભાગની માત્રા અને મહત્ત્વ

ઑરિજિનલ કાર્યમાંથી મોટો ભાગ લેવા કરતાં થોડું કન્ટેન્ટ લેવામાં આવે તે ઉચિત ઉપયોગ ગણાય તેની સંભાવના વધુ છે. જોકે, કેટલીક પરિસ્થિતિઓમાં જો તે “હૃદય” સંકળાયેલું હોય તેવું કાર્ય હોય, તો નાની માત્રા પણ ઉચિત ઉપયોગની વિરૂદ્ધ ગણાઈ શકે છે.

4. કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્ય માટે અથવા તેના મૂલ્યની સંભવિત બજાર પર ઉપયોગની અસર

એવા ઉપયોગો જે કૉપિરાઇટના માલિકની તેમના ઑરિજિનલ કાર્યમાંથી નફો કરવાની ક્ષમતાને હાનિ પહોંચાડે તે ઉચિત ઉપયોગો હોવાની સંભાવના ઓછી છે. પૅરોડી ધરાવતા કેસોમાં આ પરિબળ હેઠળ ક્યારેક કોર્ટ દ્વારા અપવાદ રાખવામાં આવ્યા છે.

ઉચિત ઉપયોગ ક્યારે લાગુ થાય છે?
કૉપિરાઇટના માલિકને શ્રેય આપવાથી, "કોઈ પ્રકારનું ઉલ્લંઘન ઉદ્દેશિત નથી" જેવો અસ્વીકાર કરવાથી અથવા અન્ય કોઈ વ્યક્તિના કન્ટેન્ટમાં ઑરિજિનલ કન્ટેન્ટ ઉમેરવાથી કોઈ ઉપયોગ ઑટોમૅટિક રીતે ઉચિત ઉપયોગ નથી બની જતો. જે ઉપયોગો ઑરિજિનલ કાર્ય પર કૉમેન્ટ કે ટીકા કરવાને બદલે તેના સ્થાને બીજું કાર્ય મૂકવામાં આવે તે ઉચિત ઉપયોગ ગણાવાની સંભાવના ઓછી છે.
ઉચિત ઉપયોગ સાથે Content ID કઈ રીતે કાર્ય કરે છે?

જો તમે કૉપિરાઇટના માલિકની પરવાનગી મેળવ્યા વિના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટ ધરાવતો વીડિયો અપલોડ કરશો, તો પરિણામે તમારી સામે Content ID દાવો થશે. દાવાના કારણે તમે વીડિયો દ્વારા કમાણી કરવાની પ્રક્રિયા નહીં કરી શકો, તમે લોકપ્રિય ગીતોના ટૂંકા ઉપયોગો જેવો થોડીક જ સેકન્ડનો ઉપયોગ કર્યો હોય, તો પણ.

Content ID જેવી ઑટોમૅટિક રીતે ચાલતી સિસ્ટમ ઉચિત ઉપયોગનો નિર્ણય ન લઈ શકે કારણ કે તે વિષયલક્ષી, કેસ અનુસાર લેવાતો નિર્ણય છે, જે માત્ર કોર્ટ જ લઈ શકે. અમે ઉચિત ઉપયોગ વિશે નિર્ણય ન લઈ શકીએ અથવા કૉપિરાઇટના વિવાદમાં મધ્યસ્થતા ન કરી શકીએ, પણ તે છતાં YouTube પર ઉચિત ઉપયોગનું અસ્તિત્વ છે. જો તમે માનતા હો કે તમારો વીડિયો ઉચિત ઉપયોગ હેઠળ આવે છે, તો તમે Content IDના મતભેદની પ્રક્રિયા મારફતે તમારી સ્થિતિનો બચાવ કરી શકો છો. આ નિર્ણયને હળવાશથી ન લેવો જોઈએ. કેટલીક વાર, તમારે એ વિવાદને અપીલ અને DMCAની પ્રતિવાદની પ્રક્રિયાના અંત સુધી રાખવો જરૂરી હોઈ શકે છે.

જો તમે અને દાવેદાર બન્ને પક્ષો વિવાદ હેઠળના વીડિયોમાંથી કમાણી કરવાનો પ્રયાસ કરશો, તો વિવાદનો ઉકેલ આવતા સુધી વીડિયોમાંથી હજુ પણ કમાણી કરી શકાશે. પછી, અમે યોગ્ય પક્ષને ભેગી થયેલી કમાણીની ચુકવણી કરીશું.  

મતભેદની પ્રક્રિયા સિવાય દાવાના ઉકેલ લાવવાના તમે પસંદ કરી શકે તે વિકલ્પો

Content IDના દાવા સંબંધિત કાર્યવાહી કરવાની સૌથી સરળ રીત છે કે સૌથી પહેલા તો તે દાવો થવાનું ટાળવું જોઈએ. તમારા વીડિયો માટે આવશ્યક ન હોય તો કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ ન કરશો. તમારા વીડિયોમાં ઉપયોગ કરવા માટે કોઈ કિંમત વિના ઉપલબ્ધ મ્યુઝિક માટે YouTube ઑડિયો લાઇબ્રેરી જુઓ. જો તમે અન્ય રૉયલ્ટી-ફ્રી અથવા લાઇસન્સ આપતી સાઇટ પરથી મ્યુઝિક મેળવવાનું પસંદ કરો, તો કાળજીપૂર્વક નિયમો અને શરતો વાંચવાની ખાતરી કરો. આમાંની કેટલીક સેવાઓ YouTube પર મ્યુઝિકનો ઉપયોગ કરવાની કે તેમાંથી કમાણી કરવાના અધિકારો કદાચ ન આપે, તેથી પણ તમારી સામે Content IDનો દાવો થઈ શકે છે.

જો તમને તમારા આવશ્યક ન હોય તેવા વીડિયો માટે મ્યુઝિકનો Content IDનો દાવો મળે, તો તેને કાઢી નાખવાનો અથવા ઑડિયો લાઇબ્રેરીમાંથી કૉપિરાઇટ-સુરક્ષિત ટ્રૅક સાથે તેની અદલાબદલી કરો. તમે નવા URL પર દાવો કરાયેલા કન્ટેન્ટને દર્શાવ્યા વિના સંપૂર્ણ ફેરફાર કરેલો વીડિયો પણ હંમેશાં અપલોડ કરી શકો છો.

શું હું ઉચિત ઉપયોગ દ્વારા સુરક્ષિત છું જો...

મેં કૉપિરાઇટના માલિકને ક્રેડિટ આપી હોય તો?

ઉચિત ઉપયોગના વિશ્લેષણમાં સામાન્ય રીતે રૂપાંતરણતા મહત્ત્વપૂર્ણ છે. કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યની માલિકને ક્રેડિટ આપવાથી તેના કન્ટેન્ટની અરૂપાંતરણીય કૉપિ તેની જાતે ઉચિત ઉપયોગમાં બદલાશે નહીં. “બધા હક લેખક પાસે છે” અને “હું માલિક નથી” જેવા વાક્યાંશોનો ઑટોમૅટિક રીતે એવો અર્થ થતો નથી કે તમે તે કન્ટેન્ટનો ઉચિત ઉપયોગ કરી રહ્યા છો. તેનો અર્થ એ પણ નથી થતો કે તમે કૉપિરાઇટના માલિકની પરવાનગી ધરાવો છો.

મેં મારા વીડિયો પર અસ્વીકાર પોસ્ટ કર્યો હોય તો?
જ્યારે તમે અન્ય કોઈ વ્યક્તિના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યનો ઉપયોગ કરો ત્યારે ઉચિત ઉપયોગ ઑટોમૅટિક રીતે લાગુ થાય તે માટે કોઈ જાદુઈ શબ્દ નથી. "કોઈ ઉલ્લંઘન ઉદ્દેશિત નથી" શબ્દસમૂહ સહિત કશું જ તમને કૉપિરાઇટના ઉલ્લંઘનના દાવા સામે ઑટોમૅટિક રીતે સુરક્ષા નહીં આપે.
મારા "મનોરંજન" કે "બિન-લાભકારી" ઉપયોગ માટે કન્ટેન્ટનો ઉપયોગ થઈ રહ્યો હોય તો?

તમારો ઉપયોગ ઉચિત છે કે નહીં તેનું મૂલ્યાંકન કરવા માટે કોર્ટ તેના હેતુનો રિવ્યૂ કરશે. ઉદાહરણ તરીકે, તમારા અપલોડને "ફક્ત મનોરંજનના હેતુઓ માટે છે" જાહેર કરીને, ઉચિત ઉપયોગને સંતુલિત કરતા પરીક્ષણમાંના માપનો સુધી પહોંચી જવું અસંભવ છે. તેવી જ રીતે, “બિન-લાભકારી” ઉપયોગો ઉચિત ઉપયોગ વિશ્લેષણોની તરફેણમાં છે, પરંતુ તેનાથી તે ઑટોમૅટિક રીતે બચાવ બનતો નથી.

મેં કોઈ અન્ય વ્યક્તિના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કાર્યમાં મારું રચેલું ઑરિજિનલ કન્ટેન્ટ ઉમેર્યું હોય તો?
જો તમે અન્ય કોઈ વ્યક્તિના કન્ટેન્ટમાં કશું ઉમેર્યું હોય, તો પણ તમારા ઉપયોગને કદાચ ઉચિત ઉપયોગ ગણવામાં ન આવે. જો તમારી રચના ઑરિજિનલમાં નવી અભિવ્યક્તિ, અર્થ કે મેસેજ ન ઉમેરે, તો કદાચ તે ઉચિત ઉપયોગ નથી. અહીં ચર્ચા કરેલા બધા અન્ય કિસ્સાની જેમ, કોર્ટ ઑરિજિનલ કન્ટેન્ટમાંથી ઉપયોગ કરેલી માત્રા સહિત, ઉચિત ઉપયોગ પરીક્ષણના તમામ ચાર પરિબળોને ધ્યાનમાં લેશે.
હું યુએસની બહાર સ્થિત હોઉં તો?
કૉપિરાઇટ વિશેના અપવાદો ઘણીવાર સમગ્ર વિશ્વમાં સમાન હોય છે, છતાં તે ભિન્ન પણ હોઈ શકે છે. કૉપિરાઇટ હોલ્ડરની પરવાનગી વિના કૉપિરાઇટ દ્વારા સુરક્ષિત કન્ટેન્ટનો ઉપયોગ કરવો ક્યારે યોગ્ય છે તે વિશે વિવિધ દેશો અને પ્રદેશોમાં વિવિધ નિયમો હોઈ શકે છે.
કોર્ટ દરેક કેસના તથ્યો પ્રમાણે ઉચિત ઉપયોગના કેસો વિશે નિર્ણય લે છે. કૉપિરાઇટ-સુરક્ષિત કન્ટેન્ટ ધરાવતા વીડિયો અપલોડ કરતા પહેલાં તમે કોઈ નિષ્ણાત પાસેથી કાનૂની સલાહ મેળવો તે શક્ય છે.

વધુ માહિતી

જો તમે ઉચિત ઉપયોગ વિશે વધુ જાણવા માગતા હો, તો ઑનલાઇન ઘણાં સંસાધનો ઉપલબ્ધ છે. નિમ્નલિખિત સાઇટ માત્ર શૈક્ષણિક હેતુઓ માટે છે અને YouTube દ્વારા સમર્થિત નથી:

શું આ સહાયરૂપ હતું?

અમે તેને કેવી રીતે બહેતર બનાવી શકીએ?
Search
શોધ સાફ કરો
શોધ બંધ કરો
મુખ્ય મેનૂ
6973541125913090055
true
સહાયતા કેન્દ્ર શોધો
true
true
true
true
true
59
false
false